તા. કાંકરેજ થરા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

થરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે.

થરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં શ્રી થરા પટેલવાસ સેવા સહકારી મંડળી લિ. અને શ્રી સરદાર ખેડૂત સેવા કો.ઓ. સોસાયટી આવેલી છે. અહીં દેના બેંક, બનાસ બેંક, પ્રગતિ બેંક અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ આવેલી છે.

થરા
—  નગર  —
તા. કાંકરેજ થરા: ઇતિહાસ, ધાર્મિક સ્થળો, સંદર્ભ
તા. કાંકરેજ થરા: ઇતિહાસ, ધાર્મિક સ્થળો, સંદર્ભ
તા. કાંકરેજ થરા: ઇતિહાસ, ધાર્મિક સ્થળો, સંદર્ભ
થરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ તા. કાંકરેજ થરા: ઇતિહાસ, ધાર્મિક સ્થળો, સંદર્ભ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો કાંકરેજ
વસ્તી ૩,૧૧૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સેવા સહકારી મંડળી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી
તા. કાંકરેજ થરા: ઇતિહાસ, ધાર્મિક સ્થળો, સંદર્ભ
બસ સ્ટેન્ડ, થરા

ઇતિહાસ

કાંકરેજ થરા

થરા તાલુકો કાંકરેજ થરાની સૌથી મહત્વની જાગીર હતો જેમાં ૨૪ ગામો અને કાંકરેજ થાણાની ૫ અન્ય સહભાગી જાગીરોનો સમાવેશ થતો હતો. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે જાગીરનો કુલ વિસ્તાર 78 square miles (200 km2) હતો અને વસતી ૮,૮૬૦ વ્યક્તિઓની હતી. ૧૯૦૩-૦૪માં કુલ આવક ૩૧,૧૩૮ રૂપિયા હતી. બે મુખ્ય જાગીરદારો અત્યંત મર્યાદિત માત્રામાં કામદારની નિમણૂક વડે કાનૂની સત્તા ધરાવતા હતા.

થરાના મુખ્ય પાંચ જાગીરદારો બે મુખ્ય પાટીઓ અથવા શાખાઓ સરદારસિંહજી અને જશભાઇ જાગીરોમાં વહેંચાયેલા હતા. સરદારસિંહજીની જાગીર વડાનું મૃત્યુ થવાથી ૧૯૦૬માં બ્રિટિશ વ્યવસ્થા હેઠળ મૂકવામાં આવી હતી. ૧૯૨૬માં મદારસિંહજી સરદારસિંહજી (૯ જૂન ૧૯૦૬) અને ગોદડસિંહજી ગજસિંહજી (૧૬ એપ્રિલ ૧૮૬૭) સત્તા પર આવ્યા. તેઓ વાઘેલા રાજપૂતો હતા અને આ વિસ્તારમાં ૧૮મી સદીમાં સ્થાયી થયા હતા. શાસન પુત્રો વડે વંશપરંપરાગત રીતે ચાલતું હતું.

બ્રિટિશ શાસન

કાંકરેજ જાગીર મહી કાંઠા એજન્સનો ભાગ હતી પરંતુ ૧૮૪૪માં પાલનપુર રજવાડું નજીક હોવાથી પાલનપુર એજન્સીમાં આવી. આ જાગીરના વડાઓ મહી કાંઠા એજન્સીના ૧૮૧૨ના કાયદાઓને આધિન હતા. ૧૯૨૫માં પાલનપુર એજન્સી બનાસકાંઠા એજન્સી બની. ૧૯૩૩માં પાલનપુર રજવાડું રાજપુતાના એજન્સીમાં ભેળવવામાં આવ્યું અને બાકીની બનાસ કાંઠા એજન્સી મહી કાંઠા એજન્સીમાં ભેળવીને સાબર કાંઠા એજન્સી બનાવવામાં આવી જે પશ્ચિમ ભારત રાજ્ય એજન્સી હેઠળ હતી. ૧૧ નવેમ્બર ૧૯૪૪ના રોજ પશ્ચિમ ભારત રાજ્ય એજન્સી બરોડા અને ગુજરાત રાજ્ય એજન્સીમાં ભેળવી દેવાઈ.

સ્વતંત્રતા પછી

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી આખો પ્રદેશ બોમ્બે રાજ્યમાં આવ્યો અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી થરા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.

ધાર્મિક સ્થળો

અહીં સમગ્ર યદુવંશી ભરવાડ સમાજનું ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ નું મંદિર અને ગુરૂ ગાદી આવેલાં છે. આ ઉપરાંત ગામમાં રામજી મંદિર, બહુચર માતાજી, સદુભાપાટી, થરામાં હીંગળાજ માતાજીનું મંદિર આવેલ છે,થરા પટેલવાસમાં શ્રી બ્રહ્માણી માતા, સિકોતર માતા, હીંગળાજ માતાજી, વેરાઈ માતાજી તેમજ બારવટી સિકોતર માતાજીનાં મંદિરો અને જુમ્મા મસ્જીદ તેમજ મદની મસ્જીદ આવેલાં છે.

સંદર્ભ

Tags:

તા. કાંકરેજ થરા ઇતિહાસતા. કાંકરેજ થરા ધાર્મિક સ્થળોતા. કાંકરેજ થરા સંદર્ભતા. કાંકરેજ થરાકપાસકાંકરેજ તાલુકોખેતમજૂરીખેતીગુજરાતઘઉંજીરુદિવેલીપશુપાલનબનાસકાંઠા જિલ્લોબાજરીભારતરજકોવરિયાળીશાકભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રતિલાલ બોરીસાગરમંથરા૨૦૦૧ ગુજરાત ધરતીકંપદિપડોઈન્દિરા ગાંધીગુજરાત ટાઇટન્સસંચળહિમાલય૦ (શૂન્ય)ઘઉંઉત્તરવાહિની નર્મદા પરિક્રમાજન ગણ મનબારીયા રજવાડુંશિવાજીલીમડોભારતીય ભૂમિસેનાસ્વામિનારાયણ સંપ્રદાયવિરામચિહ્નોખાખરોગુજરાતના તાલુકાઓકાલિદાસગણેશપોરબંદરગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભાવનગર જિલ્લોખાવાનો સોડાપિત્તાશયકરીના કપૂરનરેન્દ્ર મોદીચિત્તોડગઢહીજડામરાઠા સામ્રાજ્યનિરક્ષરતાગલગોટાવિશ્વ વેપાર સંગઠનવસ્તીપાણીનું પ્રદૂષણએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમપુરાણહિંદી ભાષાસરદાર સરોવર બંધસપ્તર્ષિઅંબાજીપાણીક્ષત્રિયભારતીય દંડ સંહિતામાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યબારડોલી સત્યાગ્રહઠાકોરમનમોહન સિંહસિંહ રાશીગુજરાતના મુખ્યમંત્રીઓભુચર મોરીનું યુદ્ધસૂર્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગુજરાત વિધાનસભાગેની ઠાકોરછંદસંજ્ઞાપ્રમુખ સ્વામી મહારાજરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતની ભૂગોળવૈશ્વિક આબોહવા પરિવર્તનગંગા નદીનરસિંહ મહેતા એવોર્ડચાબહુચર માતાઉત્તર પ્રદેશગુજરાતની નદીઓની યાદીભારતીય નાગરિકત્વગુજરાત દિનખોડિયારદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકચ્છનો ઇતિહાસગુરુત્વાકર્ષણડાકોર🡆 More