બુર્જ દુબઈ

ઢાંચો:Infobox skyscraper બુર્જ ખલિફા (Arabic: برج خليفة ખલિફા ટાવર), તેના ઉદઘાટન પહેલા બુર્જ દુબઈ તરીકે ઓળખાતી સંયુક્ત આરબ અમિરાતના દુબઈ ખાતેની ગગનચુંબી ઇમારત છે અને તે 828 m (2,717 ft) ઊંચાઈ ધરાવતું અત્યાર સુધીનું સૌથી ઊંચુ માનવસર્જિત માળખું છે.

વિગત

તેના બાંધકામ કામગીરી 21 સપ્ટેમ્બર 2004ના રોજ ચાલુ થઈ હતી અને તેના બાહ્ય ભાગનું માળખુ પહેલી ઓક્ટોબર 2009ના રોજ પૂરું થયું હતું. આ ઇમારતને 4 જાન્યુઆરી 2010ના રોજ સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તે દુબઈના મુખ્ય બિઝનસ ડિસ્ટ્રીક્ટ નજીકના શેખ ઝાયેદ રોડ પરના "ફર્સ્ટ ઇન્ટરચેન્જ" ખાતેના ડાઉનટાઉન દુબઈ તરીકે ઓળખાતા નવા 2 km2 (490-acre) મુખ્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે.

આ ટાવર્સના આર્કિટેક્ચરલ અને એન્જિનિયરિંગની કામગીરી શિકાગોની કંપની સ્કિડમોર, ઓઇંગ એન્ડ મેરિલએ કરી હતી, જેમાં એડ્રિયન સ્મિથ (હવે તેમની પોતાની કંપનીમાં) મુખ્ય આર્કિટેક્ટ અને બિલ બેકર મુખ્ય સ્ટ્રક્ચરલ આર્કિટેક્ટ હતા. પ્રાથમિક કોન્ટ્રાક્ટર દક્ષિણ કોરિયાની સેમસંગ સી એન્ડ ટી (C&T) હતી.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.5 અબજ અમેરિકી ડોલર હતો અને સમગ્ર "ડાઉનટાઉન દુબઇ" ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ખર્ચ 20 અબજ ડોલર હતો. માર્ચ 2009માં આ પ્રોજેક્ટના ડેવલપર એમ્માર પ્રોપર્ટીઝના ચેરમેન મોહમ્મદ અલી અલબ્બારે જણાવ્યું હતું કે બુર્જ ખલિફામાં ઓફિસ સ્પેસનો ભાવ ચોરસફીટ દીઠ 4,000 અમેરિકી ડોલર (43,000 ડોલર પ્રતિ મિટર 2) પહોંચ્યો હતો અને બુર્જ ખલિફામાં રહેલા અરમાની રેસિડેન્સીસનું વેચાણ ચોરસફીટ દીઠ 3,5000 ડોલર (37,500 ડોલર પ્રતિ મિટર 2)એ થયું હતું.

જોગાનુજોગ એ છે કે આ પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે વૈશ્વિક 2007-2010ની નાણાકીય કટોકટી પણ આવી હતી. દેશમાં વધુ પડતી ઇમારતો હતી અને તેનાથી ઇમારત ખાલી રહેવાના પ્રમાણમાં વધારો થયો હતો અને ઘણા બિલ્ડિંગને લેણદારોએ ટાંચમાં લીધી હતી. દુબઈ તેની ઊંચી મહત્ત્વાકાંક્ષા આધારિત દેવામાં ફસાયું હતું અને સરકારને તેના ક્રૂડ તેલથી સમૃદ્ધ પડોશી અબુ ધાબી પાસેથી અબજો ડોલરનો બચાવ પેકેજ માગવાની ફરજ પડી હતી. આ પછી ઉદ્દઘાટન સમારંભ વખતે એક આશ્ચર્યજનક હિલચાલમાં આ ટાવરનું નામ બદલીને બૂર્જ ખલિફા કરવામાં આવ્યું હતું. યુએઇ (UAE)ના પ્રમુખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાને આપેલી મહત્ત્વની મદદને પગલે તેમના સન્માનના ભાગરુપે નામ બદલવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

દુબઇના પ્રોપર્ટી માર્કેટમાં માગમાં સતત ઘટાડો થતા બુર્જ ખલિફાના ભાડાના દરમાં તેના ઉદ્દઘાટનના આશરે 10 મહિનામાં 40 ટકાનો ઘટાડો થયો હતો. આ ટાવરના 900 એપાર્ટમેન્ટમાંથી આશરે 825 એપાર્ટમેન્ટ તે સમયે ખાલી હતા.

પ્રારંભિક યોજના

બુર્જ ખલિફાને વિશાળ કદના અને મિશ્ર ઉપયોગના એવા સેન્ટ્રલપીસ તરીકે ડિઝાઇન કરાઈ છે કે જેમાં 30,000 ઘર, ધી એડ્રેસ ડાઉનટાઉન દુબઈ જેવી નવ હોટેલ્સ, 3 hectares (7.4 acres)નો પાર્કલેન્ડ, ઓછામાં આછા 19 રહેવાસ ટાવર્સ, દુબઈ મોલ અને 12-hectare (30-acre)ના માનવસર્જિત બુર્જ ખલિફા સરોવરનો સમાવેશ થાય.

આ ઇમારતની સાથે મધ્યપૂર્વને પૃથ્વીની સૌથી ઊંચી મુક્ત રીતે ઉભી રહેલી ઇમારત (ફ્રીસ્ટેન્ડિંગ બિલ્ડિંગ) ધરાવતા સ્થળનો દરજ્જો પરત મળ્યો હતો. 1311માં ઇંગ્લેન્ડમાં લિંકન કેથેડ્રલનું નિર્માણ થયું તે પહેલા ગીઝાના ગ્રેટ પિરામિડ ચાર સહસ્ત્રાબ્દિ સુધી આ સિદ્ધિ ધરાવતા હતા.

ક્રૂડ તેલ આધારિત અર્થતંત્રની જગ્યાએ સેવા અને પ્રવાસનલક્ષી અર્થતંત્રમાં વૈવિધ્યીકરણ કરવાના સરકારના નિર્ણયના આધારે બુર્જ ખલિફાનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર વધુ આંતરાષ્ટ્રીય ખ્યાતિ અને તેને પગલે રોકાણ મેળવવા માટે શહેરમાં બુર્જ ખલિફા જેવા પ્રોજેક્ટ્સ આવશ્યક છે. "તેઓ (શેખ મોહમદ બિન રશીદ અલ મકતુમ) ખરેખર રોમાંચક વસ્તુ સાથે વૈશ્વિક નકશા પર દુબઈને મુકવા માગતા હતા," એમ નખીલ પ્રોપર્ટીઝના ટુરિઝમ અને વીઆઇપી (VIP) પ્રતિનિધિમંડળના એક્ઝિક્યુટિવ જેકી જોસેફસને જણાવ્યું હતું.

ઊંચાઈ

વર્તમાન વિક્રમો

  • શિખરની ટોચને આધારે સૌથી ઊંચી ગગનચુંબી ઇમારતઃ 828 m (2,717 ft) (અગાઉની તાઇપેઇ 101- 509.2 m (1,671 ft)*)
  • અત્યાર સુધીનું બાંધકામ કરાયેલું સૌથી ઊંચુ માળખુઃ : 828 m (2,717 ft) ((અગાઉ વોર્સો રેડિયો માસ્ટ- 646.38 m (2,121 ft)*)
  • સૌથી ઊંચી વિદ્યમાન ઇમારત) 828 m (2,717 ft) (અગાઉ કેવીએલવાય-ટીવી (KVLY-TV) માસ્ટ – 628.8 m (2,063 ft)*)
  • સૌથી ઊંચી મુક્ત રીતે ઉભી રહેલી ઇમારતઃ 828 m (2,717 ft) (અગાઉ સીએન (CN) ટાવર – 553.3 m (1,815 ft)*)
  • સૌથી વધુ માળ સાથેની ઇમારત: 160 (અગાઉ વિલિસ ટાવર – 108)
  • વિશ્વમાં સૌથી ઊંચા માળે કબજો હોય તેવી ઇમારત: 160મો માળ
  • વિશ્વની સૌથી ઊંચું એલિવેટર ઇન્સ્ટોલેશન, જે આ ઇમારતના ટોચના સ્થાન પર સ્તંભની અંદર આવેલી છે
  • 64 km/h (40 mph) અથવા 18 m/s (59 ft/s)ની ઝડપ સાથે વિશ્વની સૌથી ઝડપી એલિવેટર (અગાઉની તાઇપેઇ 101- 16.83 મીટર/સેકન્ડ)
  • સૌથી ઊંચું ઊભું કોન્ક્રીટ પમ્પિંગ (ઇમારત માટે) : 606 m (1,988 ft) (અગાઉની તાઇપેઇ 101- 449.2 m (1,474 ft)*)
  • રેસિડેન્શિયલ સ્પેસનો સમાવેશ કરતી અત્યાર સુધીની સૌ પ્રથમ વિશ્વની સૌથી ઊંચી ઇમારત
  • 452 m (1,483 ft)ની ઊંચાઈએ વિશ્વમાં સૌથી ઊંચુ આઉટડોર ઓબ્ઝર્વેશન ડેક (124માં માળે)
  • વિશ્વની સૌથી ઊંચી મસ્જિદ (158માં માળે આવેલી છે)
  • વિશ્વની સૌથી ઊંચી એલ્યુમિનિયમ અને ગ્લાસ સાથે મોખરાનો ભાગ, જેની ઊંચાઈ 512 m (1,680 ft) છે.
  • વિશ્વનો સૌથી ઊંચુ જગ્યાએ આવેલો તરણકુંડ (76માં માળે)
  • વિશ્વની સૌથી ઊંચી નાઇટક્લબ (144 માળે)

ઊંચાઈ વધારાનો ઇતિહાસ

બુર્જ દુબઈ 
બુર્જ ખલિફાની અન્ય જાણીતી ઊંચી ઇમારતો સાથે તુલના

પ્રોજેક્ટના પ્રારંભ સાથે જ ઊંચાઈમાં વધારા અંગેની યોજનાના ઘણા બિનસર્મથિત અહેવાલો આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ડોકલેન્ડ વોટરફ્રન્ટ ડેવલપમેન્ટના ભાગરુપે મેલબોર્ન માટેના સૂચિત ગ્રોલો ટાવર જેવો જ 560 m (1,837 ft)ની ઊચાઇનો ટાવર બનાવવાની મૂળમાં દરખાસ્ત હતી, પરંતુ સ્કીડમોર, ઓઇંગ્સ એન્ડ મેરિલ (એસઓએમ (SOM)) દ્વારા તેને રિડિઝાઈન કરાયો હતો. એસઓએમ (SOM)ના આર્કિટેક્ટ માર્શલ સ્ટ્રેબાલાએ કે જેમને 2006 સુધી અને 2008ના અંત ભાગમાં આ પ્રોજેક્ટ માટે કામ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે બુર્જ ખલિફાની ઊંચાઈ 808 m (2,651 ft) રાખવાની ડિઝાઈન હતી.

ડિઝાઇન આર્કિટેક્ટ એડ્રિયન સ્મિથને લાગ્યું હતું કે આ બિલ્ડિંગનો ટોચનો ભાગ બિલ્ડિંગના બાકીના ભાગ જેટલો લાલિત્યપૂર્ણ નથી, તેથી તેમને ટોચના ભાગની ઊંચાઈને વધારીને હાલની ઊંચાઈ કરવાની દરખાસ્ત કરી હતી અને મંજૂરી મેળવી હતી.[સંદર્ભ આપો] એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ ફેરફારમાં વધારાનો માળનો સમાવેશ થતો ન હતો, જે યોજના ટાવરને વધુ પાતળો રાખવાના સ્મિથના પ્રયાસ માટે અનુકુળ હતી.

વિલંબ

એમ્માર પ્રોપર્ટીઝએ 9 જૂન, 2008ના રોજ જાહેરાત કરી હતી કે બુર્જ ખલિફાના બાંધકામમાં આખરી સ્વરૂપમાં સુધારાને કારણે વિલંબ થયો છે અને તે સપ્ટેમ્બર 2009માં પૂરું થશે. એમ્મારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "આ ટાવરની પ્રારંભિક યોજના બનાવવામાં આવી ત્યારે 2004માં નક્કી કરવામાં આવેલી લક્ઝરી ફિનિશને સ્થાને હવે નવીન ફિનિશ આવી રહ્યાં છે. એપાર્ટમેન્ટની ડિઝાઇન આ એપાર્ટમેન્ટને સૌંદર્યની દ્રષ્ટીએ વધુ આકર્ષક બનાવવા અને ઉપયોગની દ્રષ્ટીએ વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સુધારવામાં આવી છે." તે સમયે બાંધકામ પૂરું થવાની નવી તારીખ 2 ડિસેમ્બર 2009 જાહેર કરવામાં આવી હતી. જોકે બુર્જ ખલિફાને 4 જાન્યુઆરી 2010ના રોજ ખુલ્લું મુકાયું હતું.

સ્થાપત્ય અને ડિઝાઇન

બુર્જ દુબઈ 
આડછેદ તુલના
બુર્જ દુબઈ 
હાઇમેનોકેલાઇસનું ફૂલ જે છ પાંદડી દર્શાવે છે

આ ટાવરની ડિઝાઇન સ્કીડમોર, ઓઈંગ એન્ડ મેરિલે તૈયાર કરી હતી. આ જ કંપનીએ અમેરિકામાં શિકાગોમાં વિલિસ ટાવર (અગાઉનું નામ સીયર્સ ટાવર), અમેરિકામાં ન્યૂ યોર્ક સિટીમાં નવા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બીજી સંખ્યાબંધ પ્રખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઈન તૈયાર કરી હતી. આ બિલ્ડિંગમાં વિલિસ ટાવરના બન્ડલ્ડ ટ્યુબને મળતું આવતું માળખુ છે, પરંતુ તે બન્ડલ ટ્યુબ માળખુ નથી. તેની ડિઝાઇન શિકાગો માટે ડિઝાઈન કરેલી એક માઇલ ઊંચી ગગનચુંબી ઇમારત ઇલિનોઇસ માટેની ફ્રેન્ક લોઇડ રાઇટ્સની દૃષ્ટિની યાદ અપાવે છે. આ બિલ્ડિંગની ડિઝાઇન ટીમમાં કામ કરનાર એસઓએમ (SOM)ના આર્કિટેક્ટ માર્શલ સ્ટ્રાબાલાના જણાવ્યા અનુસાર બુર્જ ખલિફાની ડિઝાઇન દક્ષિણ કોરિયાના સિઓલમાં આવેલા 73 માળના રહેવાસ ઇમારત ટાવર પેલેસ થ્રી આધારિત છે. શરૂઆતની યોજનામાં બુર્જ ખલિફાને સમગ્રપણે રહેવાસ માટેનો ટાવર બનાવવાનો ઉદ્દેશ હતો.

સ્કિડમોર, ઓઇંગ્સ એન્ડ મેરિલની મૂળ ડિઝાઈન મળ્યા પછી એમ્માર પ્રોપર્ટીઝે સુપરવાઇઝિંગ એન્જિનિયર તરીકે હૈદર કન્સલ્ટીંગની પસંદગી કરી હતી. હૈદરની પસંદગી સ્ટ્રક્ચરલ અને એમઇપી (MEP) (મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ) એન્જિનિયરિંગમાં કુશળતાને આધારે કરાઈ હતી. હૈદર કન્સલ્ટીંગની ભૂમિકા બાંધકામ પર દેખરેખ રાખવાની, એસઓએમ (SOM)ની ડિઝાઇનને પ્રમાણિત કરવાની અને યુએઇ (UAE) સત્તાવાળાને એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ રેકોર્ડ આપવાની હતી. એમ્માર પ્રોપર્ટીઝે કોન્ક્રીટ અને સ્ટીલવર્ક માટેની સ્વતંત્ર વેરિફિકેશન અને ટેસ્ટિંગ ઓથોરિટી તરીકે આંતરરાષ્ટ્રીય કન્સલ્ટીંગ કંપની જીએચડી (GHD)ને સામેલ કરી હતી.

બુર્જ ખલિફાની ડિઝાઇન માટેની પ્રેરણા ઇસ્લામિક સ્થાપત્યમાં અંકિત પેટર્નિંગ સિસ્ટમમાંથી મેળવવામાં આવી છે. એસઓએમ (SOM)ના સ્ટ્રક્ચરલ એન્જિનિયર બિલ બેકરના જણાવ્યા અનુસાર, આ ઇમારતની ડિઝાઇનમાં આ વિસ્તારના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાને મૂર્તિમંત કરવામાં આવ્યા છે. વાય (Y) આકારનો પ્લાન રહેવાસ હોટેલ માટે આદર્શ છે, કારણ કે તેનાથી બહારનું મહત્ત્વમ દૃશ્ય મળે છે અને અંદર મહત્તમ કુદરતી પ્રકાશ મળે છે. ડિઝાઇન આર્કિટેક્ટ એડ્રિયન સ્મિથે જણાવ્યું છે કે આ બિલ્ડિંગની ત્રિકોણાકાર ડિઝાઇનની પ્રેરણા આ વિસ્તારના ફૂલ હાઇમેનોકેલાઇસ માંથી લેવામાં આવી હતી. આ ટારવર મધ્યસ્થા માળખાની આસપાસ ગોઠવાયેલા ત્રણ ઘટકોનો બનેલો છે. રણના સપાટ પાયાથી ટાવરની ઊંચાઈમાં વઘારાની સાથે અપવર્ડ સ્પાઇરિલંગ પેટર્નના દરેક સ્તરે સેટબેક (પગથિયા આકારમાં ચણતર) થાય છે અને તેનાથી ટાવર આકાશ તરફ ઊંચો વધે ત્યારે તેના આડછેદમાં ઘટાડો થાય છે. બુર્જ ખલિફામાં 27 અગાસી છે. ટોચ પર મધ્યસ્થ માળખું બહાર આવે છે અને તેનું મિનારાના સ્વરૂપમાં સ્થાપત્ય નિર્માણ કરાયું છે. વાય (Y) આકારના તળ નકશાથી પર્શિયન ખાડીનો નજારો મહત્તમ સ્વરૂપમાં માણી શકાય છે. ઉપરથી કે નીચેથી જોવામાં આવે તો ગોળ આકારમાં ઇસ્લામિક સ્થાપત્યના ડુંગળીના આકારના ગુંબજનું દૃશ્ય ઊભું થાય છે. ડિઝાઇનની પ્રક્રિયા દરમિયાન એન્જિનિયર્સે પવનના દબાણમાં ઘટાડો કરવા માટે મૂળ લેઆઉટથી 120 ડિગ્રીના પ્રમાણમાં બિલ્ડિંગને ફેરવ્યું કર્યું હતું.[સંદર્ભ આપો] સૌથી ઊંચા પોઇન્ટથી આ ટાવર 1.5 m (4.9 ft)ની ઊંચાઈએ ઝુલે છે.

આ બિલ્ડિંગની અસાધારણ ઊંચાઈને ટેકો આપવા માટે એન્જિનિયર્સે બટ્રેસ્ડ કોર નામની નવી માળખાકીય પ્રણાલી તૈયાર કરી હતી, જેમાં ષટ્કોણ કોરનો સમાવેશ થાય છે. ષટ્કોણ કોરને "વાય" (Y) આકારના ત્રણ આધારથી મજબૂત બનાવવામાં આવી છે. આ માળખાકીય પ્રણાલીથી આ ઇમારતને તેની પોતાની રીતે ટેકો મળી રહે છે અને તે વળી જતું નથી.

બુર્જ ખલિફાનું શિખર 4,000 tonnes (4,400 short tons; 3,900 long tons)થી વધુ વધુ સ્ટ્રક્ચરલ સ્ટીલનું બનેલું છે. 350 tonnes (390 short tons; 340 long tons) વજનના મધ્યસ્થ શિખર પાઇપનું ઇમારતની અંદરથી નિર્માણ કરાયું હતું અને તેને સ્ટ્રાન્ડ જેક સિસ્ટમનો ઉપયોગ કરીને તેની 200 m (660 ft)ની પૂર્ણ ઊંચાઈએ ઉચકવામાં આવી હતી. આ ટોચના ભાગે દૂરસંચારના ઉપકરણો પણ છે.

1,000 કરતા વધુ કલાકૃતિ બુર્જ ખલિફાના આંતરિક ભાગને સુશોભિત કરશે, જ્યારે બુર્જ ખલિફાની રેસિડેન્શિયલ લોબી જોમી પ્લેન્સાની કૃતિનું પ્રદર્શન કરશે, જેમાં વિશ્વના 196 કરતા વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા 196 બ્રોન્ઝ અને બ્રાસ એલોય સિમબ્લસ (સંગીત વાદ્ય) છે. 18 કેરેટના સોનાથી જડિત સિમ્બુલના પર પાણી ટીપા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી આ લોબીના મુલાકાતીઓને અલગ પ્રકારનું સંગીત સંભળાશે, જે પાંદડા પર પાણી પડતી હોય ત્યારે જેવો અવાજ આવે છે તેવો અવાજ આપશે.

બુર્જ ખલિફાનું બાહ્ય દિવાલનું સંરક્ષણાત્મક આવરણ 142,000 m2 (1,528,000 sq ft) રિફ્લેક્ટિવ ગ્લેઝિંગ તેમજ સીધા ટ્યુબુલર ફિન્સ સાથેના એલ્યુમિનિયમ અને ટેક્સચર્ડ સ્ટેનલેસ સ્ટીલના સ્પાન્ડ્રેલ પેનલનું બનેલું છે. આ આવરણ વ્યવસ્થાને દુબઈના ખૂબ જ ગરમ વાતાવરણનો સામનો કરવા માટે ડિઝાઈન કરાઈ છે.

વધુમાં બિલ્ડિંગની ટોચ પરનું બાહ્ય તાપમાન તેની પાયાના તાપમાન કરતા 6 ડીગ્રી સેલ્સિયસ (11 ડીગ્રી ફેરનહિટ) ઓછું હોવાનું માનવામાં આવે છે. બુર્જ ખલિફાના બાહ્ય આવરણમાં 26,000 કરતા વધુ ગ્લાસ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટાવરના દિવાલના આવરણની કામગીરી માટે ચીનમાંથી 300 કરતા વધુ ક્લેડિંગ નિષ્ણાતો લાવવામાં આવ્યા હતા.

અરમાની ચાર હોટેલ પૈકીની 304 રૂમની પ્રથમ અરમાની હોટેલ નીચેના 39 મજલામાંથી 15 મજલામાં આવેલી છે. આ હોટેલ અગાઉ 18 માર્ચ, 2010ના રોજ ખોલવાની યોજના હતી, પરંતુ કેટલીક વખતના વિલંબ પછી હોટેલને આખરે 27 એપ્રિલ 2010ના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. કોપોરેટ સ્યુટ્સ અને ઓફિસો પણ માર્ચથી ખુલવાની હતી પરંતુ હોટેલ અને ઓબ્ઝર્વેશન ડેક માત્ર એવા ભાગો છે કે જે ખુલ્લા છે.

43માં અને 76માં માળે આવેલી સ્કાય લોબીમાં તરણકૂંડ બનાવવામાં આવ્યા છે. 108માં માળ સુધીના માળ પર 900 ખાનગી રહેણાંક એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. ડેવલપરના જણાવ્યા અનુસાર આ એપોર્ટમેન્ટને બજારમાં મૂકવામાં આવ્યાના માત્ર આઠ કલાકમાં તેનું વેચાણ થઈ ગયું હતું.) આઉડટોર ઝીરો-એન્ટ્રી સ્વિમિંગ પૂલ આ ટાવરના 76માં માળે આવેલો હશે. બાકીના મોટાભાગના માળમાં કોર્પોરેટ ઓફિસ અને સ્યુટ આવેલા છે. જોકે 122માં, 123માં અને 124માં માળે અનુક્રમે એટ.મોસ્ફીયર રેસ્ટોરા, સ્કાય લોબી અને ઇન્ડોર અને આઉટડોર ઓબ્ઝર્વેશન ડેક આવેલા છે. બુર્જ ખલિફા પ્રથમ રહેવાસી ફેબ્રુઆરી 2010માં આવવાના હતા. આ ટાવરમાં રહેનારા આશરે 25,000 લોકોમાં તેઓ સૌ પ્રથમ હશે.

બુર્જ ખલિફામાં કોઇપણ એક સમયે એક સાથે 35,000 લોકોનો સમાવેશ થઈ શકે તેવી ધારણા છે. કુલ 57 એલિવેટર્સ અને 8 એસ્કેલેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એલિવેટર્સમાં કેબિન દીઠ 12થી 14 વ્યક્તિ સુધીની ક્ષમતા છે, જે 18 m/s (59 ft/s)ની ઝડપે ઉપર અને નીચે જઈ શકે છે. એન્જિયનિયર્સે વિશ્વની પ્રથમ ટ્રિપલ-ડેક એલિવેટર્સ લગાડવાની વિચારણા કરી હતી. પરંતુ આખરે ડબલ-ડેક એલિવેટર્સ માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડબલ-ડેક એલિવેટર્સ એલસીડી (LCD) ડિસ્પ્લે જેવી મનોરંજન સુવિધાથી સજ્જ છે, જેથી ઓબ્ઝર્વેશન ડેકની મુસાફરી કરતા મુલાકાતીઓને મનોરંજન મળી રહી છે. આ બિલ્ડિંગમાંથી ભોંયતળીયાથી લઇને 160માં મજલા સુધીમાં 2,909 પગથિયા છે.

બુર્જ ખલિફાની ગ્રાફિક ડિઝાઇન આઇડેન્ટિટી વર્કની જવાબદારી દુબઈ સ્થિત કંપની બ્રાસ બ્રાન્ડ્સની છે. બુર્જ ખલિફાના ગ્લોબલ લોન્ચ ઇવેન્ટ, કમ્યુનિકેશન અને વિઝિટર્સ સેન્ટરની ડિઝાઈન પણ બ્રાસ બ્રાન્ડ્સે તૈયાર કરી છે. આ ઉપરાંત બુર્જ ખલિફામાં આવેલી અરમાની હોટેલનો હિસ્સો છે તેવા અરમાની રેસિડેન્સિસ માટેની રોડશો મિલાન, લંડન, જેદ્દાહ, મોસ્કો અને દિલ્હી સહિતના શહેરોમાં કરવામાં આવ્યો હતો.

પાણી પુરવઠા વ્યવસ્થા

બુર્જ ખલિફાની પાણી પુરવઠા વ્યવસ્થા હેઠળ દરરોજ સરેરાશ 946,000 l (250,000 US gal)નો પુરવઠો આપવામાં આવે છે.

ટોચના કુલિંગ ટાઇમ દરમિયાન ટાવરમાં દરરોજ 10,000 t (22,000,000 lb) બરફ પીગળતો હોય તેટલા પ્રમાણમાં કુલિંગની જરૂર પડે છે. આ બિલ્ડિંગમાં કન્ડેન્સેટ કલેક્શન સિસ્ટમ છે, જે બાહ્ય ગરમ અને ભેજ ધરાવતી હવાનો ઉપયોગ કરે છે તેમજ ટાવરની કુલિંગ જરૂરિયાત સાથે તેને સાનુકુળ કરે છે તેનાથી હવાના ભેજનું પાણીમાં મોટી માત્રમાં રૂપાંતર થાય છે. આ રૂપાંતરિક પાણીને એકઠું કરવામાં આવે છે અને બેઝમેન્ટ કાર પાર્કમાં આવેલી ટાંકીમાં પહોંચાડવામાં આવે છે. આ પાણીને પછી બુર્જ ખલિફા પાર્કના સાઇટ ઇરિગેશન સિસ્ટમમાં ઉપયોગ થાય છે.

જાળવણી

24,348 બારીઓને પાણીથી સાફ કરવા માટે બુર્જ ખલિફાના 40માં, 73માં અને 109માં માળે બાહ્ય ભાગમાં સમારંત ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. દરેક ટ્રેક 1,500 kg (3,300 lb) બકેટ મશીન ધરાવે છે, જે ભારે કેબલનો ઉપયોગ કરીને સમાંતર દિશામાં અને તે પછી ઊભી દિશામાં ફરી શકે છે. 109માં માળથી ઉપરના માળની સફાઈ માટે ડેવિટના 27 પરંપરાત ક્રેડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે ગુંબજની ટોચને સ્પેશ્યાલિસ્ટ વિન્ડો ક્લિનર્સ માટે અનામત રાખવામાં આવી છે, જેઓ ટોચના ભાગને સાફ કરવા અને તપાસ કરવા માટે દોરડાની મદદથી ઊંચાઈ પર પહોંચે છે. સામાન્ય સંજોગોમાં તમામ બિલ્ડિંગ મેન્ટેનન્સ યુનિટ કામ કરતા હોય ત્યારે આ ટાવરના સમગ્ર બાહ્ય ભાગને સાફ કરતા 36 કામદારોને ત્રણથી ચાર મહિના લાગે છે.

માનવિહની મશીનો ટોચના 27 એડિશન ટીયર્સ અને ગ્લાસ સ્પાયરની સાફસફાઈ કરશે. આ ક્લિનિંગ સિસ્ટમ 8 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના ખર્ચે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વિકસિત કરાઈ હતી.

ખાસિયતો

દુબઈ ફાઉન્ટેઇન

thumb|right|ધ દુબઇ ફાઉન્ટેઇન


ટાવરની બહાર 808 મિલિયન દિરહામ (217 મિલિયન અમેરિકી ડોલર)ના ખર્ચે કેલિફોર્નિયા સ્થિત કંપની વેટ (WET) ડિઝાઇને રેકોર્ડ સેટિંગ ફાઉન્ટેઇન સિસ્ટમ તૈયાર કરી હતી. આ કંપનીએ લાસ વેગાસમાં બેલાજિયો હોટેલ લેક ખાતે પણ ફાઉન્ટેશન સિસ્ટમ બનાવી હતી. 6,600 લાઇટ્સ અને 50 રંગીન પ્રોજેક્ટર્સની રોશની સાથે તે 275 m (902 ft) લાંબી અને હવામાં 150 m (490 ft) ઊંચે સુધી પાણીના ફુવારા થાય છે અને તેની સાથે આરબ અને બીજા દેશોના ક્લાસિકલથી લઇને સમકાલિન સંગીત છે. 26 ઓક્ટોબર 2008ના રોજ એમ્મારે જાહેરાત કરી હતી કે નામકરણ માટેની સ્પર્ધાના તારણોને આધારે આ ફુવારાનું નામ દુબઈ ફાઉન્ટેઇન રાખવામાં આવશે.

ઓબ્ઝર્વેશન ડેક

એટ ધ ટોપ નામનું આઉટડોર ઓબ્ઝર્વેશન ડેકને 124માં માળે 5 જાન્યુઆરી 2010ના રોજ ખુલ્લૂ મૂકવામાં આવ્યું હતું. તે 452 m (1,483 ft) ઊંચાઈ સાથે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન ડેક અને સૌથી ઊંચુ આઉટડોર આબ્ઝર્વેશન ડેક છે. ઓબ્ઝર્વેશન ડેકમાં બેહોલ્ડ ટેલિસ્કોપની સુવિધા છે, જેને મોન્ટરીયલની જીએસએમપીઆરજેસીટી (gsmprjct°) દ્રારા વિકસિત કરાયેલી રિયાલિટી ડિવાઈસ છે. આ ડિવાઇસથી મુલાકાતીઓ તાકીદના સમયના ધોરણે આજુબાજુના દ્રશ્યોને જોઈ શકે છે તેમજ અલગ અલગ હવામાન હેઠળ અથવા દિવસના અલગ અલગ સમય દરમિયાન લેવામાં આવેલી ઇમેજને પણ જોઇ શકે છે. મુલાકાતીઓના રોજિંદા ઘસારાને કારણે મુલાકાતીઓ માટે ચોક્કસ સમય અને તારીખ માટે અગાઉથી ટિકિટ ખરીદવાની સુવિધા કરવામાં આવી છે. અગાઉથી ટિકિટ ખરીદવાથી તાકીદે ખરીદવામાં આવેલી ટિકિટ કરતા 75 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.

8 ફેબ્રુઆરી 2010ના રોજ ઓબ્ઝર્વેશન ડેકને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે વીજળી પુરવઠામાં સમસ્યાને કારણે એક એલિવેટર બે માળ વચ્ચે ફસાઈ ગઈ હતી અને તેમાં 45 મિનિટ સુધી પ્રવાસીઓનું એક જૂથ ફસાઈ ગયું હતું. ઓબ્ઝર્વેશન ડેકને સેન્ટ વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)એ ફરી ખોલવામાં આવશે તેવી અફવા થઈ હતી, પરંતુ 4 એપ્રિલ 2010 સુધી આ ડેક બંધ રહ્યો હતો.

બુર્જ ખલિફા પાર્ક

બુર્જ ખલિફાની આજુબાજુ 11 ha (27-acre)નો પાર્ક આવેલો છે, જેની ડિઝાઈન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ એસડબલ્યુએ (SWA) ગ્રૂપ દ્વારા તૈયાર કરાઈ હતી. આ પાર્કની ડિઝાઇન માટેની પ્રેરણા બુર્જ ખલિફાની કોર ડિઝાઇન કન્સેપ્ટમાંથી લેવામાં આવી છે. બુર્જ ખલિફાનો મુખ્ય ડિઝાઇન કન્સેપ્ટ રણના ફૂલ હાઇમેનોકેલાઇસ આકારની છે. આ પાર્કમાં છ વોટર ફીચર્સ, ગાર્ડન, પામના વૃક્ષો સાથેની પગદંડી અને ફુલ ધરાવતા વૃક્ષો છે. પાર્કના મધ્યમાં અને બુર્જ ખલિફાના બેઝમાં વોટરરૂમ છે, જેમાં શ્રેણીબદ્ધ પુલ અને વોટર જેટ ફાઉન્ટેઇન છે. આ ઉપરાંત રેલિંગ, બેન્ચ, સાઇન બોર્ડ પણ બૂજ ખલિફા અને હાઇમેનોકેલાઇસ ફૂલની ઇમેજ ખડી કરે છે.

છોડ અને નાના ઝાડને આ બિલ્ડિંગની કુલિંગ સિસ્ટમમાંથી પાણી મેળવતી કન્ડેન્સેશન કલેક્શન સિસ્ટમ મારફતે પાણી પુરું પાડવામાં આવશે. આ સિસ્ટમ વાર્ષિક 68,000,000 L (15,000,000 imp gal) પાણી પુરવઠો આપશે. દુબઇ ફાઉન્ટેઇનની પણ ડિઝાઇન કરનારા વેટ (WET) ડિઝાઇનર્સે આ પાર્કના છ વોટર ફિચર્સ તૈયાર કર્યા છે.

મજલા અંગેના આયોજનો

મજલાનું વર્ગીકરણ નીચે મુજબ છે.

મજલા ઉપયોગ
160 અને તેની ઉપરના મિકેનિકલ
156–159 દૂરસંચાર અને પ્રસારણ
155 મિકેનિકલ
139–154 કોર્પોરેટ સ્યુટ્સ
136–138 મિકેનિકલ
125–135 કોર્પોરેટ સ્યુટ્સ
124 એટ ધ ટોપ વેધશાળા
123 સ્કાય લોબી
122 એટ. મોસ્ફીયર રેસ્ટોરાં
111-121 કોર્પોરેટ સ્યુટ્સ
109-110 મિકેનિકલ
77–108 રહેવાસ
76 સ્કાય લોબી
73–75 મિકેનિકલ
44–72 રહેવાસ
43 સ્કાય લોબી
40-42 મિકેનિકલ
38–39 અરમાની હોટેલ સ્યુટ્સ
19–37 અરમાની રેસિડેન્સી
17–18 મિકેનિકલ
9–16 અરમાની રેસિડેન્સી
1-8 અરમાની હોટેલ
ભોંયતળીયું અરમાની હોટેલ
કોનકોર્સ અરમાની હોટેલ
બી1-બી2 (B1–B2) પાર્કિંગ, મિકેનિકલ

બાંધકામ

બાંધકામ પ્રક્રિયાનું એનિમેશન
બુર્જ દુબઈ 
નિર્માણાધિન બુર્જ ખલિફાનો એરિયલ ક્લોઝઅપ, માર્ચ 2008માં

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ એન્જિનિયરિંગ એન્ડ કન્ટ્રક્શન દ્વારા ટાવરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેણે પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ અને તાઇપેઇ 101 નું પણ કામ કર્યુ હતું. સેમસંગ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બેલ્જીયમની બેસિક્સ અને યુએઇની (UAE) આરબટેક સાથે સંયુક્ત સાહસમાં ટાવર બાંધ્યું છે. ટર્નર મુખ્ય બાંધકામ કરારનો પ્રોજેક્ટ મેનેજર છે.

યુએઇ (UAE)ના કાયદા હેઠળ રેકોર્ડના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર હૈદર કન્સલ્ટીંગ સંયુક્ત અને વ્યક્તિગત રીતે બુર્જ ખલિફાના દેખાવ માટે જવાબદાર છે.

બુર્જ ખલિફાની પ્રાથમિક બાંધકામ સિસ્ટમ રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીંટ છે. કોન્ક્રીટ અને સ્ટીલના પાયા માટે 110,000 tonnes (120,000 short tons; 110,000 long tons) વજનનું 45,000 m3 (58,900 cu yd) કરતાં વધુ કોન્ક્રીટ વપરાયું છે. જેમાં 192 થાંભલાઓ છે. તેમાં દરેક થાંભલો 1.5 મીટર વ્યાસ અને 43 મીટર લંબાઇ ધરાવે છે અને તે 50 m (164 ft)થી વધુ ઊંડો દાટેલો છે. બુર્જ ખલિફાના બાંધકામમાં 330,000 m3 (431,600 cu yd) કોન્ક્રીંટ અને 55,000 ટન સ્ટી્લના સળિયાઓનો ઉપયોગ કરાયો છે અને બાંધકામમાં 22 મિલિયન માનવ કલાકો લાગ્યા છે. બુર્જ ખલિફાના પાયામાં ઊંચી ઘનતા અને ઓછી પ્રવેશશીલતાવાળો કોન્ક્રીંટ વપરાયો છે. સ્થાનિક જમીનના પાણીમાં કાટવાળા રસાયણોના કોઇપણ પ્રકારના હાનિકારક નુકશાનને ઓછું કરવા માટે જાજમ નીચે કેથોડિક સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યોહ હતો. મે 2008માં, 156માં માળની 606 m (1,988 ft),ની ત્યારની વિશ્વ વિક્રમ ઊંચાઈએથી કોન્ક્રીંટ ભરવામાં આવ્યો હતો. બાકીનું ઉપરનું માળખું હળવા સ્ટીલ દ્વારા બાંધવામાં આવ્યું હતું.

બુર્જ ખલિફામાં ઘણાબધાં વિભાગો છે. દરેક 35માં માળે દબાણવાળા વાતાનુકૂલિત શરણાર્થી માળ આવેલા છે. જ્યાં લોકો અકસ્માત કે આગ લાગવાના કિસ્સામાં સુરક્ષા માટે નીચે સુધી લાંબુ ચાલવું ન પડે તે માટે શરણ લઇ શકે છે.

મહાકાય ઇમારતના વજનના શક્તિશાળી દબાણ સામે ટકવા કોન્ક્રીંટના વિશિષ્ટ મિશ્રણો તૈયાર કરવામાં આવ્યા હતાં. જેમ કે સામાન્ય રીતે કોન્ક્રીંટના બાંધકામને મજબૂત બનાવવામાં આવે છે. કોન્ક્રીંટના દરેક જથ્થાને તપાસવામાં આવ્યો હતો કે જેથી ખાતરી થાય કે તે ચોક્કસ દબાણમાં હેમખેમ રહી શકે.

પ્રોજેક્ટમાં વપરાનારો કોન્ક્રીંટ એક સરખો રહેવો ખૂબ જરુરી છે. એવું કોન્ક્રીંટ બનાવવી મુશ્કેલ છે જે નીચેનાં હજારો ટનના વજન સામે અને પર્શિયન ખાડીનું તાપમાન જે 50 °C (122 °F) સુધી પહોંચે છે તે બંન્ને સામે ટકી શકે. આ સમસ્યા સામે લડવા, કોન્ક્રીંટને દિવસે નાંખવામાં આવતો ન હતો. તેના સ્થાને ઉનાળાની ઋતુ દરમિયાન બરફ ઉમેરવામાં આવતો હતો અને રાત્રે કે જ્યારે ઠંડી હોય અને ભેજ ઊંચો હોય ત્‍યારે નાંખવામાં આવતો હતો. ઠંડા કોન્ક્રીંટનું મિશ્રણ બધી જગ્યાએ એક સમાન રહે છે અને તેથી તે ઝડપથી ગોઠવાઇ જાય છે અને તિરાડ પડતી નથી. કોઇ પણ મોટી તિરાડ સમગ્ર પ્રોજેક્ટને જોખમમાં મૂકી શકે છે.

ઇમારત બુર્જ ખલિફાની અનોખી ડિઝાઇન અને ઇજનેરી પડકારો અસંખ્ય ટેલિવિઝન દસ્તાવેજી ચિત્રો જેવા કે નેશનલ જીઓગ્રાફિકની બીગ, બીગર, બીગેસ્ટ શ્રેણીઓમાં અને ફાઇવ ચેનલો તથા ડિસ્કીવરી ચેનલ પરથી મેગા બિલ્ડીર્સ શ્રેણીઓમાં ચમક્યા છે.

સીમાચિહ્નો

  • જાન્યુઆરી 2004: ખોદકામ ચાલું થયું.
  • ફેબ્રુઆરી 2004: પાયા નાંખવાનું ચાલું થયું.
  • 21 સપ્ટેમ્બર 2004: એમ્માર કોન્ટ્રાક્ટર્સે બાંધકામ શરુ કર્યું.
  • માર્ચ 2005: બુર્જ ખલિફાનું માળખું ઊંચું થવા લાગ્યું.
  • જૂન 2006: લેવલ 50 સુધી પહોંચ્યું.
  • ફેબ્રુઆરી 2007: સૌથી વધુ મજલા સાથેની ઇમારત તરીકે સિયર્સ ટાવરને વટાવ્યું.
  • 13 મે, 2007: 449.2 m (1,474 ft)ને પાર કરતાં કોઇપણ ઇમારતમાં 452 m (1,483 ft) ઊંચાઈએ ઊભા કોન્ક્રીટ પમ્પિંગનો વિક્રમ સ્થાપ્યો. જે પહેલાં તાઇપેઇ 101 ના બાંધકામ દરમિયાન કોન્ક્રીંટ નાંખવામાં આવ્યો હતો. જ્યારે બુર્જ ખલિફા 130 માળ સુધી પહોંચ્યું હતું.
  • 21 જુલાઇ, 2007: તાઇપેઇ 101ને પાર કર્યું. જેની 509.2 m (1,671 ft)ની ઊંચાઈએ તેને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બનાવી અને લેવલ 141 પર પહોંચ્યું.
  • 12 ઓગસ્ટ, 2007: સિયર્સ ટાવરના ઉભેલાં એન્ટેનાને વટાવ્યું, જે 527.3 m (1,730 ft) ઊંચાઈએ આવેલું છે.
  • 12 સપ્ટેમ્બર, 2007: 555.3 m (1,822 ft)ની ઊંચાઈ સાથે મુક્ત રીતે ઉભું રહેલું વિશ્વનું સૌથી ઊંચું માળખું બન્યું. તેણે ટોરોન્ટોમાં સીએન (CN) ટાવરની ઊંચાઈ વટાવી અને 150માં લેવલ સુધી પહોંચાયું.
  • 7 એપ્રિલ 2008: 629 m (2,064 ft)ની ઊચાઇ સાથે કેવીએલવાય- ટીવી (KVLY-TV)ના માસ્ટની ઊંચાઈ વટાવી માનવ નિર્મિત સૌથી ઊંચું બાંધકામ બન્યું, લેવલ- 160 સુધી પહોંચાયું.
  • 17 જૂન, 2008 : એમ્મારે જાહેર કર્યું કે બુર્જ ખલિફાની ઊંચાઈ 636 m (2,087 ft)થી વધુ છે અને સપ્ટેમ્બર, 2009માં તે પૂર્ણ થાય ત્યાં સુધીમાં તેને ઊંચાઈ આપવામાં આવશે નહીં.
  • 1 સપ્ટેમ્બર, 2008 : ઊંચાઈ 688 m (2,257 ft)ની ટોચે પહોંચી અને તેને અત્યાર સુધીનું સૌથી ઊંચું માનવ સર્જિત માળખું બનાવ્યું. તેણે અગાઉના વિક્રમધારક પોલેન્ડના કોન્સ્ટેન્ટીનાવમાં વોરસો રેડીયો માસ્ટની ઊંચાઈ વટાવી.
  • 17 જાન્યુઆરી, 2009: 828 m (2,717 ft)ની મહત્તમ ઊંચાઈ હાંસલ કરી.
  • 1 ઓક્ટોબર, 2009 : એમ્મારે જાહેર કર્યું કે ઇમારતનું બહારનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
  • 4 જાન્યુઆરી, 2010: બુર્જ ખલિફાનો સત્તાવાર શુભારંભ કરવામાં યોજાયો અને બુર્જ ખલિફાને ખુલ્લું મૂકાયું. બુર્જ દુબઇને યુએઇ (UAE)ના વર્તમાન પ્રમુખ અને અબુધાબીના શાસક શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનના માનમાં બુર્જ ખલિફા નામાભિધાન કરવામાં આવ્યું.

સત્તાવાર શુભારંભ સમારોહ

બુર્જ ખલિફા 4 જાન્યુઆરી, 2010 ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સમારોહમાં 10,000 ફટાકડાઓની આતશબાજી ટાવરની ઉપર અને આજુબાજુ લાઇટથી પડાયેલ સેરડાંઓ અને વધુમાં અવાજ, પ્રકાશ અને પાણીની ઇફેક્ટો દર્શાવવામાં આવી હતી. યુકે (UK)નાં લાઇટિંગ ડિઝાઇનર સ્પીર્સ એન્ડ મેજરે ઉજવણીની લાઇટોની ડિઝાઇન તૈયાર કરી હતી. 868 શક્તીશાળી સ્ટ્રોબોસ્કોપ લાઇટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સંકલિત થઇ ટાવરની બાજુઓ અને શંકુ આકારે એકત્રિત થતી હતી. વિવિધ લાઇટોની શ્રૃંખલાઓ તૈયાર કરાઇ હતી તેની સાથે 50 કરતાં વધુ વિવિધ લાઇટોની અસરોના સંકલનો તૈયાર કરવામાં આવ્યા હતા.

સમારંભની શરુઆત ટૂંકી ફિલ્મથી થઇ હતી, જે દુબઇની અને બુર્જ ખલિફાની ઉત્ક્રાંતિ દર્શાવતી હતી. ત્યારબાદ ધ્વનિ, પ્રકાશ, પાણી અને આતશબાજી કરવામાં આવી હતી. પ્રદર્શનના ભાગમાં વિવિધ ફટાકડાની કળા, પ્રકાશ,પાણી અને ત્રણ અવાજમાં વહેંચાતા ધ્વનિનો સમાવેશ થતો હતો. પ્રથમ ભાગ પ્રાથમિક રીતે પ્રકાશ અને ધ્વનિનાં પ્રદર્શનનો હતો. જેને થીમની કળા તરીકે રણનાં ફુલો અને નવા ટાવર વચ્‍ચેની કળી અને દુબઈ ફાઉન્ટેઇન અને ફટાકડા બનાવવાની કળાના સંયોજક તરીકે લેવામાં આવ્યું હતું. બીજો ભાગ, જેને "હૃદયનું સ્પંનદન" કહે છે. તેને 300 પ્રોજેક્ટરો જે ટાવરની સેરડાં જેવી પ્રતિકૃતિ રચે છે. તેની મદદ વડે પ્રકાશના અદભૂત પ્રકાશના પ્રદર્શન દ્વારા ટાવરનું બાંધકામ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્રીજા ભાગમાં, આકાશને રેખાંકિત કરતાં અને સ્પેસ કેનન્સ્ દ્વારા ટાવરનું સફેદ પ્રકાશનું પ્રભામંડળ રચ્યું હતું. જે વળાંકવાળી લાઇટિંગ જેમ ચાલું કરાઇ તેમ-તેમ વધ્યું હતું.

સમારંભનું મોટા પડદા પર બુર્જ પાર્ક આયલેન્ડ પર અને સાથે-સાથે સમગ્ર દુબઇ શહેરમાં મૂકાયેલા અસંખ્ય ટેલિવિઝન સ્ક્રીન પર જીવંત પ્રસારણ બતાવાયું હતું. સમગ્ર વિશ્વના હજારો મિડીયા સ્થળ પરથી જીવંત વૃતાંત નિવેદન કરતાં હતાં. મિડીયાની હાજરી ઉપરાંત, 6,000 મહેમાનો પણ ઉપસ્થિરત રહ્યાં હતાં.

સ્વાગત

પુરસ્કારો

જૂન 2010માં, બુર્જ ખલિફાને કાઉન્સિલ ઓન ટોલ બિલ્ડિંગ્સ એન્ડ અર્બન હેબિટેટ દ્વારા શ્રેષ્ડ ઊંચી ઇમારતનો મિડલ ઇસ્ટ એન્ડ આફ્રિકા એવોર્ડ મળ્યો હતો. 28 સપ્ટેમ્બ, 2010ના રોજ, બુર્જ ખલિફાએ મિડલ ઇસ્ટ આર્કિટેક એવોર્ડ 2010 ખાતે વર્ષનાં શ્રેષ્ઠ પ્રોજેક્ટનો એવોર્ડ જીત્યો હતો.

ધ કાઉન્સિલ ઓન ટોલ બિલ્ડિંગ્સ એન્ડ અર્બન હેરિટેજ બુર્જ ખલિફાને તેનાં વાર્ષિક "બેસ્ટ ટોલ બિલ્ડિંગ્સ એવોર્ડ સેરિમની"માં નવો એવોર્ડ આપ્યો હતો. 25 ઓક્ટોબર, 2010ના રોજ, બુર્જ ખલિફાને સીટીબીયુએચ (CTBUH)નો નવો ટોલ બિલ્ડિંગ ગ્લોબલ આઇકન એવોર્ડ મળ્યો. સીટીબીયુએચ (CTBUH) મુજબ નવો "ગ્લોબલ આઇકોન" એવોર્ડ તેવી કેટલાક ખૂબ જ વિશિષ્ટ ઊંચાઈવાળી ઇમારતોને માન્યતા આપે છે જેની ઉંડી અસર હોય, ન માત્ર સ્થાનિક અને પ્રાદેશિક સંદર્ભમાં પરંતુ વિશ્વની ઊંચી ઇમારતોના પ્રકારમાં પણ તે હોય. જે આયોજન, ડિઝાઇન અને અમલીકરણમાં નાવિન્યપૂર્ણ હોય. ઇમારત અસર ઉપજાવે તેવી અને ઊંચી ઇમારત, ઇજનેરી અને શહેરી આયોજનનાં વાસ્તુશાસ્ત્રનના ક્ષેત્રમાં નવો આકાર આપનારી હોય. એ ઇચ્છા કરવામાં આવે છે કે એવોર્ડ પ્રાસંગિક ધોરણે આપવામાં આવે કે જ્યારે તેને વિશિષ્ટ પ્રોજેક્ટ તરીકે સ્વી્કારવામાં આવે. છતાં દરેક દસ કે પંદર વર્ષે આપવામાં આવે.

સીટીબીયુએચ (CTBUH) એવોર્ડ્ઝના પ્રમુખ એડ્રીયન સ્મીથ + ગોર્ડોન ગીલ આર્કિટેક્ચરે જણાવ્યું હતું કેઃ

"જજો વચ્ચે ચર્ચા થઇ હતી કે હયાત “બેસ્ટ ટોલ બિલ્ડિંગ ઓફ ધ યર”નો એવોર્ડ બુર્જ ખલિફા માટે યોગ્ય નથી. અમે અહીં એવી ઇમારતની વાત કરી રહ્યાં છીએ જેણે આર્કિટેક્ચરમાં જે પણ શક્ય હોય તેના આયામમાં પરિવર્તન લાવ્યું છે, એવી ઇમારત જે પૂર્ણ થતા પહેલા જ એક પ્રતીક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાઇ છે. "બિલ્ડિંગ ઓફ ધ સેન્ચ્યુરી" તેના માટે યોગ્ય શિર્ષક હોવાનું માનવામાં આવ્યું હતું."

બેઝ (BASE) જમ્પિંગ

ઇમારતે અધિકૃત અને બિનઅધિકૃત બેઝ (BASE) જમ્પિંગ એમ બંને માટે અનેક બેઝ (BASE) જમ્પર્સના અનુભવનો ઉપયોગ કર્યો હતોઃ

  • મે 2008માં, હાર્વ લી ગેલાઉ અને અનામી બ્રિટીશ વ્યક્તિએ ઇજનેરના વેશમાં બુર્જ ખલીફામાં ગેરકાયદેસર રીતે ઘૂષણખોરી કરી હતી (તે સમયે ઊંચાઈ આશરે 650 મીટર હતી) અને 160માં માળથી થોડા નીચેના માળની બાલ્કાનીમાંથી કૂદકો માર્યો હતો.
  • 8 જાન્યુઆરી, 2010મા સત્તામંડળની પરવાનગી સાથે અમિરાટ્સ એવિયેશન સોસાયટીના નાસર અલ નિયાદી અને ઓમાર અલ હેગેલને 672 m (2,205 ft) ઊંચાઈએ ઇમારતના 160માં માળ સાથે જોડાયેલ ક્રેન સસ્પેંડેડ પ્લેટફોર્મ પરથી સૌથી ઊંચો કૂદકો મારી સૌથી ઊંચા બેઝ (BASE) જમ્પનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. બે માણસોએ 220 km/h (140 mph)ની ઝડપે ઉભી છલાંગ લગાવી હતી. તેમની પાસે 90 સેકન્ડના કુદકામાં 10 સેકન્ડમાં તેમના પેરાશુટ ખોલવા માટે પુરતો સમય હતો.

મજૂરીનો વિવાદ

પ્રાથમિક રીતે બુર્જ ખલિફા દક્ષિણ એશિયાના કામદારો દ્વારા બાંધવામાં આવ્યું હતું. 17 જૂન, 2008ના રોજ બાંધકામ સ્થળે 7,500 કુશળ કામદારો રોકાયેલા હતા. 2006ના અખબારના અહેવાલો જણાવે છે કે કુશળ સુથારોને સ્થળ ખાતે પ્રતિ દિવસ 4.34 ઇંગ્લેન્ડના પાઉન્ડ કમાતાં હતાં અને મજૂરો ઇંગ્લેન્ડના 2.84 પાઉન્ડ કમાતા હતાં. બીબીસી (BBC)ની તપાસ અને હ્યુમન રાઇટ્સ વોચનો અહેવાલ જણાવે છે કે કામદારોને ખરાબ પરિસ્થિતિમાં રખાતા હતા. તેઓની મજૂરી ઘણીવાર અટકાવી દેવામાં આવતી હતી. તેમના રોજગારદાતા દ્વારા તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને તેઓ દયનીય હાલતમાં કામ કરતાં હતાં. જેનાથી સ્થળ પર દેખીતી રીતે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓ થઇ હતી. બુર્જ ખલિફા ટાવરના બાંધકામ સમયે બાંધકામ સંબંધી માત્ર એક જ મૃત્યુ નોંધાયું હતું છતાં, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે યુએઇ (UAE)માં કામના સ્થળે ઇજા અને મોતને “ ખરાબ રીતે ચિતરવામાં” આવ્યું છે.

21 માર્ચ, 2006ના રોજ, કામદારોની પાળી પુરી થાય તેના માટે મોડી રવાના કરવામાં આવતી બસોથી નારાજ આશરે 2500 કામદારોએ વિરોધ કર્યો હતો અને કાર, ઓફિસો, કમ્પ્યુટરો અને બાંધકામના સાધનોને નુકશાન પહોંચાડ્યું હતું. દુબઇના આંતરિક મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે તોફાનીઓએ 5 લાખ ઇંગ્લેંન્ડરના પાઉન્ડ જેટલું નુકશાન પહોંચાડ્યું હતું. તોફાનોમાં સામેલ મોટાભાગના કામદારો બીજા દિવસે પરત ફર્યા હતાં, પરંતુ કામ કરવાની ના પાડી દીધી હતી.

ગેલેરીઓ

બાંધકામ હેઠળની ઇમારત

બાંધકામ પશ્ચાત

આ પણ જુઓ

  • ડાઉનટાઉન દુબઇ
  • દુબઇમાં વિકાસશીલ પ્રોજેક્ટની યાદી
  • વિશ્વની સૌથી ઊંચી ઇમારતોની યાદી
  • દુબઇની સૌથી ઊંચી ઇમારતોની યાદી
  • વિશ્વની સૌથી ઊંચી ઇમારતો અને માળખાઓની યાદી
  • સંયુક્ત આરબ અમિરાતની સૌથી ઊંચી ઇમારતોની યાદી
  • 100 માળ કે તેથી વધુ માળ ધરાવતી ઇમારતોની યાદી

સંદર્ભો

બાહ્ય લિંક્સ

Records
પુરોગામી
Warsaw Radio Mast
646.38 m (2,120.67 ft)
World's tallest structure ever built
2008 – present
Incumbent
પુરોગામી
KVLY-TV mast
628.8 m (2,063 ft)
World's tallest structure
2008 – present
પુરોગામી
CN Tower
553.33 m (1,815.39 ft)
World's tallest free-standing structure
2007 – present
પુરોગામી
Taipei 101
509.2 m (1,670.6 ft)
World's tallest building
2010 – present
પુરોગામી
Willis Tower
108 floors
Building with the most floors
2007 – present

ઢાંચો:Dubai landmarks ઢાંચો:Supertall skyscrapers ઢાંચો:TBSW 55°16′26.8″E / 25.197139°N 55.274111°E / 25.197139; 55.274111

Tags:

બુર્જ દુબઈ વિગતબુર્જ દુબઈ પ્રારંભિક યોજનાબુર્જ દુબઈ ઊંચાઈબુર્જ દુબઈ સ્થાપત્ય અને ડિઝાઇનબુર્જ દુબઈ ખાસિયતોબુર્જ દુબઈ બાંધકામબુર્જ દુબઈ સ્વાગતબુર્જ દુબઈ મજૂરીનો વિવાદબુર્જ દુબઈ ગેલેરીઓબુર્જ દુબઈ આ પણ જુઓબુર્જ દુબઈ સંદર્ભોબુર્જ દુબઈ બાહ્ય લિંક્સબુર્જ દુબઈ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નિધિ ભાનુશાલીકારેલુંસોડિયમસુરત ડાયમંડ બુર્સભારતીય ચૂંટણી પંચઅરડૂસીઉપદંશગેની ઠાકોરભારતીય અર્થતંત્રમોરારજી દેસાઈઅકબરના નવરત્નોપ્રજાસત્તાક દિન (ભારત)નવનિર્માણ આંદોલનઝંડા (તા. કપડવંજ)મકર રાશિયજુર્વેદજૈન ધર્મરસિકલાલ પરીખચાતકનરસિંહ મહેતાવૈશ્વિકરણમાંગરોળ (સુરત) તાલુકોચંદ્રયાન-૩કચ્છનું નાનું રણકચ્છ જિલ્લોસ્વતંત્રતા દિવસ (ભારત)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબ્લૉગભારતીય જનતા પાર્ટીકેદારનાથગુરુ (ગ્રહ)કંપની (કાયદો)જન ગણ મનસોમનાથઉષા ઉપાધ્યાયમાઇક્રોસોફ્ટગાંધીનગર૦ (શૂન્ય)વિઘાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહિંમતનગરરાણકી વાવઅમિત શાહધોળાવીરાડુંગળીચીનનો ઇતિહાસપીડીએફહોકાયંત્રભારતીય ભૂમિસેનાલાલ બહાદુર શાસ્ત્રીદૂધજુનાગઢમોરબી જિલ્લોયુગભરવાડગુજરાત દિનસંત દેવીદાસલક્ષ્મી વિલાસ મહેલઉત્તરાખંડભારતીય સંગીતબેંક ઓફ બરોડાપરશુરામફણસગુજરાતી થાળીક્રાંતિભારતનો ઇતિહાસનાટ્યશાસ્ત્રલસિકા ગાંઠદિલ્હીવસ્તીવાંસઐશ્વર્યા રાયશબ્દકોશન્હાનાલાલબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયગુજરાતની ભૂગોળ🡆 More