તા. ઉમરાળા થાપનાથ ચોગઠ

ચોગઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ઉમરાળા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ચોગઠમાં સિંચાઇથી પાક લેવાય છે અને પાકની ગુણવત્તા ઉત્તમ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચોગઠ
—  ગામ  —
ચોગઠની ટેકરી
ચોગઠની ટેકરી
ચોગઠનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°49′49″N 71°51′34″E / 21.830269°N 71.859491°E / 21.830269; 71.859491
દેશ તા. ઉમરાળા થાપનાથ ચોગઠ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૭,૩૯૭ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

વસ્તી

ઇ.સ. ૧૮૭૩માં ચોગઠની વસ્તી ૧૯૦૦ વ્યક્તિઓની હતી, જે ૧૮૮૧માં ૧૮૭૮-૭૯ના દુષ્કાળને કારણે ઘટીને ૧૭૦૧ થઇ ગઇ હતી.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ચોગઠની વસ્તી ૭,૩૯૭ છે.

ભૂગોળ અને નામ

બાબરા નજીકના તળાવમાંથી ઉદ્ભવતી કાળુભાર નદી પહેલા ચોગઠથી ૨ માઇલ દૂર વહેતી હતી પરંતુ ૧૯મી સદીના અંતમાં તેનું વહેણ બદલાતા તે ચોગઠ નજીકથી વહે છે. ગામનું નામ નજીકમાં આવેલી ચાર ટેકરીઓ - ખોડિયાર, મોડલિયો, ભુતિયો અને દાંગરડી - પરથી ચોગઠ પડ્યું છે.

જોવાલાયક સ્થળો

ખોડિયાર ટેકરી પર ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે, જે ઉમરાળાના ગોહિલ રાજવીએ સ્થાપિત કર્યું છે એમ કહેવાય છે. થાપનાથ અને ઇસાવો નામની બે ટેકરીઓ ચોગઠની પૂર્વ દિશામાં આવેલી છે. થાપનાથ ટેકરી થાપનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે ઉમરાળાના ઠાકોર સારંગજીએ બંધાવેલું છે. ધુંધલી માઇ, જેઓ વલભીના નાશ માટે આપેલા શ્રાપ માટે જાણીતા છે, તેમની ઝૂંપડી ઇસાવો ટેકરી પર આવેલી છે.

ચોગઠ પ્રાચીન ગામ અને વલ્લભીપુરની નજીક હોવા છતાં કોઇપણ સ્થાપત્યો બચ્યા નથી. જોકે વલ્લભીપુરમાં જોવા મળેલી તેવી મોટી ઇંટો કોઇક વખત મળી આવે છે. જૂના પાળિયાઓ અહીં આવેલા છે, જેનું લખાણ અસ્પષ્ટ છે પરંતુ તારીખ સંવત ૧૫૧૬ (ઇ.સ. ૧૪૬૦) સ્પષ્ટ જોઇ શકાય છે.

ઉદ્યોગો

ગામની ઉત્તરમાં ટેકરીઓમાંથી મળી આવતા સારી કક્ષાના પથ્થરોને કારણે તે ઉદ્યોગ વિકસેલો છે.

ઉમરાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

તા. ઉમરાળા થાપનાથ ચોગઠ  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૫–૪૦૬. માંથી માહિતી ધરાવે છે.

Tags:

તા. ઉમરાળા થાપનાથ ચોગઠ વસ્તીતા. ઉમરાળા થાપનાથ ચોગઠ ભૂગોળ અને નામતા. ઉમરાળા થાપનાથ ચોગઠ જોવાલાયક સ્થળોતા. ઉમરાળા થાપનાથ ચોગઠ ઉદ્યોગોતા. ઉમરાળા થાપનાથ ચોગઠ સંદર્ભતા. ઉમરાળા થાપનાથ ચોગઠઆંગણવાડીઉમરાળા તાલુકોકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંચણાજીરુતલદિવેલીપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભારતભાવનગર જિલ્લોમગફળીરજકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઘર ચકલીસોમનાથકનુ દેસાઈડેન્ગ્યુરસીકરણવિરામચિહ્નોચામુંડાદિવ્ય ભાસ્કરગુજરાત સરકારપ્રાણીલાખમકર રાશિપાણીનવગ્રહવીર્યઅંબાજીદિપડોગેની ઠાકોરખોડિયારપુ્ષ્ટિમાર્ગ બેઠકબુર્જ દુબઈપાટડી (તા. દસાડા)મોઢેરાઅડાલજની વાવભોજન શાળાકાંકરેજ તાલુકોસુભદ્રાઉપનિષદભારતીય સિનેમાદિવેલક્ષય રોગભારતમાં આવક વેરોમહારાષ્ટ્રદેવાયત પંડિતકબજિયાતદેવગઢબારિયા તાલુકોપત્તારાણકી વાવકળિયુગઉત્તર પ્રદેશજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ઋગ્વેદસંસ્થાઅજય દેવગણમોગલ માતાજ મહેલભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદીબાવળદાહોદ જિલ્લોપૃથ્વીરાજ ચૌહાણસત્યના પ્રયોગો અથવા આત્મકથાજાડેજા વંશજલારામ બાપાનલિયા (તા. અબડાસા)સોનિયા ગાંધીમહારાજા ભગવતસિંહજીપીપળોજીભહિંમતનગરદત્તાત્રેયસંજય લીલા ભણશાળીઇન્ટરનેટહિમાચલ પ્રદેશગુજરાતકોમ્પ્યુટર વાયરસસંયુક્ત રાષ્ટ્રસંઘજલેબીનિર્મલા સીતારામનરતન તાતામોહેં-જો-દડોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓચરક સંહિતામહેન્દ્ર સિંઘ ધોનીશંખેશ્વર જૈન તીર્થનક્ષત્રગુજરાતની ભૂગોળ🡆 More