તાપમાન: ઉષ્ણતાનું માપ

તાપમાન કોઈ પણ જગ્યા કે વસ્તુની ઉષ્ણતાનું માપ છે.

એટલે કે, તાપમાન દ્વારા એમ જાણી શકાય છે કે કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી. ઉદાહરણરૂપે, જો કોઈ એક અસ્તુનું તાપમાન ૨૦ અંશ છે અને અન્ય બીજી અસ્યુનું તાપમાન ૪૦ અંશ છે, તો એમ કહી શકાય કે અન્ય બીજી વસ્તુ પહેલી વસ્તુ કરતાં ગરમ છે.

એક અન્ય ઉદાહરણ - જો બેંગલોર શહેર ખાતે, ૪ ઓગસ્ટ ૨૦૦૬ના રોજ સરેરાશ તાપમાન ૨૯ ડિગ્રી સેન્ટિગ્રેડ હતું અને ૫ ઓગસ્ટના રોજ તાપમાન ૩૨ ડિગ્રી સેન્ટિગ્રેડ હતું, તો બેંગલોર ૫ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ ૪ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજની સરખામણીમાં વધારે ગરમ હતું.

એકમ

ઉપરોક્ત ઉદાહરણોમાં તાપમાનને અંશ તેમ જ ડિગ્રીમાં દર્શાવવામાં આવ્યું છે, જે વાસ્તવમાં જુદા જુદા એકમો વડે દર્શાવવામાં આવે છે - સેલ્સિયસ, કૅલ્વિન, ફેરનહીટ, રોમર વગેરે.

સેલ્સિયસ

આ એકમને સેન્ટિગ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકમ મુજબ પાણી, સામાન્ય દબાણે ૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જામી જાય છે અને ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળવા માંડે છે.

આ એકમનો ઉપયોગ દૈનિક કાર્યોમાં મોટાભાગે થતો જોવા મળે છે.

કેલ્વિન

આ એકમ અનુસાર પાણી, સામાન્ય દબાણે ૨૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને જામી જાય છે અને ૩૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને ઉકળવા માંડે છે.

આ એકમનો ઉપયોગ વૈજ્ઞાનિક ગણનાઓ તથા અન્ય કાર્યોમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે.

ફેરનહીટ

આ એકમ અનુસાર પાણી, સામાન્ય દબાણે ૩૨ ડિગ્રી ફેરનહીટ તાપમાને જામી જાય છે અને ૨૧૨ ફેરનહીટ તાપમાને ઉકળવા માંડે છે. પરંપરાગત થર્મોમીટર, કે જેનો ઉપયોગ તાવના દર્દીના શરીરનું તાપમાન માપવા માટે કરવામાં આવે છે, તેમાં આ એકમ વડે તાપમાન દર્શાવવામાં આવે છે. માણસના શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૬ °ફેરનહીટ (૩૭.૦ ° સેન્ટિગ્રેડ) જેટલું ગણાય છે. આ તાપમાન કરતાં વધારે તાપમાન હોય તો તે માણસ જ્વરપીડિત એટલે કે તાવનો દર્દી ગણાય છે.

આ એકમનો ઉપયોગ દૈનિક હવામાન તથા અન્ય કાર્યોમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે.

રોમર

આ એકમ અનુસાર પાણી, સામાન્ય દબાણે ૦ (શૂન્ય) ડિગ્રી રોમર તાપમાને જામી જાય છે અને ૮૦ ડિગ્રી કૅલ્વિન તાપમાને ઉકળવા માંડે છે.

આ એકમનો ઉપયોગ ઘણા ઓછા પ્રમાણમાં થતો જોવા મળે છે.

Tags:

તાપમાન એકમતાપમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંતરરાષ્ટ્રીય મહિલા દિનસ્વામી વિવેકાનંદકર્મ યોગનગરપાલિકાઇસ્લામીક પંચાંગશિવાજીચાણક્યમતદાનપાંડવભગવતીકુમાર શર્મામનાલીઅશોકધારાસભ્યક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસુભાષચંદ્ર બોઝઅમદાવાદ જિલ્લોતત્ત્વસ્વાદુપિંડનરેશ કનોડિયાભરૂચલસિકા ગાંઠલીંબુઆસામનરેન્દ્ર મોદીસિકંદરચંદ્રવિક્રમ સારાભાઈસામાજિક પરિવર્તનજામનગરહિંદુ અવિભક્ત પરિવારસંસ્કૃત ભાષાઝંડા (તા. કપડવંજ)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમહિનોજાહેરાતઉપેન્દ્ર ત્રિવેદીગુજરાત ટાઇટન્સગુજરાત વિધાનસભાશ્રીમદ્ ભગવદ્ ગીતાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારત રત્નત્રિકમ સાહેબનરસિંહસ્વામિનારાયણ મંદિર, અમદાવાદવિરાટ કોહલીરાધારાષ્ટ્રવાદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાતના શક્તિપીઠોસોડિયમસમાન નાગરિક સંહિતાપિરામિડજાપાનનો ઇતિહાસભોંયરીંગણીસવિતા આંબેડકરજમ્મુ અને કાશ્મીરસિતાંશુ યશશ્ચન્દ્રભારતીય જનતા પાર્ટીઅમદાવાદ બીઆરટીએસઇસુશિક્ષણનું સમાજશાસ્ત્રભારતના વડાપ્રધાનવાયુનું પ્રદૂષણસોનુંરાવણભારતનું બંધારણસિંગાપુરકર્ક રાશીહિમાલયકેન્સરઇસરોઔદ્યોગિક ક્રાંતિદસ્ક્રોઇ તાલુકોમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમતુલા રાશિકુંભ રાશીઆમ આદમી પાર્ટીનરસિંહ મહેતા🡆 More