તારો

તારો એ તેજસ્વી ઝગમગતાં ગરમ પદાર્થનો ખૂબ મોટો અવકાશી ગોળો છે.

તે પદાર્થને પ્લાઝમા કહેવામાં આવે છે. તારાઓ ગુરુત્વાકર્ષણ દ્વારા એક સાથે જકડાયેલાં રહે છે. તેઓ ઉષ્મા અને પ્રકાશ આપે છે કારણ કે તેઓ ખૂબ જ ગરમ છે. એક અંદાજ અનુસાર દેખીતા બ્રહ્માંડમાં ૧૦૨૪ તારાઓ છે, પણ મોટા ભાગનાં પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાતાં નથી.

તારો
ક્રેબ નેબુલા, સુપરનોવાના અવશેષો, જે પ્રથમવાર ૧૦૫૦ની આસપાસ જોવા મળ્યા હતા.

તારાઓ ગરમ છે કારણ કે તેમની અંદર પરમાણુ પ્રતિક્રિયાઓ થાય છે અને તે પ્રતિક્રિયાઓને અણુ સંમિશ્રણ કહેવામાં આવે છે. પરમાણુ ફ્યુઝન પ્રકાશ અને ગરમીની સાથે સાથે મોટા-મોટા રાસાયણિક તત્વો બનાવે છે. તારાઓમાં ઘણો હાઇડ્રોજન હોય છે. પરમાણુ ફ્યુઝન હાઇડ્રોજનને હિલીયમમાં બદલી નાખે છે. જ્યારે કોઈ તારો વૃદ્ધ થાય છે, ત્યારે તે હીલિયમને કાર્બન અને ઓક્સિજન જેવા અન્ય મોટા રાસાયણિક તત્વોમાં બદલવાનું શરૂ કરે છે. ફ્યુઝન ઘણી ઉર્જા બનાવે છે. આ ઉર્જા તારાને ખૂબ ગરમ બનાવે છે. તારાઓ તેમનાં દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા પ્રકાશ તરીકે છોડે છે. બાકીના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના અન્ય પ્રકારો તરીકે છોડે છે.

પૃથ્વીનો સૂર્ય

પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. સૂર્યની ઉર્જા વનસ્પતિ માટે પ્રકાશ પ્રદાન કરીને પૃથ્વી પરના લગભગ તમામ જીવનને ટેકો આપે છે. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ નામની પ્રક્રિયામાં પ્રકાશને ઉર્જામાં ફેરવે છે. સૂર્યની ઉર્જા પૃથ્વી પર હવામાન અને ભેજનું કારણ પણ બને છે.

જ્યારે સૂર્ય નીચે આવે છે ત્યારે આપણે રાતના આકાશમાં અન્ય તારાઓ જોઈ શકીએ છીએ. સૂર્યની જેમ તેઓ મોટે ભાગે હાઇડ્રોજન અને થોડો હિલીયમ વત્તા અન્ય તત્વોથી બનાવવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓ ઘણીવાર તે અન્ય તારાઓની તુલના સૂર્ય સાથે કરે છે. ઉદાહરણ તરીકે તેમના દ્રવ્યમાન સૌર દ્રવ્યમાન (સોલર માસ)માં આપવામાં આવે છે. એક નાનો તારો ૦.૨ સોલર માસનો હોઈ શકે છે, એક મોટો તારો ૦.૪ સોલાર માસનો હોય છે.

સામાન્ય રીતે કોઈ તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશવર્ષ કે પછી ઍસ્ટ્રોનોમિકલ યુનિટમાં અપાતું હોય છે. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર કે જે અંદાજે ૯.૪૬ ટ્રીલિયન કીલોમીટર છે. તેમાં ઍસ્ટ્રોનોમિકલ યુનિટ (AU) નું મૂલ્ય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનાં સરેરાશ અંતર જેટલું હોય છે; તેનું બરાબર મૂલ્ય ૧૪૯,૫૯૭,૮૭૦,૭૦૦ મીટર છે.

નજીકનો તારો

પ્રોક્સિમા સેંચ્યુરી એ તારો છે જે આપણા સૂર્યની સૌથી નજીક છે. તે ૩૯.૯ ટ્રિલિયન કીલોમીટર દૂર છે જેનો મતલબ ૪.૨ પ્રકાશવર્ષ દૂર છે. આનો અર્થ એ છે કે આ તારાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવામાં ૪.૨ વર્ષ લે છે.

સંદર્ભ

Tags:

ગુરુત્વાકર્ષણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જૈન ધર્મપક્ષીદિવેલબ્લૉગરતન તાતાગ્રીનહાઉસ વાયુવૈશ્વિકરણશહીદ દિવસઇસ્લામરથયાત્રાગાંધી આશ્રમઅશ્વત્થામાભારતીય બંધારણ સભાટાઇફોઇડવૈશાખચંદ્રગુપ્ત પ્રથમમધ્ય પ્રદેશઇસરોઇસ્કોનપ્રાચીન ઇજિપ્તધારાસભ્યપુરૂરવાગુજરાતી લોકોઅરવિંદ ઘોષચક્રવાતબકરી ઈદગુજરાતી સાહિત્યચોઘડિયાંરશિયાગુજરાતી રંગભૂમિકાકાસાહેબ કાલેલકરચંપારણ સત્યાગ્રહબનાસકાંઠા લોક સભા મતવિસ્તારમીઠુંમોહેં-જો-દડોઇસુઆયુર્વેદઘઉંઉદ્યોગ સાહસિકતાસવિતા આંબેડકરભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસમય માપવાનાં સાધનોનો ઇતિહાસવિનોદિની નીલકંઠજળ શુદ્ધિકરણપાંડવવિરાટ કોહલીસાગદ્વારકાધીશ મંદિરભોંયરીંગણીદાદા હરિર વાવગુજરાતી ફિલ્મોની યાદીરંગપુર (તા. ધંધુકા)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોવિશ્વ પર્યાવરણ દિવસરવિન્દ્રનાથ ટાગોરઆકરુ (તા. ધંધુકા)ઉપેન્દ્ર ત્રિવેદીઘોડોશ્યામજી કૃષ્ણ વર્માપિત્તાશયદાંડી સત્યાગ્રહપર્યાવરણીય શિક્ષણગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)વિક્રમ ઠાકોરભગવદ્ગોમંડલમોહમ્મદ રફીપટેલહાથીરાશીગુજરાત વિધાનસભામાછલીઘરકોળીદુલા કાગગતિના નિયમોભરૂચ🡆 More