ટેક્નેશિયમ

ટેક્નેશિયમ અથવા ટેક્નીશિયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૪૩ અને સંજ્ઞા Tc છે.

એકપણ સ્થિર સમસ્થાનિક ન ધરાવતા તત્વોમાં આ સૌથી નિમ્ન અણુ ક્રમાંક ધરાવતું તત્વ છે; આનો દરેક સમસ્થાનિક કિરણોત્સારી છે. ટેક્નેશિયમ નું ઉત્પાદન પ્રયોગ શાળામાં જ કરવામામ આવે છે અને પ્રકૃતિમાં તે અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. પ્રકૃતિમાં મળતું ટેક્નેશિયમ યુરેનિયમની ખનિજ ના તત્ક્ષણ ફીશન ઉત્પાદન દ્વારા અથવા મોલિબ્ડેનમન ખનિજના ન્યૂટ્રોન કેપ્ચર દ્વારા નિર્માણ થાય છે. રાખોડી ચળકતી આ ધાતુના રાસાયણિક ગુણધર્મો રિનીયમ અને મેંગેનિઝની વચ્ચેના હોય છે. ડ્મીટ્રી મેંદેલીફ દ્વારા આ તત્વ શોધાયા પહેલાં તેના ઘણા ખરાં ગુણ ધર્મોની આગાહી કરાઈ હતી. મેંડેલીફે પોતાના આવર્તન કોઠામાં અમુક ખાલી જગ્યાઓ જોઈ અને આને હંગામી નામ આપ્યું ઈકા-મેંગેનિઝ. ૧૯૩૭માં ટેક્નેશિયમ (સમસ્થાનિક ટેક્નેશિયમ-૯૭) એ પહેલું કૃત્રિમ રીતે નિર્મિત તત્વ બન્યું. આથી તેનું નામ "કૃત્રિમ" માટેના ગ્રીક શબ્દ "ટેક્સેનીક" પરથી ટેક્નેશીયમ પડ્યું.

આ તત્વનો ગામા કિરણ ઉત્સર્જિત કરતો અને અલ્પ આયુષ્ય ધરાવતો આણ્વીક આઈસોમર ટેક્નેશીયમ-૯૯m રોગ નિદાનના કિરણોત્સારી પ્રક્રિયા માટે વાપરવામાં આવે છે. ટેક્નેશિયમ -૯૯ નો ઉપયોગ ગામા કિરણ રહિત બીટા કણોના સ્ત્રોત તરીકે થાય છે. લાંબુ આયુષ્ય ધરાવતા ટેક્નેશિયમના સમસ્થાનિકોને અણુ ભઠ્ઠીમાં યુરેનિયમ-૨૩૫ના આણ્વિક ફીશન દ્વારા આણ્વીક ખનિજ સળીયામાંથી કાઢવામાં આવે છે. ટેક્નેશિયમના કોઈપણ સમસ્થાનિકનો અર્ધ આયુષ્ય કાળ ૪૨ લાખ વર્ષથી અધિક નથી, ટેક્નેશિયમ-૯૮ના ૧૯૫૨માં રેડ જાયન્ટમાં અસ્તિત્વ હોવાની જાણ થઈ હતી, આ પરથી એ મન્યતા ને ટેકો મળ્યો કે તારાઓમાં પણ ભારી તત્વોનું નિર્માણ થાય છે.



Tags:

મેંગેનિઝરાસાયણિક તત્વરિનીયમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતનું સ્થાપત્યગુજરાતના તાલુકાઓરક્તપિતમુખ મૈથુનરંગપુર (તા. ધંધુકા)આદિ શંકરાચાર્યભારતમાં આવક વેરોતુલા રાશિમિઆ ખલીફામધુ રાયપારસીખાવાનો સોડામનાલીરોકડીયો પાકડેન્ગ્યુશીતળાએ (A)ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મહેસાણાપ્રજાસત્તાક દિન (ભારત)ચામુંડારતન તાતાકુતુબ મિનારતલાટી-કમ-મંત્રીવસ્ત્રાપુર તળાવનવસારી લોક સભા મતવિસ્તારઆવળ (વનસ્પતિ)શરદ ઠાકરtxmn7ચોટીલાકાલિદાસલીંબુફેસબુકવૈશ્વિકરણઉદ્યોગ સાહસિકતાઅંગ્રેજી ભાષાગોળ ગધેડાનો મેળોકૃષિ ઈજનેરીસાતવાહન વંશકમ્પ્યુટર હાર્ડવેરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સાવિત્રીબાઈ ફુલેઅમદાવાદતકમરિયાંકબૂતરકેદારનાથસપ્તર્ષિમોરબીવાઘમરાઠા સામ્રાજ્યશીખઆખ્યાનઆયુર્વેદવલ્લભી વિશ્વવિદ્યાલયમિથુન રાશીબકરી ઈદમહેન્દ્ર સિંઘ ધોનીહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯રામાયણનાં વિવિધ સંસ્કરણોહરિવંશવીંછુડોઇસુવેબેક મશિનઈન્દિરા ગાંધીબ્રહ્માંડહરદ્વારઅમદાવાદ બીઆરટીએસદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરહાર્દિક પંડ્યાપ્રાથમિક શાળારવિન્દ્રનાથ ટાગોરવસ્તીકમળોપિત્તાશયચીનધોળાવીરા🡆 More