મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ એ એક મનોવિજ્ઞાનનો ખ્યાલ છે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ પોતાના વ્યક્તિત્વ-સિદ્ધાંતના ભાગ રૂપે આપ્યો હતો.

મેસ્લોના જણાવ્યા મુજબ વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે છે, જ્યારે નીચલી જરૂરિયાતો સંતોષાઈ જાય. મેસ્લોએ પોતાના આ સિદ્ધાંતમાં મનુષ્યની જરૂરિયાતોનું ઊર્ધ્વલક્ષી વર્ગીકરણ કર્યું છે. તેમના મત મુજબ વ્યક્તિત્વમાં પ્રથમ શારીરિક જરૂરિયાતો પછી સહીસલામતીની જરૂરિયાતો, મમતાની જરૂરિયાતો, પ્રેમ અને હૂંફની જરૂરિયાતો, સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાતો અને છેલ્લે સ્વ-વાસ્તવિકરણની જરૂરિયાત આવે છે.

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ
મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતોનો કોટિક્રમ, જેમાં પાયાની જરૂરિયાતો નીચેથી ચાલું થાય છે.

આ પદાનુક્રમમાં પાયામાં રહેલી જૈવિક, શારીરિક જરૂરિયાતો સૌથી પ્રબળ છે, અને ઉપર જતી જરૂરિયાતો ક્રમશ: નબળી છે. એટલે કે આ જરૂરિયાતો વ્યક્તિત્વ-વિકાસ દરમિયાન અનુક્રમમાં ઉદભવે છે, અને પૂર્વેના નીચલા ક્રમની જરૂરિયાતો સંતોષાયા પછી જ ઉપરના બીજા ક્રમની જરૂરિયાતો પ્રગટે છે. જેમ કે, માણસને જ્યારે પૂરતો ખોરાક અને શારીરિક સલામતીની ખાતરી થાય પછી જ તેને કોઈનો પ્રેમ મેળવવો, પ્રેમ આપવો, તેમજ સ્વમાન, કદર, પ્રતિષ્ઠાની ઝખનાની જરૂરિયાતો ઉદભવે છે.

સિદ્ધાંત

મેસ્લોએ પોતાનો 'જરૂરિયાતોનો કોટિક્રમ'નો ખ્યાલ સૌપ્રથમ વાર ૧૯૪૩માં અ થિઅરી ઑફ્ હ્યુમન મોટિવેશન નામના લેખમાં રજૂ કર્યો હતો.

મેસ્લો માને છે કે જ્યાં સુધી વ્યક્તિની પાયાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતોના સંતોષ માટે સક્રિય થતી નથી. પહેલાં ભૂખ, તરસ, નિદ્રા, જાતીયતા જેવી શરીરલક્ષી જરૂરિયાતો સંતોષાય ત્યારપછી સલામતી અને રક્ષણની જરૂરિયાતો માટે માનવી સક્રિય બને છે. આ બન્ને નિમ્નકક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ પ્રેમ, સ્નેહ, આત્મગૌરવ, જ્ઞાન અને સમજણ જેવી બોધાત્મક જરૂરિયાતો અને સૌંદર્યલક્ષી ઉચ્ચકક્ષાની જરૂરિયાતોના સંતોષ માટે માનવી જાગ્રત થઈને સક્રિય બને છે. મેસ્લોએ જરૂરિયાતોના કોટિક્રમની સૌથી ટોચ પર સ્વ-વાસ્તવિકરણની જરૂરિયાતનો સમાવેશ કર્યો છે. મેસ્લોના મત મુજબ અગાઉની બધી જ જરૂરિયાતોના સંતોષ પછી જ માનવી સૌથી ઉચ્ચકક્ષાની એવી સ્વ-વાસ્તવિકરણની જરૂરિયાતના સંતોષ માટે સક્રિય બને છે.

મેસ્લોની પાયાગત જરૂરિયાતો અને થોમસની ચાર મૂળભૂત જરૂરિયાતોમાં નોંધપાત્ર સામ્યતા છે. મેસ્લોની સલામતી, મહત્ત્વ અને સ્નેહ તેમજ આદરમાન સંબંધી જરૂરિયાતો અનુક્રમે થોમસની સુરક્ષા (security), પ્રતિભાવ (response), સામાજિક માન્યતા તથા મૂળભૂત ઈચ્છાઓ સાથે નોંધપાત્ર સામ્ય ધરાવે છે.

જરૂરિયાતોનો કોટિક્રમ

શારીરિક જરૂરિયાતો

મેસ્લોએ જરૂરિયાતોનું જે ઊર્ધ્વગામી વર્ગીકરણ કર્યું છે, તેમાં સૌથી પહેલું કે સૌથી નીચેનું સ્થાન શારીરિક જરૂરિયાતોને મળેલું છે. શારીરિક જરૂરિયાતોમાં હવા, પાણી, ખોરાક, શારીરિક સમતુલન, શારીરિક પ્રક્રિયાઓનું સ્વ-સંચાલન વગેરે જરૂરિયાતોનો સમાવેશ થાય છે. બીજી બધી જરૂરિયાતોની સરખામણીમાં આ જરૂરિયાતો પાયાની છે. જ્યાં સુધી આ જરૂરિયાતોને સંતોષ ન મળે ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતોના સંતોષ માટે આગળ વધી શકતી નથી. જેમ કે, બહું જ ભૂખ્યો વ્યક્તિ પોતાના અભ્યાસ વિશે વિચાર કરી શકતો નથી. હવા વગર ગૂંગળાતો વ્યક્તિ પોતાની માનસિક પ્રગતિનો વિચાર કરી શકતો નથી. આમ, મેસ્લો જણાવે છે કે શારીરિક જરૂરિયાતો મનુષ્યની પાયાની જરૂરિયાતો છે, અને મનુષ્યની કોઈપણ પ્રવૃત્તિ આ જરૂરિયાતો જ્યાં સુધી સંતોષાય નહિ ત્યાં સુધી આગળ વધી શકતી નથી.

સહીસલામતીની જરૂરિયાત

લોકો તેમના જીવનમાં ઓર્ડર, અનુમાનિતતા અને નિયંત્રણનો અનુભવ કરવા માંગે છે.

સુરક્ષા જરૂરિયાતો કુટુંબ અને સમાજ દ્વારા પૂરી કરી શકાય છે (દા.ત., પોલીસ, શાળાઓ, વ્યવસાય અને તબીબી સંભાળ).

ઉદાહરણ તરીકે, ભાવનાત્મક સુરક્ષા, નાણાકીય સુરક્ષા (દા.ત., રોજગાર, સામાજિક કલ્યાણ), કાયદો અને વ્યવસ્થા, ભયથી સ્વતંત્રતા, સામાજિક સ્થિરતા, મિલકત, આરોગ્ય અને સુખાકારી (દા.ત., અકસ્માતો અને ઈજા સામે સલામતી).

શારીરિક અને સલામતીની જરૂરિયાતો પૂર્ણ થયા પછી, માનવ જરૂરિયાતોનું ત્રીજું સ્તર સામાજિક છે અને તેમાં સંબંધની લાગણીનો સમાવેશ થાય છે.

મમતાની જરૂરિયાત પ્રેમ અને સ્નેહની જરૂરિયાત

સંબંધની જરૂરિયાતોના ઉદાહરણોમાં મિત્રતા, આત્મીયતા, વિશ્વાસ, સ્વીકૃતિ, સ્નેહ પ્રાપ્ત કરવો અને આપવો અને પ્રેમનો સમાવેશ થાય છે.

આ જરૂરિયાત બાળપણમાં ખાસ કરીને પ્રબળ હોય છે અને સલામતીની જરૂરિયાતને ઓવરરાઇડ કરી શકે છે, જેમ કે બાળકોમાં સાક્ષી છે કે જેઓ અપમાનજનક માતાપિતાને વળગી રહે છે.

સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાત

માસલો વર્ગીકૃત સન્માનની જરૂરિયાતોને બે વર્ગોમાં વહેંચે છે: (i) પોતાના માટે સન્માન (ગૌરવ, સિદ્ધિ, નિપુણતા, સ્વતંત્રતા) અને (ii) પ્રતિષ્ઠા અથવા અન્ય લોકો પાસેથી આદરની ઇચ્છા (દા.ત., સ્થિતિ, પ્રતિષ્ઠા).

એસ્ટીમ અન્ય લોકો દ્વારા સ્વીકારવામાં અને મૂલ્યવાન થવાની લાક્ષણિક માનવ ઇચ્છા રજૂ કરે છે. માન્યતા મેળવવા માટે લોકો ઘણીવાર કોઈ વ્યવસાય અથવા શોખમાં જોડાય છે. આ પ્રવૃત્તિઓ વ્યક્તિને યોગદાન અથવા મૂલ્યની ભાવના આપે છે.

પદાનુક્રમમાં આ સ્તર દરમિયાન અસંતુલનને કારણે નિમ્ન આત્મસન્માન અથવા લઘુતા સંકુલ હોઈ શકે છે.

માસ્લોએ સૂચવ્યું હતું કે બાળકો અને કિશોરો માટે આદર અથવા પ્રતિષ્ઠાની જરૂરિયાત સૌથી મહત્વપૂર્ણ છે અને વાસ્તવિક આત્મસન્માન અથવા પ્રતિષ્ઠા પહેલા છે.

સ્વ-વાસ્તવિકરણ અથવા આત્મ-આવિષ્કારની જરૂરિયાત

સ્વ-વાસ્તવિકરણ અથવા આત્મ-આવિષ્કાર (અથવા આત્મસાર્થક્ય) અંગેના પોતાના મતના સમર્થન માટે મેસ્લોએ જુદાં જુદાં ક્ષેત્ર જેવા કે વિજ્ઞાન, સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ વગેરેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હોય તેવી વ્યક્તિઓનો અભ્યાસ કરી તેનું તારણ ઈ.સ. ૧૯૫૦માં પોતાના એક લેખ સેલ્ફ-ઍક્ચુઅલાઇઝિંગ પીપલમાં રજૂ કર્યું છે. આ વ્યક્તિઓમાં અબ્રાહમ લિંકન, એલિનોર રૂઝવેલ્ટ, ટૉમસ જેફરસન, બીથોવન, થૉરો, વૉલ્ટ વ્હિટમૅન વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

સંદર્ભો

પૂરક વાચન

Tags:

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ સિદ્ધાંતમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ જરૂરિયાતોનો કોટિક્રમમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ આ પણ જુઓમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ સંદર્ભોમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ પૂરક વાચનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઅબ્રાહમ મેસ્લોઅમેરિકાજરૂરિયાતોમનોવિજ્ઞાનવ્યક્તિત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાંડવપરશુરામઉપેન્દ્ર ત્રિવેદીબેંક ઓફ બરોડાકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનદક્ષિણ ગુજરાતજામનગરકરીના કપૂરસાબરમતી નદીગૂગલરસાયણ શાસ્ત્રભારતમાં પરિવહનમાધ્યમિક શાળાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સીતાઆયોજન પંચભૂપેન્દ્ર પટેલપાંડુરંગ શાસ્ત્રી આઠવલેમહાવીર સ્વામીચંપારણ સત્યાગ્રહખોડિયારહોકાયંત્રવેણીભાઈ પુરોહિતખેડા સત્યાગ્રહઅદ્વૈત વેદાંતભારતમાં આવક વેરોવીમોકંડલા બંદરબનાસકાંઠા જિલ્લોયુનિક આઇડેન્ટિફિકેશન નંબરસ્વચ્છતાલોક સભાજિલ્લા પંચાયતઅભિમન્યુખાંટ રાજપૂતભારતના રાજ્ય વૃક્ષોની યાદીઅરુણ જેટલી સ્ટેડિયમમગફળીઅનિલ અંબાણીસંત કબીરવલ્લભી વિશ્વવિદ્યાલયસોલંકી વંશબિન-વેધક મૈથુનસંગણકતાલુકા વિકાસ અધિકારીફુગાવોસૂર્યમંડળઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારફેફસાંરૂપિયોઅકબરપ્રિયંકા ચોપરારાજ્ય સભાઇસુમગરકાંકરિયા તળાવઅમદાવાદ સીટી તાલુકોતલાટી-કમ-મંત્રીઘોડોસીદીસૈયદની જાળીમહારાષ્ટ્રવૈશ્વિકરણહિંદુબ્રાહ્મણ ગ્રંથોઉપદંશનવનિર્માણ આંદોલનમનોવિજ્ઞાનકૃષ્ણનર્મદા નદીક્રિકેટતાના અને રીરીગુજરાતી ભાષાઅરવલ્લીવાયુનું પ્રદૂષણનવસારી લોક સભા મતવિસ્તાર🡆 More