કવાંટનો મેળો: રાઠવા સમુદાયનો એક મેળાવડો

કવાંટનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના રાઠવા જાતિના આદિવાસીઓનો મેળો છે જે હોળીના તહેવાર પછી તરત કવાંટ ગામમાં યોજાય છે.

કવાંટ)">કવાંટ ગામમાં યોજાય છે.

કવાંટનો મેળો
ગેરનો મેળો
ગેરનો મેળો
કવાંટના મેળામાં પરંપરાગત વેશભૂષામાં રાઠવા સમુદાય
પ્રકારઆદિવાસી મેળો
શરૂઆતફાગણ વદ ત્રીજ
અવધિવાર્ષિક
સ્થાનકવાંટ, છોટાઉદેપુર, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ22°05′33″N 74°03′23″E / 22.09259°N 74.05648°E / 22.09259; 74.05648
દેશભારત
ભાગ લેનારાઓરાઠવા આદિવાસી

કવાંટના મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના વાદ્ય સાથે આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતાં જોવા મળે છે. આદિવાસીઓ સ્ત્રી-પુરુષો તેમના માથા પર મોરના પીંછાંની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમભાવ રજુ કરે છે.

સ્થાન અને સમય

વડોદરાથી આશરે સો કિલોમીટરના દુર આવેલા રાઠવા જાતિના આદિવાસીઓના વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના પાંચમા દિવસે કવાંટનો મેળો યોજાય છે.

મેળો

વિવિધ પચ્ચીસ ગામોમાંથી અને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી અસંખ્ય આદિવાસી લોકો રંગબેરંગી પોષાક પહેરી આ મેળામાં આવે છે. કવાંટના મેળામાં અન્ય દેશોમાંથી પણ ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિને માણવા માટે આ મેળામાં આવે છે. રાઠવા આદિવાસીઓ કુશળ બાણાવળી તરીકે જાણીતા છે. રાઠવા આદિવાસીઓ ઝાડીઓથી ઘેરાયેલા જંગલ વિસ્તારમાં વાંસ, ઘાસ-પાંદડાં અને માટીના બનાવેલાાં ઘરોમાં રહે છે. આ લોકો માટી અને છાણથી લીંપેલી દિવાલો ઉપર પીઠોરાના ચિત્રો દોરે છે. આ પીઠોરાના ચિત્રો દોરવા પાછળ તેમની માન્યતા છે કે આ ચિત્રો દોરવાથી ભગવાનનો તેમના ઘરમાં વાસ થાય છે. એવાં જ ચિત્રો મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર ધોળાં ટપકાં કરીને દોરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે યુવતીઓને રીઝવવા નૃત્ય કરે છે. નાચતાં સમયે ઉત્પન્ન થતો તાલબદ્ધ ઘૂઘરાનો અવાજ આવે છે. આદિવાસીના આ મેળામાં લગ્નથી પણ જોડતા હોય છે જે તેમના સામાજીક જીવનનો એક ભાગ છે.

મેળામાં રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડાની મૂર્તિઓ અને અન્ય દેવ-દેવતાઓની મૂર્તિઓઓને ગામની બહાર બેઠેલા દેવના થાનકે મૂકી આવે છે. તેમની માન્યતા છે કે આમ કરવાથી દેવ તેનાથી ખુશ થાય છે. આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને સુંદર ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કવાંટનો મેળો સ્થાન અને સમયકવાંટનો મેળો મેળોકવાંટનો મેળો બાહ્ય કડીઓકવાંટનો મેળોઆદિવાસીકવાંટ (તા. કવાંટ)છોટાઉદેપુર જિલ્લોહોળી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગોંડલવાલ્મિકીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસ્વામિનારાયણબોટાદદમણપૂર્ણ વિરામકોરોનાવાયરસ રોગ ૨૦૧૯વાઘમધ્ય ઝોન, અમદાવાદ શહેરઅમિતાભ બચ્ચનધનુ રાશીબીજોરાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળતુલા રાશિનરસિંહ મહેતામંત્રઅંગ્રેજી ભાષાસિકલસેલ એનીમિયા રોગશહેરીકરણચાંદીપ્રાથમિક શાળારતન તાતાગ્રામ પંચાયતઈલેક્ટ્રોનરાજ્ય સભાભારતમાં મહિલાઓગોધરાવિક્રમાદિત્યઆકરુ (તા. ધંધુકા)જાપાનનો ઇતિહાસવૃશ્ચિક રાશીહનુમાન ચાલીસાગુજરાતની ભૂગોળગુજરાતી થાળીરા' નવઘણસુનામીતાલુકા વિકાસ અધિકારી૧૮૫૭ની ભારતીય ક્રાંતિસંક્ષિપ્ત સંદેશ સેવાઆંખરાજસ્થાનનવસારી લોક સભા મતવિસ્તારરામઅખેપાતરડાકોરપ્રદૂષણસાગઅવકાશ સંશોધનલાલ બહાદુર શાસ્ત્રીમહંમદ ઘોરીભારતીય બંધારણ સભાહવામાનસંયુક્ત આરબ અમીરાતભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશિવરવીન્દ્ર જાડેજાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકેરીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસંચળમિઆ ખલીફાગણેશખાવાનો સોડાભારતીય ભૂમિસેનાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલસુરેશ જોષીદેવાયત બોદરબ્રહ્માંડઐશ્વર્યા રાયઘોડોસ્લમડોગ મિલિયોનેરમોટરગાડીદુર્યોધનકામસૂત્રધોવાણનળાખ્યાન (પ્રેમાનંદ)ઘઉં🡆 More