ચિત્રાંગદા

હિમાલયના પૂર્વ ભાગમાં આવેલા ખુબ સુંદર તથા રમણિય મણિપુર રાજ્યની રાજકુમારી ચિત્રાંગદા(चित्रांगदा) એ અર્જુનની એક પત્ની હતી.

ચિત્ર:Arjuna asks King of Manipura for his Daughter.jpg
ચિત્રાંગદાને પત્નિ બનવાનો પ્રસ્તાવ મૂકતો અર્જૂન.

અર્જુનની મુલાકાત તેના વનવાસ દરમિયાન થઇ હતી. ચિત્રાંગદાના રુપ અને સૌન્દર્ય પર મોહિત થઇ અર્જુને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ મણિપૂર નરેશે એટલે કે ચિત્રાંગદાના પિતાએ વિરોધ દર્શાવતા કહ્યું કે મણિપૂરની પરંપરા મુજબ ચિત્રાંગદા અને અર્જુનથી સંતાન થાઇ તેઓ મણિપૂરના ઉત્તરાધિકારી બને. ઉપરાંત, અર્જુન બાળકોને કે ચિત્રાંગદાને તેની સાથે લઇ જઇ શકશે નહીં.

અર્જુને આ શરતનો સ્વિકાર કર્યો અને તેના વિવાહ ચિત્રાંગદા સાથે થયા. સમય જતા તેમના થી પુત્ર થયો જેનું નામ બભ્રુવાહન રાખવામા આવ્યું. બભ્રુવાહનને તેમના નાના (માતાનાં પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ.

રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું નાટક

શ્રી રવિન્દ્રનાથ ટાગોરએ મહાભારત ના ભાગ પર એક ખુબ સુંદર, સંગીતમય નાટક લખ્યુ હતું. જેકે તેમનું નાટક અસલ મહાભારત કરતા જરા જુદુ પડે છે. તેમના નાટક મુજબ ચિત્રાંગદા ને મણિપુર ના રાજાનું એક માત્ર સંતાન તરીકે વર્ણવી છે. ઉપરાંત તે રાજ્યની ઉત્તરાધિકારી હોવાને લીધે પ્રજાની રક્ષક તથા પુરુષો જેવો પોષાક પહેરતી સંદર કન્યા તરીકે આલેખી છે. એક દિવસ અર્જુન જ્યારે વનમાં મૃગીયા કરી રહ્યો હોય છે ત્યારે તે અર્જુનના પરાક્રમ તથા રુપથી મોહિત થઇ જાય છે. આ તરફ અર્જુન પણ તેના યુદ્ધ કૌશલ થી પ્રભાવિત થાય છે પરંતુ, તે ચિત્રાંગદા ને પુરુષ જ માની બેસે છે. ચિત્રાંગદા ને આ વાતનો ખ્યાલ આવતા તે એક ઋષિ ને પ્રસન્ન કરી તેમની પાસેથી રુપનું વરદાન માગે છે અને અત્યંત રમણિય રુપ પ્રાપ્ત કરે છે. ફરી જ્યારે અર્જુન તેને જોવે છે તો તેના પ્રેમમા પડ્યા વગર રહી શકતો નથી. આમ છતા ચિત્રાંગદા ને હ્રદયમા હંમેશા એમ લાગ્યા કરતું હોય છે કે અર્જુન તેને તેના મૂળ રુપમા જ પ્રેમ કરે.

એક વખત જ્યારે રાજ્યમાં લૂટારાઓ ત્રાટક્યા ત્યારે અર્જુને લોકો પાસેથી સાંભળ્યુંકે તેમના રાજ્યની રાજકુમારી મહાન યોદ્ધા છે અને તેઓ સમજી નથી શકતા કે શા માટે તે તેઓને બચાવવા માટે આજે નથી આવતી. અર્જુનને આ રાજકુમારી ને મળવાની જીજ્ઞાસા થાય છે અને તેજ વખતે ચિત્રાંગદા પોતાના મૂળ રુપમા આવી રાજ્યને બચાવી લે છે અને ત્યાર બાદ અર્જુનને કહે છે કે તેજ ચિત્રાંગદા છે. આમ, ફક્ત રુપ જ નહી પરંતુ તેના સાહસ અને શૌર્ય પર ફિદા થઇ અર્જુન તેની સાથે લગ્ન કરે છે.

Tags:

અર્જુનમણિપુરહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાણભટ્ટમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)લિંગ ઉત્થાનનાસાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનહરિવંશગુરુ (ગ્રહ)સૂર્યમળેલા જીવગુલાબચણોઠીસાપુતારાતાલુકોચાંદીહેમચંદ્રાચાર્યરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)શરદ ઠાકરગુજરાતી ફિલ્મોની યાદીઅપ્સરાત્રેતાયુગહિમાલયગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)મધ્ય પ્રદેશઅયોધ્યાકળથીસામાજિક નિયંત્રણપ્રીટિ ઝિન્ટાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશિક્ષણનું સમાજશાસ્ત્રઆચાર્ય દેવ વ્રતરામદેવપીરકુમારપાળ દેસાઈસીદીસૈયદની જાળીસાબરમતી રિવરફ્રન્ટમકર રાશિસંસ્કારઋગ્વેદકેદારનાથભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપાણીનું પ્રદૂષણરસાયણ શાસ્ત્રશાસ્ત્રીજી મહારાજઅપભ્રંશહીજડાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)વૃષભ રાશીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસવિજ્ઞાનચીનપટેલપોલીસટુવા (તા. ગોધરા)મોહેં-જો-દડોપાટણ જિલ્લોસરસ્વતીચંદ્રમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમગુજરાત સરકારદિપડોકારડીયાગુજરાતી ભાષાવારાણસીફણસમોટરગાડીભોંયરીંગણીદુબઇચેતક અશ્વભારતીય સંગીતબૌદ્ધ ધર્મગ્રીસની પૌરાણિક માન્યતાઓપૃથ્વીદેવાયત બોદરભારતીય દંડ સંહિતાગુજરાતી સાહિત્ય પરિષદબીલીકલાપીતત્ત્વખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ખાવાનો સોડા🡆 More