રાજપીપલા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

રાજપીપલા
—  નગર  —
રાજપીપલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°52′22″N 73°30′08″E / 21.87265°N 73.502126°E / 21.87265; 73.502126
દેશ રાજપીપલા: ભૂગોળ, જોવાલાયક સ્થળો, રાજ કુટુંબ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો નાંદોદ
વસ્તી ૩૪,૮૪૫ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 148 metres (486 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
રાજપીપલા: ભૂગોળ, જોવાલાયક સ્થળો, રાજ કુટુંબ
રાજપીપલા રેલ્વે સ્ટેશન

ભૂગોળ

રાજપીપલા નગર કરજણ નદીના કિનારે 21°47′N 73°34′E / 21.78°N 73.57°E / 21.78; 73.57 પર સ્થિત છે. વસેલું છે. રાજપીપલાની સરેરાશ ઉંચાઇ ૧૪૮ મીટર છે.

જોવાલાયક સ્થળો

અહીં રાજમહેલ, હરસિધ્ધિમાતાનું મંદિર, ગાયત્રી યજ્ઞ શાળા, કરજણ ડેમ, સરદાર સરોવર બંધ, શૂલપાણેશ્વર અભયારણ્ય, ગરૂડેશ્વર વગેરે જોવાલાયક સ્થળો છે.

હરસિધ્ધી માતાનું મંદિર

રાજપીપલામાં હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું માહત્મ્ય રાજપીપલા અને આજુબાજુના વિસ્તારમાં ઘણું છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ ભરાય છે.

વાડિયા પેલેસ

રાજપીપલામાં ઘણા મહેલો આવેલા છે. વાડિયા પેલેસ આ પૈકીનો એક મહેલ છે, જેનું મૂળ નામ તો 'ઇન્દ્રજીત પદ્મિની પેલેસ' છે. આ રાજમહેલ હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે અને અહીં વન ખાતાની કચેરી ઉપરાંત રોપ ઉછેર કેન્દ્ર ચાલે છે. મહેલનાં પ્રાંગણમાં ઔષધિય વનસ્પતિ ઉદ્યાન (Medicinal Plant Garden) બનાવવામાં આવ્યો છે, જેમાં અનેક લુપ્ત થઈ રહેલી તથા દુર્લભ જડીબુટ્ટીઓ ઉછેરવામાં આવી રહી છે. આ ઉદ્યાનમાં અશોક, વા લાકડી, દંતી, હરડે, ટેંટુ, અર્જુન, ભિલામો, લસણવેલ, મધુનાશિની, વિદારી કંદ, લીંડીપીપર, ગજપીપર, કાળો ખેર, ચિત્રક જેવી વિવિધ વનસ્પતિઓ છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.[સંદર્ભ આપો] અહીંથી આશરે ૧૦ કી.મી.ના અંતરે જીતનગર, ડેમ ફળીયા પાસે બીજો એક આયુર્વેદીક વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે, ત્યાં પણ વિવિધ વનસ્પતિઓ જોવા મળી શકે છે. આ ઉદ્યાનનુ સંચાલન તાજેતરમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરને સોંપાયુ છે.[સંદર્ભ આપો] વાડિયા પેલેસ ખાતેસરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આ ફાર્મસી બનાવવામાં આવી છે.

રાજ કુટુંબ

રાજપીપલા: ભૂગોળ, જોવાલાયક સ્થળો, રાજ કુટુંબ 
રાજપીપલા રજવાડાનો ધ્વજ

રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહીલ (પ્રિન્સ માનવ અથવા તો માનવ તરીકે વધુ જાણીતા) ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વડોદરામાં લક્ષ્ય નામે એક સેવાભાવી સંસ્થા ચલાવે છે, જે સજાતિય પુરુષોમાં એઇડ્સ વિષે જાગૃતિ લાવવાનાં કાર્યમાં પ્રવૃત્ત છે.

શિક્ષણ

રાજપીપલામાં ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ પણ સુલભ છે. જેમાં એમ. આર. વિદ્યાલય, નવદુર્ગા હાઇસ્કુલ, કન્યા વિનય મંદિર, ગવર્મેન્ટ હાઇસ્કુલ અને અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ મુખ્ય છે. બી.એડ. કોલેજ, પીટીસી કોલેજ, ફોરેસ્ટ કોલેજ, આર્ટસ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ પણ આવેલી છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રાજપીપલા ભૂગોળરાજપીપલા જોવાલાયક સ્થળોરાજપીપલા રાજ કુટુંબરાજપીપલા શિક્ષણરાજપીપલા આ પણ જુઓરાજપીપલા સંદર્ભરાજપીપલા બાહ્ય કડીઓરાજપીપલાગુજરાતનર્મદા જિલ્લોનાંદોદ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખોડિયારકબૂતરક્રાંતિમારી હકીકતખરીફ પાકનવરોઝબોટાદ જિલ્લોગોધરાઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરરાષ્ટ્રીય મતદાતા દિવસભારતીય સિનેમાકાળા મરીભાલીયા ઘઉંમાધુરી દીક્ષિતકેદારનાથખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)પશ્ચિમ ઘાટસતાધારઅમદાવાદસિંધુ ખીણની સંસ્કૃતિભારત રત્નમાનવીની ભવાઇમકરધ્વજસંત કબીરશ્રીમદ્ ભાગવતમ્મિઆ ખલીફાબુર્જ દુબઈહર્ષ સંઘવીભારતીય રિઝર્વ બેંકધરતીકંપમાનવ શરીરનવગ્રહવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)પોરબંદરગુલાબનગરપાલિકાપ્રેમાનંદબ્રાઝિલવૃષભ રાશીરાજસ્થાનીઉચ્ચતર માધ્યમિક શાળામાહિતીનો અધિકારવિશ્વ વેપાર સંગઠનલગ્નહેમચંદ્રાચાર્યપાલીતાણાના જૈન મંદિરોપાટણગુજરાત મેટ્રોમહેસાણા જિલ્લોઇસરોબ્લૉગઇસુસત્યના પ્રયોગો અથવા આત્મકથાડોંગરેજી મહારાજકબજિયાતસ્વસાળંગપુરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અખેપાતરદિલ્હીકામદેવતરણેતરરામાયણનાં વિવિધ સંસ્કરણોગોરખનાથભારતનાં વિશ્વ ધરોહર સ્થળોભારતનો ઇતિહાસઅવિભાજ્ય સંખ્યાપુ્ષ્ટિમાર્ગ બેઠકપૂર્ણ વિરામલીંબુદશાવતારઉપદંશગુજરાત ટાઇટન્સચંદ્રવંશીદેવાયત બોદરગુજરાતી અંક🡆 More