સ્ટીવન પ્રુઇટ

સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે.

૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેને ૨૦૧૭માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પરના ૨૫ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવક વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રુઇટ, "સેર એમેન્ટીઓ દી નિકોલાઓ" (ઓપેરાનું એક પાત્ર) છદ્મ નામથી સંપાદનો કરે છે. તેઓ વુમન ઇન રેડ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકિપીડિયા પર પદ્ધતિસરના પૂર્વગ્રહ સામે લડે છે.

સ્ટીવન પ્રુઇટ
સ્ટીવન પ્રુઇટ
સ્ટીવન પ્રુઇટ, ૨૦૨૨
જન્મની વિગત૧૯૮૪
શિક્ષણ સંસ્થાકોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરી (કલા ઇતિહાસમાં બી.એ.)
સક્રિય વર્ષો૨૦૦૬–વર્તમાન
પ્રખ્યાત કાર્યઅંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો
પુરસ્કારોટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પર ૨૫ સૌથી પ્રભાવશાળી લોકોમાં (૨૦૧૭) પસંદગી

પ્રારંભિક જીવન અને શિક્ષણ

પ્રુઇટનો જન્મ ૧૯૮૪ની આસપાસ ટેક્સાસના સાન એન્ટોનિયોમાં થયો હતો, જે રશિયન યહૂદી ઇમિગ્રન્ટ અલ્લા પ્રુઇટ અને વર્જિનિયાના રિચમંડના ડોનાલ્ડ પ્રુઇટના એકમાત્ર સંતાન હતા. તેમણે ૨૦૦૨માં વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં સેન્ટ સ્ટીફન્સ એન્ડ સેન્ટ એગ્નિસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૬માં કલા ઇતિહાસની ડિગ્રી મેળવી હતી.

કારકિર્દી

પ્રુઇટ યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન માટેના કોન્ટ્રાક્ટર છે, જ્યાં તે રેકોર્ડ્સ અને માહિતી વિભાગમાં કાર્યરત છે.

વિકિપીડિયા સંપાદન

પ્રુઇટે ૨૦૦૪માં વિકિપીડિયામાં સંપાદન કરવાનું શરૂ કર્યું. તેમનો પ્રથમ વિકિપીડિયા લેખ પીટર ફ્રાન્સિસ્કો વિશે હતો, જે પોર્ટુગીઝમાં જન્મેલા ક્રાંતિકારી યુદ્ધ હીરો "વર્જિનિયા હર્ક્યુલસ" તરીકે ઓળખાય છે, જે પ્રુઇટના "મહાન પરદાદા" હતા. ૨૦૦૬ માં જ્યારે તેઓ કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરીમાં હતા ત્યારે પોતાનું વર્તમાન સભ્ય ખાતું બનાવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં, પ્રુઇટે વિકિપીડિયામાં ૩૦ મિલિયનથી વધુ સંપાદનો કર્યા હતા, જે અંગ્રેજી વિકિપિડિયાના અન્ય સંપાદકો કરતા વધુ છે. ૨૦૧૫ માં તેમણે સંપાદક જસ્ટિન કેનપ્પને પાછળ છોડી સંપાદન સંખ્યામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પ્રુઇટનું માનવું છે કે તેણે જૂન ૨૦૦૪માં વિકિપીડિયામાં પ્રથમ સંપાદન કર્યું હતું. તેમના સંપાદનોમાં વિકિપીડિયા પરના લિંગભેદને પહોંચી વળવા ૬૦૦ થી વધુ મહિલાઓ પર લેખો બનાવવાનો સમાવેશ થાય છે.

ઇન્ટરવ્યુ

પ્રુઇટને જાન્યુઆરી ૨૦૧૯માં સીબીએસ ધીસ મોર્નિંગ પર રજૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં પ્રુઇટે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે તેના દૂરના પૂર્વજ (પીટર ફ્રાન્સિસ્કો) વિશે પ્રથમ લેખ પર કામ કર્યું હતું. તેણે વિકિપીડિયા પર નોંધપાત્ર મહિલાઓના કવરેજને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાની તેની પ્રતિબદ્ધતાનું વર્ણન કર્યું હતું.

અંગત જીવન

પ્રુઇટની વિકિપીડિયા સિવાયની રુચિઓમાં 'કેપિટલ હિલ ચોરલે' શામેલ છે, જેમાં તે ગાયક છે. તે ઓપેરાના એક ચાહક છે. અને તેનું વર્તમાન સભ્ય નામ પણ ૧૯૧૮ના એક ઓપેરાના નાનકડા પાત્ર પરથી પસંદ કર્યું છે.

ગૌરવ

  • ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પર ૨૫ સૌથી પ્રભાવશાળી લોકોમાં (૨૦૧૭) પસંદગી.

સંદર્ભ

Tags:

સ્ટીવન પ્રુઇટ પ્રારંભિક જીવન અને શિક્ષણસ્ટીવન પ્રુઇટ કારકિર્દીસ્ટીવન પ્રુઇટ વિકિપીડિયા સંપાદનસ્ટીવન પ્રુઇટ અંગત જીવનસ્ટીવન પ્રુઇટ ગૌરવસ્ટીવન પ્રુઇટ સંદર્ભસ્ટીવન પ્રુઇટટાઇમ (સામયિક)વુમેન ઇન રેડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભજનધ્વનિ પ્રદૂષણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતીય જનતા પાર્ટીવિક્રમ ઠાકોરહિતોપદેશહિંદુ ધર્મશ્રીનિવાસ રામાનુજનલસિકા ગાંઠપ્રાણીહાફુસ (કેરી)સંત કબીરસાર્કકલમ ૩૭૦જિલ્લા પંચાયતઅંગ્રેજી ભાષાધ્રાંગધ્રાહિમાલયના ચારધામગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ગુજરાતના રાજ્યપાલોઅરુંધતીઆવળ (વનસ્પતિ)વીર્ય સ્ખલનશુક્ર (ગ્રહ)સિકલસેલ એનીમિયા રોગપ્રીટિ ઝિન્ટાયુનાઇટેડ કિંગડમજાવા (પ્રોગ્રામિંગ ભાષા)દાહોદ જિલ્લોદુલા કાગમહાત્મા ગાંધીચાંપાનેરનિરોધવીર્યસુંદરમ્દ્વારકાધીશ મંદિરશિવમાધ્યમિક શાળાસમાનાર્થી શબ્દોરાજકોટનંદકુમાર પાઠકભારત છોડો આંદોલનવૃષભ રાશીગામશીખમધ્ય ઝોન, અમદાવાદ શહેરપ્રથમ વિશ્વ યુદ્ધલાભશંકર ઠાકરડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનદયારામએ (A)સુરેશ જોષીગુજરાતી અંકભગત સિંહમહિનોગુજરાતી સાહિત્યઝવેરચંદ મેઘાણીવિશ્વ પર્યાવરણ દિવસચાવડા વંશચિત્તોડગઢલોકમાન્ય ટિળકઅમદાવાદસ્વતંત્રતા દિવસ (ભારત)ઉપદંશગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકન્યા રાશીફણસસોફ્ટબોલબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયઉપગ્રહ પ્રક્ષેપણ યાનડોંગરેજી મહારાજલીંબુસૂર્યમંડળકૃત્રિમ ઉપગ્રહકળિયુગદ્રૌપદી મુર્મૂ🡆 More