૧૯૭૯ મચ્છુ બંધ હોનારત

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી.

મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાં) મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.

મચ્છુ બંધ હોનારત
તારીખ૧૧ ઓગસ્ટ ૧૯૭૯
સ્થાનમોરબી અને રાજકોટ જિલ્લાના ગામો
મૃત્યુ૧૮૦૦-૨૫,૦૦૦ (અંદાજીત)
સંપત્તિને નુકશાન૧૦૦ કરોડ (૧૯૭૯ પ્રમાણે) (અંદાજીત)
મચ્છુ બંધ અને મોરબીનું સ્થાન

અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.

૧૯૭૫ની ચીનના બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં આવી એ પહેલાં આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.

નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે. વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.

ચલચિત્ર

નિર્માણાધીન મચ્છુ ગુજરાતી ચલચિત્ર આ ઘટના પર આધારિત છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઓગસ્ટ ૧૧ભારતમચ્છુ નદીમોરબીમોરબી જિલ્લોરાજકોટ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહિનોગુજરાતી ભાષાભારતના રજવાડાઓની યાદીફિરોઝ ગાંધીરક્તપિતગુજરાતના તાલુકાઓકુમારપાળહાથીમતદાનનિર્મલા સીતારામનચંદ્રગુપ્ત પ્રથમરવિશંકર વ્યાસગંગા નદીમહાગુજરાત આંદોલનકાઠિયાવાડી ઘોડાવશઇડરક્ષેત્રફળરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કપિલ દેવમહાવીર જન્મ કલ્યાણકભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઅજંતાની ગુફાઓકોમ્પ્યુટર માઉસબજરંગદાસબાપારાણી લક્ષ્મીબાઈમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)નર્મદા નદીદ્વારકાધીશ મંદિરવિરામચિહ્નોસચિન તેંડુલકરસપ્તર્ષિભારત છોડો આંદોલનપ્રાણીખજૂરવૌઠાનો મેળોજય શ્રી રામસોનુંજિજ્ઞેશ મેવાણીઅથર્વવેદસૂર્યમંડળશિવકચ્છનું મોટું રણકરસનભાઇ પટેલકારડીયાઆવર્ત કોષ્ટકદુબઇક્રોમાલાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયછંદપ્રદૂષણમહુવાપંચાયતી રાજકેન્દ્રશાસિત પ્રદેશનાઇટ્રોજનઆદિ શંકરાચાર્યઆહીરરામઇન્ટરનેટપક્ષીલસિકા ગાંઠગુજરાતી અંકઅખા ભગતભારતનું બંધારણમહર્ષિ દયાનંદસાડીગુજરાત દિનગાંઠિયો વાબગદાણા (તા.મહુવા)ભૂપેન્દ્ર પટેલસંસ્કારઝાલાસાબરમતી નદીદમણ અને દીવનાગલીલોખંડસમાજશાસ્ત્રપટેલ🡆 More