સિદ્ધપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે, જે તાલુકાનું મુખ્ય મથક પણ છે.

સિદ્ધપુર
—  નગર  —
સિદ્ધપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°54′51″N 72°22′18″E / 23.91408°N 72.371597°E / 23.91408; 72.371597
દેશ સિદ્ધપુર: ઇતિહાસ, ભૂગોળ, જોવાલાયક સ્થળો ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સિદ્ધપુર
વસ્તી ૬૧,૮૬૭ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૦ /
સાક્ષરતા ૮૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, નગર પાલિકા , ઇજનેરી કોલેજ , નર્સિંગ કોલેજ , ડેન્ટલ કોલેજ , હોટેલ મેનેજમેન્ટ કોલેજ , કોમર્સ કોલેજ, કેન્સર હોસ્પીટલ, આયુર્વેદિક હોસ્પીટલ, જનરલ હોસ્પીટલ, દાંતનું દવાખાનું
મુખ્ય વ્યવસાયો વ્યાપાર, ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ઇતિહાસ

સિદ્ધપુર: ઇતિહાસ, ભૂગોળ, જોવાલાયક સ્થળો 
પ્રાચીન સરસ્વતી નદીના કાંઠે વસેલું સિદ્ધપુર

સિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.

૧૦મી સદીની આસપાસ, સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને ૮૦ મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. ૧૨મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો. આશરે ૩૦,૦૦૦ લોકોની કત્લ કરવામાં આવી હતી અને સોલંકી સામ્રાજ્યનો નાશ થયો.

ગુજરાત સલ્તનત વખતે શહેર પાલનપુર રજવાડાના શાસકોના શાસન હેઠળ હતું. ૧૫મી સદી દરમિયાન તે અકબર દ્વારા મુઘલ વંશ હેઠળ આવ્યું. આ સમય દરમિયાન શહેરનો ફરીથી વિકાસ થયો હતો.

૧૪મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો. સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.

ભૂગોળ

સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.

જોવાલાયક સ્થળો

સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરો થી ઘેરાયેલું છે. ઉત્તર પૂર્વ છેડે ચમ્પ્કેશ્વર મહાદેવ, પૂર્વમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ આવેલા છે. મુક્તિધામ, બિંદુ સરોવર, રુદ્રમાળ અને અરુડેશ્વર સિદ્ધપુરના મહત્વના જોવાલાયક સ્થળો છે. ઇ.સ. ૨૦૧૭માં બિંદુ સરોવર નજીક સિદ્ધપુર પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા શ્રીસ્થળ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

છબીઓ

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૬૧,૮૬૭ લોકો સિદ્ધપુર માં વસે છે. જેમાં ૩૨,૦૫૪ પુરુષો અને ૨૯,૮૧૩ સ્ત્રીઓ છે. સિદ્ધપુરમાં સાક્ષરતા દર ૮૪% છે, જે રાષ્ટ્રીય સાક્ષરતાના દર કરતા વધુ છે. પુરુષોનો સાક્ષરતા દર ૭૯.૯% છે, જયારે સ્ત્રીઓનો ૬૮.૪% છે. ૧૨% જેટલી વસ્તી ૬ વર્ષ કરતા નાના બાળકોની છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સિદ્ધપુર ઇતિહાસસિદ્ધપુર ભૂગોળસિદ્ધપુર જોવાલાયક સ્થળોસિદ્ધપુર છબીઓસિદ્ધપુર વસ્તીસિદ્ધપુર સંદર્ભસિદ્ધપુર બાહ્ય કડીઓસિદ્ધપુરગુજરાતપાટણ જિલ્લોભારતસિદ્ધપુર તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામદેવપીરભારતના રાષ્ટ્રપતિખરીફ પાકભાવનગરપવનચક્કીમહેસાણા જિલ્લોકમળઆદિવાસીરવિન્દ્રનાથ ટાગોરવંદે માતરમ્જય શ્રી રામપૃથ્વીરાજ ચૌહાણગુજરાતી લિપિક્ષય રોગઇલોરાની ગુફાઓબાબાસાહેબ આંબેડકરસાવિત્રીબાઈ ફુલેગૌતમ અદાણીઇ-કોમર્સસંયુક્ત રાષ્ટ્રસંઘનિતા અંબાણીભૂસ્ખલનદ્વારકાધીશ મંદિરસતાધારબહારવટીયોવિનોબા ભાવેજ્યોતીન્દ્ર દવેપાણીપાર્શ્વનાથઅમદાવાદ બીઆરટીએસસીતામેકણ દાદાકબજિયાતપ્રાણીરામાયણતાના અને રીરીબારડોલી સત્યાગ્રહભારતીય સિનેમામગફળીકબડ્ડીશામળ ભટ્ટઆહીરરશિયાઅમદાવાદની ભૂગોળસુરતકલાપરિક્ષિતમોરબી જિલ્લોપાટણસોલંકી વંશપાટણ જિલ્લોવિશ્વ પર્યાવરણ દિવસગુજરાતી અંકરક્તપિતહરિવંશઅંગકોર વાટપાણી (અણુ)આસનશીતળાબારડોલી લોક સભા મતવિસ્તારઅતિસારઆંકડો (વનસ્પતિ)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)નર્મદા નદીસરસ્વતી દેવીવૃશ્ચિક રાશીઆંખસોમનાથજોગીદાસ ખુમાણસિવિલ હોસ્પિટલ, અમદાવાદફુગાવોઅલ્પ વિરામસત્યના પ્રયોગો અથવા આત્મકથાસુનીતા વિલિયમ્સમીન રાશીહમીરજી ગોહિલ🡆 More