વાલ્મિકી

વાલ્મીકી ઋષિ હતા, જેમણે રામાયણની રચના કરી હતી.

વાલ્મીકી
વાલ્મિકી
રામાયણ લખતા ઋષિ વાલ્મીકી
માતા-પિતા
  • પ્રચેતા (પિતા)
રામાયણ અને યોગ​વાસિષ્ઠ ના લેખક
સન્માનોઆદિ કવિ
મહર્ષિ
રામાયણ અને યોગ​વાસિષ્ઠ ના લેખક

બ્રહ્મજ્ઞાન

એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

નામ

મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

સંસ્કૃત આદ્યકવિ

તેઓ તમસા નદીને કાંઠે વિશ્રામ કરી રહ્યા. તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેમની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિના હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥

પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિને આદ્યકવિ કહેવાય છે.

સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે

સંદર્ભ

  • વાલ્મિકી  ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ.

Tags:

વાલ્મિકી બ્રહ્મજ્ઞાનવાલ્મિકી સંસ્કૃત આદ્યકવિવાલ્મિકી સંદર્ભવાલ્મિકીરામાયણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકસભાના અધ્યક્ષઓખાહરણરવિશંકર રાવળધીરૂભાઈ અંબાણીફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલમુહમ્મદકૃષ્ણસમાનાર્થી શબ્દોસુરેશ જોષીગૌતમ બુદ્ધપ્રાણાયામગુજરાતીસંજુ વાળાઆંખહમીરજી ગોહિલકચ્છ રણ અભયારણ્યચીનઅમૂલધરતીકંપઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારએશિયાઇ સિંહવિનોબા ભાવેગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મટકું (જુગાર)દાહોદ જિલ્લોયોગ (મનોશારીરીક જીવનશૈલી)દુર્યોધનકેરીશબ્દકોશરવીન્દ્ર જાડેજાભારતીય રિઝર્વ બેંકકેન્સરવિરામચિહ્નોગોધરામાનવીની ભવાઇરામદેવપીરમહુડોહૃદયરોગનો હુમલોબહારવટીયોગુજરાતી વિશ્વકોશપોરબંદરસૂર્યમંડળકુમારપાળવિઘાબીજોરાલતા મંગેશકરભગવદ્ગોમંડલખીજડોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીપૃથ્વી દિવસગાંધારીજુનાગઢ ગ્રામ્ય તાલુકોગોહિલ વંશઔદિચ્ય બ્રાહ્મણપ્રભાશંકર પટ્ટણીદાહોદનાગલીકોળીસૂર્યમંદિર, મોઢેરાપર્યાવરણીય શિક્ષણકાઠિયાવાડકમ્પ્યુટર હાર્ડવેરરઘુવીર ચૌધરીબોટાદસ્વામી વિવેકાનંદસિતાંશુ યશશ્ચન્દ્રરાણકી વાવઅમદાવાદની ભૂગોળદયારામકબડ્ડીકૃત્રિમ વરસાદઅસહયોગ આંદોલનહવામાનઅહમદશાહભાષાલોહીભારત🡆 More