બુધ સૂર્યમંડળ ના આઠ ગ્રહો માં સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે.
તેનો આવર્તકાળ ૮૮ દિવસ(પૃથ્વી ના) જેટલો છે એટલે કે તે સૂર્ય ની ફરતે ૮૮ દિવસ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૃથ્વી પરથી જોતા, પોતાની કક્ષા ની આસપાસ લગભગ ૧૧૬ દિવસ જેટલો સમય લાગે છે,જે બીજા કોઈ પણ ગ્રહ કરતા ઘણો વધારે ઝડપી છે. આ અતિ ઝડપી ગતિ ના લીધે, ખુબ ઝડપ થી ઉડતા દેવતાઓ ના સંદેશવાહક રોમન દેવતા બુધ ના નામ પરથી આ ગ્રહ નું નામ બુધ રાખવામાં આવ્યું. ગરમી પ્રતીધારિત(જાળવી) રાખવા માટે બુધ ગ્રહ પર વાતાવરણ ન હોવાથી, બુધ ગ્રહ ની સપાટી તાપમાન નો ખુબ જ મોટો ફેરફાર અનુભવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં રાત્રે તાપમાન ૧୦୦ કેલ્વીન (-૧૭૩° સેલ્સિયસ । -૨૮୦° ફેરનહીટ) થી લઈને દિવસે ૭୦୦ કેલ્વીન ( ૪૨૭° સેલ્સિયસ । ૮୦୦° ફેરનહીટ) સુધી હોય છે. ધ્રુવો નું તાપમાન સતત ૧૮୦ કેલ્વીન ( -૯૩° સેલ્સિયસ । -૧૩૬° ફેરનહીટ) કરતા નીચું હોય છે. બુધ ની અક્ષો નો ઝુકાવ માત્ર એક અંશ ના ૩୦ માં ભાગ જેટલો(૧/૩୦ અંશ) છે જે સૂર્ય મંડળ ના કોઈ પણ ગ્રહ કરતા સૌથી નાનો ઝુકાવ છે, પણ તેની ભ્રમણ કક્ષા ની ઉત્કેન્દ્રતા સૌથી મોટી છે. પોતાની કક્ષા ના ઉચ્ચબિંદુ ( કક્ષા માં સૂર્ય થી સૌથી દુરનું અંતર) પાસે તે કક્ષા માં સૂર્ય પાસેના ન્યુનતમ અંતર કરતા ૧.૫ ઘણો વધારે દુર હોય છે.બુધ ની સપાટી ખુબ જ ખાડાઓ વાળી છે અને દેખાવે ચંદ્ર ને મળતી આવે છે, જે સૂચવે છે કે તે ભૌગોલિક રીતે અબજો વર્ષો થી નિષ્ક્રિય છે.
MESSENGER image of Mercury with three visible colors mapped to 1000 nm, 700 nm, and 430 nm wavelengths | |||||||||||||
Designations | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈmɜːrkjəri/ (listen) | ||||||||||||
Adjectives | Mercurian, Mercurial | ||||||||||||
Orbital characteristics | |||||||||||||
Epoch J2000 | |||||||||||||
Aphelion |
| ||||||||||||
Perihelion |
| ||||||||||||
Semi-major axis |
| ||||||||||||
Eccentricity | 0.205 630 | ||||||||||||
Orbital period (sidereal) |
| ||||||||||||
Orbital period (synodic) | 115.88 d | ||||||||||||
Average orbital speed | 47.87 km/s | ||||||||||||
Mean anomaly | 174.796° | ||||||||||||
Inclination |
| ||||||||||||
Longitude of ascending node | 48.331° | ||||||||||||
Argument of perihelion | 29.124° | ||||||||||||
Known satellites | None | ||||||||||||
Physical characteristics | |||||||||||||
Mean radius |
| ||||||||||||
Flattening | 0 | ||||||||||||
Surface area |
| ||||||||||||
Volume |
| ||||||||||||
Mass |
| ||||||||||||
Mean density | 5.427 g/cm3 | ||||||||||||
Surface gravity |
| ||||||||||||
Escape velocity | 4.25 km/s | ||||||||||||
Sidereal rotation period |
| ||||||||||||
Equatorial rotation velocity | 10.892 km/h (3.026 m/s) | ||||||||||||
Axial tilt | 2.11′ ± 0.1′ | ||||||||||||
North pole right ascension |
| ||||||||||||
North pole declination | 61.45° | ||||||||||||
Albedo |
| ||||||||||||
| |||||||||||||
Apparent magnitude | −2.6 to 5.7 | ||||||||||||
Angular diameter | 4.5" – 13" | ||||||||||||
Atmosphere | |||||||||||||
Surface pressure | trace | ||||||||||||
Composition by volume |
| ||||||||||||
બુધ અથવા સોમ તરીકે ઓળખાતો બુધગ્રહ વેપારવાણીજ્યનો સ્વામી અને તેનો રક્ષક ગણવામાં આવે છે. પુરાણોના મતે બુધ ચંદ્ર અને બૃહસ્પતિની પત્ની તારાનો પુત્ર છે. બુધની પત્નીનું નામ ઇલા છે. બુધના પુત્રનું નામ પુરૂરવા છે.
બુધનો દેખાવ કોમળ, છટાદાર અને થોડો લીલાશ પડતો છે. તામિલનાડુ ખાતેનાં શ્વેતારણ્યેશ્વર મંદિરમાં આવેલી બુધની પ્રતિમાના હાથમાં તલવાર, ગદા અને ઢાલ છે, તથા તેઓ પાંખોવાળાઅ સિંહ પર સવારી કરતા દર્શાવામાં આવ્યાં છે. અન્ય આકૃતિઓમાં તેઓ રાજદંડ અને કમળ પકડેલાં અને જાજમ પર બેઠેલા અથવા ગરૂડ અથવા સિંહોથી ખેંચાતા રથ પર સવારી કરતાં દર્શાવામાં આવ્યાં છે.
બુધને બુધવારના સ્વામી પણ ગણવામાં આવે છે.
બુધનો જન્મ તારાના કુખે થાય છે. ચંદ્રદેવે બુધના પિતા હોવાનો દાવો કર્યો હતો, પણ તારાએ મૌન જાળવ્યું. આ વિષય પર બુધ પોતે અત્યંત ગુસ્સે થયા અને તારાને સત્ય કેહેવા જણાવ્યું. ત્યારે તારા કહે છે કે, ચંદ્રના પિતા બુધ છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article બુધ (ગ્રહ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.