શામળાજીનો મેળો

શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો મેળો છે.

આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે, આ લોકો શામળાજી (બળીયા બાવજી) માં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ગુજરાતના વિવિધ પ્રદેશો તેમજ રાજસ્થાન રાજ્યમાંથી પણ લોકો આ મેળામાં આવે છે.

સ્થળ

અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદી અને પિંગળા નદી ના સંગમ સ્થાન કાંઠે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં આ મેળો ભરાય છે.

સમય

શામળાજીનો મેળો દેવઊઠી અગિયારસથી પૂનમ સુધી ભરાય છે, જે ગુજરાતનો સૌથી લાંબા સમય સુધી ચાલતો મેળો છે.

ઇતિહાસ

શામળાજીનું મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ શામળાજીની આજુબાજુના વિસ્તારમાંથી મળેલા અવશેષોના આધારે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આ મંદિર ઈ.સ. ૪૦૦ થી ઈ.સ. ૫૦૦ ના અરસામાં બંધાયેલ હોવાનું અનુમાન છે.

શામળાજીના નિર્માણ પાછળ ત્રણ દંતકથાઓ પ્રચલિત છે:

(૧) એક મત મુજબ એક વખત બ્રહ્મા પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ તીર્થની શોધ કરતા કરતા શામળાજી આવી પહોંચ્યા અને ત્યાં રોકાઈ તેમણે તપ અને યજ્ઞ પ્રારંભ કર્યા. પરિણામે ભગવાન વિષ્ણુ શામળાજી સ્વરૂપે પ્રગટ થયા અને ત્યાં સ્થાપિત થયા.

(૨) અન્ય એક દંતકથા મુજબ દેવોના સ્થપતિ વિશ્વકર્માએ આ મંદિરને એક રાતમાં બાંધ્યું હતું.

(૩) ત્રીજી દંતકથા મુજબ એક આદિવાસી ખેડૂતને ખેતી કરતી વખતે અહીંથી શામળાજીની મૂર્તિ મળી હતી. ત્યાં વૈષ્ણવ ભક્તો દ્વારા મંદિર બંધાવવામાં આવ્યું.

મહત્વ

શામળાજીના મેળામાં બ્રાહ્મણો,વાણિયાઓ,રાજપૂતો અને પાટીદારો ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ શ્રદ્ધાળુ લોકો આ મેળામાં દર્શન કરવા અને મેળાને માણવા આવે છે. બે લાખથી વધુ લોકો આ મેળામાં દર્શન કરવા છે. આ મેળામાં મંત્ર-તંત્રની સાધના કરવા ભૂવાઓ-બાવાઓ પણ મોટી સંખ્યામાં આવતા જણાય છે.

મેળામાં દૂરથી રંગબેરંગી વસ્ત્રો પહેરી આવેલા અસંખ્ય લોકોમાં મુખ્યત્વે ‘ગરાસિયા’ કોમના લોકો વિશેષ જોવા મળે છે. શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ મહત્વ છે.

શામળાજીના મેળામાં આદિવાસી પ્રજા પોતાના પરંપરાગત પહેરવેશ અને આભુષણથી શોભતા અને ગીતો ગાતા મેળામાં નજરે પડે છે. મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે!' યુવક યુવતીઓ પોતાના મનમાં માનેલા જીવનસાથીને મળતા હોય છે. મેળામાંથી વડેલા, કાનકુલ, મડળીયા, હાથવાળા, અમ્બળો જવાળાં, રમજા કે ઝાંઝર વગેરે ચાંદીના ઘરેણાની ખરીદી કરે છે. આદિવાસી સ્ત્રીઓ છુંદણાંની ખુબ શોખીન હોય છે. તેઓ મેળામાં છુંદણાં છુંદાવે છે. આ મેળામાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ પોતાની દુકાનો ચાલુ કરે છે.

મેળામાં આવતા લોકોને રહેવા માટેની પણ ધર્મશાળાઓ પણ છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

શામળાજીનો મેળો સ્થળશામળાજીનો મેળો સમયશામળાજીનો મેળો ઇતિહાસશામળાજીનો મેળો મહત્વશામળાજીનો મેળો સંદર્ભોશામળાજીનો મેળો બાહ્ય કડીઓશામળાજીનો મેળોઆદિવાસીકારતક સુદ ૧૫

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામનવમીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મહાભારતઆયુર્વેદપોરબંદરમોરબીબૌદ્ધ ધર્મ૧૮૫૭ની ભારતીય ક્રાંતિભારતીય માનક સમયનેહા મેહતાબાબાસાહેબ આંબેડકરભારતઅબ્દુલ કલામચાણક્યગોખરુ (વનસ્પતિ)સંસ્કારગુજરાતકરમદાંસાતપુડા પર્વતમાળામીરાંબાઈવિક્રમોર્વશીયમ્નેપાળવિઘાભુજમિથુન રાશીઉપનિષદરામદેવપીરદિવાળીબેન ભીલનિરંજન ભગતરક્તના પ્રકારવેદબુધ (ગ્રહ)ગુજરાત સમાચારભારતીય બંધારણ સભાહિંદુબકરી ઈદભારતમાં મહિલાઓબારડોલી સત્યાગ્રહધારાસભ્યકારડીયારા' નવઘણઝૂલતા મિનારાસપ્તર્ષિકેનેડાવિશ્વ વેપાર સંગઠનવિરાટ કોહલીરણજિતરામ સુવર્ણચંદ્રકપિરામિડકન્યા રાશીમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમહળદરવાઘેલા વંશભારતીય નાગરિકત્વહમીરજી ગોહિલનિયમભારતનું સ્થાપત્યઅખેપાતરઝાલાકબજિયાતદાસી જીવણશહેરીકરણજુનાગઢસંચળગુજરાતી થાળીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મનોવિજ્ઞાનસંસ્કૃત ભાષાઆવળ (વનસ્પતિ)રામાયણનાં વિવિધ સંસ્કરણોખજુરાહોભારતીય ચૂંટણી પંચગુજરાતની નદીઓની યાદીવૈશ્વિક આબોહવા પરિવર્તનનવનિર્માણ આંદોલનમકરધ્વજકમ્પ્યુટર હાર્ડવેરમાર્કેટિંગ🡆 More