દશરથ

દશરથ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન રામના પિતા હતાં.

રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા અને મહા પ્રતાપી રાજા ભરત, કે જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું છે, તેઓના વંશજ હતાં. દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતા. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે ચાર પુત્રો અને શાંતા નામની એક પુત્રી હતી.

દશરથ
કૌશલના મહારાજા
દશરથ
રામના વનવાસના પ્રસંગે શોક વ્યક્ત કરતા રાજા દશરથ
જન્મ સ્થળઅયોધ્યા, કૌશલ ‍(હાલમાં ઉત્તર પ્રદેશ, ભારત)
મૃત્યુ સ્થળઅયોધ્યા
પૂર્વગામીઅજ
અનુગામીરામ
જીવનસાથીકૌશલ્યા
કૈકેયી
સુમિત્રા
સંતાનરામ
ભરત
લક્ષ્મણ
શત્રુઘ્ન
શાંતા
રાજવંશરઘુવંશી-ઇશ્વાકુ-સૂર્યવંશી
પિતાઅજ
માતાઈન્દુમતી
ધાર્મિક માન્યતાહિંદુ

પૂર્વ જીવન

દશરથ અજ અને ઈન્દુમતીનાં પુત્ર હતાંં. તેમનો રથ દશ દિશા ફરતો હતો જેથી તેમનું નામ દશરથ પડ્યું હતું. પિતાની મૃત્યુ બાદ દશરથ રાજા બન્યા હતા. તેમના વિવાહ મગધની રાજકન્યા કૌશલ્યા, કૈકેય પ્રદેશની રાજકન્યા કૈકેયી તથા કાશીની રાજકન્યા સુમિત્રા સાથે થયાં હતા.

યજ્ઞ

દશરથ 
યજ્ઞની અગ્નિમાંથી એક દેવદૂતે દશરથને ખીર આપી

ગુરુ વશિષ્ઠનાં સૂચનથી દશરથે ઋષ્યશૃંગ પાસે અશ્વમેઘ અને પુત્ર-કામેષ્ટિ યજ્ઞ કરયો હતો. આ જ યજ્ઞની અગ્નિમાંથી દેવદૂતે દશરથને ખીર આપી હતી જેનાથી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામે ચાર પુત્રો થયા.

વચન

કૈકેયીને રાજા દશરથે આપેલાં બે વચનની તેણીએ ભગવાન રામના રાજ્યાભિષેક પહેલાં માંગણી કરી હતી. જેમાં રામ વનવાસ જાય અને કૈકેયીપુત્ર ભરત ગાદીએ બેસે એવાં બે વચન હતાં. આ વચન તેણીએ મંથરા નામની દાસીની સલાહ પ્રમાણે માંગ્યા હતાં.

શ્રાપ

દશરથ 
દશરથ વડે મૃત્યુ પામેલા શ્રવણનો શોક કરતાં શ્રવણના અંધ માતા-પિતા

અયોધ્યાના જંગલોમાં દશરથ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે તળાવ નજીક પ્રાણીનો અવાજ સાંભળ્યો અને ત્યાં તીર માર્યું. જ્યારે તેઓ પ્રાણી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે તીર એક યુવાન વ્યક્તિને લાગ્યું છે, જે શ્રવણ હતો. શ્રવણે પોતાના બિમાર અને વૃદ્ધ માતા-પિતાને પાણી આપવા માટે કહ્યું અને આ ઘટના વિશે જણાવવા કહ્યું અને મૃત્યુ પામ્યો. જ્યારે દશરથ પાણી આપવા શ્રવણના માતા-પિતા પાસે ગયા અને ઘટનાનું વર્ણન કર્યું ત્યારે તે સાંભળીને તેઓ દુ:ખને જીરવી ન શક્યા. તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તે પણ 'પુત્રશોક' નો અનુભવ કરશે.

મૃત્યુ

રામનાં વનગમનથી દશરથ દુઃખી થયાંં અને તેમનું મૃત્યુ થયું.

Tags:

દશરથ પૂર્વ જીવનદશરથ યજ્ઞદશરથ વચનદશરથ શ્રાપદશરથ મૃત્યુદશરથઅયોધ્યાકૈકેયીકૌશલ્યાભરતરામરામાયણલક્ષ્મણશત્રુઘ્નસુમિત્રાસૂર્યવંશીહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરબી જિલ્લોબેંકદયારામભારત રત્નસંસ્કૃત ભાષાનિવસન તંત્રપાલનપુર રજવાડુંફણસરાણકી વાવપાલીતાણાના જૈન મંદિરોસોનુંઅમરેલીખલીલ ધનતેજવીગુજરાતના લોકમેળાઓભાસપ્રેમાનંદલોકશાહીનારાયણ સરોવર (તા. લખપત)વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનલાલ બહાદુર શાસ્ત્રીરશિયાબનારસી સાડીભારતભગવદ્ગોમંડલગુજરાતી સાહિત્યહિમાલયદીપિકા પદુકોણગંગા નદીઅમિત શાહદલપતરામગુપ્તરોગનર્મદદત્તાત્રેયજામા મસ્જિદ, અમદાવાદજલિયાંવાલા બાગ હત્યાકાંડપુ્ષ્ટિમાર્ગ બેઠકગુજરાતી સિનેમાલોકસભાના અધ્યક્ષપાળિયાજુનાગઢગુજરાત સમાચારવિનાયક દામોદર સાવરકરઓએસઆઈ મોડેલપપૈયુંલોક સભાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઘઉંનવરોઝસિંહ રાશીમાનવ શરીરબાલમુકુન્દ દવેતિલકભાવનગર જિલ્લોચક્રભારતમાં આવક વેરોઅસોસિએશન ફુટબોલહોમિયોપેથીચોટીલાકાલિદાસસપ્તર્ષિદાંડી સત્યાગ્રહતીર્થંકરગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઅર્જુનસ્વામી વિવેકાનંદ૧૮૫૭ની ભારતીય ક્રાંતિસામાજિક સમસ્યાફેસબુકગૌતમ બુદ્ધગોગા મહારાજતાજ મહેલચિત્તોડગઢબાંગ્લાદેશસંગીત વાદ્યસામાજિક પરિવર્તનઔરંગઝેબપ્રથમ વિશ્વ યુદ્ધ🡆 More