સેલિનીયમ

સેલિનીયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૩૪, રાસાયણિક સંજ્ઞા Se, અને અણુભાર ૭૮.૯૬ છે.

આ એક અધાતુ છે, જેના ગુણધર્મો તેની પાસે આવેલા હેલોજન તત્વો , ગંધક અને ટેલુરિયમને મળતાં આવે છે. પ્રકૃતિમાં ભાગ્યેજ તે શુદ્ધ તાત્વિક સ્વરૂપે મળે છે, પણ અન્ય તત્વોના શુદ્ધિકરણમાં આ એક ઉપપેદાશ તરીકે મેળવાય છે.

સેલિનીયમ એ સલ્ફાઈડ ખનિજોમાં અળી આવે છે જેમકે પાયરાઈટ જ્યાં તે અમુક હદે ગંધકનું સ્થાન લે છે. દેલિનાઈડ અને સેલિનેટ હોય તેવી ખનિજો પણ મળી આવે છે પણ તે જવલ્લેજ મળે છે. આજે સેલિનીયમનો મુખ્ય ઉપયોગ કાંચ ઉદ્યોગ અને રંગ દ્રવ્ય બનાવવા માટૅ થાય છે. એક સમયે ઈલેક્ટ્રોનિક્સમાં આ તત્વ ઉપયોગિ હતું પણ હવે તેનું સ્થાન સિલિકોન અર્ધવાહક સાધનોએ લીધું છે. આ તત્વ એલ્ક વિલક્ષણ ગુણ ધર્મ ધરાવે છે, તે અંધારા કરતા અજવાળામાં વધુ સારી રીતે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે આથી આનો ઉપયોગ પ્રકાશીય કોષમાં થાય છે.

સેલિનિયમ ના ક્ષારો વધુ પ્રમાણમાં સેવન કરતાં ઝેરી સાબિત થાય છે, પણ આનો આંશિક ભાગ ઘણા જીવોના કોષીય કાર્યપ્રણાલી માટે જરૂરી હોય છે. આ ગ્લુટેથિયોન પેરોક્સિડેઝ અને થિયોરેડોક્સિન રીડ્યુક્ટેસ નામના ઉત્પ્રેરકોનો એક ભાગ હોય છે, આ ઉત્પ્રેરકો અપ્રત્યક્ષ રીતે અમુક ઓક્સિકૃત અનુઓને હટાવવામાં મદદ કરે છે. આ ત્રણ ડીઓડીનેઝ ઉત્પ્રેરકોમાં મળે છે જેઓ એક થાયરોઈડ સ્ત્રાવનું અન્ય માં રૂપાંતર કરે છે. અમુક વનસ્પતિની સેલિનીયમની જરૂરીયાત તેની પ્રજાતિ અનુસાર બદલાય છે, તેમાં અમુક પ્રજાતિને તો સેલિનિયમની જરૂરીયાત્ જરાપણ નથી હોતી.

સંદર્ભ



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલબકરી ઈદશહીદ દિવસ૨૦૦૧ ગુજરાત ધરતીકંપજમ્મુ અને કાશ્મીરભારતીય રૂપિયોકન્યા રાશીમીન રાશીએશિયાઇ સિંહલીમડોગુજરાતી લોકોકનૈયાલાલ મુનશીમતદાનમોહમ્મદ રફીમણિશંકર રત્નજી ભટ્ટકમ્પ્યુટર હાર્ડવેરભારત રત્નફ્રાન્સની ક્રાંતિઉપેન્દ્ર ત્રિવેદીતાપમાનતકમરિયાંકુંભ રાશીપિરામિડઅપ્સરારાજસ્થાનીધનુ રાશીમુસલમાનહિમાલય૦ (શૂન્ય)કર્મસોપારીબહુચર માતામહંમદ ઘોરીચીકુદિપડોSay it in Gujaratiગરબાગુજરાત પોલીસસ્નેહલતાકેદારનાથ જ્યોતિર્લિંગભગત સિંહકેરમમીરાંબાઈજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતના લોકસભા મતવિસ્તારોપરબધામ (તા. ભેંસાણ)રક્તપિતલોક સભાઅખેપાતરપારસીજય શ્રી રામડાકોરબારોટ (જ્ઞાતિ)ક્ષત્રિયજાંબુ (વૃક્ષ)દેવાયત બોદરચીપકો આંદોલનસ્લમડોગ મિલિયોનેરકુમારપાળચાંપાનેરઝંડા (તા. કપડવંજ)ગઝલપરશુરામરાજેન્દ્ર શાહભારતીય જનસંઘપાણીનું પ્રદૂષણકચ્છનો ઇતિહાસયાદવભરૂચ જિલ્લોગાંધીનગરનરેન્દ્ર મોદીકુતુબ મિનારરસાયણ શાસ્ત્રરવિન્દ્રનાથ ટાગોરવિરાટ કોહલીવિક્રમોર્વશીયમ્સંજ્ઞા🡆 More