સુભદ્રા:

સુભદ્રા એ વ્યાસ લિખિત પૌરાણીક ગ્રંથ મહાભારતનું એક પાત્ર છે.

તે યોગમાયા દેવીના અવતાર તરીકે પૂજાય છે. મહાભારત મહાકાવ્યમાં, તેણી કૃષ્ણ અને બલરામની બહેન અર્જુનની પત્ની, અભિમન્યુની માતા અને પરિક્ષિતની દાદી છે. તે વસુદેવ અને રોહિણીની પુત્રી છે. કૃષ્ણ, અર્જુન અને અભિમન્યુ સાથેના સંબંધોને કારણે સુભદ્રાને વીરા સોદરી (બહાદુર બહેન), વીર પત્ની (બહાદુર પત્ની) અને વીર માતા (બહાદુર માતા) તરીકે ઓળખવામાં આવે છે.[સંદર્ભ આપો]

સુભદ્રા
દેવી યોગમાયાનો અવતાર
સુભદ્રા: લગ્નની તૈયારીઓ, સુભદ્રાનું અપહરણ, પૂજા
અર્જુન અને સુભદ્રા. રાજા રવિ વર્મા દ્વારા દોરાયેલું ચિત્ર
વ્યક્તિગત માહિતી
જીવનસાથીઅર્જુન
બાળકઅભિમન્યુ (પુત્ર), ઉત્તરા (પુત્રવધુ) અને પરિક્ષિત (પૌત્ર)
માતા-પિતાવાસુદેવ (પિતા), દેવકી (સાવકી માતા), રોહીણી (માતા)
સહોદરકૃષ્ણ અને બલરામ (ભાઈઓ)

લગ્નની તૈયારીઓ

જ્યારે સુભદ્રા પુખ્ત વયની થઈ ત્યારે બલરામ તેને દુર્યોધન સાથે પરણાવવાનું સૂચન કર્યું હતું. દુર્યોધન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. કૃષ્ણ જાણતા હતા કે અર્જુન અને સુભદ્રા એક બીજાના પ્રેમમાં છે આથી તેમણે અર્જુનને કહ્યું કે દુર્યોધન સાથે તેના લગ્નને ટાળવા માટે તેઓએ એકબીજા સાથે ભાગી જવું જોઈએ.

સુભદ્રાનું અપહરણ

સુભદ્રા: લગ્નની તૈયારીઓ, સુભદ્રાનું અપહરણ, પૂજા 
શ્રીકૃષ્ણની સાવકી બહેન સુભદ્રા રથ ચલાવી અર્જુનને દ્વારકાથી દૂર લઈ જાય છે.

વ્યાસ રચિત મહાભારત અનુસાર સુભદ્રા અર્જુન સાથે પ્રેમમાં હતી. પાંચ પાંડવોની સામાન્ય પત્ની દ્રૌપદી સાથે ખાનગી સમય પસાર કરવા અંગે પાંચેય ભાઈઓ વચ્ચે કરાર થયા હતા તે અંગે નિયમ ભંગ થતા પશ્ચાત્યાપ રૂપે અર્જુન તીર્થયાત્રા પર નીકળ્યો હતો. યાત્રા દરમ્યાન તે દ્વારકા પહોંચ્યો અને કૃષ્ણને મળ્યો અને તેમની સાથે થોડો સમય રહ્યો. તે વખતે એક સમયે તે કૃષ્ણની સાથે રૈવત પર્વત ખાતે યોજાયેલા ઉત્સવમાં ભાગ લેવા ગયો. અન્ય યાદવ મહિલાઓ સહિત સુભદ્રા પણ આ ઉત્સવ જોવા માટે આવી હતી. સુભદ્રાને જોયા પછી, અર્જુન તેની સુંદરતાથી મોહિત બન્યો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. કૃષ્ણ એ હકીકત જાણીતા હતા કે સુભદ્રાને પણ અર્જુન સાથે ખૂબ પ્રેમ છે, તેથી તેઓ તેમના લગ્ન માટે સંમત થયા. પરંતુ કૃષ્ણ એ હકીકત પણ જાણતા હતા કે બલરામે પહેલેથી જ દુર્યોધનને સુભદ્રા સાથે પરણાવવાનું વચન આપ્યું છે, આથી તેમણે તે બન્નેને સાથે ભાગી જવાનું સૂચન કર્યું. સુભદ્રાના અપહરણના સમાચાર મળ્યા પછી, બલરામ અર્જુન સામે યુદ્ધ કરશે જ, તે ટાળવા તેમણે અપહરણ દરમિયાન સુભદ્રાને અર્જુનનો સારથિ બનવાનું સૂચન કર્યું, જેથી દરેકને એમ લાગે કે અર્જુનનું અપહરણ કરનાર સુભદ્રા છે. અપહરણના સમાચાર મળ્યા પછી, બલરામ અને અન્ય યાદવો નારાજ થયા અને અર્જુનનો પીછો કરવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ કૃષ્ણ દ્વારા અર્જુનનું અપહરણ કરનાર સુભદ્રા છે એ સમાચાર સાંભળી થોભી ગયા. અંતે, બલરામ અર્જુન સાથે સુભદ્રાના લગ્નની સંમતિ આપે છે.

પૂજા

હિંદુઓનો અમુક વર્ગ સુભદ્રાને યોગમાયા નામની દેવીનો અવતાર માને છે. સુભદ્રા, પુરી ખાતેના જગન્નાથ મંદિરમાં કૃષ્ણ (જગન્નાથ તરીકે) અને બલરામ (અથવા બલભદ્ર) સાથે પૂજાતા ત્રણ દેવતાઓમાંની એક છે. વાર્ષિક રથયાત્રામાં એક રથ તેમના માટે સમર્પિત હોય છે. તે સિવાય ઑડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ કેટલાક સમુદાય દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

સુભદ્રા લગ્નની તૈયારીઓસુભદ્રા નું અપહરણસુભદ્રા પૂજાસુભદ્રા આ પણ જુઓસુભદ્રા સંદર્ભસુભદ્રાઅભિમન્યુઅર્જુનકૃષ્ણપરિક્ષિતબલરામમહાભારતરોહિણીવસુદેવવિકિપીડિયા:સંદર્ભવ્યાસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જિલ્લા કલેક્ટરજવાહરલાલ નેહરુઘનશક સંવતસિતાંશુ યશશ્ચન્દ્રઅરવલ્લી જિલ્લોજોસેફ મેકવાનરશિયાઅંગિરસજાપાનઅડાલજની વાવવિશ્વ વેપાર સંગઠનઅભિમન્યુજ્યોતિર્લિંગલતા મંગેશકરઈશ્વર પેટલીકરસોમનાથજળ ચક્રજર્મનીબ્રાહ્મણવિધાન સભાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસચોટીલાબાજરીકવિશ્વર દલપતરામ એવોર્ડક્રિયાવિશેષણઅમેરિકાગિજુભાઈ બધેકાચંદ્રકાંત બક્ષીબહુચરાજીભારતના રાજ્ય પક્ષીઓની યાદીઅમદાવાદ જિલ્લોપ્રાણીપ્રદૂષણધરતીકંપશહીદ દિવસવિનોબા ભાવેવાયુનું પ્રદૂષણસ્વાદુપિંડજયંત ખત્રીઆતંકવાદગોળ ગધેડાનો મેળોદલિતભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશ્રીલંકાજૈવ તકનીકચેતક અશ્વલીમડોજાડેજા વંશઆયુર્વેદશિવાજીતાપી નદીકાદુ મકરાણીબેંકક્ષત્રિયમાહિતીનો અધિકારવૃષભ રાશીખરીફ પાકપંજાબ, ભારતઅશફાક ઊલ્લા ખાનપાલનપુર તાલુકોલક્ષ્મણઆસનપલ્લીનો મેળોવનરાજ ચાવડાભારતીય બંધારણ સભામળેલા જીવઅમરેલી જિલ્લોબૌદ્ધ ધર્મગોવર્ધનરામ ત્રિપાઠીક્ષય રોગસાહિત્ય ગૌરવ પુરસ્કારબ્રહ્મપુત્રા નદીવારલી ચિત્રકળાવલ્લભભાઈ પટેલરથ યાત્રા (અમદાવાદ)ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોગરૂડેશ્વર🡆 More