વનનાબૂદી

વનનાબૂદી એ વનીકરણ વિસ્‍તારમાં માનવીઓ દ્વારા ઝાડ કાપવા અને/અથવા સળગાવવાની પ્રક્રિયાઓથી કુદરતી રીતે ઉદભવતા વનોનો નાશ છે.

વનનાબૂદી
દક્શિણ મેક્સિકોમાં ખેતી માટે જંગલ સળગાવવામાં આવ્યાં.
વનનાબૂદી
એમેઝોન વરસાદીવનમાં વનનાબૂદી વધારે પડતા માર્ગ-નિર્માણ નોંધપાત્ર ચિંતા છે કારણકે વન્ય વિસ્તારોમાં માનવીનું વધેલું દબાણ, વધુ પડતા સ્રોતનો ઉપયોગ અને જૈવવિવિધતાને વધુ ખતરો.

વનનાબૂદી ઘણાં કારણોથી થાય છેઃ ઝાડ અથવા તેમાંથી મળતા કોલસા માણસો દ્વારા વપરાતા બળતણ અથવા ચીજ તરીકે વાપરવા અથવા વેંચવામાં આવે છે, જયારે સાફ થયેલી જમીન પશુધન માટેના ઘાસચારા, ચીજવસ્‍તુઓના વાવેતર અને વસાહતો માટે વાપરવામાં આવે છે. પર્યાપ્‍ત પુનઃવનીકરણ વગર લોકોએ ઝાડ દૂર કરતા રહેઠાણને નુકશાન જૈવ વિવિધતાનું નુકશાન અને ઉજ્જડતા થયાં છે. તેની આબોહવામાં રહેલ કાર્બન ડાયોકસાઇડના જૈવિક અલગીકરણ પર પ્રતિકૂળ અસરો થયેલ છે. વનનાબૂદી થયેલાં પ્રદેશોમાં સામાન્‍ય રીતે નોંધપાત્ર પ્રતિકૂળ ભૂમિ ધોવાણ થાય છે અને ઘણીવાર તેની કક્ષા ઉતરતી થઇને ખરાબાની જમીન થઇ જાય છે.

સ્‍વાભાવિક પ્રાકૃતિક મૂલ્‍યનો અનાદર અથવા તેનું આસાન, યશ મળે તેવા મૂલ્‍યનો અભાવ, ઢીલું વન સંચાલન અને પર્યાવરણીય કાયદાની ખામી વિશાળપાયે વનનાબૂદી થવાના કેટલાંક પરિબળો છે. ઘણાં દેશોમાં વનનાબૂદી ચાલુ મુદ્દો છે. જેને કારણે વિલોપન, આબોહવાની સ્‍થિતિમાં ફેરફારો, રણીકરણ અને સ્‍વદેશી લોકોના વિસ્‍થાપન થઇ રહ્યાં છે.

ઓછામાં ઓછા US$ 4600ની માથદીઠ GDP ધરાવતા દેશોમાં ચોખ્‍ખી વનનાબૂદી વધતાં અટકી છે.

નૃવંશશાસ્‍ત્રીય વનનાબૂદીના કારણો

સાંપ્રત વનનાબૂદીના ઘણાં પાયાનાં કારણો છે જેમાં સરકારી સંસ્‍થાઓના ભ્રષ્‍ટાચાર, સંપત્તિ અને સત્તાની અસમાન વહેંચણી, વસ્‍તી વધારો તેમજ વધુ વસ્‍તી અને શહેરીકરણનો સમાવેશ થયો છે. વૈશ્વીકરણને વનનાબૂદીના અન્‍ય મૂળભૂત કારણ તરીકે જોવામાં આવે છે જોકે એવા કિસ્‍સાઓ છે જેમાં વૈશ્‍વીકરણની અસરો(શ્રમ, મૂડી, ચીજવસ્‍તુઓ અને વિચારોના નવા પ્રવાહો)એ સ્‍થાનિક રીતે વન પુનઃપ્રાપ્‍તિને ઉત્તેજન આપ્‍યું છે.

2000મા યુનાઇટેડ નેશન્‍સ ફૂડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઇઝેશન(FAO) એ અવલોક્યું કે ’’સ્‍થાનિક વસાહતમાં વસ્‍તીના ડાયનેમિકસની ભૂમિકા નિર્ણયાત્‍મકથી બેદરકારીપૂર્ણ સુધીની અલગ અલગ હોઇ શકે છે’’ અને વનનાબૂદી ’’વસ્‍તી દબાણ અને નિષ્‍ક્રિય રહેતી આર્થિક, સામાજિક અને તકનિકી પરિસ્‍થિતિઓના સંયોજન’’ માંથી પરિણમી શકે છે.

યુનાયટેડ નેશન્‍સ ફ્રેમવર્ક કન્‍વેશન ઓન કલાઇમેટ ચેંજ(UNFCC) સચિવાલયના મત મુજબ અતિશય વનનાબૂદીનું સીધું કારણ કૃષિ છે. જીવનનિર્વાહ માટેની કૃષિ 48% વનનાબૂદી માટે લાકડા કાપવાની ક્રિયા જવાબદાર છે અને 5% વનનાબૂદી માટે બળતણના લાકડાં દૂર કરવાનું જવાબદાર છે.

વન પર્યાવરણતંત્ર અધઃપતન આર્થિક પ્રોત્‍સાહનોથી પણ જોવા મળેલ છે જેમાં વન સંરક્ષણ કરતાં વનના રૂપાંતરને વધુ ફાયદાકારક જણાય છે. વનના ઘણાં અગત્‍યનાં કાર્યોની કોઇ બજાર નથી અને તેથી, વન માલિકો અથવા પોતાની સુખાકારી માટે વનો પર આધાર રાખતાં સમુદાયોને સહેલાઇથી સ્‍વાભાવિક રીતે તેનું આર્થિક મૂલ્‍ય નથી. વિકાસશીલ વિશ્વના પરિપ્રેક્ષ્‍યમાં વનના કાર્બન સિંક અથવા જૈવવિવિધતાવાળા અનામત ભંડાળ તરીકેના લાભો મુખ્‍યત્‍વે વધુ સમૃધ્‍ધ રાષ્‍ટ્રોને મળ્યાં છે અને આ સેવાઓ માટે અપર્યાપ્‍ત વળતર છે. વિકાસશીલ દેશો અનુભવે છે કે વિકાસ પામેલા વિશ્વમા અમેરીકા જેવા અમુક દેશોએ સદીઓ અગાઉ તેમના વનો કાપી નાંખ્‍યા છે અને આ વનનાબૂદીથી મોટે પાટે લાભ લીધો છે અને વિકાસશીલ દેશોને તે જ તકો નકારવાનું મિથ્‍થાચારી છે અને સમૃધ્‍ધ માણસોએ સમસ્‍યા ઉભી કરી છે ત્‍યારે સંરક્ષણનો ખર્ચ ગરીબોને સહન કરવો ન જોઇએ.

વૈશ્વિક વનનાબૂદીનાં અગત્‍યનો ફાળો આપનાર ઔધોગિકીકરણ માટે લાકડા કાપવાની ક્રિયા છે તેનાથી નિષ્‍ણાતો સહમત થતા નથી. તે જ રીતે, વનનાબૂદીમાં ગરીબી અગત્‍યની છે કે નહિં. તે અંગે કોઇ સર્વસંમત્તિ નથી. કેટલાંક દલીલ કરે છે કે ગરીબ લોકો વનનો નાશ કરે તે વધુ શકય છે કારણ કે તેમની પાસે બીજા વિકલ્‍પો નથી. અન્‍ય દલીલ કરે છે કે વન નાબૂદ કરવા જરૂરી સાધનસામગ્રી અને મજૂર માટે ચૂકવવાની ક્ષમતા ગરીબોમાં નથી. વસ્‍તી વધારાએ વનનાબૂદીને ગતિ આપેલ છે તે દાવાઓમાં તકરાર છે, એક અભ્‍યાસમાં જણાયું કે ઉંચા ફળદ્રુપતા દરોને કારણે વસ્‍તી વધારો ફકત 8 % કિસ્‍સાઓ વિષુવૃતીય વનનાબૂદીનું મુખ્‍ય કારણ હતું.

કેટલાંક ટીકાકારોએ છેલ્‍લા ૩૦ વર્ષોમાં વનનાબૂદીના કારણોમાં ફેરફારને નોંધેલ છે. 1960 અને 1970ના દસકાઓમાં વનનાબૂદીના મુખ્‍યત્‍વે કારણો જીવનનિર્વાહ પ્રવૃતિઓ અને સરકાર સહાયિત વિકાસ પ્રોજેકટસ જેવા કે સ્‍થળાંતર(ઇન્‍ડોનેશિયા) અને કોલોનાઇઝેશન(દક્ષિણ અમેરિકા) હતાં ત્‍યારે 1990ના દસકા સુધીમાં નિસ્‍યંદન ઉધોગ, વિશાળ પાયે ઢોરના વાડા અને વ્‍યાપક કૃષિ સહિતના ઔધોગિકકર્તાઓને કારણે મોટાભાગની વનનાબૂદી થઇ હતી.

પર્યાવરણીય સમસ્‍યાઓ

વાતાવરણને સબંધી

વનનાબૂદી ચાલુ ક્રિયા છે અને તે આબોહવા અને ભૂગોળને આકાર આપી રહેલ છે.

વનનાબૂદી ગ્‍લોબલ વોર્મિંગમાં ફાળો આપનાર છે અને તેને ઘણીવાર વધી ગયેલ ગ્રીન હાઉસ અસરના મુખ્‍ય કારણોનું એક કહેવાય છે. ઉષ્ણકટિબંધીય વનનાબૂદી વિશ્વના લગભગ 20% ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર છે. ઇન્‍ટર ગવર્મેન્‍ટલ પેનલ ઓન કલાઇમેટ ચેન્‍જના મત મુજબ મુખ્‍યત્‍વે વિષુવવૃત્તીય વિસ્‍તારોમાં વનનાબૂદી કુલ નૃવંશશાસ્‍ત્રીય કાર્બન ડાયોકસાઇડ એમીશનના એક-તૃતીયાંશ જેટલું હતું. પરંતુ તાજેતરની ગણતરીઓ સૂચવે છે કે વનનાબૂદી અને વનની અધોગતિ (કોહવાયેલી વનસ્‍પતિવાળી જમીનના એમીશન સિવાય)માંથી કાર્બન ડાયોકસાઇડના એમીશન કુલ નૃવંશશાસ્‍ત્રીય કાર્બન ડાયોકસાઇડ એનીમેશનના 12% એટલે કે 6થી 17%ની રેન્‍જમાં ફાળો આપે છે. ઝાડ અને અન્‍ય છોડ ફોટો સીન્‍થેસીસની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન(કાર્બન ડાયોકસાઇડના રૂપે) દૂર કરે છે અને સામાન્‍ય ઉચ્‍છવાસ દરમિયાન વાતાવરણમાં ફરી ઓકસીજન છૂટો પાડે છે. જો સક્રિયપણે ઉગાડવામાં આવે તો જ ઝાડ અથવા વન વાર્ષિક અથવા વધારે લાંબા સમયગાળા સુધી કાર્બન દૂર કરી શકે છે. લાકડાના બગાડ અને સળગવાથી મોટાભાગનો આ સંગ્રહાયેલ કાર્બન પાછો વાતારવણમાં છૂટો પાડે છે. વનો કાર્બન સંગ્રહ તે માટે લાકડાની ખેતી થવી જોઇએ અને તેને લાંબાગાળા ઉત્‍પાદનમાં ફેરવવા જોઇએ અને ઝાડનું ફરી વાવેતર કરવું જોઇએ. વનનાબૂદી જમીનમાં સંગ્રહાલય કાર્બનને છૂટો પાડવાનું કારણ બને છે. વનો કાર્બનના સંગ્રહસ્‍થાન છે અને પર્યાવરણીય સંજોગોને આધારે સિંક અથવા પ્રાપ્‍તિસ્‍થાન હોઇ શકે છે. પુખ્‍ત વનો ચોખ્‍ખી કાર્બન ડાયોકસાઇડના સિંક અને ઓખ્‍ખા પ્રાપ્‍તિસ્‍થાનની વચ્‍ચેના હોય છે.(જુઓ કાર્બન ડાયોકસાઇડ સિંક અને કાર્બન સાઇકલ)

વિકસતા દેશોમાં ઉષ્ણકટિબંધીય વનનાબૂદી અને વન અધઃપતનમાંથી ઉત્‍સર્જન ઘટાડો(REDD) વર્તમાન આબોહવાલક્ષી નીતિઓને પૂરક બનવાની સંભાવના તરીકે ઉભરી આવેલ છે. આ વિચારમાં વનનાબૂદી અને વન અધઃપતનમાંથી ગ્રીનહાઉસ કોસીઝ (GJG) ના ઘટાડા માટે નાણાંકીય વળતરો આપવાનો સમાવેશ થાય છે.

વિશ્વના ઓકિસજનમાં વરસાદી અને નોંધપાત્ર માત્રામાં ફાળો આપે છે તેનું અદના આદમીઓ વ્‍યાપકપણે માને છે, જોકે હવે વૈજ્ઞાનિકોએ સ્‍વીકાર્યું છે કે વરસાદીનો વાતાવરણમાં થોડો ચોખ્‍ખો ઓકસીજન આપે છે અને વનનાબૂદીની વાતાવરણના ઓકસિજનના સ્‍તરોમાં કોઇ અસર હશે નહિં. તેમ છતાં, જમીન ચોખ્‍ખી કરવા વનના છોડ ભઠ્ઠીમાં નાંખવા અને બાળવાથી અસંખ્‍ય ટન CO2 છૂટો પડે છે જે ગ્‍લોબલ વોર્મીંગમાં ફાળો આપે છે.

વનો હવામાંથી પણ કાર્બન ડાયોકસાઇડ અને પ્રદુષક તત્‍વો કાઢવા સક્ષમ છે અને આમ સૃષ્‍ટિમંડળની સ્‍થિરતામાં ફાળો આપે છે.[સંદર્ભ આપો]

પાણી સબંધી

વનનાબૂદીથી પાણીના ચક્રને અસર થાય છે. ઝાડ તેના મૂળ મારફતે ભૂગર્ભજળ બહાર કાઢે છે અને તેને વાતાવરણમાં છૂટો પાડે છે. જયારે વનનો એક ભાગ દૂર કરવામાં આવે ત્‍યારે ઝાડ આ પાણીની વધુ વરાળ કરતાં નથી જેની પરિણામે આબોહવા વધૂ સૂકી થાય છે. વનનાબૂદી જમીનમાં પાણીની માત્રા, ભૂગર્ભજળ અને વાતાવરણીય ભેજની માત્રા ઘટાડે છે. વનનાબૂદી જમીન કોહવાણ ઘટાડે છે જેથી ધોવાણ, પૂર અને ભૂઃસ્‍ખલન પરિણમે છે. કેટલાંક સ્‍થાનોમાં વનો ભૂગર્ભમાંના ભેજતત્વના રિચાર્જને વધારે છે, તેમ છતાં મોટાભાગના સ્‍થાનોમાં એકવીફેર ઘટાડાનું મુખ્‍ય સ્‍ત્રોત વનો છે.

ઘટતા જતા વન આવરણ પ્રાકૃતિક દ્દશ્‍યની અવક્ષેપણ અટકાવવાની, ધારણા કરવાની અને બહાર કાઢવાની ક્ષમતા ઘટાડે છે. વરસાદને રોકી રાખવાને બદલે કે તે ભૂગર્ભજળ પધ્‍ધતિઓમાં નિતરે છે; વનનાબૂદી થયેલા વિસ્‍તારો સપાટી પરના પાણીના વહેવાના સાધનો બને છે જે પેટા-સપાટીય પ્રવાહો કરતાં વધુ ઝડપથી આગળ વધે છે. સપાટી જળના તે વધુ ઝડપી પરિવહનથી ત્‍વરિત પૂરમાં રૂપાંતરિત થાય છે અને વન આવરણ સાથે વધુ સ્‍થાનીક રીતે પૂર થાય છે. વનનાબૂદીથી બાષ્‍પ બહાર કાઢવાની પ્રક્રિયા પણ થાય છે. જે વાતાવરણના ભેજમાં ઘટાડો થાય છે. જે કેટલાંક કિસ્‍સાઓમાં વનનાબૂદી થયેલા વિસ્‍તારોમાંથી આવતા પવનોના રસ્‍તામાં અવક્ષેપણના સ્‍તરોને અસર કરે છે, કારણ કે, જંગલના નીચેના પવનમાં પાણીને રિસાઇકલ કરાતું નથી પણ તે વહેણમાં ચાલ્‍યું જાય છે અને સીધા જ સમુદ્રોમાં પરત ફરે છે. એક પ્રારંભિક અભ્‍યાસ મુજબ વનનાબૂદી ઉત્તરી અને ઉત્તર પશ્ચિમ ચીનમાં સરેરાશ વાર્ષિક અવક્ષેપણ 1950ના અને 1980ના દસકાઓ વચ્‍ચે એક તૃત્તીયાંશ ઘટ્યો હતો.[સંદર્ભ આપો]

સામાન્‍ય રીતે ઝાડ અને છોડ પાણીના ચક્રને નોંધપાત્ર રીતે અસર કરે છે.

  • તેમની છત્રછાયા અમુક ભાગ અવક્ષેપણને રોકે છે જે ત્‍યારપછી ફરી વાતાવરણમાં બાષ્‍પીભવન થાય છે.(છત્રછાયા ખલેલ)
  • સપાટી પરના વહેણને તેમના કચરા, થડ અને ડાળીઓ ઘીમું કરે છે.
  • તેમના મૂળ જમીનમાં વિશાળ નહેર-મેક્રોપોર્સ સર્જે છે જે પાણીની ધૂસણખોરી વધારે છે.
  • તેઓ પ્રાદેશિક બાષ્‍પીભવન કરે છે અને બહાર કાઢવાની ક્રિયાથી, જમીનના ભેજને ઘટાડે છે.
  • તેમના કચરા અને અન્‍ય કુદરતી કચરાઓ જમીનના ગુણધર્મો બદલે છે જે જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતાને અસર કરે છે.
  • તેના પાંદડાઓના ઉચ્‍છવાસ વાતાવરણની આદ્રતાનું નિયંત્રણ કરે છે. મૂળ ધ્‍વારા ખેંચાતું 99% પાણી ઉચ્‍છવાસ માટે પાંદડા સુધી પહોંચે છે.

પરિણામે સપાટી પર પાણીની ગુણવત્તામાં જમીન, ભૂગર્ભજળ અથવા વાતાવરણમાં ઝાડની હાજરી અથવા ગેરહાજરી ફેરફાર કરી શકે છે. આને પરિણામે ધોવાણના દરોમાં અને સૃષ્‍ટિમંડળ કાર્યો અથવા માનવ સેવાઓ માટે પાણીની ઉપલબ્‍ધિતામાં ફેરફાર થાય છે.

મોટાપાયે વરસાદ થવાની ઘટનાના કિસ્‍સામાં વનની પૂર પર ઓછી અસર હોય છે જે જમીન જો સંતૃપ્‍તિ નજીક હોય તો વનની સંગ્રહક્ષમતા પર ફરી વળે છે.

ઉષ્ણકટિબંધીય વરસાદીવનો આપણા ગ્રહનુ: લગભગ 30% તાજું પાણી ઉત્‍પન્‍ન કરે છે.

જમીન

વનનાબૂદી 
બાઝિલિયન શહેર રીઓ ડે જાનેરોમાં વનનાબૂદી માટે માટીનો વપરાશ. દર્શાવેલ ટેકરી જાકારાપેગુઆમાં મોરો દ કોવાંકા છે.

વણવહેંચાયેલ વનનો જમીન નુકશાનનો દર ખૂબ નીચો હોય છે જે લગભગ એક ચોરસ કિલોમીટર દીઠ (પ્રત્‍યેક ચોરસમાઇલ દીઠ 6 શોર્ટ રન) 2 મેટ્રિક ટનનો હોય છે. [સંદર્ભ આપો]વનનાબૂદી સામાન્‍ય રીતે વહેણની માત્રા વધારીને અને ઝાડના કચરાથી જમીનના રક્ષણને ઘટાડીને ભૂમિ ધોવાણના દરને વધારે છે. અતિશયપણે ધોવાયેલ ઉષ્ણકટિબંધીય વરસાદી વનની જમીનોમાં આ ફાયદાકારક થઇ શકે. વનનિર્માણ કામગીરીઓ પોતે પણ માર્ગોના વિકાસ અને યાંત્રિક સાધનના વપરાશથી ધોવાણ વધારે છે.

ચીનના લેસ પ્‍લેટુને સદીઓ પહેલાં વનનાબૂદીથી સાફ કરાયો હતો. ત્‍યારથી તેનું ધોવાણ થઇ રહેલ છે, નાટયાત્‍મક રીતે કોતર થયેલી ખોણો થઇ રહી છે અને કાંપ આપી રહેલ છે જે પીળી નદીને પીળા રંગની બનાવે છે.નીચેના ભાગોમાં નદીનાં પૂરનું કારણ બને છે (તેથી નદીનું ટુંકું નામ ’’ચીનનું દુઃખ’’ છે.)

ઝાડ દૂર કરવાથી હંમેશા ધોવાણના દરમાં વધારો થતો નથી. દક્ષિણ પશ્ચિમ USમાં ઘાસિયા જમીન પર ઝાડીઓ અને ઝાડ દબાણ કરી રહ્યાં છે. ઝાડ પોતેજ ઝાડના છત્ર નીચે ઘાસનું નુકશાન વધારે છે. બે છત્ર વચ્‍ચેનો ઉજ્જડ વિસ્‍તાર ખૂબ જ ધોવાણક્ષમ બને છે ઉદાહરણ તરીકે, US ફોરેસ્‍ટ સર્વિસ બેન્‍ડેલીયર નેશનલ મોન્‍યુમેન્‍ટમાં અગાઉના સૃષ્‍ટિમંડળને કેવી રીતે પુનઃસ્‍થાપિત કરવું અને ઝાડ દૂર કરીને ધોવાણ ઘટાડવું તેનો અભ્‍યાસ કરે છે.

ઝાડના મૂળ જમીનને એક સાથે બાંધે છે અને જો જમીન પર્યાપ્‍ત રીતે છીછરી હોય તો નીચે રહેલ પત્‍થરના પડને બાંધી જમીનને સ્‍થિર રાખે છે. આકરા ઢોળાવો પરની છીછરી જમીન પર ઝાડ દૂર કરવાથી આમ ભૂસ્‍ખલનનું જોખમ વધે છે જે નજીક રહેતા લોકોને ગભરાવી શકે છે. તેમ છતાં, મોટાભાગની વનનાબૂદી ઝાડની ડાળીઓને જ ફકત અસર કરે છે અને મૂળને મૂળમાં રહેવા દયે છે અને ભૂસ્‍ખલન નિવારે છે.

પરિસ્‍થિતિ સંબંધી

વનનાબૂદીને કારણે જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. વન આવરણના વિસ્‍તારો દૂર કરવાથી અથવા તેના વિનાશથી ઘટેલ જૈવ વિવિધતાવાળા અધઃપતન થયેલા પર્યાવરણ મળ્યું છે. વન જૈવ વિવિધતાને સહાય કરે છે. જે વન્‍યપ્રાણી જીવનને વસવાટ પૂરો પાડે છે; વધુમાં વનો ઔષધીય સંરક્ષણને ઉત્તેજન આપે છે. વનના જૈવિક ટોચ નવી ઔષધીયો(ટેકસોલ જેવી) ના જગ્‍યા ન બદલી શકાય તેવા પ્રાપ્‍તિસ્‍થાન હોઇને વનનાબૂદી પુનઃપ્રાપ્‍ત ન થઇ શકે તેવી રીતે જીનેટિક વિવિધતાઓ (પાકના સામના જેવી)ને નાશ કરી શકે છે.

ઉષ્ણકટિબંધીય વરસાદીવનો પૃથ્‍વી પરના સૌથી વધુ વૈવિધ્‍યસભર પર્યાવરણ તંત્ર હોઇને અને વિશ્વની 80% જાણીતી જૈવ વિવિધતા ઉષ્ણકટિબંધીય વરસાદીવનોમાં જોવા મળતી હોઇને વન આવરણના નોંધપાત્ર વિસ્‍તારોને દૂર કરવા અથવા નાશ કરવાના પરિણામે ઘટેલી જૈવ વિવિધતાવાળા અધઃપતનવાળું પર્યાવરણ થયું છે.

વિલોપન પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજ જૈવ વિવિધતા પર વનનાબૂદીની અસર વિશે ચોકકસપણે આગાહીઓ કરવા પર્યાપ્‍ત છે. વન નિર્માણ સંબંધી જૈવ વિવિધતા નુકશાનનો મોટાભાગની આગાહીઓ જાત-વિસ્‍તાર મોડલ આધારિત છે જેની અંદર ધારણા છે કે વનનું અધઃપતન થાય કે તે જ રીતે જાતોની વિવિધતાનું અધઃપતન થાય છે. જોકે ઘણાં આવા મોડલ ખોટા સાબિત થયા હતા અને વસવાટની નુકશાનથી મોટાપાયે જાતોનું નુશકાન થાય તે જરૂરી નથી. જાત-વિસ્‍તાર મોડેલ, જયાં ખરેખર વનનાબૂદી ચાલી રહી છે તે વિસ્‍તારોમાં જે જાતો ખતરામાં છે તેની સંખ્‍યાની વધુ પડતી આગાહી કરે છે તેમજ વ્‍યાપક એવી ભયભીત જાતોની સંખ્‍યાની વધુ પડતી આગાહી કરે છે.

એવો અંદાજ કરવામાં આવે છે કે વરસાદી વનની નાબૂદીને કારણે દરરોજ આપણે 137 છોડ, પ્રાણી અને જંતુ જાતો ગુમાવીએ છીએ જે વર્ષે 50000 જાતોને સમાન થાય છે. અન્‍ય જણાવે છે કે વિષુવવૃત્તીય વરસાદી વનની વનનાબૂદીથી વર્તમાન હોલોસીન માસ વિલોપન થાય છે. વનનાબૂદી દરોમાંથી જાણીતા વિલોપન દરો ખૂબ ઓછા છે જે લગભગ સસ્‍તન પ્રાણીઓ અને પક્ષીઓમાંથી વર્ષે 1 જાતિ છે જે તમામ જાતિઓ માટે વાર્ષિક લગભગ 23000 જાતોનું તારણ થાય છે. દક્ષિણપૂર્વીય એશિયામાં 40%થી વધુ પ્રાણી અને છોડની જાતો 21મી સદીમાં લુપ્‍ત થશે તેવી આગાહીઓ કરવામાં આવી છે. 1995ની માહિતીથી આવી આગાહીઓ પર પ્રશ્ન થયાં છે જે દર્શાવે છે કે દક્ષિણ પૂર્વ એશિયાનના પ્રદેશોમાં મોટાભાગના અસલ વનને મોનોસ્‍પેસિફિક વાવેચરમાં તબદીલ કરવામાં આવેલ છે પરંતુ તે સંભવિત સંકટમાં રહેલ જાતો થોડી છે અને ઝાડના વનસ્‍પતિ સમૂહ વ્‍યાપક અને સ્‍થિર રહ્યાં છે.

આર્થિક અસર

કુદરતના વનો અને અન્‍ય પાસાઓને નુકશાન વિશ્વના ગરીબો માટેના જીવનધોરણોને અડધા અને 2050 સુધીમાં વૈશ્‍વિક GDPને લગભગ 7% સુધી ઘટાડશે, આવો અહેવાલ બોનમાં કન્‍વેન્‍શન ઓન બાયોલોજીકલ ડાઇવર્સિટી (CBD) મીટીંગમાં તારણ કરાયો હતો. ઇમારતી લાકડું અને બળતણના લાકડા સહિતના વનપેદાશોની ઐતિહાસિક એવા વપરાશે પાણી અને ખોદવાલાયક જમીનની ભૂમિકાની સરખામણીએ માનવ સમાજોમાં અગત્‍યની ભૂમિકા ભજવી છે. આજે, વિકસિત દેશોએ ઇમારતી લાકડાને ઘરો બાંધવા અને લાકડાના માવાને કાગળ માટે વાપરવાનું ચાલુ રાખ્‍યું છે. વિકસિત દેશોમાં લગભગ ત્રણ અબજ લોકો અગ્નિ અને રસોઇ કરવા માટે લાકડા પર આધાર રાખે છે.

વિકસિત અને વિકસતા દેશો બંનેમાં વન પેદાશોનો ઉધોગ અર્થતંત્રનો મોટો ભાગ છે. વનનું કૃષિમાં રૂપાંતર અથવા લાકડાના ઉત્‍પાદનોના વધુ પડતા વપરાશથી મળેલ ટૂંકાગાળાના આર્થિક નફાથી સામાન્‍યપણે લાંબાગાળાની આવક અને લાંબાગાળાની જૈવિક ઉત્‍પાદકતાનું નુકશાન થાય છે.(તેથી કુદરતની સેવાઓમાં ઘટાડો) પશ્ચિમ આફ્રિકા, મડાગાસ્‍કર, દક્ષિણપૂર્વ એશિયા અને અન્‍ય ઘણાં પ્રદેશોમાં ઇમારતી લાકડાની ઘટતી જતી ખેતીને કારણે ઓછી આવક થઈ છે. ગેરકારયદેસર લાકડા કાપવાથી રાષ્‍ટ્રીય અર્થતંત્રને વાર્ષીક અબજો ડોલરનું નુકશાન થાય છે.

લાકડામાંથી રકમ મેળવવાની નવી કાર્યપધ્‍ધતિઓ અર્થતંત્રને વધુ નુકશાન કરી રહેલ છે અને લાકડા કાપવામાં રોકાયેલા લોકો દ્વારા વપરાતા નાણાની રકમને વધુ શક્તિ આપે છે. એક અભ્‍યાસ મુજબ, ’’અભ્‍યાસ થયેલા મોટા ભાગના વિસ્‍તારોમાં, વનનાબૂદીને ઉત્તેજન આપનાર જાતજાતના સાહસોને ભાગ્‍યે જ તેઓએ છોડેલા દરેક ટન કાર્બન માટે US$ 5 મળ્યા હતા અને ઘણીવાર US$ 1થી ઓછું વળતર મેળવ્‍યું હતું.’’ યુરોપિયન બજારમાં એક ટન કાર્બનમાં ઘટાડા માટે બાંધેલ ઓફસેટ 23 યુરો(લગભગ US $ 35)છે.

ઐતિહાસિક કારણો

પ્રાગિતિહાસ

સભ્‍યતાની શરૂઆતના હજારો વર્ષ પહેલાં કેટલાંક સમાજોએ નાના પાયે વનનાબૂદી કરી હતી. મેસોલિથિક સમયગાળામાં વનનાબૂદીનો પ્રથમ પુરાવો જણાય છે. તે સંભવતઃ બંધ વનોને રમતના પશુઓને અનુકુળ બનાવવા વધુ ખુલ્‍લા પર્યાવરણતંત્રમાં તબદીલ કરવા વપરાતી હતી. કૃષિની પ્રગતિથી વધુ વિશાળ વિસ્‍તારોમાં વનનાબૂદી શરૂ થઇ અને પાક માટે જમીન સાફ કરવા અગ્‍નિ અગત્‍યનું સાધન બન્‍યું. યુરોપમાં 7000BC પહેલાં નજીવો નક્કર પુરાવો છે. મેસોલિથિકના ઘાસચારા શોધતા લોકોએ લાલ હરણ અને જંગલી સુવર માટે ખુલ્‍લાપણું કરવા અગ્‍નિનો ઉપયોગ કર્યો હતો. ગ્રેટ બ્રિટનમાં ઓક અને એશ- અખરોટ જાતનું વૃક્ષ- જેવા છાંયો આપતા વૃક્ષોની જગ્‍યાએ બદામ જેવાં વૃક્ષ, ગોખરૂ, ઘાસ અને આગિયા મુખ્‍ય પરાગ રેકર્ડમાં દર્શાવાયા છે. વન દૂર કરવાથી ઉચ્‍છવાસમાં ઘટાડો થયો છે, જેને પરિણામે ઉપરી જમીનમાં કોહવાયેલ વનસ્પતિના ખાડા થયા હતા. 8400 - 8300BC અને 7200 - 7000BC વચ્‍ચે યુરોપમાં એલ્‍મ વૃક્ષના પુષ્‍પપરાગમાં વ્‍યાપક ઘટાડો જે દક્ષિણ યુરોપથી શરૂ કરીને ધીમે ધીમે ઉત્તરી થી દક્ષિણ બ્રિટનમાં વધ્‍યો હતો તે નીયોલીથીક કૃષિની શરૂઆત સાથે જ અગ્‍નિથી જમીન સાફ કરવાનું જણાવે છે.

વનનાબૂદી 
નીઓલીથિક મનુશ્યસર્જિત વસ્તુઓની હારમાળા જેમાં કડા, કુહાડીના મથાળા, છીણી અને ચમકાવવા માટેના ઓજારોનો સમાવેશ થાય છે.

નિથોલીથીક સમયગાળામાં ખેતીની જમીન માટે વિસ્‍તૃત વનનાબૂદી જોવા મળી. લગભગ 3000 BCમાં પથ્‍થરની કુહાડીઓ સમગ્ર બ્રિટન તેમજ ઉત્તરી અમેરીકામાંથી ચકમક પથ્‍થરમાંથી જ નહિં પરંતુ વિવિધજાતના સખ્‍ત પથ્‍થરોમાંથી બનાવવામાં આવતી હતી. તેમાં ઇંગ્‍લીશ લેઇક ડિસ્‍ટ્રીકટમાં પ્રખ્‍યાત લેંગડેલ એકસ ઇન્‍ડસ્‍ટ્રી અને પેનમેનવાર નોર્થ વેલ્‍શ તેમજ અસંખ્‍ય અન્‍ય જગ્‍યાઓએ વિકસેલ ખાણોનો સમાવેશ થાય છે. ખાણો નજીક રફ પથ્‍થરો સ્‍થાનિક કક્ષાએ બનાવવામાં આવતા હતાં અને કેટલાંકને સ્‍થાનિક કક્ષાએ સારુ ફિનીશ આપવામાં આવતા હતાં. આ પગલાંએ કુહાડીની યાંત્રિક ક્ષમતા વધારી એટલું જ નહિં પરંતુ લાકડાની આરપાર થવાનું સહેલું બનાવ્‍યું. ચકમક પથ્‍થર હજુ પણ યુરોપભરના ગ્રીમ્‍સ ગ્રેવ્‍સ જેવા પ્રાપ્‍તિસ્‍થાનો અને અન્‍ય ખાણોમાંથી વપરાતો હતો.

મીનોઅન ક્રેટમાં વનનાબૂદીનો પૂરાવો જોવા મળેલ છે; ઉદાહરણ તરીકે કાંસ્‍ય યુગમાં નોસીસના મહેલના પર્યાવરણને સખત રીતે નાબૂદ કરવામાં આવ્‍યા હતાં.

ઔધોગિકીકરણ પહેલાંનો ઇતિહાસ

મોટાભાગના ઇતિહાસ દરમિયાન, શિકાર એકત્ર કરનાર માણસો વનોમાં શિકાર કરતાં હતાં. મોટાભાગના વિસ્‍તારોમાં જેમ કે એમઝોન, વિષુવવૃત્તિય વિસ્‍તારો, મધ્‍ય અમેરિકા અને કેરેબીયનમાં લાકડા અને અન્‍ય વન ઉત્‍પાદનોની ખામીઓ પછી વન સંસાધનોને ટકાઉક્ષમ રીતે વાપરવામાં આવે તે સુનિશ્‍ચિત કરવાની નીતિઓ અમલમાં મૂકવામાં આવી હતી.

પ્રાચીન ગ્રીસમાં ત્‍જીરડ વાન એન્‍ડેલ અને સહ-લેખકોએ ઐતિહાસિક ધોવાણ અને કાંપ પ્રક્રિયાના ત્રણ પ્રાદેશિક અભ્‍યાસોનો સારાંશ લખ્‍યો હતો અને અવલોકન કર્યું હતું કે જયાં પર્યાપ્‍ત પૂરાવા હયાત હતાં ત્‍યાં ધોવાણનો મોટો તબક્કો જોવા મળ્યો હતો અને લગભગ 500- 1000 વર્ષો સુધીમાં ગ્રીસના જુદા જુદા પ્રદેશોમાં ખેતીવાડીની શરૂઆત થઇ હતી જે પછીના નીઓલિથીકથી શરૂઆતના કાંસ્‍ય યુગ સુધીની હતી. મધ્‍યમ-પ્રથમ સદીના BCE પછીના હજાર વર્ષોમાં અસંખ્‍ય જગ્‍યાઓએ ભૂમિ ધોવાણના ગંભીર, ત્રૂટકત્રૂટક કંપન જોવા મળ્યાં. [[એશિયા માઇનોર {/0)({1}એટલે કે કલેરસ અને ઇફેસસ, પ્રેન અને મીલેટસની ઉદાહરણો જયાં મીએન્‍ડરે જમા કરેલ કાંપના હિસાબે બંદરો છોડી જવા પડ્યાં હતા)ના દક્ષિણ દરિયાકાંઠાઓને સમાંતર બંદરોમાં અને દરિયાકાંઠાના સિરીયામાં BC ની છેલ્‍લી સદીઓ દરમિયાન ઐતિહાસિક કાંપ ભરાયો હતો.|એશિયા માઇનોર {/0)({1}એટલે કે કલેરસ અને ઇફેસસ, પ્રેન અને મીલેટસની ઉદાહરણો જયાં મીએન્‍ડરે જમા કરેલ કાંપના હિસાબે બંદરો છોડી જવા પડ્યાં હતા)ના દક્ષિણ દરિયાકાંઠાઓને સમાંતર બંદરોમાં અને દરિયાકાંઠાના સિરીયામાં BC ની છેલ્‍લી સદીઓ દરમિયાન ઐતિહાસિક કાંપ ભરાયો હતો. ]]

તાજેતરની સદીઓમાં ઇસ્‍ટર ટાપુઓ ભારે ભૂમિ ધોવાણ સહન કર્યું છે. જે કૃષિ અને વનનાબૂદીથી વકર્યું છે. જેરડ ડાયમંડ તેના પુસ્‍તક કોલેપ્‍સમાં પ્રાચીન ઇસ્‍ટર ટાપુવાસીઓના પતનનો વ્‍યાપક ચિતાર આપે છે. ટાપુના ઝાડ અદ્દશ્‍ય થવાની ઘટના, 17મી અને 18મી સદીની આજુબાજુ તેની સભ્‍યતામાં પતન સાથે સબંધ ધરાવતું હતું. તેણે આ પતન વનનાબૂદી અને તમામ સંસાધનોના વધુ પડતા શોષણને ગણાવ્‍યા હતાં.

બ્રુજીસ માટે બંદરમાં કાંપ ભરાવવાની પ્રખ્‍યાત ઘટના કે જેનાથી બંદરનું વાણિજ્ય એન્‍ટવર્પમાં ખેસડાયું હતું. જેના પછી નદીના ઉપરી તટમાં વસવાટમાં વૃધ્‍ધિ (સ્‍પષ્‍ટપણે વનનાબૂદીથી)નો સમયગાળો આવ્‍યો હતો. શરૂઆતના મધ્‍યકાલીન સમયમાં રીએઝના ઉપરી પ્રાંતમાં, બે નાની નદીઓના કાંપમાંથી નદીઓના સ્‍તર ઉંચકાયા જેણે પૂરના મેદાન વધાર્યા. જેણે કાંપમાં રોમન સામ્રાજ્યને ધીમેધીમે દફન કર્યું અને ધીમે ધીમે વધુ ઉંચા મેદાન પર નવું બાંધકામ ખસેડાયું, રીએઝ ઉપરની પાણીવાળી ખીણો ચરાણમાટે ખોલવામાં આવી.[સંદર્ભ આપો]

પરંપરાગત પ્રગતિ પટ્ટો એ છે કે મોટેભાગે શહેરો વન વિસ્‍તારમાં બાંધવામાં આવતાં હતાં જે કેટલાંક ઉધોગો માટે લાકડું પુરું પાડતા(ઉદાઃ બાંધકામ, જહાજ બાંધકામ, માટીકામ) જયારે યોગ્‍ય પુનઃવાવેતર વગર વનનાબૂદી કરવામાં આવે ત્‍યારે જો કે સ્‍પર્ધાત્‍મક રહેવા પર્યાપ્‍ત સ્‍થાનિક લાકડાનો પૂરવઠો મુશ્‍કેલ બને છે. જેનાથી શહેર ત્‍યજવામાં આવે છે જેવી રીતે પ્રાચીન એશિયા માઇનોરમાં થયું હતું. બળતણની જરૂરિયાતો ખાણકામ અને ધાતુખોદકામને કારણે વારંવાર વનનાબૂદી અને શહેરને છોડવાનું બન્‍યું હતું.[સંદર્ભ આપો]

મોટાભાગની વસ્‍તી કૃષિ ક્ષેત્રમાં સક્રિય રહેલ હોઇને(અથવા અપ્રત્‍યક્ષ રીતે તેના પર આધારિત હોઇને) મોટાભાગના વિસ્‍તારોમાં મુખ્‍ય દબાણ પાક અને પશુ ફાર્મીંગ માટે જમીન સાફ કરવા પર રહેલ છે. વન્‍યપ્રાણીજીવન માટે વાજબી રહે તેવી પર્યાપ્‍ત જંગલી લીલોતરી સામાન્‍ય રીતે ઉભી રહી હતી (અને અંશતઃ વપરાયી હતી, દા.ત.બળતણના લાકડા, ઇમારતી લાકડા અને ફળો એકત્ર કરવા અથવા ભુંડને ચરાવવા). અમીરો (ઉમરાવ અને વધુ ઉંચા પાદરીઓ)ના પોતાના શિકાર હકકો અને રમત માટેના રક્ષણથી ઘણીવાર નોંધપાત્ર જંગલ જમીનોનું રક્ષણ થયું હતું.[સંદર્ભ આપો]

વસ્‍તી ફેલાવવામાં(અને આમ વધુ ટકાઉ વૃધ્‍ધિ) રાજાશાહી પાયોનીયરીગ (ખાસ કરીને બેનેડિકટન અને વાણિજિયક હુકમોથી) અને કેટલાંક રાજાશાહી લોર્ડ ધ્‍વારા સારી કાનૂની અને નાણાંકીય સ્‍થિતિઓ ઓફર કરીને સ્‍થિર થવા ખેડૂતોની ભરતી (અને વેરાભરનાર બનાવવા) એ મુખ્‍ય ભુમિકાઓ ભજવી હતી. જયારે શહેરોને ઉત્તેજન આપવા સૈધ્‍ધાંતિક માણસો શોધવામાં આવ્‍યા ત્‍યારે સ્‍થાપકોને રક્ષણાત્‍મક દિવાલો આજુબાજુ અથવા તેમાં કયારેક કૃષિ પટ્ટાની જરૂર પડી હતી. જયારે બ્‍લેક ડેથ અથવા વિનાશકર્તા લડાઇ(એટલે કે જેજીંસખાનની પૂર્વ અને મધ્‍ય યુરોપમાં મોંગોલ ચઢાઇઓ, જર્મનીમાં ત્રીસ વર્ષોનું યુધ્‍ધ) જેવા કારણોથી વસ્‍તીમાં ઘટાડો થયો હતો તેનાથી વસાહતો ત્‍યજવામાં આવી હતી. કુદરતે આ જમીનને પુનઃજીવીત કરી હતી પરંતુ બીજા વનોમાં સામાન્‍ય રીતે અસલ જૈવવિવિધતાનો અભાવ હતો.

1100થી 1500AD સુધીમાં વસ્‍તીના ફેલાવાને પરિણામે પશ્ચિમ યુરોપમાં નોંધપાત્ર વનનાબૂદી થઇ હતી. 15મી સદીથી યુરોપિયન નૌકામાલિકોએ(દરિયાકાંઠાના) લાકડાના સહેલગાહ માટેના વહાણોનું મોટાપાયે બાંધકામ, વહાણવટા, કોલોની સ્‍થાપના, ગુલામોનો વેપાર કરવા અને મધદરિયે અન્‍ય વેપાર માટે કરવામાં આવ્‍યું હતું જેણે ઘણા વન સંશોધનો વાપર્યા. સ્‍પેનમાં થયા મુજબ વનની વધુ પડતી વહાણી પણ ચાંચિયાગીરીને કારણે હતી. આનાથી કોલમ્‍બસની અમેરિકાની શોધ પછી ઘરેલું અર્થતંત્ર નબળુ પડ્યું હતું કારણ કે અર્થતંત્ર કોલોનીની પ્રવૃત્તિઓ પર આધારિત બન્‍યું હતું.(લૂંટફાટ, ખાણકામ, ઢોર, વાવેતરો, વેપાર વગેરે)[સંદર્ભ આપો]

ચેન્‍જીસ ઇન ધ લેન્‍ડ (1983)માં વીલીયમ ક્રોનોને કૃષિ માટે શરૂઆતમાં જયારે નવા વસાહતીઓએ વનો સાફ કરેલ હતાં તે સમયગાળા દરમિયાન ન્‍યુ ઇંગ્લેન્‍ડમાં વધેલા ઋતુગત પૂર અંગેના 17મી સદીના અંગ્રેજ કોલોનીસ્ટના અહેવાલનું પૃથ્‍થકરણ કર્યું હતું અને તે અંગે દસ્‍તાવેજ લખ્યાં હતાં. તેઓ માનતા હતાં કે ઉચ્‍ચ પ્રવાહમાં વનની વ્‍યાપક સફાઇ સાથે પૂરનું જોડાણ હતું.

શરૂઆતના આધુનિક યુરોપમાં ઔધોગિક સ્‍તર પર કોલસાનો વિશાળ વપરાશ પશ્ચિમના વનોનો નવા પ્રકારનો વપરાશ હતો; સ્‍ટુઅર્ટ ઇંગ્‍લેન્‍ડમાં પણ કોલસાના પ્રમાણમાં નજીવું ઉત્‍પાદન અસરકારક સ્‍તરે પહોંચ્‍યું છે. સ્‍ટુઅર્ડ ઇગ્‍લેંડને એવું વ્‍યાપક રીતે વનનાબૂદ કરવામાં આવ્‍યું હતું કે તે જહાજના લાકડા માટે બાલ્ટિક વેપાર પર આધારિત હતું અને જરૂરિયાત પૂરી કરવા ન્‍યુ ઇંગ્‍લેન્‍ડના વણવપરાયેલ વનો પર ધ્‍યાન આપ્‍યું હતું ટ્રાફલગાર(1805) ખાતે રાજવી નૌકાદળના દરેક યુધ્‍ધ જહાજેને બાંધકામ માટે 6000 પુખ્‍ત ઓક વૃક્ષની જરૂર પડતી હતી. ફ્રાન્‍સમાં, ભવિષ્‍યમાં ફ્રેંચ નૌકાદળને પૂરવઠો પૂરો પાડવા કોલ્‍બર્ટે ઓકના વનોનું વાવેતર કર્યું હતું. મધ્‍ય-ઓગણીસમી સદીમાં જયારે ઓકના વાવેતરો પુખ્‍ત થયા ત્‍યારે વહાણવટામાં પરિવર્તન થવાથી માસ્‍ટ(વચ્‍ચેનો દંડ)ની વધુ જરૂર રહી ન હતી.

પછીનો મધ્‍યકાલીન વનનાબૂદીની અસરો અંગેનો નોર્મન એફ.કેન્‍ટોરનો સારાંશ અગાઉના આધુનિક યુરોપને પણ સમાનરીતે લાગુ પડે છે.

Europeans had lived in the midst of vast forests throughout the earlier medieval centuries. After 1250 they became so skilled at deforestation that by 1500 they were running short of wood for heating and cooking. They were faced with a nutritional decline because of the elimination of the generous supply of wild game that had inhabited the now-disappearing forests, which throughout medieval times had provided the staple of their carnivorous high-protein diet. By 1500 Europe was on the edge of a fuel and nutritional disaster [from] which it was saved in the sixteenth century only by the burning of soft coal and the cultivation of potatoes and maize.

ઔધોગિક યુગ

19મી સદીમાં અમેરિકામાં વરાળબોટની શરૂઆત મિસીસીપી નદી જેવી મુખ્‍ય નદીઓના કિનારાના વનનાબૂદીનું કારણ હતું જેના પર્યાવરણીય પરિણામોમાં એક વધુ પડતું અને વધુ સખ્ત પૂર હતું. વરાળબોટના ક્રુ વરાળના એન્‍જીનને બળતણ પુરું પાડવા નદીકાંઠેથી રોજ લાકડા કાપતા હતાં. સેન્‍ટ લુઇસ અને દક્ષિણમાં ઓહિયો નદીના સંગમ વચ્‍ચે મિસીસીપી વધુ પહોળી અને છીછરી બની અને તેની ચેનલ પછીથી બદલાઇ હતી. નેવીગેશનને સુધારવા સ્‍નેગમુલર્સ (લાકડા)ના વપરાશને પરિણામે ઘણીવાર કાંઠાથી 100થી 200 ફૂટ સુધી ક્રુ ધ્‍વારા વિશાળ ઝાડ કાપવામાં આવતા હતાં. ઇલીનોઇસ કાઉન્‍ટીના કેટલાંક ફ્રેંચ કોલોનીના શહેરો જેવાં કે કાસ્‍કાસિઆ, કાહોકિઆ અને સેન્‍ટ ફિલીપ, ઇલીનોઇસમાં પૂર ભરાયાં હતાં અને 19મી સદીના અંત સુધીમાં તેમના પૂરાતત્‍વના સાંસ્‍કૃતિક રેકર્ડના નાશ સાથે ત્‍યજી દેવામાં આવ્‍યાં હતાં.

ઘણાં વિકસતા દેશોમાં છતાં એકવીસમી સદીના વનનાબૂદીમાં નિર્દિષ્‍ટ સમાનતાઓ જોવા મળી છે.

વનનાબૂદીના દરો

વનનાબૂદી 
પૂર્વીય બોલિવિયામાં ટીયેરાસ બજાસ પ્રોજેક્ટમાં ચાલુ માનવી દ્વારા વનનાબૂદીનો ભ્રમણ કક્ષામાંથી લીધેલ ફોટોગ્રાફ

વૈશ્‍વિક વનનાબૂદી 1852ની આસપાસ તીવ્ર રીતે વધી હતી. એવો અંદાજ છે કે પૃથ્‍વીના લગભગ અડધા પુખ્‍ત ઉષ્ણકટિબંધીય વનો કે જે આ ગ્રહને ૧૯૪૭ સુધી આવરી લીધેલ મૂળ 150 લાખથી 160 લાખ km2(58 લાખ થી ૬૨ લાખ ચો.મી.)ના 75 લાખથી 80 લાખ km2(29 લાખથી 30 લાખ ચો.મી) વચ્‍ચે હતાં જે હવે સાફ કરવામાં આવેલ છે. કેટલાંક વિજ્ઞાનિકો હવે આગાહી કરે છે કે વિશ્વવ્‍યાપી ધોરણે નોંધપાત્ર પગલાંઓ (જુના વઘેલા વન કે જેને ખલેલ પહોંચાડેલ નથી તે શોધવા અને તેનું રક્ષણ કરવું) લેવામાં આવશે નહિં તો 2030 સુધીમાં ફકત દસ ટકા રહેશે અને અન્‍ય દસ ટકા નાબૂદ થયેલી સ્‍થિતિમાં રહેશે. 80% નાશ પામ્‍યું હશે અને તેની સાથે જેનું સ્‍થાન ન લઇ શકાય તેવી હજારો જાતો ગુમાવાશે.

વનનાબૂદીના દરોના અંદાજોની મુશ્‍કેલીઓ, વ્‍યાપકપણે જુદા પડતા વરસાદી વનના વનનાબૂદીના દરોના અંદાજોથી વધુ સ્‍પષ્‍ટ થાય છે. કેટલાંક પર્યાવરણવિદોના જથોએ દલીલ કરે છે કે વિશ્વના એક પંચમાશ વિષુવવૃત્તીય વરસાદી વન 1960 અને 1990 ની વચ્‍ચે નાશ પામ્‍યાં હતાં, જે વરસાદીવનો 50 વર્ષો અગાઉ વિશ્વની જમીન સપાટીના 14 % ને આવરી લેતા હતાં અને 6% સુધી ઘટયાં હતાં તેમજ વર્ષ 2090 સુધીમાં તમામ વિષુવવૃત્તીય વનો અદ્દશ્‍ય થશે. દરમિયાનમાં, લીડસ યુનિવર્સિટીના એલન ગ્રેલનર દલીલ કરે છે કે વરસાદીવન વિસ્‍તારમાં કોઇ લાંબાગાળાના ઘટાડાના વિશ્વસનીય પૂરાવા નથી. ધ સ્‍કેપ્‍ટીકલ એન્‍વાયરમેન્‍ટાલીસ્‍ટના લેખક બોર્ન લોમ્‍બાર્ગ દાવો કરે છે કે વીસમી સદીના મધ્‍ય સુધી વૈશ્‍વિક વન આવરણ લગભગ સ્‍થિર રહેલ છે. આવી જ સમાન બાબતો પર કેટલાંકે દાવો કરેલ છે કે દર વર્ષે કપાતા દરેક એકર વરસાદી વન સામે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં 50એકરથી વધુ નવા વનો ઉગી રહ્યાં છે.

આવા જુદીજુદી દિશાઓના અભિપ્રાયો ઉષ્ણકટિબંધીય વનનાબૂદીના પ્રમાણમાં અચોકકસતાઓનું પરિણામ છે. વિષુવવૃત્તીય દેશો માટે વનનાબૂદીના અંદાજો ખૂબ અચોકકસ છે અને તેમાં 50% વધતા ઓછા જેટલી ભૂલ થઇ શકે. 2002ના ઉપગ્રહ ચિત્રોના પૃથ્‍થકરણે સૂચવ્‍યું કે ભેજવાળા ઉષ્‍ણકટિબંધ વિસ્‍તારોમાં વનનાબૂદીનો દર(લગભગ વાર્ષિક 58 લાખ હેકટર) સૌથી વધુ સામાન્‍યપણે અપાતા દરો કરતાં ભાગ્‍યે જ 23% ઓછો હતો. ઉલટી રીતે, સેટેલાઇટ ચિત્રોનું નવું પૃથ્‍થકરણ દર્શાવે છે કે એમેઝોન વરસાદીવનોની વનનાબૂદી વૈજ્ઞાનિકોએ અગાઉ અંદાજેલ કરતાં બમણી ઝડપી છે.

કેટલાંક દલીલ કરે છે કે વનનાબૂદીના વલણો પછી કુઝનેટસ કર્વ[[]] આવે છે જે સાચું હોય તો વનની બિન-આર્થીક મૂલ્‍યોના બદલી શકાય તેવા નુકશાનના જોખમને નાબૂદ કરવામાં નિષ્‍ફળ જશે.(ઉદાઃ જાતોનું વિલોપન)

યુનાઇટેડ નેશન્‍સ ફૂડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઇઝેશન(FAO)ના 2005ના અહેવાલમાં અંદાજ છે કે પૃથ્‍વીનો કુલ વન વિસ્‍તાર વર્ષે લગભગ ૧૩૦ લાખ હેકટર ઘટતો રહ્યો છે છતાં, વનનાબૂદીનો વૈશ્‍વિક દર તાજેતરમાં ધીમો પડી રહ્યો છે. છતાં અન્‍ય દાવો કરે છે કે વરસાદીવનો અપૂર્વ ઝડપે નાશ કરવામાં આવી રહ્યાં છે. લંડન સ્‍થિત રેઇનફોરેસ્‍ટ ફાઉન્‍ડેશન નોંધે છે કે ’’UN ના આંકડાઓ 10% ખરેખર ઝાડના આવરણના નજીવા વિસ્‍તાર તરીકે વનની વ્‍યાખ્‍યા કરે છે તેથી તેમાં સવાના જેવાં પર્યાવરણતંત્ર અને ખરાબ રીતે નુકશાન પામેલા વિસ્‍તારોને સમાવવા જોઇએ’’. FAOની માહિતીના અન્‍ય ટીકાકારો દર્શાવે છે કે તેમાં વનના પ્રકારો વચ્‍ચે તફાવત નથી અને તે જે તે દેશના વનનિર્માણ વિભાગોમાંથી મેળવેલ અહેવાલ આધારિત છે જેમાં ગેરકાયદેસર લાકડા કાપવાં જેવી બિનસરકારી પ્રવૃત્તિઓને ધ્‍યાનમાં લેવામાં આવતી નથી.

આ અચોકકસતાઓ છતાં, વરસાદીવનોનો વિનાશ નોંધપાત્ર પર્યાવરણીય સમસ્‍યા રહે છે તે બાબતે સંમતિ છે. પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠાના 90% સુધીના વરસાદીવનો 1990થી અદ્દશ્‍ય થયાં છે. દક્ષિણ એશિયામાં, લગભગ 88% વરસાદીવનો અદ્રશ્ય્ થયાં છે. મોટાભાગના વરસાદીવનો એમેઝોન તટપ્રદેશમાં છે, જયાં એમેઝોન વરસાદીવનો લગભગ ૪૦ લાખ ચોરસ કિલોમીટરને આવરી લે છે. 2000 અને 2005 વચ્‍ચે સૌથી વધુ ઉષ્‍ણકટિબંધીય વનનાબૂદી દર ધરાવતા પ્રદેશો દર વર્ષે તેના 1.3% વનો ગુમાવનાર મધ્‍ય અમેરિકા અને ઉષ્‍ણકટિબંધ પરનું એશિયા હતા. મધ્‍ય અમેરિકામાં નીચી જમીનના ઉષ્‍ણકટિબંધીય વનોના બે તૃતીયાંશને 1950 થી ચરાણ જમીનમાં ફેરવવામાં આવ્‍યાં હતા અને છેલ્‍લા 40 વર્ષોમાં તમામ વરસાદીવનોના 40% વન અદ્દશ્‍ય થયાં છે. બ્રાઝિલે તેના માટા એટલાન્‍ટિકા વનનો 90-95% ભાગ ગુમાવ્‍યો છે. માડાગાસ્‍કરે તેના પૂર્વીય વરસાદીવનોના 90% ભાગ ગુમાવ્‍યો છે. 2007 સુધીમાં હૈતીના વનોના 1%થી ઓછો ભાગ બાકી રહ્યો છે. મેક્સિકો, ભારત, ફિલીપીન્‍સ, ઇન્‍ડોનેશિયા, થાઇલેન્‍ડ, મ્‍યાનમાર,મલેશિયા, બાંગ્લાદેશ, ચીન, શ્રીલંકા, લાઓસ, નાઈજેરીયા, કોંગો પ્રજાસત્તાક, લીબેરીઆ, ગીની, ઘાના અને કોટકલ્‍વોઇરે તેમના વરસાદીવનના વિશાળ વિસ્‍તારો ગુમાવ્‍યાં છે. કેટલાંક દેશો, ખાસ કરીને બ્રાઝિલે તેમની વનનાબૂદીને રાષ્‍ટ્રીય આપદા જાહેર કરી છે.

પ્રદેશવાર વનનાબૂદી

વનનાબૂદીના દર વિશ્વભરમાં અલગ અલગ છે. જેમાં દક્ષિણ-પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકાના અમુકભાગો પર્યાવરણવિદો માટે સૌથી વધુ ચિંતાજનક છે.

વનનાબૂદી નિયંત્રણ

વનનાબૂદી અને વન અધઃપતનમાંથી ઉત્‍સર્જન ઘટાડવાં(REDD)

યુનાઇટેડ નેશન્‍સ અને વિશ્વ બેંક સહિતની મુખ્‍ય આંતરાષ્‍ટ્રીય સંસ્‍થાઓએ વનનાબૂદી રોકવાનો ધ્‍યેય રાખતા કાર્યક્રમો વિકસાવવાનું શરૂ કર્યું છે. બ્‍લેંકેટ શબ્‍દ રીડયુસીંગ એમીશન્‍સ ફ્રોમ ડીફોરેસ્‍ટેશન એન્‍ડ ફોરેસ્‍ટ ડિગ્રેડેશન(REDD) આ પ્રકારના કાર્યક્રમો વર્ણવે છે, જે વનનાબૂદી મર્યાદિત કરવા/અથવા પાછી ખેંચવા વિકસતા દેશોને ઉત્તેજન આપવાના સીધા નાણાકીય અથવા અન્‍ય પ્રોત્‍સાહનોનો ઉપયોગ કરે છે. ભંડોળ એક મુદ્દો છે પરંતુ UN ફ્રેમવર્ક કન્‍વેન્‍શન ઓન કલાઇમેટ ચેન્‍જ (UNFCC), કોન્‍ફરન્‍સ ઓફ ધ પાર્ટીઝ - 15(COP-15), કોપનહેગનમાં ડિસેમ્‍બર 2009માં આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓ મારફતે વનનિર્માણ અને મૂડી રોકાણ સહિતના નવા અને વધારાના સાધનો માટે વિકસીત દેશો ધ્‍વારા એકત્રિત કર્તવ્‍યનિષ્‍ઠાથી એક સંમત્તિ થઇ હતી જે માટે 2010-2012ના સમયગાળા માટે 300 લાખ USD મળશે. વિકસતા દેશો તેમના સંમતિ સાધવામાં આવેલા REDD લક્ષ્‍યાંકોનું પાલન કરે તેનું દેખરેખ નિયંત્રણ કરવા વાપરવાના સાધનો પર નોંધપાત્ર કાર્ય ચાલુ છે. વિકસતા દેશો તેમના સંમતિ સાધવામાં આવેલા REDD લક્ષ્‍યાંકોનું પાલન કરે તેનું દેખરેખ નિયંત્રણ કરવા વાપરવાના સાધનો પર નોંધપાત્ર કાર્ય ચાલુ છે. આ સાધનો જે સેટેલાઇટ ચિત્રો અને અન્‍ય માહિતી સ્‍ત્રોત વાપરીને દૂરવર્તી વન દેખરેખ નિયંત્રણ પર આધાર રાખે છે. જેમાં સેન્ટર ફોર ગ્‍લોબલ ડેવલપમેન્‍ટની FORMA(ફોરેસ્‍ટ મોનીટરીંગ ફોર એકશન) પહેલ196 અને ગ્રુપ ઓન અર્થ ઓબ્‍ઝર્વેશન્‍સ ફોરેસ્‍ટ કાર્બન ટ્રેકીંગ પોર્ટલનો[૨] સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન સમાવેશ થાય છે. Methodological guidance for forest monitoring was also emphasized at COP-15 ખાતે વન દેખરેખ નિયંત્રણ માટેના પધ્ધતિસરના માર્ગદર્શનને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.

કૃષિ

વધુ સઘનપણે ખેતી કરવા નવી પધ્‍ધતિઓ વિકસાવવામાં આવી રહેલ છે, જેમકે વધુ ઉપજ આપતા હાઇબ્રીડ પાકો, ગ્રીન હાઉસ, સ્‍વતંત્ર ઇમારત બગીચાઓ અને જળકૃષિ. આ પધ્‍ધતિઓ મોટેભાગે ઉપજો જાળવવા રસાયણી સામગ્રીઓ પર આધારીત હોય છે. ચક્રાકાર ખેતીમાં શાંત પડેલ અને પુનઃજીવીત થઇ રહેલ ખેતીની જમીન પર ઢોર ચરાવવામાં આવે છે. ચક્રાકાર ખેતી હકીકતમાં જમીનની ફળદ્રુપતા વધારે છે. સઘન ખેતી પણ પાકવૃધ્‍ધિ માટે જરૂરી ખનીજ તત્‍વોને વધેલા દરે ઉપયોગ કરીને જમીનના પોષકતત્‍વો પણ ઘટાડે છે.[સંદર્ભ આપો]

વન સંચાલન

વનનાબૂદી રોકવા અથવા ખેતી ધીમી કરવા માટેના પ્રયત્‍નો ઘણી સદીઓથી થઇ રહ્યાંો છે. કારણ કે સમાજનું પતન થવાનું પર્યાપ્‍ત કારણ એવાં કેટલાંક કિસ્‍સાઓમાં વનનાબૂદી પર્યાવરણીય નુકશાન કરી શકે છે. ટોંગામાં, સર્વોચ્‍ચ શાસકોએ વનને ખેતીની જમીનમાં તબદીલ કરવામાંથી મળતાં ટૂંકા ગાળાના ફાયદાઓ અને વનના નુકશાનથી થનાર લાંબા ગાળાની સમસ્‍યાઓ વચ્‍ચે સંઘર્ષ નિવારવા ડિઝાઇન કરેલ નીતિઓ વિકસાવી હતી; જ્યારે ટાંકુગાવા, જાપાનમાં સત્તરમી અને અઢારમી સદીઓ દરમિયાન શોગન્‍સે ઇમારતી લાકડાની જગ્‍યાએ અન્‍ય ઉત્‍પાદનો વાપરીને અને અનેક સદીઓથી ખેડાઇ રહેલી જમીનનો વધુ સક્ષમ ઉપયોગ કરીને અગાઉની સદીઓની વનનાબૂદી રોકવાની અને તેને ઉલટી કરવાની લાંબાગાળાનો આયોજનવાળી ખૂબ જ વ્‍યવહારકુશળ પધ્‍ધતિ વિકસાવી હતી. સોળમી સદીમાં જર્મનીના જમીન ધારકોએ પણ વનનાબૂદીની સમસ્‍યાઓને હલ કરવા વન સંવર્ધન વિકસાવેલ હતું. તેમ છતાં, આ નિતિઓ સારા વરસાદ , શુષ્‍ક ઋતુનો અભાવ અને ખૂબ તાજી જમીનો (જવાળામુખી અથવા હિમાચ્‍છાદન) વાળા પર્યાવરણ સુધી મર્યાદિત રહી હતી. વધુ જુની અને ઓછી ફળદ્રુપ જમીનમાં વૃક્ષો ખૂબ જ ધીમેથી ઉગે છે જેથી વનસંવર્ધન કરકસરભર્યું બનતું નથી તેનાથી આમ થાય છે, જયારે સખત શુષ્‍ક ઋતુવાળા વિસ્‍તારોમાં ઝાડનો પાક પુખ્‍ત થાય તે પહેલાં ઝાડનો નાશ કરતાં વન અગ્‍નિનું હંમેશા જોખમ રહે છે.

એવા વિસ્‍તારોમાં જયાં ’’કાપો અને સળગાવો’’ અપનાવવામાં આવે છે ત્‍યાં ’’કાપો અને કોલસો બનાવો’’ ઝડપી વનનાબૂદીને અને ત્‍યારપછીના જમીનોના અધઃપતનને અટકાવશે. આમ બનેલ જૈવિક કોલસો જમીન સાથે મિશ્ર કરવો તે ફકત કાર્બન સંગ્રહ પદ્ધતિ નથી પરંતુ તે જમીનને અત્યંત લાભદાયી સુધારો છે. જૈવિક કચરા સાથે મિશ્ર કરવાથી તે ટેરા પ્રેટાનું સર્જન કરે છે જે ગ્રહ પરની સૌથી સમૃધ્‍ધ જમીનોમાંની એક અને પોતાની જાતે પુનઃજીર્વીત થનાર એકમાત્ર એવી જમીન તરીકે પ્રખ્‍યાત છે.

ટકાઉક્ષમ વન સંચાલન પધ્‍ધતિઓનું પ્રમાણન

PEFC અને FSC જેવી વૈશ્‍વિક પ્રમાણન પધ્‍ધતિઓ ધ્‍વારા અપાતા પ્રમાણન, ટકાઉક્ષમ રીતે સંચાલિત વનોમાંથી ઇમારતી લાકડા માટેની બજાર ઉભી કરીને વનનાબૂદીનો સામનો કરવામાં ફાળો આપે છે. યુનાઇટેડ નેશન્‍સ ફૂડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઇઝેશન (FAO)ના મત મુજબ ’’ટકાઉક્ષમ વન સંચાલન અપનાવવાની મુખ્‍ય શરત, ટકાઉક્ષમ રીતે ઉત્‍પાદિત ઉત્‍પાદનો માટેની માંગ અને લાદેલી ઉંચી કિંમતો માટે ચુકવણીની ગ્રાહકની ઇચ્‍છાશકિત છે. પ્રમાણન ટકાઉક્ષમ વન સંચાલનને ઉત્તેજન આપવા નિયંત્રક અભિગમોથી બજારના પ્રોત્‍સાહનોમાં બદલાવનું પ્રતિનિધિત્‍વ કરે છે. ટકાઉક્ષમ રીતે સંચાલિત વનોમાંથી વન ઉત્‍પાદનોના હકારાત્‍મક ગુણધર્મોને ઉત્તેજન આપીને પ્રમાણન પર્યાવરણીય સંરક્ષણની માંગ બાજુએ ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

પુનઃવનીકરણ

વિશ્વના ઘણાં ભાગોમાં, ખાસ કરીને પૂર્વ એશિયાઇ દેશોમાં, વનીકરણ થયેલી જમીનોના વિસ્‍તારમાં પુનઃવનીકરણ અને વનનિર્માણ વધી રહ્યાં છે. સૌથી વધુ વનીકરણવાળા વિશ્વના 50માંથી 22 દેશોમાં વનસ્‍થલી વધી છે. 2000 અને 2005 વચ્‍ચે એશિયાએ સમગ્રપણે 10 લાખ હેકટર વન પ્રાપ્‍ત કર્યા છે. અલ સાલ્‍વાડોરમાં ઉષ્‍ણકટિબંધીય વન 1992 અને 2001ની વચ્‍ચે 20%થી વધુ વિસ્‍તર્યું છે. આ વલણોના આધારે, એક અભ્‍યાસ આગાહી કરે છે કે 2050 સુધીમાં વિશ્વના વનો ભારતના કદના વિસ્‍તાર સુધી એટલે કે 10% સુધી વધશે.

ચીન પ્રજાસત્તાકમાં જયાં વનોનો મોટાપાયે વિનાશ થયો છે ત્‍યાં સરકારે ભૂતકાળમાં જરૂરી બનાવ્‍યું હતું કે સક્ષમ શરીરવાળા 11 થી 60ની ઉંમર વચ્‍ચેના નાગરિકો દર વર્ષે ત્રણથી પાંચ ઝાડ વાવે અથવા અન્‍ય વન સેવામાં સમાન માત્રામાં કાર્ય કરે. સરકાર દાવો કરે છે કે ઓછામાં ઓછા 1 અબજ ઝાડ ચીનમાં 1982થી દર વર્ષે વાવવામાં આવ્‍યાં છે. આજે હવે તે જરૂરી નથી પરંતુ દર વર્ષે 12 માર્ચ ચીનમાં વૃક્ષારોપણની રજા હોય છે. તેણે ગ્રીન વોલ ઓફ ચાઇના પ્રોજેકટ પણ શરૂ કર્યો છે જે ઝાડના વાવેતરથી ગોબી રણના વિસ્‍તરણને અટકાવવાનો ઉદ્દેશ રાખે છે. જો કે, વાવેતર પછી મોટી ટકાવારીમાં ઝાડ મૃત્‍યુ પામી રહ્યાં હોઇને(75% સુધી) પ્રોજેકટ ખૂબ સફળ નથી.[સંદર્ભ આપો] 1970ના દસકાથી ચીનના વન વિસ્‍તારમાં 470 લાખ હેકટરનો વધારો થયો છે. ઝાડની કુલ સંખ્‍યા 35 અબજ છે અને ચીનના જમીન સમૂહનો 4.55% ભાગ વન આવરણમાં વધ્‍યો છે. બે દસકાઓ અગાઉ વનનું આવરણ 12% હતું જે હવે 16.55% છે.

ચીન માટેની મહત્‍વાકાંક્ષી દરખાસ્‍ત હવામાં ડીલીવર કરાતા પુનઃવનીકરણ અને ધોવાણ નિયંત્રણ પધ્‍ધતિ છે અને દરિયાઇ પાણીના ગ્રીન હાઉસ સાથેનો સૂચિત સહારા વન પ્રોજેકટ છે.

પશ્ચિમના દેશોમાં જેને ટકાઉક્ષમ રીતે ઉત્‍પાદન કરવામાં આવ્‍યાં છે અને વાવવામાં આવ્‍યા છે તેવા લાકડાના ઉત્‍પાદનો માટેની ગ્રાહકોની વધતી માંગ; વન જમીનમાલિકો અને વન ઉધોગોને તેના વન સંચાલન અને ઇમારતી લાકડાના વાવેતરની પધ્‍ધતિઓ માટે વધુ ને વધુ જવાબદાર બનાવી રહ્યાં છે.

આર્બર ડે ફાઉન્‍ડેશનનો વરસાદીવન બચાવ કાર્યક્રમ એક સખાવત છે જે વનનાબૂદીને રોકવામાં મદદ કરે છે. સખાવત, દાન આપેલા નાણાંને વરસાદી વનની જમીન ખરીદવા અને સંરક્ષણ કરવા ઉપયોગ કરે છે જેથી લાકડા કાપનાર કંપનીઓ તેને ખરીદે તે પહેલાં કરે છે. આર્બન ડે ફાઉન્‍ડેશન ત્‍યાર પછી જમીનને વનનાબૂદીથી રક્ષણ આપે છે. વન જમીનમાં રહેતા પ્રાચીન જાતિઓના જીવનને પણ આ બંધ કરે છે. કોમ્‍યુનિટી ફોરેસ્‍ટ ઇન્‍ટરનેશનલ, કૂલ અર્થ, ધ નેચર કન્‍ઝરવન્‍સી, વર્લ્ડ વાઇડ લાઇફ ફોર નેચર, કન્‍ઝર્વેશન ઇન્‍ટરનેશનલ, આફ્રિકન કન્‍ઝર્વેશન ફાઉન્‍ડેશન અને ગ્રીન પીસ જેવી સંસ્‍થાઓ પણ વન વસાહતો સાચવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. ખાસ કરીને ગ્રીનપીસે હજુ અકબંધ રહેલાં[૩] સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન વનોનો નકશો તૈયાર કર્યો છે અને આ માહિતી ઇન્‍ટરનેટર પર પ્રસિધ્‍ધ કરી છે. તેના બદલામાં હાઉ સ્‍ટફ વર્કસે માનવના યુગ પહેલાં (8000 વર્ષો અગાઉ) હયાત વનોની માત્રા અને વનના હાલના (ઘટેલા) સ્‍તરો પહેલા દર્શાવતું સામાન્‍ય થીમેટીક નકશો તૈયાર કર્યો છે. આ નકશાઓ માણસે કરેલ નુકશાનની મરામત કરવા જરૂરી વનીકરણની માત્રા નિયત કરે છે.

વન વાવેતરો

વિશ્વની લાકડાની માંગને પહોંચી વળવા વનનિર્માણ પરના લેખકો લોટકિન્‍સ અને સેડજોએ સૂચવ્‍યું છે કે વધુ-ઉપજ આપતા વન વાવેતરો યોગ્‍ય છે. વાર્ષિક હેકટર દીઠ 10 ઘન મીટર ઉપજ આપતા વાવેતરો વિશ્વના હાલની વન જમીનના 5% ભાગ પર આંતરાષ્‍ટ્રીય વેપાર માટે જરૂરી તમામ ઇમારતી લાકડું આપી શકે છે. તેનાથી ઉલટું, કુદરતી વનો હેકટરદીડ 1-2 ઘન મીટર ઉત્‍પાદન આપે છે, તેથી, માંગને પહોંચી વળવા 5થી 10 ગણી વનજમીનની જરૂર પડશે. ફોરેસ્‍ટ ચેડ ઓલીવરે પરંપરાગત જમીન સાથે ભળતાં ઉંચા ઉપજ આપતા વન જમીનોના વન આવરણનું સૂચન કર્યું છે.

FAO માહિતીનું એક પૃથ્‍થકરણ સૂચવે છે કે વનીકરણ અને પુનઃવનીકરણ પ્રોજેકટસ ’’૩૦ વર્ષોમાં વૈશ્‍વિક વનોની પડતીને ઉલટાવી શકે છે’’.

ઝાડ વાવેતરથી પુનઃવનીકરણ આબોહવામાં ફેરફારથી બદલાતા અવક્ષેપણની પેટર્નના ફાયદા લઇ શકે છે. કયાં અવક્ષેપણ વધવાનું છે તેનો અભ્‍યાસ કરીને(જુઓ ગ્‍લોબલીસે રચેલ ધ 2050 પ્રીસીપીટેશન થીમેટિક નકશો સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન) અને આ સ્‍થળોમાં પુનઃવનીકરણ પ્રોજેકટસ સ્‍થાપી આમ કરી શકાય. નાઇજર, સીએરા લેઓન અને લાઇબેરિયા જેવાં વિસ્‍તારો ખાસ કરીને અગત્‍યના દાવેદારો છે કારણ કે તેઓ વિસ્‍તરતા જતા રણ(ધ સહારા) અને ઘટતી જતી જૈવ વિવિધતા(જૈવ વિવિધતાવાળા અગત્‍યનાં સ્‍થળો હોઈને) પણ સહન કરે છે.

લશ્‍કરી સંદર્ભ

વનનાબૂદી 
ઓકીનાવામાં જાપાનીઝ તોપખાનાને હરાવતા અમેરીકન શેરમન ટેંક્સ.

વનનાબૂદીનું અતિશયપણું માનવ વસ્‍તી માટે કૃષિ અને શહેરી વપરાશ માટેની માંગને કારણે છે ત્‍યારે લશ્‍કરી સમર્ પણ કેટલાંક ઉદાહરણો છે. ઇરાદાપૂર્વકની વનનાબૂદીનું એક કારણ વિશ્વ યુધ્‍ધ II પછી જર્મનીમાં US ઝોન ઓફ ઓકયુપેશનમાં ઉદ્દભવ્‍યું હતું.શીત યુધ્‍ધ પહેલાં હારેલાં જર્મનીને હજુ પણ સંભવિત ભવિષ્‍યના ખતરાઓ તરીકે જોવાતું હતું પરંતુ સંભવિત ભવિષ્‍યના સહાયક તરીકે નહિં. આ ખતરોને પહોંચી વળવા, જર્મન ઔધોગિક ક્ષમતાને નીચી કરવા પ્રયત્‍નો કરવામાં આવ્‍યાં હતાં. જેમાંથી વનોને એક તત્‍વ ગણવામાં આવ્‍યું હતું સરકારના સૂત્રોએ સ્‍વીકાર્યું હતું કે આનો હેતુ ’’જર્મન વનોનો યુધ્‍ધ સંભાવનાના આખરી વિનાશ’’ નો હતો. સ્‍પષ્‍ટ કાપણીની પધ્‍ધતિને પરિણામે વનનાબૂદી થઇ જેને ’’ફકત સદી ઉપરાંત લાંબા વનનિર્માણ વિકાસથી જ બદલી શકાય.’’

યુધ્‍ધ વનનાબૂદીનું કારણ પણ થઇ શકે, જે કાંતો ઇરાદાપૂર્વક અથવા વિયેટનામ યુધ્‍ધ દરમિયાન એજન્‍ટ ઓરેંજના ઉપયોગ મારફતે થઇ શકે જયાં બોમ્‍બ અને બુલડોઝર્સથી 44 % વનઆવરણનો નાશ થયો અથવા શરતચૂકથી જેમકે 1945 ની ઓકિનાવાની લડાઇમાં ભારે તોપમારા અને અન્‍ય લડાઇ કાર્યવાહીઓથી હરિયાળા ઉષ્‍ણકટિબંધીય જમીનદ્દશ્‍યને ’’કાદવ, બંદૂકની ગોળીઓ, કોહવાર અને ઇયળોના વિશાળ મેદાન’’ માં પરિવર્તન કર્યું હતું.

સંદર્ભો

    નોંધ
    સામાન્ય સંદર્ભો
    ઈથિઓપીઆ ડીફોરેસ્ટેશન રેફરેંસીસ
  • પેરી, જે.(2003). ટ્રી ચોપર્સ બીકમ ટ્રી પ્લાંટર્સ એપ્રોપ્રાએટ ટેકનોલોજી, 30(4), 38-39. રીટ્રાઈવ્ડ નવેમ્બર 22, 2006, ફ્રોમ ABI/INFORM ગ્લોબલ ડેટાબેઈઝ. (ડોક્યુમેન્ટ ID: 538367341).
  • હિલસ્ટોર્મ, કે એન્ડ હિલસ્ટોર્મ, સી.(2003). આફ્રિકા એન્ડ ધ મિડલ ઈસ્ટ. એ કોન્ટીનેન્ટલ ઓવરવ્યુ ઓફ એંવાયરમેંટલ ઈસ્યુઝ સાન્ટાબાર્બરા, CA: ABC CLIO.
  • વિલિયમ્સ, એમ.(2006). ડીફોરેસ્ટીંગ ધ અર્થ: ફ્રોમ પ્રીહિસ્ટોરી ટુ ગ્લોબલ ક્રાઈસીસ: એન અબ્રીજમેન્ટ શિકાગો: ધ યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ.
  • મેકન. જે.સી. (1990). એ ગ્રેટ એગ્રેરીયન સાઈકલ? પ્રોડક્ટિવિટી ઈન હાઈલેંડ એથિયોપિઆ, ૧૯૦૦ ટુ 1987. જર્નલ ઓફ ઈન્ટરડીસીપ્લીનરી હિસ્ટરી, xx: 3,389-416. રીટ્રાઈવ્ડ નવેમ્બર 18, 2006, ફ્રોમ JSTOR ડેટાબેઈઝ.

બાહ્ય કડીઓ

    મીડીયામાં
    ઓનલાઈન ફિલ્મ્સ

Tags:

વનનાબૂદી નૃવંશશાસ્‍ત્રીય ના કારણોવનનાબૂદી પર્યાવરણીય સમસ્‍યાઓવનનાબૂદી આર્થિક અસરવનનાબૂદી ઐતિહાસિક કારણોવનનાબૂદી ઔધોગિક યુગવનનાબૂદી પ્રદેશવાર વનનાબૂદી નિયંત્રણવનનાબૂદી લશ્‍કરી સંદર્ભવનનાબૂદી સંદર્ભોવનનાબૂદી બાહ્ય કડીઓવનનાબૂદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકુંવરબાઈનું મામેરુંગાંઠિયો વાપોપટબહુચરાજીકાદુ મકરાણીસવિનય કાનૂનભંગની ચળવળસ્વામી વિવેકાનંદકેન્સરગાયત્રીકસૂંબોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલખાવાનો સોડાચાવડા વંશગુજરાતના શક્તિપીઠોછોટાઉદેપુર જિલ્લોવીર્ય સ્ખલનગર્ભાવસ્થાગુજરાતી રંગભૂમિમણિશંકર રત્નજી ભટ્ટભારતના રાજ્ય વૃક્ષોની યાદીસાઇરામ દવેપાલીતાણાકળથીફણસમુનમુન દત્તાસામાજિક પરિવર્તનગૌતમ અદાણીહરિવંશમુસલમાનવિષાણુસૂર્ય (દેવ)વિનોદ ભટ્ટવેબેક મશિનદુર્યોધનચેસકચ્છનો ઇતિહાસખાંટ રાજપૂતમહાવીર સ્વામીબેંકદિપડોધ્વનિ પ્રદૂષણબ્રહ્માકપાસચોઘડિયાંલોકસભાના અધ્યક્ષગુજરાત યુનિવર્સિટીશનિ (ગ્રહ)પીઠનો દુખાવોજંડ હનુમાનઉનાળોપાવાગઢસામાજિક સમસ્યાશિયાળોબૌદ્ધિક સંપદા અધિકારતત્ત્વયુટ્યુબકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકચ્છ જિલ્લોકુમારપાળમિથુન રાશીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપક્ષીગ્રીનહાઉસ વાયુમિઝો ભાષાગુજરાતી સાહિત્યહોળીનવસારી લોક સભા મતવિસ્તારસપ્તર્ષિગુજરાતી વિશ્વકોશઓઝોન સ્તરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)સંગણકક્રિકેટજુનાગઢભારતમાં મહિલાઓગેની ઠાકોરરાત્રિ સ્ખલન🡆 More