મહર્ષિ દયાનંદ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

મહર્ષિ દયાનંદ સરસ્વતી
મહર્ષિ દયાનંદ
અંગત
જન્મ
મુળશંકર તિવારી, મુળશંકર કરશનદાસ તિવારી /શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મચારી રૂપે)

(1824-02-12)12 February 1824
મૃત્યુ30 October 1883(1883-10-30) (ઉંમર 59)
ફિલસૂફીTraitvad vedic philosophy based on Samhita of four Vedas and its theory derived on Nighantu and Nirukta with six Darshanas supported by Paniniya Vyakaran.
કારકિર્દી માહિતી
ગુરુસ્વામી વિરાજાનંદ
સન્માનોમહર્ષિ
"Om viswani dev savitar duritani parasuv yad bhadram tanna aasuva."

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો. ૧૮૭૫માં આર્યસમાજ ની સ્થાપના કરી હતી.

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જોધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત "નન્હી ભક્તન" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અંગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ના રોજ થયું હતું.

સંદર્ભો

બાહ્ય કડી

Tags:

ટંકારાનર્મદામોરબી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

Say it in Gujaratiગાયકવાડ રાજવંશદેવાયત પંડિતમોટરગાડીરેવા (ચલચિત્ર)ગુજરાતના શક્તિપીઠોશામળ ભટ્ટચિત્રવિચિત્રનો મેળોસામાજિક વિજ્ઞાનમેષ રાશીડાકોરમોરારજી દેસાઈદેવાયત બોદરરાજધાની૧૮૫૭ની ભારતીય ક્રાંતિઅશોકચાયજુર્વેદવ્યાસરાજેન્દ્ર શાહકબજિયાતદયારામમકર રાશિબજરંગદાસબાપાચાંદીભારતના રાજ્ય વૃક્ષોની યાદીવલ્લભી વિશ્વવિદ્યાલયસતાધારદ્રાક્ષમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કૃષ્ણઉચ્ચતર માધ્યમિક શાળાઆંધ્ર પ્રદેશસુરત જિલ્લોમાછલીઘરહીજડાભારતના રજવાડાઓની યાદીબીજોરાભારતનું બંધારણમિઆ ખલીફાપ્રાણીકાલ ભૈરવબારોટ (જ્ઞાતિ)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીશુક્લ પક્ષવીર્ય સ્ખલનભાવનગર રજવાડુંસ્નેહલતાસોલંકી વંશહિંદુ અવિભક્ત પરિવારગુજરાતી સિનેમાતાજ મહેલબગદાણા (તા.મહુવા)સ્વાદુપિંડતક્ષશિલાનવરોઝસાતવાહન વંશC++(પ્રોગ્રામિંગ ભાષા)એશિયાઇ સિંહસાંખ્ય યોગહિંદુ ધર્મનર્મદશિવાજી જયંતિકર્મભાસભારતીય માનક સમયદાંડી સત્યાગ્રહબાંગ્લાદેશલોહીઇન્સ્ટાગ્રામજહાજ વૈતરણા (વીજળી)એઇડ્સભારતીય ભૂમિસેનાભાષા૨૦૦૧ ગુજરાત ધરતીકંપઘઉંસૂરદાસઅરવિંદ ઘોષગુજરાતી ફિલ્મોની યાદી🡆 More