સોમ નાથ શર્મા

મેજર સોમ નાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.

નવેમ્બર ૧૯૪૭માં કાશ્મીરમાં કાર્યવાહી દરમિયાન વીરતા દાખવવા માટે તેમને પદક આપવામાં આવ્યો હતો. ૧૯૪૭-૪૮ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શ્રીનગર હવાઈ મથક પરથી દુશ્મન ઘૂસણખોરોને ખદેડતી વખતે તેઓ શહીદ થઈ ગયા હતા. તેઓ ૪થી કુમાઉ રેજિમેન્ટમાં અફસર હતા.

મેજર
સોમનાથ શર્મા
PVC
સોમ નાથ શર્મા
વર્ષ ૨૦૦૩ની ટપાલ ટિકિટ પર સોમનાથ શર્મા
જન્મ(1923-01-31)31 January 1923
દધ, કાંગડા જિલ્લો, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન હિમાચલ પ્રદેશ, ભારત)
મૃત્યુ3 November 1947(1947-11-03) (ઉંમર 24)
બડગામ, ભારત
દેશ/જોડાણઢાંચો:Country data British India
સોમ નાથ શર્મા India
સેવા/શાખાસોમ નાથ શર્મા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૨–૧૯૪૭
હોદ્દોસોમ નાથ શર્મા મેજર
સેવા ક્રમાંકIC-521
દળ૪ થી બટાલીયન, કુમાઊ રેજીમેન્ટ
યુદ્ધોદ્વિતીય વિશ્વ યુદ્ધ
  • અરાકન અભિયાન

૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

  • બડગામ ઉદ્યાન  
પુરસ્કારો
સંબંધોજનરલ વી.એન. શર્મા (ભાઈ)

શરૂઆતનું જીવન

મેજર સોમ નાથ શર્માનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ તત્કાલીન પંજાબના કાંગડા ખાતે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ એક ખ્યાતનામ લશ્કરી પરિવારમાંથી આવતા હતા તેમના પિતા મેજર જનરલ અમર નાથ શર્મા (સૈન્યની તબીબી સેવાના વડા) પણ લશ્કરી અધિકારી હતા. તેમના ભાઈ લેફ્ટનન્ટ જનરલ સુરીન્દર નાથ શર્મા (ઈજનેર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા) અને જનરલ વિશ્ચ નાથ શર્મા (૧૯૮૮-૧૯૯૦ સુધી સૈન્ય વડા) હતા અને તેમની બહેન મેજર કમલા તિવારી હતા (તબીબ). તેમણે પોતાનો શાળાકીય અભ્યાસ નૈનિતાલ ખાતે શેરવુડ કોલેજમાં કર્યો. બાદમાં તેઓ દહેરાદુન ખાતે લશ્કરી અકાદમિમાં જોડાયા. તેઓ ભારતીય ભૂમિસેનાની ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટની ૮મી બટાલિઅનમાં ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જોડાયા (જે બાદમાં ૪થી બટાલિઅન, કુમાઉ રેજિમેન્ટ બની). તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આરાકાન ખાતે લડાઈમાં ભાગ લીધો. સંજોગવસાત તેમના ભાઈ લેફ્ટનન્ટ જનરલ સુરીન્દર નાથ શર્માના સાસુ સાવિત્રી ખાનોલકર હતા જેમણે પરમવીર ચક્રનું આલેખન કર્યું.

બડગામની લડાઈ

૩૧ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ સોમ નાથની કંપનીને હવાઈ માર્ગે શ્રીનગર મોકલવામાં આવી. અગાઉ હોકીના મેદાનમાં થયેલી ઈજાઓને કારણે તેમના ડાબા હાથ પર પ્લાસ્ટર લગાવેલું હતું પરંતુ તેમને પોતાની કંપનીનો સાથ છોડવો નહોતો માટે તેમને સાથે જવા પરવાનગી અપાઈ.

૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ મેજર સોમ નાથ શર્માની કંપનીને (ડી કંપની, ૪થી કુમાઉ) બડગામ ગામ તરફ લડાયક ચોકિયાત તરીકે જવા આદેશ મળ્યો. ગુલમર્ગની દિશામાંથી આશરે ૭૦૦ હુમલાખોરોનું લશ્કર બડગામ તરફ આગળ વધ્યું. ટૂંક સમયમાં જ કંપની દુશ્મનો દ્વારા ત્રણ તરફથી ઘેરાઈ ગઈ અને મોર્ટાર ગોળીબારને કારણે મોટાપ્રમાણમાં જાનહાનિ થઈ. સોમ નાથને તેમનું સ્થાન જાળવી રાખવાની મહત્તા સમજાઈ કારણ કે જો તેઓ આ સ્થાન ગુમાવે તો શ્રીનગર શહેર અને હવાઈ મથક બંને જોખમાઇ જાય. ભારે પ્રમાણમાં ગોળીબાર અને સાતની સામે એક જ સૈનિક હોવા છતાં સોમ નાથે સૌ સૈનિકોને લડવા માટે પ્રેરિત કરતા રહ્યા અને એક ચોકીથી બીજી ચોકી દોડતા રહ્યા.

જ્યારે મોટા પ્રમાણમાં જાનહાનિ થવાને કારણે તેમની કંપનીની ગોળીબાર કરવાની ક્ષમતા પર અસર થવા લાગી ત્યારે પોતાનો એક હાથ પ્લાસ્ટરમાં હોવા છતાં તેઓએ પોતે મેગેઝિનમાં ગોળી ભરી અને સૈનિકોને આપવાનું ચાલુ કર્યું. જ્યારે તેઓ દુશ્મન સાથે લડવામાં વ્યસ્ત હતા ત્યારે એક મોર્ટાર ગોળો તેમની નજીક ગોળાબારૂદ પર પડ્યો. તેમનો બ્રિગેડ મુખ્યાલયને તેમની શહીદી પહેલાં આખરી સંદેશો હતો કે "દુશ્મનો અમારાથી ૪૦ મીટર દૂર જ છે. અમારી સંખ્યા તેમની સરખામણીએ ખૂબ જ ઓછી છે. અમારા પર ખૂબ ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. હું એક ઈંચ પણ પાછળ નહિ હટું અને છેલ્લા માણસ અને છેલ્લી ગોળી સુધી લડીશ."

જ્યાં સુધીમાં મદદ માટે ૧લી કુમાઉની કંપની તેમના સુધી પહોંચી તમામ ચોકીઓ દુશ્મનોના કબ્જામાં હતી. પરંતુ હુમલાખોરોએ ૨૦૦ સૈનિકો ગુમાવ્યા હતા અને તેને કારણે તેમનો આગળ વધવાનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો જેને કારણે ભારતીય સૈનિકોને શ્રીનગર હવાઈ મથક પર હવાઈ માર્ગે આવવાનો અને શહેરમાં જવાના તમામ માર્ગો બંધ કરવાનો સમય મળી ગયો. આ રીતે સોમનાથ શર્માએ શ્રીનગરને દુશ્મનના હાથમાં જતા બચાવ્યું અને તાર્કિક રીતે જોઈએ તો સમગ્ર કાશ્મીર ખીણને.

લોકપ્રિય માધ્યમમાં

પરમવીર ચક્ર ધારાવાહિકનો પ્રથમ અંક તેમના પર જ આધારિત છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સોમ નાથ શર્મા શરૂઆતનું જીવનસોમ નાથ શર્મા બડગામની લડાઈસોમ નાથ શર્મા લોકપ્રિય માધ્યમમાંસોમ નાથ શર્મા સંદર્ભોસોમ નાથ શર્મા બાહ્ય કડીઓસોમ નાથ શર્માકાશ્મીરપરમવીર ચક્રપાકિસ્તાનભારતશ્રીનગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જલિયાંવાલા બાગ હત્યાકાંડમહાભારતમહાગુજરાત આંદોલનમોરારીબાપુદિલ્હી સલ્તનતજૈન ધર્મ૧૯૭૯ મચ્છુ બંધ હોનારતતલાટી-કમ-મંત્રીસૂર્યવંશીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીભોપાલનરેન્દ્ર મોદીવ્યાસશામળ ભટ્ટમૈત્રકકાળમોબાઇલ ફોનયૂક્રેઇનગુજરાતના જિલ્લાઓફાગણગરમાળો (વૃક્ષ)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોશક સંવતહનુમાન મંદિર, સાળંગપુરસુવર્ણ મંદિર, અમૃતસરસહસ્ત્રલિંગ તળાવનવસારીઆહીરસંત દેવીદાસઇન્ટરનેટગોહિલ વંશભારતીય સંસદસમીતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધખીજડોગુજરાતના શક્તિપીઠોઝિંઝુવાડા (તા. દસાડા)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭અરવલ્લીનરસિંહરાવ દિવેટિયાકૃષ્ણકૃષ્ણકુમારસિંહ ગોહીલખંભાતશિવહરદ્વારભારતના રાજ્ય પ્રાણીઓની યાદીરામદેવપીરરણછોડલાલ છોટાલાલહવામાનભારતનવકાર મંત્રહોમિયોપેથીભૂગોળસારનાથનો સ્તંભખાવાનો સોડાપર્યટનકુન્દનિકા કાપડિયાવિરામચિહ્નોપાણીનરસિંહ મહેતાહમીરજી ગોહિલલોક સભાગુજરાત દિનનક્ષત્રબહુચરાજીબાબાસાહેબ આંબેડકરપીપળોસિદ્ધપુરસત્યયુગઆર્યભટ્ટભગત સિંહસમુહ લગ્નજ્યોતીન્દ્ર દવેતાપી જિલ્લોલગ્નજ્યોતિબા ફુલેપ્રમુખ સ્વામી મહારાજ🡆 More