ઝોરાવર ચંદ બક્ષી

લેફ્ટનન્ટ જનરલ ઝોરાવર ચંદ બક્ષી(૨૧ ઓક્ટોબર ૧૯૨૧ – ૨૪ મે ૨૦૧૮), પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ એ ભારતીય ભૂમિસેનાના એક સેવાનિવૃત્ત અધિકારી છે.

તેઓ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન અબ્લેઝની કાર્યવાહી માટે જાણીતા છે. તેઓને ભારતના સૌથી 'પુરસ્કૃત જનરલ' ગણવામાં આવે છે.

લેફ્ટનન્ટ જનરલ
ઝોરાવર ચંદ બક્ષી
પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ
હુલામણું નામઝોરુ
જન્મ (1921-10-21) 21 October 1921 (ઉંમર 102)
ગુલ્યાના, પંજાબ, અંગ્રેજ શાસિત ભારત
મૃત્યુ24 May 2018(2018-05-24) (ઉંમર 96)
દેશ/જોડાણબ્રિટિશ ભારત
ઝોરાવર ચંદ બક્ષી ભારત
સેવા/શાખાબ્રિટિશ ભારતીય ભૂમિસેના, ઝોરાવર ચંદ બક્ષી ભારતીય ભૂમિસેના ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૩-૧૯૭૯
હોદ્દોઝોરાવર ચંદ બક્ષી લેફ્ટનન્ટ જનરલ
દળ૫ ગુરખા રાઇફલ્સ
૧૦મી પલટણ, બલુચ રેજિમેન્ટ
Commands held૨ કોર

૨૬મી પાયદળ ડિવિઝન
૮મી પહાડી ડિવિઝન
૬૮મી પાયદળ બ્રિગેડ

૨/૫ ગુરખા રાઇફલ્સ
યુદ્ધોબીજું વિશ્વ યુદ્ધ

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
પુરસ્કારોઝોરાવર ચંદ બક્ષી પરમ વિશિષ્ઠ સેવા ચંદ્રક

ઝોરાવર ચંદ બક્ષી મહાવીર ચક્ર
ઝોરાવર ચંદ બક્ષી વીર ચક્ર

ઝોરાવર ચંદ બક્ષી વિશિષ્ઠ સેવા ચંદ્રક

પરિવાર અને શરુઆતનું જીવન

બક્ષીના પિતા બહાદુર બક્ષી લાલ ચંદ લૌ એ અંગ્રેજ ભારતીય સેનાના એક સન્માનિત સૈનિક હતા. તેમને ઓર્ડર ઓફ બ્રિટિશ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો પરિવાર ગુલ્યાના, તાલુકો ગુજરાખાન, રાવલપિંડી જિલ્લાનો નિવાસી હતો. સ્વતંત્રતા સમયે તેમનો પરિવાર ભારત ખાતે સ્થળાંતર કરી અને આવ્યો હતો. તેમણે સ્નાતકની પદવી સ્વતંત્રતા પહેલાં ગોર્ડન કૉલેજ, રાવલપિંડી ખાતેથી ૧૯૪૨માં મેળવી હતી.

સૈન્ય કારકિર્દી

૧૯૪૩માં તેઓ ભારતીય ભૂમિસેનાની બલોચ રેજિમેન્ટમાં નિયુક્ત કરાયા. તેમણે સૌપ્રથમ લડાઈ બીજું વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાન સામે બર્મા મોરચા પર લડી અને તેમાં તેમને જાપાની કિલ્લેબંધી પર કબ્જો મેળવવા માટે નોંધપાત્ર કાર્યવાહીનો પુરસ્કાર અપાયો. બર્માને જાપાનના કબ્જામાંથી મુક્ત કર્યા બાદ તેમણે મલેશિયા પરથી જાપાની કબ્જાને હટાવવાની કાર્યવાહીમાં ભાગ લીધો અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમણે ઝડપી બઢતી આપી અને મેજરનો હોદ્દો આપવામાં આવ્યો.

૧૯૪૭માં ભારતના ભાગલા સમયે તેમને ભારતીય ભૂમિસેનાની ૫ ગુરખા રાઇફલ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમને વીરતા દર્શાવવા માટે જુલાઈ ૧૯૪૮માં વીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો. તેમને ત્યારબાદ તુરંત જ મેકગ્રેગોર ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાનીઓ પાસેથી હાજી પીર ઘાટ કબ્જે કરવામાં મુખ્ય ભૂમિકામાં હતા અને આ કાર્યવાહી માટે તેમને મહાવીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૦ના દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ કોંગોમાં કટાંગા પ્રાંતમાં વિદ્રોહ દાબવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં પલટણ નિયુક્ત કરવામાં આવી. આ કાર્યવાહી માટે તેઓને વિશિષ્ઠ સેવા ચંદ્રક એનાયત કરાયો. તેમણે ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં પણ યોગદાન આપ્યું છે. ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓએ હાલમાં ચિકન-નેક તરીકે ઓળખાતા વિસ્તારમાં મહત્વના દુશ્મન ઠેકાણાંઓ પર કબ્જો મેળવ્યો અને તેને માટે તેમને પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક એનાયત થયો. તેઓ ભારતીય સેનામાં ઝોરુના હુલામણા નામ વડે ઓળખવામાં આવે છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ઝોરાવર ચંદ બક્ષી પરિવાર અને શરુઆતનું જીવનઝોરાવર ચંદ બક્ષી સૈન્ય કારકિર્દીઝોરાવર ચંદ બક્ષી આ પણ જુઓઝોરાવર ચંદ બક્ષી સંદર્ભઝોરાવર ચંદ બક્ષીભારતભારતીય ભૂમિસેના૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નળ સરોવરનર્મદવર્તુળથાઇલેન્ડપાવાગઢમહીસાગર જિલ્લોકોદરાઆદિવાસીઘુડખર અભયારણ્યગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોસૂર્યમંદિર, મોઢેરાખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)માનવીની ભવાઇગુજરાતી વિશ્વકોશશહીદ દિવસઍન્ટાર્કટિકાલાભશંકર ઠાકરમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭તાજ મહેલવાઘેલા વંશધરમપુરઉપગ્રહ પ્રક્ષેપણ યાનઑડિશાચૈત્ર સુદ ૭કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીસમાનાર્થી શબ્દોજયંત ખત્રીબનારસ હિંદુ યુનિવર્સિટીભરૂચ જિલ્લોબનાસ નદીજમ્મુ અને કાશ્મીરશિવદશરથદિલ્હી સલ્તનતદેવભૂમિ દ્વારકા જિલ્લોચેતક અશ્વપક્ષીટાઇફોઇડછંદજ્યોતિબા ફુલેપંચમહાલ જિલ્લોશ્રવણપાલનપુરધોરાજીકાળકા માતા મંદિર, પાવાગઢએલોન મસ્કદામોદર બોટાદકરજોસેફ મેકવાનરક્તના પ્રકારસ્નેહરશ્મિબ્રાઝિલવસંત વિજયરિસાયક્લિંગવાયુ પ્રદૂષણસૂર્ય (દેવ)ગોળ ગધેડાનો મેળોચિનુ મોદીકથકલીપરમાણુ ક્રમાંકમુકેશ અંબાણીગુજરાતી રંગભૂમિકર્ણદેવ સોલંકીચીનનો ઇતિહાસનવલકથામધુ રાયબ્રહ્માંડઅશ્વત્થામાકાશ્મીરતાલુકા વિકાસ અધિકારીગાંધી આશ્રમવનસ્પતિવિઠ્ઠલભાઈ પટેલહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોહરે કૃષ્ણ મંત્રશ્વેત ક્રાંતિગુજરાત વિદ્યા સભા🡆 More