ઓનલાઈન વિજ્ઞાપન પ્રચારનો એવો પ્રકાર છે જેમાં ગ્રાહકોને આકર્ષવા માટે વિજ્ઞાપન સંદેશો પહોંચાડવાના અભિવ્યક્ત હેતૂને સર કરવા ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ કરવામાં આવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઓનલાઈન જાહેરખબરોના ઉદાહરણોમાં શોધ એન્જિન પરિણામોના પાનાઓ પર આવતી સંદર્ભિત જાહેરખબરો, બેનર જાહેરખબરો, સમૃદ્ધ મીડિયા જાહેરખબરો, સોશિયલ નેટવર્ક જાહેરખબરો, ઈન્ટર્સ્ટિશલ (વચ્ચે આવતી) જાહેરખબરો, ઓનલાઈન ક્લાસીફાઈડ (વર્ગીકૃત) જાહેરખબરો, જાહેરખબર માળખાઓ અને ઈ-મેઈલ સ્પામ સહિતના ઈ-મેઈલ માર્કેટિંગ વગેરેનો સમાવેશ થાય છે.
ઓનલાઈન વિજ્ઞાપનનો એક મોટો ફાયદો ભૌગોલિક કે સમયની મર્યાદાઓથી પર માહિતી અને વિગતોનું ઝડપી પ્રકાશન છે. ઘણી હદ સુધી, અંતઃક્રિયાત્મક જાહેરખબરોનું ઉભરતુ ક્ષેત્ર જે લોકોએ અત્યાર સુધી અવરોધાત્મક નીતિ અપનાવી છે તેવા જાહેરખબરકર્તાઓ સામે નવા પડકારો રજૂ કરે છે.
અન્ય ફાયદો જાહેરખબરકર્તાના રોકાણની કાર્યકુશળતા છે. ઓનલાઈન જાહેરખબરોના વ્યવસાયમાં માહિતી અને પોસ્ટ કરેલી (સક્રિય) વેબસાઈટ અનુસાર જાહેરખબરોને ગોઠવવાની, તેને અનુકૂળ બનાવવાની સુવિધા આપે છે. ઉદાહરણ તરીકે, એડવર્ડસ, યાહૂ! શોધ માર્કેટિંગ અને ગૂગલ એડસેન્સ જાહેરખબરોને સુસંગત વેબ પૃષ્ઠ પર અથવા સંબંધિત ચાવીરૂપ શબ્દોના શોધના પરિણામો સાથે દર્શાવવાનું શક્ય બનાવે છે.
ઓનલાઈન વિજ્ઞાપન દ્વારા ખરીદવામાં આવતા ત્રણ સૌથી સામાન્ય માર્ગો સીપીએમ (CPM), સીપીસી (CPC), અને સીપીએ (CPA) છે.
ઓનલાઈન વિજ્ઞાપનમાં ઉપયોગકર્તાની ગોપનીયતા અને ગુપ્તતાને સમાવવામાં આવે છે. જો કોઈ જાહેરખબરની કંપની બે વેબસાઈટ પર બેનરો મુકે તો. જાહેરખબરકર્તા કંપની સર્વર પર મુકેલી ઈમેજ (છાપ)નું હોસ્ટિંગ (સંચાલન કરવું) અને થર્ડ-પાર્ટી (ત્રીજી વ્યક્તિ) દ્વારા ઉપયોગમાં લેવાતી કૂકીઝનો ઉપયોગ કરી બંને વેબસાઈટ પર કેટલાક ઉપયાગોકર્તાએ બ્રાઉઝિંગ કર્યું તેની માહિતી મેળવી શકે છે.
મોટાભાગના બ્રાઉઝરો દ્વારા ઉપયોગકર્તાના વેબના અનુભવને નકારાત્મક અસર ન થાય તે રીતે થર્ડ-પાર્ટી (ત્રીજી વ્યક્તિ) કૂકીઝને બ્લોક (બંધ) કરી ગુપ્તતા વધારી શકાય છે અને જાહેરખબરો તેમજ ટ્રેકિંગ કંપનીઓ દ્વારા થતા ટ્રેકિંગને ઘટાડી શકાય છે. સંખ્યાબંધ જાહેરખબર ચાલકો પાસે બ્રાઉઝરમાં વ્યવહારલક્ષી જાહેરખબરોને રોકતી સામાન્ય કૂકીનો ઉપયોગ કરીને વ્યવહારલક્ષી જાહેરખબરોને દૂર કરવા માટેનો વિકલ્પ હોય છે.
આ પણ જાહેરખબરની પદ્ધતિનો એક એવો વર્ગ છે જેને અનૈતિક ગણવામાં આવે છે અને તે સંભવતઃ ગેરકાયદેસર હોઈ શકે છે. તેમાં બહારની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જે સિસ્ટમના સેટિંગ (જેવા કે બ્રાઉઝરનું હોમ પૃષ્ઠ એટલે કે મુખ્ય પાનું) બદલી નાખે છે, પોપ-અપ ઉત્પન્ન કરે છે, અને ન જોડાયેલા વેબ પૃષ્ઠોમાં જાહેરખબરો ઉમેરે છે. આવી એપ્લિકેશન સામાન્યતઃ સ્પાઈવેર અને એડવેર તરીકે દર્શાવેલી હોય છે. હવામાન દર્શાવવુ અથવા શોધ બાર ઉપલબ્ધ કરાવવું વગેરે સામાન્ય સેવાઓ આપીને તેમની શંકાસ્પદ ગતિવિધિઓ પર તેઓ પડદો પાડી શકે છે. આવા કાર્યક્રમ ઉપયોગકર્તાને છેતરવા માટે તૈયાર કરાય છે, જે ટ્રોઝન હોર્સ તરીકે અસરકારક રીતે કામ કરે છે. આવી એપ્લિકેશનો સામાન્યપણે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેને દૂર કરવી અથવા અનઈન્સ્ટોલ કરવી મુશ્કેલ હોય છે. ઓનલાઈન ઉપયોગકર્તાઓની વધતી સંખ્યા, કે જેમાંથી સંખ્યાબંધ લોકો કોમ્પ્યૂટરના ખૂબ જાણકાર નથી હોતા, તેમનામાં આવા કાર્યક્રમોથી પોતાને બચાવવા માટે પુરતા જ્ઞાન કે તકનીકી સક્ષમતાનો અભાવ હોય છે.
ઓનલાઈન વિજ્ઞાપનમાં સંખ્યાબંધ પ્રકારની જાહેરખબરોનો સમાવેશ થયેલો છે, તે પૈકી કેટલીક નૈતિક રીતે મુકાયેલી હોય છે જ્યારે કેટલીક નથી હોતી. કેટલીક વેબસાઈટ મોટી સંખ્યામાં જાહેરખબરોને ઉપયોગ કરે છે, જેમાં કેટલાક ઉપયોગકર્તાને ભ્રમિત કરતા ભડકીલા બેનર હોય છે, અને કેટલાકમાં એવી ભ્રામક તસવીરો હોય છે જે જાહેરખબરના બદલે ઓપરેટિંગ સિસ્ટમમાંથી આવતા ખામીના સંદેશ જેવી દેખાય છે. આવક માટે અનૈતિક રીતે ઓનલાઈન જાહેરબખરોનો ઉપયોગ કરતી વેબસાઈટ્સ અવારનવાર એ વાત પર દેખરેખ નથી રાખતી કે જાહેરખબર કઈ લિંક સાથે જોડાયેલી છે, જેથી જાહેરખબરો હાનિકારક સોફ્ટવેર સાથે અથવા પુખ્તવયના લોકોની સામગ્રી પીરસતી વેબસાઈટો સાથે જોડાઈ જાય છે.
જે વેબસાઈટ ચાલકો નૈતિક રીતે ઓનલાઈન જાહેરખબરોની કામગીરી કરે છે તેઓ ખાસ કરીને નાની સંખ્યામાં જાહેરખબરોનો ઉપયોગ કરે છે જેનો હેતુ ઉપયોગકર્તાને હાનિ પહોંચાડવાનો કે ત્રાસ આપવાનો હોતો નથી, અને તેમની વેબસાઈટની ડિઝાઈન કે લેઆઉટનું અવમુલ્યન થાય તેવી નથી હોતી. સંખ્યાબંધ વેબસાઈટ ધારકો સીધા જ જાહેરખબર આપવા માંગતી કંપનીઓનો સંપર્ક કે છે, મતલબ કે જાહેરખબરના માધ્યમથી જોડાતી વેબસાઈટ કાયદેસર છે.
ઓનલાઈન વિજ્ઞાપનમાં એડોબ ફ્લેશ તેવી વધુ પડતી તકનીકનો ઉપયોગ કરવાથી કેટલાક બ્રાઉઝરોમાં ઉપયોગકર્તા તે જોઈ શકતા નથી, અથવા એડબ્લોક કે નોસ્ક્રિપ્ટ જેવા બ્રાઉઝર પ્લગ-ઈન્સનો ઉપયોગ કરી શકતા નથી. સંખ્યાબંધ સાઈટ્સ કેન્દ્રીકૃત જાહેરખબર સેવાનો ઉપયોગ કરે છે જેથી તેમની જાહેરખબરોને સંભવતઃ સુરક્ષા અને ગુપ્તતાના પગલાંની આડઅસરો તરીકે બ્લોક (બંધ) કરવામાં આવે છે, કારણ કે સેવાઓના કાર્ય કરવા માટે જાવા સ્ક્રિપ્ટ અને ક્રોસ-સાઈટ અનુરોધની જરૂર પડે છે, જ્યારે સાઈટનો ઉપયોગ કરવા માટે સામાન્યપણે આવી વિશેષતાઓની જરૂર હોતી નથી અને તે અસુરક્ષા કે આંતરિક નિર્બળતાના સંભાવ્ય સ્ત્રોત હોય છે.
કેટલીક કંપનીઓ ગ્રાહકોનો સંતોષ સાધવા માટે ઓનલાઈન ફરિયાદ કેન્દ્રોનો ઉપયોગ કરીને, ગેરરીતિઓ શોધી કાઢતા ટૂલ્સ બનાવી અને તેને અમલમાં મૂકીને ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ગ્રાહક એંગેજમેન્ટ (જોડાણ)નો અભ્યાસ કરે છે, જ્યારે વેબસાઈટના પાનાની સલામતી માટે વેબસાઈટ અને પ્રકાશકનુ નિરીક્ષણ કરવાથી ઉચ્ચ કક્ષાની માહિતી સુરક્ષા અને સંમતિ પ્રદાન કરે જેમા સ્પામની જરૂર પડી શકે છે.
ઉપર દર્શાવ્યા પ્રમાણે મોટાભાગની ઓનલાઈન જાહેરખબરોના ચોક્કસ દર હોય છે જે જાહેરખબરોના ઉપયોગ અથવા ક્રિયા-પ્રતિક્રયા દ્વારા લેવા આવે છે, ઓનલાઈન જાહેરખબરની કેટલીક એવી પદ્ધતિઓ પણ છે જેમાં માત્ર એક વખત જ ચુકવણી કરવાની જરૂર હોય છે. મિલિયન ડોલર હોમ પૃષ્ઠ (મુખ્યપાનુ) આ માટેનું ખૂબ જ સફળ ઉદાહરણ છેઃ મુલાકાતીઓ પિક્સેલ દીઠ $1 આપીને જાહેરખબરની જગ્યા મેળવી શકે છે અને કોઈપણ પ્રકારના વધારાના દર વગર તેમની જાહેરખબર જ્યાં સુધી વેબસાઈટનું અસ્તિત્વ રહે ત્યાં સુધી હોમ પૃષ્ઠ (મુખ્ય પાનું) પર જોવા મળે છે.
ઉપરાંત, સ્ટ્રીમિંગ વીડિયો અથવા સ્ટ્રીમિંગ ઓડિયો ધરાવતી જાહેરખબરો જાહેરખબરકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
કાયદેસરની ઈમેઈલ જાહેરખબર અથવા ઈ-મેઈલ માર્કેટિંગને સ્પામથી ભિન્ન દર્શાવવા માટે સામાન્યપણે “પસંદ કરેલી ઈ-મેઈલ જાહેરખબર” તરીકે ઓળખવામાં આવે છે.
જોડાણ માર્કેટિંગ ઓનલાઈન જાહેરખબરનો એક પ્રકાર છે જ્યાં જાહેરખબરકર્તા નાના (અને મોટા) પ્રકાશકોના એક વિશાળ જૂથ સાથે અભિયાન ચલાવે છે. જેઓ જાહેરખબરકર્તા માટે ટ્રાફિક એકત્રિત થાય અને સામાન્ય રીતે ચોક્કસ સમતોલ પ્રચાર પરિણામ મેળવે ત્યારે જ મીડિયા ફી ચૂકવે છે (ફોર્મ, વેચાણ, સાઈન-અપ વગેરે). હાલમાં, આ કાર્ય જોડાયેલા નેટવર્ક સાથે કરાર દ્વારા જ પૂરું કરવામાં આવે છે.
જોડાણ માર્કેટિંગની શોધ 1994માં સીડીનાઉ ડોટ કોમ (CDNow.com) દ્વારા કરાઈ હતી અને 1996માં સંલગ્ન કાર્યક્રમ તરીકે ઓળખાયેલા તેના એફિલિએટ પ્રોગ્રામના શુભારંભ વખતે એમેઝોન ડોટ કોમ (Amazon.com) દ્વારા પ્રોત્સાહિત કરાઈ હતી. ઓનલાઈન છુટક વિક્રેતા નીચા દરે બ્રાન્ડ પ્રદર્શન માટે તેનો ઉપયોગ કરે છે અને સાથો સાથ તેણે નાની વેબસાઈટોને થોડીક પૂરક આવક ઊભી કરવાનો એક માર્ગ પણ દર્શાવે છે.
સંદર્ભિત લક્ષ્યાંકિકરણની ઉપરાંત, ઓનલાઈન જાહેરખબર ઉપયોગકર્તાના ભુતકાળના ક્લિકસ્ટ્રીમના આધાર પર લક્ષ્યાંકિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ઉપયોગકર્તાએ તાજેતરમાં કોઈ મોટરગાડીને સંબંધિત ખરીદી/તુલનાત્મક સાઈટોની મુલાકાત લીધી હોય તો ઉપયોગકર્તાના કોમ્પ્યૂટર પર સંગ્રહ કરાયેલી કૂકીઝથી તેની ક્લિકસ્ટ્રીમનું વિશ્લેષણ કરી તે ઉપયોગકર્તા તેની અન્ય નોન-ઓટોમોટિવ સાઈટ્સ જોતો હોય ત્યારે ઓટો સંબંધિત જાહેરખબર દર્શાવી શકાય છે.
અર્થપૂર્ણ જાહેરખબરો વેબ પાનાઓ માટે અર્થપૂર્ણ વિશ્લેષણ તકનીક લાગુ કરે છે. આ પ્રક્રિયા પાનાંના મુખ્ય વિષય અને/અથવા અર્થની સચોટ સમજણ અને વ્યાખ્યા કરી અને તે પછી લક્ષ્યાંકિત જાહેરખબરો સ્થળ સાથે તેને પ્રસ્થાપિત કરે છે. વિષયને જાહેરખબર સાથે ખૂબ જ નજીકથી જોડીને, તેવું માની લેવામાં આવે છે કે દર્શકો, જાહેરખબર કરાયેલા ઉત્પાદક અથવા સેવામાં રસ દાખવે (જોડાણ દ્વારા) તેવી શકયતા વધુ છે.
અહીં ટોચના જાહેરખબર સર્વર વિક્રેતા 2008 ની યાદી દર્શાવાઈ છે જેમાં વિશેષ સર્વેક્ષણમાં પ્રકાશિત સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન લાખોની સંખ્યામાં દર્શકોના આંકડાની યાદી સમાવાઈ છે. 2008થી ગૂગલ ઓનલાઈન જાહેરખબર બજાર પર લગભગ 69% અંકુશ ધરાવે છે.
વિક્રેતા | જાહેરખબર જોનારાઓ (મિલિયનમાં) |
---|---|
ગૂગલ (Google) | 1,118 |
ડબલક્લિક (ગૂગલ (Google)) | 1,079 |
યાહૂ(yahoo)! | 362 |
એમએસએન (MSN) (માઈક્રોસોફ્ટ) | 309 |
એઓએલ (AOL) | 156 |
એડબ્રાઈટ | 73 |
કુલ | 3,087 |
એ વાત નોંધવી જોઈએ કે ગૂગલે 2007માં $3.1 બિલિયનના ખર્ચે ડબલક્લિક હસ્તગત કરી હતી. ઉપરોક્ત સર્વેક્ષણ 68 મિલિયન ડોમેઈન સંગ્રહિત ૨૦૧૧-૧૧-૨૪ ના રોજ વેબેક મશિનના આધારે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઓનલાઈન વિજ્ઞાપન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.