ભાજી પાલક

પાલક કે પાલખ એ એક સપુષ્પ વનસ્પતિ છે જેના પાન ભાજી તરીકે ખવાય છે.

પાલક એ એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ સ્પીનાશીયા ઓલેરેશીયા છે. આ વનસ્પતિ મધ્ય એશિયા તથા નૈઋત્ય એશિયાની વતની છે. આ એક-વર્ષાયુ છોડ છે (અને ભાગ્યેજ તે દ્વિ-વર્ષાયુ પણ હોઈ શકે છે). તેનો છોડ ૩૦ સે.મી. જેટલો ઊંચો વધે છે. પાલક સમષીતોષ્ણ કટિબંધનો શિયાળો સહન કરી શકે છે. તેના પાન એકાંતરા, સાદા, દાંડી તરફ લંબગોળ કે ત્રિકોણાકાર હોય છે. પાનની લંબાઈ ૨ થી ૩૦ સે.મી. જેટલી અને પહોળાઈ ૧ થી ૧૫ સે.મી. જેટલી હોઈ શકે છે. તેના છોડના જમીન તરફના પાંદડા મોટાં હોય છે અને ઉપર તરફ, ફૂલ ધરાવતી ડાળીઓના પાંદડા નાના હોય છે. તેના ફૂલો અવિશિષ્ઠ (inconspicuous), લીલાશ પડતા પીળા રંગના અને ૩ થી ૪ સે,મી, વ્યાસ ધરાવતા હોય છે. તેનો વિકાસ થતા તેમાંથી નાના, સૂકા, દળદાર ફળોનો ગુચ્છો બને છે તે ૫-૧૦ મિ.મી. લાંબો હોય છે તેમાં ઘણાં દાણા હોય છે. રેતાળ સિવાયની બધી જમીન પાલકને માફક આવે છે. . વાવ્યા પછી ત્રણ ચાર અઠવાડિયામાં ભાજી તૈયાર થાય છે. ઉનાળામાં વાવેલી પાલકને બીજદંડ વહેલો આવે છે.

પાલક/પાલખ
ભાજી પાલક
ફુલ ધારણ કરેલો પાલકનો છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
Order: કેર્યોફાયલેલ્સ
Family: એમરેન્થેસી,
પૂર્વે ચીનોપોડિએસી[૩]
Genus: સ્પીનેશીયા (Spinacia)
Species: ઓલેરેશીયા (S. oleracea)
દ્વિનામી નામ
સ્પીનેશીયા ઓલેરેશીયા (Spinacia oleracea)
લિનિયસ (L.)

નામ વ્યૂત્પત્તિ

ભાજી પાલક 
નવેમ્બર માસમાં પાલક, Castelltallat

પાલકને ફારસીમાં અસ્પંખ (اسپاناخ)(લીલા હાથ) કહે છે. તેનું અપભ્રશ થઈને પાલક બન્યો હોવો જોઈએ. તે શબ્દ પરથી અરેબિક ભાષામાં "એસ્સબાનીખ" કહે છે. તેના પરથી અંગ્રેજી ભાષામાં એસ્પીનેચ (espinache)(ફ્રેંચ : épinard) શબ્દ આવ્યો છે. આ શબ્દ ૧૪મી શતાબ્દીમાં અંગ્રેજીમાં આવ્યો.

પલક્યા, વાસ્તુકાકરા, છુરિકા અને ચીરિચચ્છદા એ પાલકના સંસ્કૃત નામો છે.

ઈતિહાસ

પાલક હાલના ઈરાન અને આસપાસના ક્ષેત્રનું વતની મનાય છે. આરબ વેપારી તેને ભારત લાવ્યા. ત્યાંથી તે પ્રાચીન ચીન ગયું. પ્રાચીન ચીનમાં તેને "પર્શિયન શાક " (bōsī cài; 波斯菜; present:菠菜) કહેવાતું. પાલકનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ચીની ભાષાના ઈ.સ. ૬૪૭ના લખાણમાં જોવા મળે છે. તે લખાણ અનુસાર પાલકને ચીનમાં નેપાળ માર્ગે લવાઈ હતી.

ઈ.સ. ૮૨૭માં સરસેન (મધ્ય યુગીન બિન આરબી મુસ્લીમો) દ્વારા પાલકને સીસલીમાં લાવવામાં આવી.[સંદર્ભ આપો] ભૂમધ્ય ક્ષેત્રમાં પાલકનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ૧૦મી સદીમાં અલ-રાઝીએ લખેલા વૈદક ગ્રંથમાં જોવા મળે છે. આ સિવાય ઈબ્ન વહાસિયા અને કુસ્તુસ અલ-રુમીએ લખેલી ખેતી પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આરબ શાશન હેઠળના મધ્યયુગમાં પાલક પ્રચલિત ભાજી બની અને ૧૨મી સદીની આસપાસ તે સ્પેન પહોંચી. તેને આરબ ખેતી વિશારદ ઈબ્ન અલ-અવામ "લીલી ભાજીઓનો સેનાપતિ " કહેતા. ૧૧મી સદીમાં ઈબ્ન હજાજ નામના ખેતી વિશારદે તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે.

૧૩ સદી સુધી જર્મનીમાં પાલકનો ઉલ્લેખ નથી. ૧૫૫૨ પછી પાલકના લીસા બીનો ઉલ્લેખ જોવા મળે છે. (હાલના સમયમાં લીસા બીજ વાળી પાલક વપરાય છે.)

ઈંગ્લેંડ અને ફ્રાન્સમાં પાલક મોટે ભાગે સ્પેન થકી ૧૪મી સદીમાં આવી. આ દેશોમાં પાલક ઝડપથી પ્રચલીત બની કેમકે તે વસંતના શરૂઆતના કાળના આવી જતી જ્યારે હજી અન્ય વનસ્પતિ ઊગતી હોય, વળી અન્ય ખાવાના પરહેજમાં પણ પાલક લઈ શકાતી. પાલકનો ઉલ્લેખ અંગ્રેજીમાં સૌ પ્રથમ ગણાતી પાકશાસ્ત્ર પુસ્તિકા "ફોર્મે કરી" ૧૩૯૦ (Forme of Cury)માં સ્પિનેજ કે સ્પિનોચીસ (spinnedge and/or spynoches) તરીકે થયો છે. ૧૫૫૨માં લીસા બીયા વાળી પાલકનો ઉલ્લેખ છે.

૧૫૫૩માં કેથેરીન ડી મેડીસી ફ્રાંસની મહારાણી બની, તેણીને પાલક એટલી બધી પ્રિય હતી કે તે દરેક ભોજનમાં પાલક ખાવાનો આગ્રહ કરતી. તે રાણીના ગામ ફ્લોરેન્સની યાદમાં આજ સુધી પાલકમાંથી બનતી વાનગીઓને ફ્લોરેન્ટાઈન કહે છે.

પ્રથમ વિશ્વયુધ વખતે હેમરેજ દ્વારા નબળા પડેલા સૈનિકોને વાઈનમાં પાલકનો રસ ઉમેરીને અપાતો હતો.

ખાદ્ય માહિતી

પોષકતત્ત્વો

પાલક, કાચી
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ97 kJ (23 kcal)
કાર્બોદિત પદાર્થો
3.6 g
શર્કરા0.4 g
રેષા2.2 g
0.4 g
નત્રલ (પ્રોટીન)
2.9 g
વિટામિનો
વિટામિન એ
બિટા કેરોટીન
lutein zeaxanthin
(59%)
469 μg
(52%)
5626 μg
12198 μg
વિટામિન એ9377 IU
થાયામીન (બી)
(7%)
0.078 mg
રીબોફ્લેવીન (બી)
(16%)
0.189 mg
નાયેસીન (બી)
(5%)
0.724 mg
વિટામિન બી
(15%)
0.195 mg
ફૉલેટ (બી)
(49%)
194 μg
વિટામિન સી
(34%)
28 mg
વિટામિન ઇ
(13%)
2 mg
વિટામિન કે
(460%)
483 μg
મિનરલ
કેલ્શિયમ
(10%)
99 mg
લોહતત્વ
(21%)
2.71 mg
મેગ્નેશિયમ
(22%)
79 mg
મેંગેનીઝ
(43%)
0.897 mg
ફોસ્ફરસ
(7%)
49 mg
પોટેશિયમ
(12%)
558 mg
સોડિયમ
(5%)
79 mg
જસત
(6%)
0.53 mg
અન્ય ઘટકો
પાણી91.4 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

પાલકમાં મોટા પ્રમાણમાં પોષકતત્ત્વો હોય છે. જો પાલકને કાચી, વરાળમાં રાંધી કે તરત ઓછા પાણીમાં બાફીને ખાઈએ તો તેમાંથી વિપુલ માત્રામાં પ્રતિઓક્સિકારકો (એન્ટીઓક્સિડેન્ટ) મળી રહે છે. આ સિવાય પાલકમાં વિટામીન એ (ખાસ કરી લ્યુટેઈન), વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે, મેગ્નેશિયમ,, ફોલેટ, બીટેઈન, લોહ, વિટામીન બી2, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન બી6, ફોલીક એસિડ, તાંબુ, પ્રોટીન,ફોસ્ફરસ,જસત, નાયાસીન, સેલિનીયમ અને ઓમેગા-૩ ફેટી એસિડ જેવા તત્વો હોય છે. હાલમાં રુબીસકોલીન તરીકે ઓળખાતા ઓપીઓઈડ પેપ્ટાઈડ પણ પાલકમાં હોવાની શોધ થઈ છે.

કોઈ પણ જીવ કોષમાં પોલીગ્લુટેમિલ ફોલેટ (વિટામીન બી9 કે ફોલીક એસિડ)એક મહત્ત્વપૂર્ણ સંયોજન હોય છે. પાલખ આ સંયોજનનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે. પાલકને બાફતા તેમાંથી ફોલેટનું સ્તર ઘટી જાય છે, જોકે માઈક્રોવેવ કરતાં આ સ્તર ઘટતું નથી. ૧૯૪૧માં સૌ પ્રથમ વખત વિટામિન બી9 છૂટું પડાયું હતું.

લોહ

અન્ય ભાજીઓની સાથે પાલક પણ લોહતત્ત્વનો ઉત્તમ સ્રોત છે. યુનાયટેડ સ્ટેટ્સના ખેતી વિભાગ અનુસાર બાફેલી પાલકના ૧૮૦ ગ્રામ ખોરાકમાં ૬.૪૩ મિ.ગ્રા. લોહ હોય છે. જો કે પાલકમાં લોહને શોષીલે તેવા તત્ત્વો હોય છે જેમ કે ઓક્ઝેલેટ્સ. આવા તત્વો લોહ સાથે પ્રક્રિયા કરી ફેરસ ઑક્ઝેલેટ બનાવે છે, આને કારણે પાલકમાં રહેલો મોટાભાગનો લોહ શરીરને ઉપયોગમાં આવતો નથી. પાલકમાં રહેલ ઓક્ઝેલેટનું વધારે પડતું પ્રમાણ તેની લોહ આપવાની ક્ષમતા તો ઓછી કરે છે અને તે વધુ પ્રમાણમાં હોય તો તે શરીરમાં રહેલું લોહ પણ શોષી લે છે. જો કે અમુક ઉંદર પર થયેલા અમુક અભ્યાસોમાં જણાયું છે કે ઓક્ઝેલિક એસિડ સાથે પાલકને ભોજનમાં દેતાં લોહ શોષાવામાં વધારો થઈ શક્યો હતો.

કેલ્શિયમ

પાલખમાં કેલ્શિયમ મોટા પ્રમાણમાં હોય છે. પણ પાલખમાં આવેલું ઓક્ઝેલેટ કેલ્શિયમને બાંધી લે છે અને તેથી તેનું શોષણ અપુરતું થાય છે. કેલ્શિયમ અને જસત લોહના શોષણને પણ મર્યાદિત કરે છે. પાલકમાં ઉપલબ્ધ કેલ્શિયમ સૌથી ઓછું ઉપલબ્ધ જૈવિક કેલ્શિયમ હોય છે. બ્રોકોલિમાં તેમાં રહેલા કેલ્શિયમના ૫૦% ભાગ શરીરમાં શોષાય છે પણ પાલખમાંથી માત્ર ૫% જ કેલ્શિયમ શરીરમાં શોષાય છે.

પાલકના પ્રકારો

પાલકના બે પ્રકરો મુખ્ય છે એક પ્રાચીન (દેશી) અને બીજી અર્વાચીન(સંકર). પાલકની જુની અને નવી પ્રજાતિ વચ્ચે સરળતાથી ફરક તારવી શકાય છે. જુની પ્રજાતિ ગરમીમાં ઝડપથી સડવા લાગે છે, તેમના પાન સાંકડા હોય છે અને તેમનો સ્વાદ વધારે કડવાશ ધરાવે છે. નવી પ્રજાતિના પાંદડા પહોળા હોય છે, તે ઝડપથી ઊગે છે અને તેમના બીયા ગોળ હોય છે.

પાલકના ત્રણ મુખ્ય પ્રકાર છે:

  • સેવૉય: આના પાન ઘેરા લીલા, કરચલી ધરાવતા અને વાંકા હોય છે. અમેરિકાના સુપર માર્કેટમાં વેચાતી તાજી પાલક ભાજી મોટે ભાગે આ પ્રજાતિની હોય છે. સેવૉયની એક ઉપજાતિ 'બ્લૂમ્સડૅલ' સડન વિરોધી હોય છે. તેના જેવી અન્ય પ્રજાતિ 'મેલો નીરો' (ઈટલીની હળવી જાતિ)નામ ધરાવે છે. આ સિવાય એક ઉઅપજાતિ વીરોફ્લે છે જે ઘણા મોટા પાન અને વધુ ઉત્પાદન આપે છે.
  • ચપટ અથવા સપાટ પાનની પાલક આના પાન સપાટ હોય છે અને સેવૉય કરતા સાફ કરવામાં સારા પડે છે. આ જાતિની પાલકનો ઉપયોગ કૅનમાં અને થીજાવેલી પાલકના ઉત્પાદનો, સૂપ, બેબી ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ બનાવવા થાય છે.
  • સેમી-સેવૉય એ એક સંકર પ્રજાતિ છે તેના પાન થોડી કરચલીઓ ધરાવતા હોય છે . તેની સપાટી સેવૉય જેવી હોય છે પણ તે સાફ કરવામાં સેવૉય જેટલા અઘરા નથી. આનો ઉપયોગ તાજા અને પ્રોસેસ ખોરાક બનાવવા થાય છે. એક પ્રજાતિ ફાઈવ સ્ટાર છે જેના પર બીયા ઊગતા વાર લાગે છે.

ઉત્પાદન, વિતરણ અને સંગ્રહ

પાલકને વિશ્વમાં વિવિધ રીતે વેચાય છે. ભારતમાં મુખ્યત્વે તેને તાજી ઝૂડીમાં વેચાય છે. વિશ્વમાં તાજા સ્વરૂપ સિવાય તેને થેલીમાં, કેનમાં કે ઠારીને પણ વેચાય છે. તાજી પાલક તેના સંગ્રહના અમુક દિવસોમાં તેના પોષક તત્ત્વો ખોવા માંડે છે. પાલકને ઠારતા તેની પોષક તત્ત્વો ખોવાની ગતિ લગભગ આઠ દિવસ પાછી ઠેલી શકાય છે. તાજી પાલક તેનું ફોલેટ અને કેરોટેનોઈડ ગુમાવી દે છે તેથી તેને બાફી, રાંઘીને ઠારી અથવા કેનમાં પેક કરી સચવાય છે. ખૂબજ ઠંડા શીતકોમાં પાલક આઠ મહિના સુધી સાચવી શકાય છે.

૨૦૧૧ના વિશ્વની ટોચના પાલક ઉત્પાદકો
(in million metric tons)
ક્રમ દેશ ઉત્પાદન
ટન
1 ભાજી પાલક  ચીન 18,782,961
2 ભાજી પાલક  United States 409,360
3 ભાજી પાલક  જાપાન 263,500
4 ભાજી પાલક  તુર્કસ્તાન 221,632
5 ભાજી પાલક  ઈંડોનેશિયા 160,513
6 ભાજી પાલક  ફ્રાન્સ 110,473
7 ભાજી પાલક  ઈરાન 105,351
8 ભાજી પાલક  દક્ષિણ કોરિયા 104,532
9 ભાજી પાલક  પાકિસ્તાન 103,446
10 ભાજી પાલક  બેલ્જિયમ 99,750
વિશ્વ 20,793,353
Source: UN Food & Agriculture Organization
ભાજી પાલક 
૨૦૧૨માં પાલકનું ઉત્પાદન

પર્યાવરણ કાર્યવાહક સમિતિ (એન્વાયર્નમેંટ વર્કીંગ ગ્રુપ)એ જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શાકભાજીઓમાંની પાલક એક છે. પાલકમાં પ્રાયઃ પર્મેથ્રીન, ડાઈમેથોટ અને ડી. ડી. ટી. જેવા જંતુ નાશકો મળી આવે છે.[સંદર્ભ આપો] પાલકમાં કેડમિયમ જેવા પ્રદૂષકો પણ મળી આવ્યા છે. એફ. ડી. એ. ને ૯૦ના શરૂઆતના દશકમાં આ પ્રમાણ બાફેલી પાલકમાં ૩૨૦ અન્ય ખાદ્ય પદાર્થો કરતા વધારે (0.125 mg/kg) મળ્યું હતું.

પાલકને તાજી રાખવા તેને હવા કે નાઈટ્રોજન ભરી પેક કરવામાં આવે છે. અમુક વખત પાલકના પાન પર રહેલા હાનિકારક જીવાણુંઓને મારવા માટે કિરણોત્સાર પણ વાપરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રાગ્ એડમિનીસ્ટ્રેશન ૪.૦ કિલોગ્રે સુધી પાલકના કિરણોત્સરીકરણ કરવાની છૂટ આપે છે. પરંતુ પાલક પર કિરણોત્સરી કરણ કરતાં તેનાં પોષક તત્ત્વો પર માઠી અસર થવાની સંભાવના રહેલી છે. એગ્રીકલ્ચર રીસર્ચ સર્વિસ નામની સંસ્થાએ કિરણોત્સાર કરેલ પાલકના તૈયાર પાકીટમાં વિટામીન સી, ઈ, કે અને બી અને ચાર અન્ય કેરોટીનોઈડ્સના સ્તરો તપાસ્યા. તેમના સંશોધન અનુસાર કિરણોત્સારની માત્રા વધારતા ચાર પોષક તત્ત્વોમાં અલ્પ કે નજીવા પ્રમાણમાં ફેર થયો હતો. એ ચાર તત્ત્વો છે: વિટામીન ઈ, કે, બી અને કેરોટીનોઈડ નીઓક્સાન્થીન. આમ કિરણોત્સાર થતાં પાલકના પોષક તત્ત્વોમાં જે નજીવો ઘટાડો થયો તે જીવાણુ દ્વારા થતાં નુકશાનની સરખામણીએ વધુ ફાયદાકારક છે.

ઔષધીય ગુણો

આયુર્વેદ અનુસાર પાલક વાયુ કરનાર, ઠંડો, કફ કરનાર, ઝાડો છૂટો પાડનાર, ભારે અને મળને રોકનાર છે. એ મદ, શ્વાસ, પિત્ત, લોહીનો બગાડ અને કફનો નાશ કરનાર છે. તથા પાલકના બી સારક તથા શીતળ છે. તે યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસની વિકૃતિમાં હિતકારી છે. તેના બીમાંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે. તે કૃમિ અને મૂત્રરોગો પર લાભદાયક છે.

પાલકમાં સાજીખાર અને ચીકાશ વધુ હોવાથી તે પથરીને ઓગાળીને બહાર કાઢે છે. આને કારને પથરીના ઈલાજમાં પાલકનાં પાનનો સ્વરસ કે ક્વાથ અપાય છે.

પાલકમાં ઘણાં પોષક તત્ત્વો રહેલા હોય છે આથે દૂધ પુરતા પ્રમાણમાં ન મળે ત્યારે બાલકોને પાલકનો રસ પાવાની સલાહ અપાય છે.

મનોરંજન સાહિત્યમાં

પોપાય ધ સેલર મેન નામનું રમૂજી કાર્ટુન પાત્ર પાલકનો મોટો ચાહક બતાવાયો છે. પાલક ખાઈ તેનામાં શક્તિ સંચાર થતો હોવાની વાત તેની વાર્તામાં વારંવાર આવે છે. પાલકમાં રહેલા લોહની ખોટી ગણતરીને કારાણે તેની શક્તિ આપવાની ક્ષમતાની ખોટી આવી ભ્રમણા લોકોમાં બંધાઈ હશે. એક કથા અનુસાર જર્મન વૈજ્ઞાનિક ઈમીલ વોન વોફના ૧૮૭૦ના પાલકના લોહ માપન કર્યા પછી તેમાં એક દશાંશ સ્થળ ભૂલી ગયો હતો. આને કારાણે પાલખમાં લોહના મૂળ પ્રમાણ કરતાં ૧૦ ગણુ વધારે લોહ હોવાનું મનાતું આવતું હતું. આ ભૂલ છેક ૧૯૩૦માં પકડાઈ. આ ભૂલને કારણે લોકોમાં એવી માન્યતા પડી કે પાલકમાં લોહ વધુ હોવાને કારણે તે વધુ તાકાત આપે છે.

માઈક સુટ્ટોન નામના ગુનાવિદે ઇન્ટરનેટ જર્નલ ઓફ ક્રિમિનોલોજીમાં એક લેખ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે પોપાય અને પાલક-લોહ નો સંબંધ એક દીર્ઘકાલીન ભૂલ ભરેલી માન્યતા માત્ર છે. પાલકના પ્રચારનો ઉદ્દેશ તો વિટામિન એ માટે થયો હતો. .

સંદર્ભ

Tags:

ભાજી પાલક નામ વ્યૂત્પત્તિભાજી પાલક ઈતિહાસભાજી પાલક ખાદ્ય માહિતીભાજી પાલક ઔષધીય ગુણોભાજી પાલક મનોરંજન સાહિત્યમાંભાજી પાલક સંદર્ભભાજી પાલક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાદૂધબજરંગદાસબાપાવિકિકોશઆદિવાસીમુખ મૈથુનઅદ્વૈત વેદાંતકોળીરાણી લક્ષ્મીબાઈરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ફિફા વિશ્વ કપભગવતીકુમાર શર્માસોમનાથભરૂચભારતના વડાપ્રધાનખરીફ પાકહરડેદમણઅમરેલી જિલ્લોરાણકી વાવહિંદી ભાષાઓએસઆઈ મોડેલરા' ખેંગાર દ્વિતીયભારતના રાષ્ટ્રપતિભારતીય-યુરોપીય ભાષાસમૂહઔદિચ્ય બ્રાહ્મણગુજરાતના તાલુકાઓલોકનૃત્યપૃથ્વીરાજ ચૌહાણઅસોસિએશન ફુટબોલનરસિંહ મહેતાજામનગર જિલ્લોનિરોધઅમૃતલાલ વેગડભારતમાં પરિવહનભાષાકલાપીગુજરાતી સામયિકોપૃથ્વીવિકિમીડિયા ફાઉન્ડેશનભારત રત્નસૌરાષ્ટ્રચંદ્રકાંત બક્ષીકન્યા રાશીકવાંટનો મેળોશુક્ર (ગ્રહ)સીદીસૈયદની જાળીસામાજિક સમસ્યાગુજરાત સરકારસામાજિક ક્રિયાસુરેશ જોષીમોરપારસીયુરોપચોમાસુંકોણાર્ક સૂર્ય મંદિરબનાસ ડેરીપ્રવીણ દરજીટ્વિટરઝાલાવિદ્યાગૌરી નીલકંઠજંડ હનુમાનમણિશંકર રત્નજી ભટ્ટમિથુન રાશીરશિયાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોતકમરિયાંપાણીનું પ્રદૂષણવિશ્વ રંગમંચ દિવસઓમકારેશ્વરવ્યક્તિત્વભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસ્વાઈન ફ્લૂસૂર્યગ્રહણરક્તના પ્રકારહિતોપદેશઇસરો🡆 More