શાસ્ત્રીય સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંગીતનું મુખ્ય અંગ છે.

આ સંગીતને અન્ય દેશોમાં 'કલાસિકલ મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય ગાયન શબ્દ પ્રધાન નહીં પણ ધ્વનિ પ્રધાન હોય છે. ધ્વનિનું જ તેમાં સવિશેષ મહત્વ હોય છે. અન્ય સંગીતમાં ગાયન અને તેના શબ્દો કોઇ ચોક્કસ વિષયની અભિવ્યક્તિ કરતાં હોય છે અને શ્રોતાઓને એ વિષયના ઊંડાણમાં ખેંચી જઇને તલ્લીન બનાવે છે, જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યક્ત થતા વિષયના બદલે સ્વરના આરોહ-અવરોહને જ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અન્ય સંગીત દ્વારા શ્રોતાઓ શબ્દો દ્વારા જે તે વિષય સાથે તદ્રુપ થઈને મજા માણી શકે છે જ્યારે આમેં તેવું ન હોવાથી સ્વાભાવિક રીતે જ શાસ્ત્રીય સંગીત કેટલાક લોકોને કંટાળાજનક લાગે છે. તે ખામી આ સંગીતની નથી પણ તેને સમજી ન શકવાના કારણે છે. અન્ય સંગીતની તુલનાએ શાસ્ત્રીય સંગીતને ઊચ્ચ પ્રકારનું માનવામાં આવે છે. 

ઇતિહાસ

ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા ભરત મુનિના નાટ્યશાસ્ત્ર અને તે પહેલાં સામવેદ ગાયન માટે થતી હોવાના ઉલ્લેખો છે. ભરત મુનિ દ્વારા રચિત ભરત નાટ્યમ્ ભરતીય શાસ્ત્રીય સંગીતનો પ્રથમ હસ્ત લિખિત ગ્રંથ છે જે હાલ ઉપલબ્ધ છે. આ ગ્રંથની રચનાના સમય અંગે ઘણા મતભેદો છે. આજના ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાએ મહત્વપૂર્ણ પાસાઓની સમજણ આ ગ્રંથમાં છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્ર બાદ માતંગ મુનિ રચિત બૃહદેશી, શારંગદેવ રચિત સંગીત રત્નાકરને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગ્રંથો માનવામાં આવે છે. બારમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલા આ ગ્રંથોમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યકળાનું વિસ્તૃત વર્ણન છે.

સંગીત રત્નાકરમાં કેટલાએ તાલોનો ઉલ્લેખ છે અને તેનાથી ખબર પડે છે કે ભારતીય પારંપરિક સંગીતમાં બદલાવો આવવાના શરુ થઈ ગયા હતા. સગત વધુ ઉદાર બન્યું હતું પણ મૂળતત્વ એનુ એ જ રહ્યું હતું. ૧૧મી અને ૧૨મી સદીમાં મુસ્લિમ સભ્યતાના પ્રસારથી ઉત્તર ભારતીય સંગીતની દિશાને નવો આયામ મળ્યો. રાજદરબારોમાં સંગીતકળાને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું. અનેક શાસકોએ ભારતની પ્રાચીન સંગીતકળાને પ્રોત્સાહિત કરી અને આવશ્યક્તા તથા રુચી અનુસાર તેમાં અનેક ફેરફારો પણ કર્યા. આ રીતે ખયાલ ગઝલ જેવી નવી શૈલીઓ પણ પ્રચલનમાં આવી. કેટલાક નવા વાદ્યો સાથે પણ સંગીતકળાનું અનુસંધાન થયું.

ચિત્રો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગોવર્ધનરામ ત્રિપાઠીતાપી નદીજય જય ગરવી ગુજરાતઆણંદ લોક સભા મતવિસ્તારરાજસ્થાનીમાધ્યમિક શાળાસોલર પાવર પ્લાન્ટલિવરપૂલ ફૂટબોલ ક્લબઅક્ષાંશ-રેખાંશગીતા રબારીસાર્કરવિ પાકશ્રીમદ્ રાજચંદ્રસંસ્થાપાટીદાર અનામત આંદોલનસામાજિક વિજ્ઞાનજળ શુદ્ધિકરણતીર્થંકરક્ષેત્રફળબિન-વેધક મૈથુનશિક્ષકપવનચક્કીઆત્મહત્યાઅમદાવાદના દરવાજાસામાજિક ન્યાયવલ્લભભાઈ પટેલસંત દેવીદાસજૂથમધ્યકાળની ગુજરાતીનાટ્યશાસ્ત્રઆહીરમૂળરાજ સોલંકીજાવા (પ્રોગ્રામિંગ ભાષા)કમ્પ્યુટર હાર્ડવેરસામવેદઝવેરચંદ મેઘાણીઅમરેલી જિલ્લોરંગપુર (તા. ધંધુકા)ગુજરાતના રાજ્યપાલોદાહોદઅભિમન્યુલોકગીતમહિનોઆદિ શંકરાચાર્યજામનગરપોરબંદરજ્યોતિષવિદ્યાબીલીગરમાળો (વૃક્ષ)ભારતીય ચૂંટણી પંચસુરત જિલ્લોતરબૂચશુક્લ પક્ષનવરાત્રીચુનીલાલ મડિયાદલપતરામદમણ અને દીવકાચબોબનાસકાંઠા જિલ્લોનિરોધપાણીસામાજિક પરિવર્તનકેરમનિબંધનાટ્યકલાસમરજિતસિંહ ગાયકવાડરાણકી વાવદિપડોરોગકળિયુગપરમાણુ ક્રમાંકવિક્રમ સારાભાઈક્ષય રોગવિદુરભારતનું સ્થાપત્યશાહજહાંશરદ ઠાકરવીર્ય સ્ખલનહોકી🡆 More