વિટામિન બી૬

વિટામિન બી6 એ જલદ્રાવ્ય વિટામિન છે અને તે વિટામિન બી કોમ્પલેક્સ જૂથનો ભાગ છે.

વિટામિનના કેટલાક સ્વરૂપ જાણીતા છે પરંતુ પાયરિડોક્સલ ફોસ્ફેટ (પીએલપી (PLP)) સક્રિય સ્વરૂપ છે અને ટ્રાન્સએમિનેશન, ડિએમિનેશન અને ડિકાર્બોક્સિલેશન સહિતની એમિનો એસિડની ચયાપચયની ઘણી પ્રક્રિયાઓમાં તે સહકારક છે. પીએલપી (PLP) ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ મુક્ત થવાની ક્રિયાનું નિયમન કરતી ઉત્સેચકીય પ્રક્રિયા માટે પણ જરૂરી છે.

વિટામિન બી૬
પાયરિડોક્સલ ફોસ્ફેટ

ઇતિહાસ

વિટામિન બી6 એ જલદ્રાવ્ય સંયોજન છે અને તે 1930ના દાયકામાં ઉંદર પર થઇ રહેલા પોષણ અભ્યાસ દરમિયાન શોધાયું હતું. 1934માં, હંગેરીના એક ફિઝીશિયન, પૌલ ગ્યોર્ગીએ એક પદાર્થ શોધ્યો હતો જે ઉંદરમાં ત્વચાની બિમારી (ડર્મિટિટિસ એક્રોડાયનિયા)નો ઇલાજ કરવા સક્ષમ હતો. આ પદાર્થને તેણે વિટામિન બી6 નામ આપ્યું હતું.[સંદર્ભ આપો] 1938માં, લેપ્કોવ્સ્કીએ ચોખાની કુશકીમાંથી વિટામિન બી6 છુટું પાડ્યું હતું. 1939માં હેરિસ અને ફોકર્સે પાયરિડોક્સિનનું બંધારણ નક્કી કર્યું હતું અને 1945માં સ્નેલ તે સાબિત કરી શક્યો હતો કે વિટામિન બી6 બે સ્વરૂપ ધરાવે છે જેમાં પાયરિડોક્સલ અને પાયરિડોક્સામાઇનનો સમાવેશ થાય છે. વિટામિન બી6ને તેની પાયરિડિન સાથે બંધારણીય સમરૂપતા દર્શાવવા પાયરિડોક્સિન નામ આપવામાં આવ્યું હતું. માનવ શરીરમાં મોટી સંખ્યામાં જરૂરી ઉત્સેચકોના સહકારક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવતા વિટામિન બી6ના ત્રણ સ્વરૂપ પાયરિડોક્સલ 5'-ફોસ્ફેટ (પીએલપી (PLP)) તરીકે જાણીતા સક્રિયકૃત સંયોજનના પૂર્વગામી છે.

પીએલપી (PLP) અવલંબિત ઉત્સેચકો રાસાયણિક પ્રક્રિયાઓની વ્યાપક શ્રેણી, તેમાં પણ ખાસ કરીને એમિનો એસિડ સાથેની પ્રક્રિયાઓ, પર ભાર મૂકે છે. એમિનો એસિડ પર પ્રક્રિયા કરતા પીએલપી (PLP)-અવલંબિત ઉત્સેચકો દ્વારા કરાતી પ્રક્રિયાઓમાં એમિનો સમુહની તબદીલી, ડિકાર્બોક્સિલેશન, રેસિમાઇઝેશન અને બિટા અથવા ગેમા-વિલોપન અથવા પ્રતિસ્થાપનનો સમાવેશ થાય છે. પીએલપી (PLP)ની કિણ્વભોજ સાથે સહસંયોજક રીતે જોડાવાની અને બાદમાં ઇલેક્ટ્રોફિલિક ઉત્પ્રેરક તરીકે કામ કરવાની ક્ષમતામાંથી આવી કુશળતા ઉભી થાય છે, આમ તે કાર્બનઆયોનિક પ્રક્રિયાના વિવિધ પ્રકારોના ઇન્ટરમિડીયેટ્સને સ્થિર કરે છે.

ઉત્સેચક પંચે 140 પીએલપી (PLP)-આધારિત 140થી વધુ ક્રિયાઓની યાદી તૈયાર કરી છે જે કુલ વર્ગીકૃત ક્રિયાના ~4% જેટલી થાય છે.

સ્વરૂપો

વિટામિન બી૬ 
પાયરિડોક્સિન

આ વિટામિનના સાત સ્વરૂપો જાણીતા છેઃ

  • પાયરિડોક્સિન (પીએન (PN)), વિટામિન બી6ના પૂરક તરીકે અપાતું સૌથી સામાન્ય સ્વરૂપ છે
  • પાયરિડોક્સિન 5'-ફોસ્ફેટ (પીએનપી (PNP))
  • પાયરિડોક્સલ (પીએલ (PL))
  • પાયરિડોક્સલ 5'-ફોસ્ફેટ (પીએલપી (PLP)), ચયાપચયની દૃષ્ટિએ સક્રિય સ્વરૂપ ('P-5-P' વિટામિન પૂરક તરીકે વેચાય છે)
  • પાયરિડોક્સામાઇન (પીએમ (PM))
  • પાયરિડોક્સામાઇન 5'-ફોસ્ફેટ (પીએમપી (PMP))
  • 4-પાયરિડોક્સિક એસિડ (પીએ (PA)), અપચયકાર જેનું પેશાબમાં વિસર્જન થાય છે

પીએ (PA) સિવાયના તમામ સ્વરૂપો એકબીજામાં રૂપાંતર કરી શકાય તેવા હોય છે.

કાર્યો

વિટામિન બી6નું ચયાપચયની દૃષ્ટિએ સક્રિય સ્વરૂપ પાયરિડોક્સલ ફોસ્ફેટ ગુરુપોષક તત્ત્વ ચયાપચય, ચેતાપ્રેષક દ્રવ્ય સંશ્લેષણ, હિસ્ટામાઇન સંશ્લેષણ, હિમોગ્લોબીન સંશ્લેષણ અને કાર્ય તેમજ જનીન અભિવ્યક્તિના ઘણા પાસાઓમાં સંકળાયેલું છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ ઘણી પ્રક્રિયાઓ માટે સહઉત્સેચક તરીકે કામ કરે છે ડિકાર્બોક્સિલેશન, ટ્રાન્સએમિનેશન, રેસમાઇઝેશન, વિલોપન, પ્રતિસ્થાપન અને બીટા-સમહૂ આંતરરૂપાંતરણ પ્રક્રિયામાં મદદ કરે છે. યકૃત વિટામિન બી6ના ચયાપચયનું સ્થળ છે.

એમિનો એસિડ ચયાપચય

પાયરિડોક્સલ ફોસ્ફેટ (પીએલપી (PLP)) ટ્રાન્સએમિનેઝમાં સહકારક છે જે એમિનો એસિડનું અપપચય કરી શકે છે. પીએલપી (PLP) એ બે પ્રક્રિયાઓ મારફતે મેથિયોનાઇનને સિસ્ટીનમાં ફેરવતા બે ઉત્સેચકો માટે આવશ્યક સંયોજન પણ છે. વિટામિન બી6નું નીચું પ્રમાણ આ ઉત્સેચકોની સક્રિયતામાં ઘટાડો લાવશે. પીએલપી (PLP) એ સિલિનોમેથિયોનાઇનના સિલિનોહોમોસિસ્ટીનમાં અને બાદમાં સિલિનોહોમોસિસ્ટીનના હાઇડ્રોજન સિલિનાઇડમાં ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો માટે આવશ્યક સહકારક પણ છે. ટ્રિપ્ટોફનનું નાયસિનમાં રૂપાંતરણ કરવા માટે પણ વિટામિન બી6 જરૂરી છે વિટામિન બી6નું નીચું સ્તર આ રૂપાંતરણને નબળું પાડી શકે છે. એમિનો એસિડના ડિકાર્બોક્સિલેશન દ્વારા ફિઝીયોલોજિકલી સક્રિય એમાઇન્સ રચવા પણ પીએલપી (PLP)નો ઉપયોગ થાય છે. આના કેટલાક જાણીતા ઉદાહરણોમાં હિસ્ટિડિનમાંથી હિસ્ટામાઇનમાં, ટ્રિપ્ટોફનમાંથી સેરોટોનિનમાં, ગ્લુટામેટમાંથી ગેમા-એમિનોબ્યુટાયરિક એસિડ (જીએબીએ (GABA))માં અને ડાઇહાઇડ્રોક્સિફિનાઇલએલાનાઇનમાંથી ડોપામાઇનમાં રૂપાંતરણનો સમાવેશ થાય છે.

ગ્લુકોનિયોજીનેસિસ

વિટામિન બી6 ગ્લુકોનિયોજીનેસિસમાં પણ ભૂમિકા ભજવે છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ ટ્રાન્સએમાઇનેશન પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત કરી શકે છે જે ગ્લુકોનિયોજીનેસિસની ક્રિયામાં કિણ્વભોજ તરીકે એમિનો એસિડ પુરા પાડવા માટે જરૂરી છે. વિટામિન બી6 એ ગ્લાયકોજનોલાયસિસની પ્રક્રિયા થવા માટે જરૂરી છે ઉત્સેચક ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝનો સહઉત્સેચક પણ છે.

લિપીડ ચયાપચય

વિટામિન બી6 એ સ્ફિન્ગોલિપીડના જૈવસંશ્લેષણને મદદ કરતા ઉત્સેચકોનું આવશ્યક ઘટક છે. સેરામાઇડના સંશ્લેષણ માટે પીએલપી (PLP) જરૂરી છે. આ પ્રક્રિયામાં સેરિનનું ડિકાર્બોક્સિલેશન થાય છે અને સ્ફિન્જાનાઇન રચવા પાલ્મિટોયલ-સીઓએ (CoA) સાથે જોડાય છે, જે બાદમાં ફેટી એસિલ સીઓએ (CoA) સાથે જોડાઇને ડાઇહાઇડ્રોસેરાઇમ બનાવે છે. બાદમાં ડાઇહાઇડ્રોસેરામાઇડ વધુ વિસાંદ્ર થઇને સેરામાઇડ રચે છે. વધુમાં, સ્ફિન્ગોલિપીડનું ભંજન પણ વિટામિન બી6 પર આધાર રાખે છે કારણકે સ્ફિન્જોસાઇન-1-ફોસ્ફેટના ભંજન માટે જવાબદાર ઉત્સેચક એસ1પી (S1P) લાયેઝ પણ પીએલપી (PLP) પર આધાર રાખે છે.

ચયાપચય કાર્યો

વિટામિન બી6ની મુખ્ય ભૂમિકા શરીરમાં ચયાપચયની ક્રિયા સાથે સંકલાયેલા અન્ય ઘણા ઉત્સેચકો માટે સહઉત્સેચક તરીકે કામ કરવાની છે. આ ભૂમિકા સક્રિય સ્વરૂપ પાયરિડોક્સલ ફોસ્ફેટ દ્વારા ભજવવામાં આવે છે. આ સક્રિય સ્વરૂપ ખોરાકમાંથી મળતા અન્ય બે કુદરતી સ્વરૂપો પાયરિડોક્સલ, પાયરિડોક્સિન અને પાયરિડોક્સામાઇનના રૂપાંતરણમાંથી મેળવવામાં આવે છે.

વિટામિન બી6 નીચે દર્શાવેલી ચયાપચય ક્રિયાઓ સાથે સંકળાયેલું છે:

  • એમિનો એસિડ, ગ્લુકોઝ અને લિપીડ ચયાપચય
  • ચેતાપ્રેષક દ્રવ્ય સંશ્લેષણ
  • હિસ્ટેમાઇન સંશ્લેષણ
  • હિમોગ્લોબિન સંશ્લેષણ અને કાર્ય
  • જનીન અભિવ્યક્તિ

એમિનો એસિડ ચયાપચય

પાયરિડોક્સલ ફોસ્ફેટ એમિનો એસિડના લગભગ તમામ તબક્કે, ચયાપચય, સંશ્લેષણથી લઇને ભંજન સુધીના તમામ તબક્કે જોડાયેલું છે.

1. ટ્રાન્સએમાઇનેશન: એમિનોએસિડના ભંજન માટે જરૂરી ટ્રાન્સએનિમેઝ ઉત્સેચકો પાયરિડોક્સલ ફોસ્ફેટ પર આધાર રાખે છે. એમાઇન સમૂહને એક એમિનો એસિડમાંથી બીજામાં લઇ જવાની પ્રક્રિયા માટે આ ઉત્સેચકોની યોગ્ય સક્રિયતા જરૂરી છે.

2. ટ્રાન્સસલ્ફ્યુરેશન: પાયરિડોક્સલ ફોસ્ફેટ એ સહઉત્સેચક છે જે ઉત્સેચકો સિસ્ટાથાયોનાઇન સિન્થેઝ અને સિસ્ટાથાયોનેઝ ઉત્સેચકોના યોગ્ય કાર્ય માટે જરૂરી છે. મેથિયોનાઇનનું સિસ્ટીનમાં રૂપાંતરણ કરવામાં આ ઉત્સેચકો કામ કરે છે.

3. સિલિનોએમિનો એસિડ ચયાપચય: સિલિનોમેથિયોનાઇન એ સિલિનિયમનું પ્રાથમિક આહારીય સ્વરૂપ છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ એ આહારીય સ્વરૂપમાંથી સિલિનિયમનો ઉપયોગ કરતા ઉત્સેચકો માટે જરૂરી સહઉત્સેચક છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ સિલિનોહોમોસિસ્ટીનમાંથી સિલિનિયમ મુક્ત કરીને હાઇડ્રોજન સિલિનાઇડ મેળવવાની ક્રિયામાં પણ સહકારક તરીકે ભૂમિકા ભજવે છે. બાદમાં આ હાઇડ્રોજન સિલિનાઇડનો ઉપયોગ સિલિનિયમને સિલિનોપ્રોટીનમાં સમાવેશ કરવા થાય છે.

4. ટ્રિપ્ટોફનના નાયસિનમાં રૂપાંતરણ માટે પણ વિટામિન બી6 જરૂરી છે અને વિટામિન બી6નું નીચું સ્તર આ રૂપાંતરણને નબળું પાડશે.

ચેતાપ્રેષક દ્રવ્ય સંશ્લેષણ

પાયરિડોક્સલ ફોસ્ફેટ-અવલંબી ઉત્સેચકો ચાર મહત્ત્વના ચેતાપ્રેષક દ્રવ્યના જૈવસંશ્લેષણમાં ભૂમિકા ભજવે છે જેમાં સેરોટોનિન, એપિનેફ્રાઇન, નોરએપિનેફ્રાઇન અને ગેમા-એમિનોબ્યુટાયરિક એસિડનો સમાવેશ થાય છે. ન્યુરોમોડ્યુલેટર ડી-સેરિનનું સંશ્લેષણ કરતો સેરિન રેસમેઝ પણ પાયરિડોક્સલ ફોસ્ફેટ-અવલંબી ઉત્સેચક છે.

હિસ્ટામાઇન સંશ્લેષણ

પાયરિડોક્સલ ફોસ્ફેટ હિસ્ટામાઇનના ચયાપચય સાથે સંકલાયેલો છે.

હિમોગ્લોબિન સંશ્લેષણ અને કાર્ય

પાયરિડોક્સલ ફોસ્ફેટ હેમીના સંશ્લેષણમાં મદદ કરે છે અને હિમોગ્લોબિનની ઓક્સિજન બંધન ક્ષમતા વધારવા હિમોગ્લોબિનના બે સ્થાન સાથે જોડાય છે.

જનીન અભિવ્યક્તિ

હોમોસિસ્ટીન સિસ્ટેશનમાં અને બાદમાં સિસ્ટીન રૂપાંતરણ કરે છે. ચોક્કસ જનીનની અભિવ્યક્તિમાં વધારા કે ઘટાડા માટે પાયરિડોક્સલ ફોસ્ફેટને જવાબદાર ગણવામાં આવ્યો છે. વિટામિનના ઊંચા આંતરકોષીય સ્તરને પગલે ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવોના ટ્રાન્સ્ક્રીપ્શનમાં ઘટાડો થશે. વિટામિન બી6ની ઉણપથી આલ્બ્યુમિન એમઆરએનએન (mRNA)ની અભિવ્યક્તિ પણ વધશે. પાયરિડોક્સલ ફોસ્ફેટ વિવિધ ટ્રાન્સક્રીપ્શન પરિબળો સાથે પ્રક્રિયા કરીને ગ્લાયકોપ્રોટીન આઇઆઇબી (IIb)ની જનીન અભિવ્યક્તિને પ્રભાવિત કરશે. જેને પરિણામે રૂધિરકણિકાઓના હુમલા પર અંકુશ આવશે.

આહાર સંદર્ભ અંતઃગ્રહણ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન નોંધે છે કે "ખોરાકમાંથી મળતા વિટામિન બી6 સાથે કોઇ પ્રતિકૂળ અસર સંકળાયેલી હોવાના કોઇ અહેવાલ મળ્યા નથી. તેનો અર્થ તે નથી કે ઊંચા અંતઃગ્રહણને લીધે પ્રતિકૂળ અસર થવાની કોઇ શક્યતા નથી. વિટામિન બી6ની પ્રતિકૂળ અસરની માહિતી મર્યાદિત હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે. પૂરક સ્વરૂપોના ઊંચા અંતઃગ્રહણને કારણે સેન્સરી ન્યૂરોપથી થયું છે." જુઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનનું સંપૂર્ણ આહાર સંદર્ભ અંતઃગ્રહણ પત્ર [૧] સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન

ખાદ્ય સ્ત્રોતો

વિટામિન બી6 ખાદ્ય પદાર્થોમાં મુક્ત અને બંધન સ્વરૂપ એમ બંને સ્વરૂપમાં વ્યાપકપણે વહેંચાયેલું હોય છે. સારા સ્ત્રોતોમાં માંસ, આખા અનાજની પેદાશો, શાકભાજી, નટ અને કેળાનો સમાવેશ થાય છે. રાંધણ, સંગ્રહ અને પ્રસંસક્રણમાં વિટામિન બી6નું નુકસાન ભિન્ન હોય છે અને કેટલાક ખોરાકમાં આ નુકસાન ખોરાકમાં હાજર રહેલા વિટામિનના સ્વરૂપને આધારે 50 ટકાથી વધુ હોઇ શકે છે. છોડ ખોરાક, પ્રસંસ્કરણ દરમિયાન સૌથી ઓછું વિટામિન ગુમાવે છે કારણકે તેઓ મોટે ભાગે પાયરિડોક્સિન ધરાવતા હોય છે જે પ્રાણી ખોરાકમાંથી મળતા પાયરિડોક્સલ અથવા પાયરિડોક્સામાઇન કરતા વધુ સ્થિર હોય છે. દાખલા તરીકે, દૂધને જ્યારે સુકવવામાં આવે છે ત્યારે તે તેનું 30-70% વિટામિન બી6 તત્ત્વ ગુમાવે છે. વિટામિન બી6 અનાજના અર્ધવિકસિત અને એલ્યુરોન સ્તર પર જોવા મળે છે અને તેને દળીને સફેદ લોટ બનાવાતા આ વિટામિનમાં ઘટાડો થાય છે. ઠારણ અને કેનિંગ ખાદ્ય પ્રસંસ્કરણની અન્ય પદ્ધતિઓ છે જેમાં ખોરાકમાં વિટામિન બી6માં ઘટાડો થઇ શકે છે.

શોષણ અને ઉત્સર્જન

વિટામિન બી6નું પરોક્ષ પ્રસરણ મારફતે જેજુનમ અને ઇલિયમમાં શોષણ થાય છે. શોષણની ક્ષમતા ઊંચી હોવાથી પ્રાણીઓ દેહધાર્મિક જરૂરિયાત કરતા પણ વધુ માત્રામાં શોષણ કરી શકે છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ અને પાયરિડોક્સામાઇન ફોસ્ફેટના શોષણમાં પટલથી બંધાયેલા આલ્કલાઇન ફોસ્ફેટેઝના ઉત્પ્રેરણ દ્વારા તેમનું ડિફોસ્ફોરાયલેશન થાય છે. પાચન માર્ગમાં આ ઉત્પાદનો અને બિનફોસ્પોરાયલેટેડ વિટામર્સ પ્રસરણ દ્વારા શોષાય છે. તેનું સંચાલન જેજુનલ શ્લેષ્મમાં (પાયરિડોક્સલ કિનેઝ દ્વારા) ફોસ્ફોરાયલેશનની ક્રિયા મારફતે વિટામિનને 5'-ફોસ્ફેટ તરીકે જકડીને થાય છે. જકડાયેલા પાયરિડોક્સિન અને પાયરિડોક્સામાઇન પેશીઓમાં પાયરિડોક્સલ ફોસ્ફેટમાં ઓક્સિડાઇઝ થાય છે.

વિટામિન બી6 ચયાપચયની નિપજો પેશાબ મારફતે બહાર નિકળે છે, જેમાંની મુખ્ય પેદાશ 4-પાયરિડોક્સિક એસિડ છે. એક અંદાજ મુજબ શરીરમાં ખોરાક મારફતે લેવાયેલા 40-60% વિટામિન બી6નું 4-પાયરિડોક્સિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે વિટામિન બી6ની ઉણપવાળા પદાર્થોમાં 4-પાયરિડોક્સિક એસિડ શોધી શકાતો નથી, જેને પગલે તે વિટામિન બી6ના વ્યક્તિગત સ્તરનું આકલન કરવા માટે ઉપયોગી ક્લિનિકલ સૂચક બને છે. જ્યારે વિટામિનની ઊંચી માત્ર આપવામાં આવે છે ત્યારે પેશાબમાં વિસર્જન પામતી અન્ય વિટામિન બી6 ચયાપચય નિપજોમાં પાયરિડોક્સલ, પાયરિડોક્સામાઇન, અને પાયરિડોક્સિન અને તેમના ફોસ્ફેટનો સમાવેશ થાય છે. વિટામિન બી6ની થોડી માત્રાનું મળ મારફતે પણ વિસર્જન થાય છે.

ઉણપો

બી6 ઉણપના ક્લાસિક ક્લિનિકલ સિન્ડ્રોમમાં વિસ્ફોટની જેમ સેબોરિક ડર્માટિટિસ, અલ્સરેશન, એન્ગ્યુલર ચીલીટીઝ, કન્જક્ટિવાઇટિસ, ઇન્ટરટ્રિગો, અને સોમ્નોલન્સના ન્યુરોલોજિકલ ચિહ્નો, કન્ઝ્યુઝન, અને ન્યૂરોપથી સાથે એટ્રોફિક ગ્લોસિટિસનો સમાવેશ થાય છે.

વિટામિન બી6ની ગંભીર ઉણપ ડર્મેટોલોજિક અને ન્યૂરોલોજિક પરિવર્તનોમાં પરિણમે છે, ઓછા ગંભીર કેસો સહઉત્સેચક પાયરિડોક્સલ ફોસ્ફેટની અપુરતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મેટાબોલિક લેઝન સાથે હાજર હોય છે. સૌથી અગ્રણી લેઝન ટ્રિપ્ટોફન-નાયસિનના નબળા રૂપાંતરણને કારણે છે. ઓરલ ટ્રિપ્ટોફન લોડ બાદ પેશાબમાં વિસર્જિત થયેલા ઝાન્થ્યુરેનિક એસિડના આધારે તેને શોધી શકાય છે. મિથીયોનાઇનના સિસ્ટીનમાં નબળા ટ્રાન્સસલ્ફ્યુરેશનને કારણે પણ વિટામિન બી6ની ઉણપ પરિણમી શકે છે. પાયરિડોક્સલ ફોસ્ફેટ-અવલંબી ટ્રાન્સએમિનેઝ અને ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝ એ ગ્લુકોનિયોજીનેસિસમાં ભૂમિકાવાળા વિટામિન પુરા પાડે છે, માટે વિટામિન બી6ની નબળાઇ ગ્લુકોઝની નબળી સહિષ્ણુતામાં પરિણમે છે.

એકલી વિટામિન બી6ની ઉણપ પ્રમાણમાં આસામાન્ય છે અને ઘણી વાર બી કોમ્પ્લેક્સના અન્ય વિટામિનો સાથે જોડાઇને સર્જાય છે. મોટી ઊંમરના અને દારૂના વ્યસનીઓમાં વિટામિન બી6ની ઉણપ તેમજ અન્ય લઘુપોષક તત્ત્વોની ઉણપનું જોખમ વધું હોય છે. ડાયાલિસિસ હેઠળ રહેલા મૂત્રપિંડના દર્દીઓ વિટામિન બી6ની ઉણપ અનુભવી શકે છે. એન્ટિકોનવલ્સન્ટ અને કોર્ટિકોસ્ટરીઓડ જેવી ચોક્કસ દવાઓને કારણે પણ શરીરમાં વિટામિન બી6ની પ્રાપ્યતા પર અસર થઇ શકે છે.

વિટામિન બી6નું ક્લિનિકલ આકલન

કોષરસમાં પાયરિડોક્સલ ફોસ્ફેટની હાજરીને શરીરમાં વિટામિન બી6ની સ્થિતિ દર્શાવતા શ્રેષ્ઠ સૂચક તરીકે માનવામાં આવે છે. જ્યારે કોષરસ પાયરિડોક્સલ ફોસ્ફેટ 10nmol/L કરતા ઓછું હોય છે ત્યારે તે વિટામિન બી6ની ઉણપનો સંકેત આપે છે. પેશાબમાંનું 4-પાયરિડોક્સિક એસિડ પણ વિટામિન બી6ની ઉણપનું સૂચક છે. પેશાબમાનું 4-પાયરિડોક્સિક 3.0 mmol/દિવસ કરતા ઓછું હોય તો તે વિટામિન બી6ની ઉણપનો સંકેત આપે છે.

વિષકારકતા

પ્રતિકૂળ અસરો માત્ર વિટામિન બી6 પૂરકમાંથી જ નોંધાઇ છે તે ક્યારેયખાદ્ય સ્ત્રોતોમાંથી નોંધાઇ નથી. આ લેખમાં વિટામિન બી6 પાયરિડોક્સિનના સામાન્ય પૂરક સ્વરૂપની સલામતી અંગે માહિતી આપવામાં આવી છે. (સંપૂર્ણ ચર્ચા માટે જુઓ પાયરિડોક્સિન). વિષશાસ્ત્રીય પ્રાણી અભ્યાસો ડોર્સલ રૂટ ગેંગ્લીયાના ચોક્કસ ભંગાણને ઓળખે છે જે માનવમાં પાયરિડોક્સિનના વધુ પડતા ડોઝના કિસ્સામાં નોંધાયેલું છે. વિટામિન બી6 જલદ્રાવ્ય વિટામિન છે અને તે પેશાબ મારફતે વિસર્જન પામે છે છતાં આરડીઆઇ (RDI)ના પ્રમાણમાં પાયરિડોક્સિનના લાંબા સમય સુધી ડોઝને કારણે પીડાકારક અને અપ્રતિવર્તી ન્યૂરોલોજીકલ સમસ્યા પેદા થઇ શકે છે.

પ્રાથમિક ચિહ્નો પીડા અને હાથપગમાં સંવેદનશૂન્યતા અને ગંભીર કેસોમાં ચાલવામાં મુશ્કેલી જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. પાયરિડોક્સિનના દૈનિક 1,000 મિલિગ્રામના ડોઝ પર સંવેદના ન્યૂરોપથી વિકસે છે. જોકે, એવા પણ વ્યક્તિગત કિસ્સા નોંધાયા છે કે જેમાં મહિનાઓ સુધી 500 મિલીગ્રામથી ઓછા ડોઝથી સંવેદના ન્યુરોપેથી વિકસી હોય. એક પણ અભ્યાસમાં, જેમાં હેતુલક્ષી ન્યૂરોલોજીકલ ચકાસણી કરાઇ ન હતી, પાયરિડોક્સિનના 200 મિલીગ્રામ/દિવસથી ઓછા ડોઝના અંતઃગ્રહણથી સંવેદી ચેતાને કોઇ નુકસાન થયું હોવાના પુરાવા મળ્યા ન હતા. જ્યારે સપ્લિમેન્ટેશન અટકાવવામાં આવે છે ત્યારે આ સ્થિતિ સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે.

વર્તમાન માન્યતા અને મૂલ્યાંકન દુનિયાભરમાં નોંધપાત્ર રીતે અલગ અલગ છે. 1993માં યુરોપીયન કમ્યુનિટી સાયન્ટિફિક કમિટી ઓન ફૂડે દૈનિક 50 મિલિગ્રામ વિટામિન બી6ના અંતઃગ્રહણને હાનિકારક ગણાવ્યું હતું અને 2000માં પુખ્તો માટે સહ્ય ઉપલું સ્તર 25 મિલીગ્રામ/દિવસ નક્કી કર્યું હતું.

ધ એક્સપર્ટ ગ્રૂપ ઓન વિટામિન્સ એન્ડ મિનરલ્સ ઓફ ધ ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી યુકે(યુકે ઇવીએમ (UK EVM))એ 2003માં 60 કિલો વજન ધરાવતા પુખ્ત માટે સલામત ઉપલું સ્તર (એસયુએલ (SUL)) 10 મિલીગ્રામ/દિવસ નક્કી કર્યું હતું.

2000માં યુએસ એફડીએ (US FDA) દ્વારા સહ્ય ઉપલું સ્તર 100 મિલીગ્રામ/દિવસ નક્કી કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પોષણ સંદર્ભ મૂલ્યો પુખ્તોમાં દૈનિક 50 મિલીગ્રામની ઉપલી મર્યાદાની ભલામણ કરે છે. "ગર્ભાવસ્થા અને સ્તનપાન માટે પણ સમાન અંક નક્કી કરવામાં આવ્યો હતો કારણકે આ સ્તરે ટેરાટોજિનિસિટીના કોઇ પુરાવા નથી. ઉપલી મર્યાદા ચયાપચય શરીર કદ અને તમામ અન્ય વય માટે વૃદ્ધિ અને બાળપણ સિવાયના જીવનના તબક્કાને ધ્યાનમાં લઇને નક્કી કરવામાં આવી હતી. શિશુ માટે ઉપલી મર્યાદા નક્કી કરવું શક્ય ન હતું માટે અંતઃગ્રહણ ખોરાક, દૂધ અથવા ફોર્મ્યુલાના સ્વરૂપમાં ભલામણ કરાયું હતું." "પાયરિડોક્સિનના દૈનિક એક મિલીગ્રામથી ઓછા ડોઝ, જે લાંબા ગાળા માટે મુખ વાટે અપવામાં આવ્યા હતા તેને લગતા અભ્યાસોના પરિણામોનો ઉપયોગ કરીને ઉપલી મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી. (બર્જનર એન્ડ સ્કૌમ્બરગ 1984, બર્નસ્ટીન એન્ડ લોબિત્ઝ 1988, ડાલ્ટન 1985, ડાલ્ટન એન્ડ ડાલ્ટન 1987, ડેલ ટ્રેડિકી ઇટી એએલ 1985, એફએનબીઃ આઇઓએમ (FNB:IOM) 1998, પેરી એન્ડ બ્રેડીસન 1985). બર્નસ્ટીન એન્ડ લોબિત્ઝ (1988) અને ડેલ ટ્રેડિકિ ઇટી એએલ (1985)ના અભ્યાસોને આધારે 200 મિલીગ્રામ/દિવસની નોએલ (NOAEL) ઓળખવામાં આવી હતી. આ અભ્યાસ પાંચથી છ મહિના કે તેથી ઓછા સમયગાળા માટે પૂરક આહાર પર રહ્યાં હોય તેવા વ્યક્તિને લગતા હતા. જોકે, ડાલ્ટન અને ડાલ્ટન (1987)નો અભ્યાસ સૂચવતો હતો કે ચિહ્નો દેખાય તેના કરતા વધુ સમય લઇ શકે છે. આ બાદના પાછલી અસરવાળા સરવેમાં ચિહ્નો ધરાવતા વ્યક્તિઓ સરેરાશ 2.9 વર્ષથી પૂરક આહાર પર હતા. જે લોકો ચિહ્નો ધરાવતા ન હતા તેમણે 1.9 વર્ષ માટે પૂરક આહાર લીધો હતો."

કોઇ પણ પ્લેસબો અંકુશિત અભ્યાસો પાયરિડોક્સિનના ઊંચા ડોઝના લાભ દર્શાવતા ન હોવાથી અને નોંધપાત્ર ઝેરી અસરના દસ્તાવેજોને પગલે પૂરક આહારનો ઉફયોગ કરીને આરડીઆઇ વધારવા માટે કોઇ કારણ નથી સિવાય કે તબીબી દેખરેખ હેઠળ, દા.ત. પ્રાથિમક હાઇપરોઝાલ્યુરિયાની સારવારમાં.

ઓન્કોલોજી

વિટામિન બી6નું અંતઃગ્રહણ કોલોરેક્ટલ કેન્સર સાથે વ્યસ્ત રીતે જોડાયેલું છે

પ્રતિબંધાત્મક ભૂમિકાઓ અને ચિકિત્સકીય ઉપયોગો

દાયકાઓથી ગર્ભાવસ્થાના પ્રારંભિક કાળ દરમિયાન આવતા ઉબકા અને ઉલટીની સારવાર માટે મેટોક્લોપ્રામાઇડ અથવા ડોક્સિલામાઇન જેવી દવાઓની સાથે વિટામિન બી6નો ઉપયોગ થતો આવ્યો છે. તે સલામત અને અસરકારક જણાયું છે જોકે કોઇ મહિલાના પ્રિનેટલ કેરગિવરે આ ચિહ્નો માટે સારવારમાં માર્ગદર્શન આપવામાં મદદ કરવી જોઇએ.

ઓછામાં ઓછા એક પ્રાથમિક અભ્યાસમાં જોવા મળ્યું છે કે આ વિટામિન સ્વપ્ન તાદૃશતા અથવા સ્વપ્ન યાદ કરવાની ક્ષમતા વધારે છે. એવું માનવામાં આવે છે કે આ અસરકારકતા ટ્રિપ્ટોફનના સેરોટોનિનમાં રૂપાંતરણમાં આ વિટામિનની જે ભૂમિકા ભજવે છે તેને કારણે છે.

નેધરલેન્ડ્સના એક અભ્યાસ મુજબ વિટામિન બી6નું, ખોરાકમાંથી અથવા પૂરકમાંથી, અંતઃગ્રહણ પાર્કિન્સન બિમારીનું જોખમ અડધું ઘટાડે છે. લેખકે લખ્યું હતું કે, "વિગતવાર વિશ્લેષણ દર્શાવે છે કે આ જોડાણ ધૂમ્રપાન કરનારા સુધી મર્યાદિત હતું"

હૃદયની બિમારીઓ અટકાવવામાં પાયરિડોક્સિનની ભૂમિકા છે. પુરતા પ્રમાણમાં પાયરિડોક્સિન ન હોવાથી શરીરમાં હોમોસિસ્ટીન નામનું સંયોજન રચાય છે. હોમોસિસ્ટીન રૂધિરવાહિનીઓને નુકસાન કરે છે અને શરીર જ્યારે નુકસાનની સારવાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે પ્લેક નિર્માણ માટે તખતો ઘડે છે. વિટામિન બી6 આ નિર્ણાણને અટકાવે છે અને આમ હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે. પાયરિડોક્સિન રૂધિરદાબ અને રૂધિર કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડે છે અને રૂધિરકણિકાઓને એકબીજા સાથે ચોંટતા અટકાવે છે. આ તમામ ગુણધર્મો હૃદય રોગને દૂર રાખવા કામ કરે છે.

ઓટિઝમ માટે વિટામિન બી6ના ઊંચા ડોઝ અને મેગ્નેશિયમની સાથે પોષક પૂરક સૌથી લોકપ્રિય વૈકલ્પિક તબીબી પસંદગી છે. રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલમાં મિશ્ર પરિણામો મળ્યા છે અને નાના નૂમના કદનો અર્થ છે કે આ સારવારની અસરકારકતા માટે કોઇ તારણ મેળવી શકાય નહીં.

કેટલાક અભ્યાસો હાયપરએક્ટિવિટી, હાયપરમોટિવિટી/એગ્રેસિવનેસમાં સુધારો અને સ્કૂલ એટેન્શનમાં સુધારાનો ઉલ્લેખ કરતા સૂચવે છે કે, વિટામિન બી6-મેગ્નેશિયમ મિશ્રણ એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડરમાં પણ મદદ કરી શકે છે.

વિટામિનનો અભાવ ફ્લેવર વધારનાર પદાર્થ મોનોસોડિયમ ગ્લુટામેટ (એમએસજી (MSG))ની સંવેદનશીલતામાં ભૂમિકા ભજવી શકે છે. આ સંવેદનશીલતા માથામાં દુખાવો, હાથપગમાં પીડા અને કળતર, બેચેની અને ઉલટી પેદા કરી શકે છે. આ બંને સિન્ડ્રોમમાં પાયરિડોક્સિનનું સપ્લિમેન્ટેશન ચિહ્નોનું ત્યારે જ શમન કરે છે જ્યારે લોકો પહેલેથી જ વિટામિનની ઉપણ ધરાવતા હોય.

જે લોકો વિટામિન બી6ની નજીવી ઉણપ ધરાવતા હોય તો તેઓમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોવાની શંકા હોઇ શકે છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમની લાક્ષણિકતા વારંવાર હલનચલન કર્યા બાદ કાંડામાં થતી પીડા અને કળતર અથવા કાંડામાં નિયમિત ધોરણે તણાવ પરથી ઓળખી શકાય છે. કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં વિટામિન બી6 લાભકારક અસર કરતું હોવાનું ઓછામાં ઓછા બે નાના કદના ક્લિનિકલ અભ્યાસમાં જોવા મળ્યું છે. તેમાં પણ ખાસ કરીને સીટીએસ (CTS)માં ટ્રોમા અથવા ઓવરયુઝ એટિયોલોજી જાણીતી ના હોય ત્યારે.

પ્રિમેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ (PMS))ની સારવારમાં વિટામિન બી6 ઉપયોગી હોવાનો ઘણા સમયથી પ્રચાર કરાઇ રહ્યો છે. ક્યા ચિહ્નો હળવા થાય છે તે અંગે અભ્યાસના પરિણામો વિરોધાભાસ ધરાવે છે પરંતુ મોટા ભાગના અભ્યાસે તે પુષ્ટિ આપે છે કે જે મહિલાઓઓ બી6 પૂરક લે છે તેમનામાં બ્લોટિંગ, સ્તનમાં પીડા, પ્રિમેન્સ્ટ્રુઅલ એકની ફ્લેરમાં, એવી સ્થિતિ જેમાં મહિલાનું માસિક શરૂ થવાના લગભગ એક સપ્તાહ પહેલા ખૂલ ફૂટી નિકળે છે તેમાં ઘટાડો નોંધાય છે.એવા મજબૂત પુરાવા છે કે માસિકના દસ દિવસ અગાઉથી પાયરિટોક્સિન પૂરકનું અંતઃગ્રહણ મોટા ભાગના ખીલને ફુલતા અટકાવે છે. આ અસર અંતઃસ્કત્રાવ અને પ્રોસ્ટાગ્લાન્ડિન નિયમનમાં વિટામિનની ભૂમિકાને કારણે છે. અંતઃસ્ત્રાવમાં અસંતુલનને કારણે ત્વચા પર ડાઘા પડે છે જેનું નિયમન કરવામાં વિટામિન બી6 મદદ કરે છે.

વિટામિન બી6ના નીચા અંતઃગ્રહણને કારણે માનસિક હતાશા પણ થઇ શકે છે. સેરોટોનિન અને અન્ય ચેતાપ્રેષક દ્રવ્યના ઉત્પાદનમાં પાયરિડોક્સિનની ભૂમિકા હોવાથી પૂરક ઘણીવાર હતાશ બનેલા લોકોને સારું લાગે છે અને તેમના મૂડનાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો થાય છે. ઊંમર લાયક પુખ્તોમાં સ્મૃતિમાં સુધારો કરવામાં પણ તે મદદ કરે છે. જોકે, પીએમએસ (PMS), પીએમડીડી (PMDD), અને ક્લિનિકલ ડિપ્રેસનની સારવાર તરીકે અસરકારકતા ચર્ચાસ્પદ છે.

એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે વિટામિન બી6નું અંતઃગ્રહણ આલ્કોહોલિક હેન્ગઓવર અને ગર્ભાવસ્થાની સવારની નબળાઇના ઘણા ચિહ્નોમાંથી કેટલાકનું શમન કરી શકે છે. બી6ની મંદ ડાઇયુરેટિક અસરને કારણે આમ થઇ શકતું હશે. તેની ગોઠવણ જાણી શકાઇ નથી છતાં પરિણામો સૂચવે છે કે ડાયાબિટિક નેફ્રોપથી માટેના ક્લિનિકલ ટ્રાયલ્સમાં પાયરિડોક્સામાઇન ચિકિત્સકીય અસર ધરાવે છે.

લાર્સન એટ અલ જણાવે છે કે વિટામિન બી6 અંતઃગ્રહણ અને પાયરિડોક્સલ ફોસ્ફેટ (પીએલપી (PLP)) સ્તર કોલોન કેન્સરના જોખમમાં વ્યસ્ત સંબંધ ધરાવે છે. તેમના અભ્યાસમાં બી6 અંતઃગ્રહણ માફકસરનું હતું, પીએલપી (PLP) સ્તરમાં તે ઘણું ઉંચું હતું જ્યાં કોલોન કેન્સરનું જોખમ અડધું ઘટ્યું હતું.

સંદર્ભો

બાહ્ય લિંક્સ

ઢાંચો:Vitamin

Tags:

વિટામિન બી૬ ઇતિહાસવિટામિન બી૬ સ્વરૂપોવિટામિન બી૬ કાર્યોવિટામિન બી૬ ચયાપચય કાર્યોવિટામિન બી૬ આહાર સંદર્ભ અંતઃગ્રહણવિટામિન બી૬ ખાદ્ય સ્ત્રોતોવિટામિન બી૬ શોષણ અને ઉત્સર્જનવિટામિન બી૬ ઉણપોવિટામિન બી૬ વિષકારકતાવિટામિન બી૬ ઓન્કોલોજીવિટામિન બી૬ પ્રતિબંધાત્મક ભૂમિકાઓ અને ચિકિત્સકીય ઉપયોગોવિટામિન બી૬ સંદર્ભોવિટામિન બી૬ બાહ્ય લિંક્સવિટામિન બી૬

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઉપદંશબ્લૉગધરતીકંપજિજ્ઞેશ મેવાણીમુખ મૈથુનમળેલા જીવભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓત્રિપિટકનર્મદા જિલ્લોખેડા જિલ્લોબોટાદગુજરાત સરકારભરવાડઅંગ્રેજી ભાષાSay it in Gujaratiઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનધોવાણમલેરિયાભારતમાં આરોગ્યસંભાળરાજેન્દ્ર શાહહાફુસ (કેરી)સતાધારસાબરમતી નદીહિમાલયલોકનૃત્યસૂર્યમંડળધારાસભ્યઅલંગસાર્વભૌમત્વમાધ્યમિક શાળાસમાજશાસ્ત્રભવભૂતિવિકિપીડિયાગાંધારીરથયાત્રાગુજરાતભારતજામા મસ્જિદ, અમદાવાદબાબરસ્વાદુપિંડબારડોલી લોક સભા મતવિસ્તારરામદેવપીરનિવસન તંત્રપ્રજાસત્તાક દિન (ભારત)દિવાળીપીડીએફઑડિશાજાહેરાતસ્વપ્નવાસવદત્તાવિક્રમ સંવતબુર્જ દુબઈરોકડીયો પાકનર્મદા નદીભારતીય ચૂંટણી પંચપ્રાણીખાવાનો સોડારક્તના પ્રકારમીરાંબાઈવાયુનું પ્રદૂષણઆકરુ (તા. ધંધુકા)કૃષ્ણકુમારસિંહ ગોહીલભારતના રાજ્ય વૃક્ષોની યાદીપ્રાથમિક શાળાભારતીય દંડ સંહિતાહેમચંદ્રાચાર્યગોખરુ (વનસ્પતિ)રામાયણયુટ્યુબઇતિહાસવસ્ત્રાપુર તળાવયુદ્ધકામસૂત્રજ્ઞાનપીઠ એવોર્ડમનોવિજ્ઞાનલગ્ન🡆 More