ચેતક અશ્વ

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું.

ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. ચેતક, એટક/નેટક સાથે, ગુજરાતના ખોડગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેના ભાઈ શક્તિ સિંહને રજૂ કરવામાં આવ્યા હતા. માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. બદલામાં, દાંતી-ચારણના વેપારીઓને ત્યારબાદ મેવાડના ગઢવાડા અને ભાણોલ ગામોની જાગીર અનુદાન આપવામાં આવી હતી.

ચેતક અશ્વ
ચેતક પર સવાર મહારાણા પ્રતાપનું પૂતળું

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા. મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા. આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.

મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ચારણચોટીલાભીમોરા (તા. ચોટીલા)મહારાણા પ્રતાપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિતાંશુ યશશ્ચન્દ્રબહુચરાજીસત્યના પ્રયોગો અથવા આત્મકથાવિરાટ કોહલીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીધરતીકંપગતિના નિયમોસૂર્યમંદિર, મોઢેરાઆયુર્વેદતરણેતરતાલુકા પંચાયતચામુંડાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)શ્રીલંકારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગરુડ પુરાણવિક્રમ ઠાકોરશક સંવતકપાસવલસાડચંદ્રકાન્ત શેઠહનુમાનદિવેલમહાત્મા ગાંધીઆકરુ (તા. ધંધુકા)નવનાથતાલુકા વિકાસ અધિકારીક્રાંતિવાળસલમાન ખાનવીર્યભરવાડમૌર્ય સામ્રાજ્યભરૂચ જિલ્લોયુનિફોર્મ રિસોર્સ લોકેટરસુરત જિલ્લોઅવકાશ સંશોધનરક્તપિતદેવચકલીઇઝરાયલસપ્તર્ષિભારતીય જનતા પાર્ટીબારડોલી સત્યાગ્રહહિંદુ અવિભક્ત પરિવારભારતના વડાપ્રધાનવશઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસ્વચ્છતાકબૂતરગોળ ગધેડાનો મેળોકસ્તુરબાપ્રેમHTMLઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઆચાર્ય દેવ વ્રતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોખેતીખીજડોજામા મસ્જિદ, અમદાવાદમકર રાશિકાંકરિયા તળાવમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ચીનનો ઇતિહાસલોકનૃત્યભારતીય દંડ સંહિતાદુર્યોધનબુધ (ગ્રહ)જય શ્રી રામવાલ્મિકીસંક્ષિપ્ત સંદેશ સેવાગુજરાતના જિલ્લાઓગિરનારભૂપેન્દ્ર પટેલગીર કેસર કેરીનિરંજન ભગત🡆 More