સંગરુર જિલ્લો: પંજાબ, ભારતનો એક જિલ્લો

સંગરુર જિલ્લો ભારત દેશના પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે.

પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક સંગરુર નગરમાં આવેલું છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પટિયાલા જિલ્લો, દક્ષિણે હરિયાણા રાજ્યની સીમા, પશ્ચિમે બથિંડા જિલ્લો તથા વાયવ્યમાં ફરીદકોટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સંગરુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

સંગરુર જિલ્લો
જિલ્લો
Location of સંગરુર જિલ્લો
અક્ષાંશ-રેખાંશ: 30°14′N 75°50′E / 30.23°N 75.83°E / 30.23; 75.83
દેશસંગરુર જિલ્લો: ઈતિહાસ, ભૂપૃષ્ઠ, જળપરિવાહ ભારત
રાજ્યપંજાબ
ઊંચાઇ
૨૩૨ m (૭૬૧ ft)
વસ્તી
 (૨૦૧૦)
 • કુલ૧૬,૫૪,૪૦૮
ભાષાઓ
 • અધિકૃતપંજાબી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૧૪૮૦૦૧
ટેલિફોન કોડ૦૧૬૭૨
વેબસાઇટsangrur.nic.in

ઈતિહાસ

આ જિલ્લાની રચના ૧૯૪૮માં પટિયાલા, નાભા, મલેરકોટલા અને જિંડનાં તત્કાલીન દેશી રાજ્યોમાંથી મલેરકોટલા, સંગરુર, સુનામ અને બરનાલા તાલુકાઓ બનાવીને કરવામાં આવી છે. જિલ્લાનું નામ જિલ્લામથક સંગરુર પરથી પાડવામાં આવ્યું છે. કહેવાય છે કે સંગુ નામના જાટે સંગરુરની સ્થાપના કરેલી. રાજા સંગતસિંહ દ્વારા ૧૯મી સદીના પહેલ ચરણમાં જિંડ ખાતેની રાજધાની ખસેડીને સંગરુર ખાતે લાવવામાં આવેલી, કારણ કે સંગરુર પટિયાલા અને નાભથી નજીક પડતું હતું.

ભૂપૃષ્ઠ

સંગરુર જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિસ્તારથી બનેલું છે. અહીં ટેકરિઓ કે નદિઓ આવેલી નથી. જિલ્લાની ભૂમિ પાવધ અને જાંગલ નામે ઓળખાતા બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલી છે. ખેડાણ માટે સમૃદ્ધ ગણાતી ઉત્તર તરફની મલેરકોટલા તાલુકાની જમીનો માટીવાળી ગોરાડુ પ્રકારની છે. અહિં સિંચાઈ મોતેભાગે કૂવાઓ દ્વારા થાય છે, અને ભૂગર્ભજળ ઓછી ઊંડાઈએથી મળી રહે છે. જાંગલ-વિભાગમાં આવતી સંગરુર તાલુકાની જમીનો રેતાળ ગોરાડુ પ્રકારની છે, અને અહીં સિંચાઈ નહેરો દ્વારા મળે છે.

જળપરિવાહ

આ જિલ્લામાંથી કોઈ મોટી નદી પસાર થતી નથી. ઘગ્ગર નદી જિલ્લાના થોડાક ભાગમાંથી પસાર થાય છે, પરંતુ જિલ્લા માટે તેનું કોઈ વિશેષ મહત્વ નથી. સરહિંદ નહેર અહીં સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેના બે ફાંટા પડે છે ઉત્તર તરફ બથિંડા ફાંટો અને મધ્યમાં કોટલા ફાંટો. ભાકરા નામની મુખ્ય નહેર પણ આ જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં થઈને જાય છે. જિલ્લામાંથી પસાર થતા બધા જ ફાંટા ઈશાનથી નૈઋત્ય તરફ જાય છે.

ખેતી-પશુપાલન

સંગરુર જોલ્લો મુખ્યત્વે કૃષિપ્રધાન છે અને જિલ્લાનુ અર્થતંત્ર કૃષિપેદાશો પર આધારિત છે. ઘઉં, શેરડી, મકાઈ, બાજરી, મગફળી અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી માટે બિયારણ, રાસાયણિક ખાતરો, કીટનાશકો તેમજ અદ્યતન કૃષિસાધનોનો ઉપયોગ થાય છે. નહેરો, નળકૂપ, પંપસેટ અને કૂવાઓનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગાયો, ભેંસો, બળદ, ઊંટ, ઘોડા, ટટ્ટુ, ગધેડા, ખચ્ચર, અને ઘેટાં-બકરા અહીંનાં મુખ્ય પશુઓ છે તેમજ દુધાળાં ઢોરની સંખ્યા અહીં વધુ છે. અહીં મરઘાં અને બતકાંનો ઉછેર પણ કરવામાં આવે છે. પશુઓ માટે અહીં દવાખાના તેમજ પશુઓ માટેની જાણકારી મેળવવા અહીં સંસ્થાઓ આવેલી છે.

વસ્તી

સંગરુર જિલ્લાની વસ્તી ૨૦૧૧ પ્રમાણે ૧,૬૫૫,૧૬૯ જેટલી છે, જેમાંથી ૮૭૮,૦૨૯ પુરુષો અને ૭૭૭,૧૪૦ સ્ત્રીઓની સંખ્યા છે. જિલ્લામાં હિન્દુઓ, શીખો અમે મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે.

પરિવહન

આ જિલ્લાનું અર્થતંત્ર કૃષિ-આધારિત હોવાથી ગામડાંને શહેરો સાથે સડકમાર્ગોથી જોડવામાં આવ્યા છે. જિલ્લામાં ત્રણ રાજ્યધોરિમાર્ગો અને આઠ જિલ્લામાર્ગો આવેલા છે. અહીંના શહેરો આજુબાજુના જિલ્લાઓનાં શહેરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલા છે. જિલ્લામાં ઉત્તર-દક્ષિણ દિશામાં તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં બ્રૉડગેજ રેલમાર્ગો પથરાયેલા છે. સંગરુર, સુનામ, મલેરકોટલા, બરનાલા, ધુરી વગેરે રેલમાર્ગો દ્વારા જોડાયેલા છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સંગરુર જિલ્લો ઈતિહાસસંગરુર જિલ્લો ભૂપૃષ્ઠસંગરુર જિલ્લો જળપરિવાહસંગરુર જિલ્લો ખેતી-પશુપાલનસંગરુર જિલ્લો વસ્તીસંગરુર જિલ્લો પરિવહનસંગરુર જિલ્લો સંદર્ભોસંગરુર જિલ્લો બાહ્ય કડીઓસંગરુર જિલ્લોપંજાબપટિયાલા જિલ્લોફરીદકોટ જિલ્લોભારતલુધિયાણા જિલ્લોસંગરુર (પંજાબ)હરિયાણા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રવાદગુજરાત વિધાનસભાસંત કબીરરાજ્ય સભારેવા (ચલચિત્ર)ધાતુકૃષ્ણદેવાયત પંડિતપૃથ્વીરાજ ચૌહાણહોસ્પિટલભારતીય અર્થતંત્રસાબરકાંઠા જિલ્લોપંચમહાલ જિલ્લોગુજરાતના શક્તિપીઠોએ (A)ભીમદેવ સોલંકીભારત સરકારમુહમ્મદચેસમોરબીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપરમાણુ ક્રમાંકભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસિતાંશુ યશશ્ચન્દ્રશિવરામાયણગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીજલારામ બાપાહરદ્વારમહેસાણા જિલ્લોગુજરાતી સિનેમાગરબાખજુરાહોગુજરાતી થાળીપાટીદાર અનામત આંદોલનઆખ્યાનલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રતિલાલ 'અનિલ'દશાવતારમિથ્યાભિમાન (નાટક)વૈશ્વિક આબોહવા પરિવર્તનહમીરજી ગોહિલઅગિયાર મહાવ્રતપીપળોભાથિજીદૂધગ્રામ પંચાયતઅહમદશાહગાયકવાડ રાજવંશખંડકાવ્યમાટીકામશીખતિરૂપતિ બાલાજીપ્રાચીન ઇજિપ્તબિકાનેરકાકાસાહેબ કાલેલકરગિરનારરાજકોટ જિલ્લોરાવણગરમાળો (વૃક્ષ)ભારતના નાણાં પ્રધાનમધ્યકાળની ગુજરાતીડોંગરેજી મહારાજલેપ્ટોસ્પાઇરોસિસપંજાબ, ભારતશાંતિભાઈ આચાર્યઅરવલ્લી જિલ્લોસમાનતાની મૂર્તિવિરામચિહ્નોનવરાત્રીનગરપાલિકાતુલસીદાહોદવૈશ્વિકરણઆદિવાસીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર🡆 More