કેડમિયમ

કેડમિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cd અને અણુ ક્રમાંક ૪૮ છે.

આ નરમ, ભૂરાશ પડતી- સફેદ ધાતુ છે. આ ધાતુ ના રાસાયણિક ગુણધર્મો જૂથ-૧૨ના અન્ય બીજા બે તત્વો જસત અને પારા જેવા હોય છે. જસત સમાન, આ તત્વ તેના પ્રાયઃ સંયોજનોમાં +૨ નું ઓક્સિડેશન પસંદ કરે છે અને પારાની જેમ આ ધાતુ પણ અન્ય સંક્રાંતિ ધાતુ તત્વોની સરખામણેએઓ નીછું ગલન બિંદુ ધરાવે છે. કેડમિયમ અને તેના સમરૂપોને પ્રાયઃ સંક્રાતિ ધાતુ તત્વ ગણવામાં નથી આવતાં, આના સંયોજનોમાં કે સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ઈલેક્ટ્રોનની d કે f કક્ષા ના ઈલેક્ટ્રોન અર્ધ ભરેલી નથી હોતી. પૃથ્વી પર કેડમિયમની સાંદ્રતા ૦.૧ થી ૦.૫ ભાગ પ્રતિ દસલાખ ભાગ જેટલી છે. આ તત્વની શોધે ૧૮૧૭માં સ્ટ્રોમીયર અને હર્મન નામના જર્મન વૈજ્ઞાનિકોએ જસતની ખનિજ ઝિંક કાર્બોનેટની એક અશુદ્ધિ રૂપે કરી હતી.

મોટા ભાગનું કેડમિયમ જસતની ખનિજોમાં અલ્પ પ્રમાણમાં મળી આવે છે આમ આ જસત ઉત્પાદન સાથે આડ પેદાશ તરીકે મળે છે. લાંબા સમય સુધી તેનેઓ ઉપયોગ રંગ દ્રવ્ય તરીકે અને સ્ટીલ પર કાટ વિરોધી ઢોળ ચડાવવા માટે થતો આવ્યો છે. આસિવાય કેડમિયમ સંયોજનો પ્લાસ્ટીકને સ્થિર કરવા માટે પણ થાય છે. નિકલ કેડમિયમ બેટરી અને કેડમિયમ ટેલ્યુરાઈડ સોલાર કોષને બાદ કરતાં અન્ય સૌ ઉપયોગોમાં હવે કેડમિયમનો વપરાશ ઘટતો ચાલ્યો છે. આ ઘટાડો અન્ય અસરકારક તંત્રજ્ઞાનના વિકાસ અને અમુક સ્વરૂપે કેડમિયની ઝેરીપણા કારણે અને તેને કારણે આવેલા પ્રતિબંધોને કારણે આવ્યો છે.

આમ તો કેડમિયમનો કોઈ જૈવિક ઉપયોગ ઉચ્ચ સ્તરના સજીવોમાં હજી સુધી જણાયો નથી પણ અનુક સમુદ્રી (ડાયટોમ) શેવાળમાં કેડમિયમ આધારિત કાર્બોનિક એનહાયડ્રસ મળી આવ્યાં છે.


સંદર્ભો





Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્રૌપદી મુર્મૂમૂળરાજ સોલંકીપન્નાલાલ પટેલનર્મદા નદીચાલ જીવી લઈએ! (ચલચિત્ર)દુલા કાગકમળોકીર્તિદાન ગઢવીતાપી જિલ્લોતરબૂચઓઝોન સ્તરબિકાનેરરમત-ગમતરાણકી વાવક્ષેત્રફળવૌઠાનો મેળોકર્ક રાશીવિશ્વ બેંકજલિયાંવાલા બાગ હત્યાકાંડએઇડ્સફેબ્રુઆરીઋગ્વેદજામનગરક્ષત્રિયઇસરોવંદે માતરમ્માંડવી (કચ્છ)રાજપૂતરાયણભાવનગર રજવાડુંવિશ્વ પર્યાવરણ દિવસકુટુંબરસાયણ શાસ્ત્રતુલસીસંયુક્ત રાષ્ટ્રસંઘભરતનાટ્યમડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનવલ્લભાચાર્યમુખ મૈથુનરાજકોટ જિલ્લોવિશ્વની અજાયબીઓયુનાઇટેડ કિંગડમસંગણકવિનોબા ભાવેખ્રિસ્તી ધર્મશબ્દકોશમોટરગાડીનરસિંહ મહેતા એવોર્ડપરમાણુ ક્રમાંકઉપરકોટ કિલ્લોપોલીસદ્વારકાબાવળગોંડલભારતના નાણાં પ્રધાનઆદિવાસીગુજરાતી વિશ્વકોશસૂર્યમંડળભારતનો રાષ્ટ્રધ્વજખેતીબુધ (ગ્રહ)માર્કેટિંગગુપ્ત સામ્રાજ્યઆંગળીમહિનોશિવાજીHTMLજાડેજા વંશસંત દેવીદાસઆચાર્ય દેવ વ્રતસાપુતારાભવભૂતિધોલેરાભારતમાં મહિલાઓક્રિકેટકારેલું🡆 More