વનરાજ ચાવડા: ચાવડા વંશનો રાજા

વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.

વનરાજ ચાવડા
વનરાજનું ચિત્ર
સિદ્ધપુરમાં રહેલી મૂર્તિ પરથી એલેકઝાન્ડર ફાર્બસની રાસ માળા (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર.
અણહિલવાડનો રાજા
શાસનc. ૭૪૬ – c. ઇ.સ. ૭૮૦
અનુગામીયોગરાજ
વંશચાવડા વંશ
પિતાજયશિખરી
માતારૂપસુંદરી

જીવન

પ્રારંભિક જીવન

કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.

અણહિલવાડ પર જીત

તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ [સંદર્ભ આપો] ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી. અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.

તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.[સંદર્ભ આપો]

ધર્મ

વનરાજ ચાવડા: જીવન, ધર્મ, નોંધ 
મંજલ (કચ્છ) નજીક પુરાનોગઢ ખાતેના શિવમંદિરના ભગ્નાવેશો

વનરાજ ચાવડાને જન્મથી જૈન તરીકે દર્શાવવામાં આવ્યા નથી, તેમ છતાં જૈન લેખકો દ્વારા તેમને વિશિષ્ટ રીતે જૈન વિધિઓમાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યા છે.

મંદિર

મેરુતુંગાનો 'પ્રબંધચિંતમણિ' ગ્રંથ વનરાજ દ્વારા અણહિલવાડ પાટણ ખાતે વનરાજવિહાર તેમજ કાન્તેશ્વરી-પ્રસાદના નિર્માણ વિશે જણાવે છે. વનરાજાએ પંચાસર ગામમાંથી પાર્શ્વનાથની મુખ્ય પ્રતિમા લાવી પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિર પણ બનાવ્યું હતું. કાન્તેશ્વરી, પછીના ચાલુક્ય રાજાઓની પણ કુળદેવી હતા. કુમારપાળે બાદમાં આ મંદિરમાં પશુઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો હતો. હરિભદ્રસૂરી (૧૨મી સદીના મધ્યમાં) મુજબ, મંત્રી નિહયાના પુત્ર લાહરાએ પાટણ જિલ્લાના સંડેર ખાતે વિંધ્યવાસિની (યોગમાયા)નું મંદિર બનાવ્યું હતું. તેમણે નવરંગપુરા નગરની પણ સ્થાપના કરી હતી અને પોતાની માતાની સ્મૃતિમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું.

આ સમયગાળા (પ્રારંભિક નાગર તબક્કા)ના મંદિરોમાં વિજાપુર તાલુકાના લાકોદ્રા ખાતેના મંદિર, થાનગઢમાં આવેલા પુરાણા સૂર્યમંદિર, વઢવાણના રાણકદેવી મંદિર, કંથકોટના સૂર્યમંદિર તથા કચ્છના મંજલ નજીક પુરાનોગઢના શિવ મંદિરનો સમાવેશ થાય છે. શામળાજી ખાતેનું હરિશ્ચંદ્રની ચોરી, જૂના ભદ્રેશ્વર ખાતે આવેલું પંચાસરા પાર્શ્વનાથ મંદિર (હવે પુનઃનિર્મિત) અને રોડા મંદિર સમૂહનું ત્રીજું મંદિર ૯મી શતાબ્દીના અન્ય કેટલાક હયાત મંદિરો છે.

નોંધ

સંદર્ભ

  • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડીઓ

વનરાજ ચાવડા: જીવન, ધર્મ, નોંધ  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

Tags:

વનરાજ ચાવડા જીવનવનરાજ ચાવડા ધર્મવનરાજ ચાવડા નોંધવનરાજ ચાવડા સંદર્ભવનરાજ ચાવડા બાહ્ય કડીઓવનરાજ ચાવડા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બારીયા રજવાડુંસાબરમતી નદીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહારાષ્ટ્રવીર્યગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય જનતા પાર્ટીઅમદાવાદપપૈયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનબ્રાઝિલપાટલીપુત્રભારતની નદીઓની યાદીગર્ભાવસ્થાસુરતઘંટાકર્ણ મહાવીરભારતીય અર્થતંત્રસુંદરમ્આર્યભટ્ટકાલરાત્રિવિદ્યા બાલનપ્રત્યાયનચૌધરી ચરણ સિંહસૂર્યમંડળમકર સંક્રાંતિરાજકોટ જિલ્લોકાંકરિયા તળાવવલ્લભી વિશ્વવિદ્યાલયખાંટ રાજપૂતમાધવપુર ઘેડસમાનતાની મૂર્તિલેઉવા પટેલસિકંદરમીન રાશીભારતીય સંગીતસૌરાષ્ટ્રભારતીય રૂપિયોપઢિયારખોડિયારરતનપર (તા. લોધિકા)વારાણસીહસ્તમૈથુનઅથર્વવેદવડોદરાઆંબેડકર જયંતિહિમાલયહિંદુગુજરાતના તાલુકાઓભવાઇસમાજબાબાસાહેબ આંબેડકરરૂપિયોવલ્લભ વિદ્યાનગરજનમટીપવિશ્વ વેપાર સંગઠનઇન્ટરનેટઉત્તર પ્રદેશના જિલ્લાઓની યાદીગિરનારભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકડીક્ષેત્રફળસુનામીકાલિદાસવર્તુળનો પરિઘડાંગ જિલ્લોચેસઈશ્વર પેટલીકરકુમારપાળગુજરાતી ભાષાઓગાંધીનગરઇઝરાયલતાલુકા મામલતદારદેવાયત બોદરરાજસ્થાનગુજરાતી લોકોમિઆ ખલીફાગુજરાતની નદીઓની યાદીપાટીદાર અનામત આંદોલન🡆 More