મેઘ: વરસાદનુ રૌદ્ર સ્વરૂપ

મેઘ શબ્દનો અર્થ વરસાદ થાય છે.

મેઘ: સાહિત્યમાં, અન્ય અર્થો, માપન
બેંગકોક, થાઇલેંડમાં વરસાદી તોફાન, જૂન ૨૦૧૮
મેઘ: સાહિત્યમાં, અન્ય અર્થો, માપન
રણમાં સૂર્યાસ્ત સમયે પડતો વરસાદ
મેઘ: સાહિત્યમાં, અન્ય અર્થો, માપન
છાપરા પરથી પડતો વરસાદ.

સાહિત્યમાં

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે:

  • ૧. ફરફર જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
  • ૨. છાંટા ફરફરથી વધુ વરસાદ.
  • ૩. ફોરા છાંટાથી વધુ- મોટા ટીપાં.
  • ૪. કરા ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
  • ૫. પછેડીવા પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.
  • ૬. નેવાધાર છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
  • ૭. મોલ મેહ' મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
  • ૮. અનરાધાર એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
  • ૯. મૂશળધાર અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
  • ૧૦.ઢેફાભાંગ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
  • ૧૧.પાણ મેહ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
  • ૧૨.હેલી ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

મેઘમાળા નામના પુસ્તકમાં બાર મેઘ આ પ્રમાણે ગણાવાયા છે: સુબુદ્ધિ, નંદશાલિ, કન્યદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર અને વિષપ્રદ. જ્યારે શ્રાવણી કર્મમાં તેમનાં નામ કણદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર, કેબલ, સુતરામ્બુ, હેમશાલી, સ્વરોધકર અને વિષપ્રદ એમ આપેલા છે.

કહેવતો

  • બારે મેઘ ખાંગા થવા - જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે.

અન્ય અર્થો

ભગવદ્ગોમંડલ પ્રમાણે મેઘ શબ્દના આ ઉપરાંતના અર્થ નીચે પ્રમાણે છે:

    સંગીતના મુખ્ય છ રાગોમાંનો એક રાગ. (સંગીત)
    કિષ્કિંધાની પશ્ચિમે આવેલો એ નામનો એક પર્વત. જળની વૃષ્ટિ કરનાર દેવ. એ નામનો એક રાક્ષસ. શિવનાં હજાર માંહેનું એક નામ. (પુરાણ પ્રમાણે)
    એક પ્રકારનો છંદ (પિંગળશાસ્ત્ર પ્રમાણે)
    ઝાકળ. ટોળું; સમૂહ. તાંદળજાનું શાક કે ભાજી. નાગરમોથ નામની વનસ્પતિ. એક જાતનું સુગંધી ઘાસ.
    એક જાતનું ઘર. (શિલ્પવિદ્યા પ્રમાણે)

માપન

મેઘ: સાહિત્યમાં, અન્ય અર્થો, માપન 
પ્રમાણભૂત વરસાદમાપક

વરસાદના માપન માટે સામાન્ય રીતે મિલિમીટર પ્રતિ કલાકમાં, કે જે દેશોમાં ઈમ્પિરિયલ એકમોનો વપરાશ છે ત્યાં ઈંચ પ્રતિ કલાકમાં વપરાય છે. જેમાં "લંબાઈ", કે વધુ સ્પષ્ટતાપૂર્વક કહીયે તો, "ઊંડાઈ" મપાય છે તે સપાટ, આડી અને અભેદ્ય સપાટી પર એક ચોક્કસ સમયગાળા, સામાન્ય રીતે કલાક, દરમીયાન પડેલાં વરસાદના પાણીની ઊંડાઈનું માપ હોય છે. એક મિલિમીટર વરસાદ એટલે એક ચોરસ મીટર સપાટી પર પડેલું એક લીટર પાણી એમ ગણાય છે.

વરસાદ માપવાનો પ્રમાણભૂત રસ્તો "પ્રમાણભૂત વરસાદમાપક" છે, જે ૧૦૦-મિ.મી. (૪-ઈંચ) પ્લાસ્ટીક બનાવટના અને ૨૦૦-મિ.મી. (૮-ઈંચ) ધાતુ બનાવટના મળે છે. અંદરનો નળાકાર 25 mm (0.98 in) વરસાદથી ભરાય છે, પછી ઉભરાતું પાણી બહારના નળાકારમાં આવે છે. પ્લાસ્ટીકના માપકમાં અંદરના નળાકારમાં નીચે તરફ 0.25 mm (0.0098 in) સુધીનું માપ લખાયેલું હોય છે, જ્યારે ધાતુના માપકમાં નીચે તરફ 0.25 mm (0.0098 in) સુધીનું માપ લખાયેલી એક પટ્ટીની જરૂર પડે છે. વરસાદમાપક દ્વારા એકઠા થતા આંકડાઓ હવામાન ખાતાની કચેરીઓ કે મધ્યસ્થ હવામાન સંસ્થાઓને મોકલાય છે જ્યાં તેનો રેકર્ડ રાખવામાં આવે છે.

સંદર્ભ

Tags:

મેઘ સાહિત્યમાંમેઘ અન્ય અર્થોમેઘ માપનમેઘ સંદર્ભમેઘ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દસ્ક્રોઇ તાલુકોરમેશ મ. શુક્લપ્રજાસત્તાક દિન (ભારત)માનવ શરીરરાઈટ બંધુઓચિનુ મોદીચાણક્યશહેરીકરણમહાવીર સ્વામીબાવળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસાર્થ જોડણીકોશગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ગીધકર્ણાટકજુનાગઢ જિલ્લોગૌતમ અદાણીદિપડોજૂનું પિયેર ઘરદુલા કાગઓઝોનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)લેપ્ટોસ્પાઇરોસિસઝવેરચંદ મેઘાણીસોડિયમચંદ્રસોનોગ્રાફી પરીક્ષણવાતાવરણપોરબંદરસુરેશ જોષીમુંબઈરા' નવઘણવૈશ્વિક આબોહવા પરિવર્તનખંડકાવ્યચાતકકૃષ્ણકુમારસિંહ ગોહીલલોકનૃત્યગુજરાતી સિનેમાઅંગ્રેજી ભાષાવિજ્ઞાનકૃત્રિમ ઉપગ્રહરાજ્ય સભાસોલર પાવર પ્લાન્ટભૌતિકશાસ્ત્રનરસિંહ મહેતાદ્રૌપદી મુર્મૂHTMLગણેશબજરંગદાસબાપાનિબંધદેવભૂમિ દ્વારકા જિલ્લોગાંધીનગર લોક સભા મતવિસ્તારઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારલિવરપૂલ ફૂટબોલ ક્લબગુજરાતી ભાષામુખ મૈથુનભગવાનદાસ પટેલએપ્રિલમાહિતીનો અધિકારભારતીય રૂપિયા ચિહ્નચરક સંહિતામંગલ પાંડેકેદારનાથઅરુંધતીહનુમાન ચાલીસાજામનગરઆવળ (વનસ્પતિ)નવસારી લોક સભા મતવિસ્તારશાંતિભાઈ આચાર્યહસ્તમૈથુનઉપનિષદઅડાલજની વાવરાજકોટ જિલ્લોનર્મદજોગીદાસ ખુમાણકુટુંબબિન-વેધક મૈથુનઆલ્બર્ટ આઇન્સ્ટાઇન🡆 More