ઘર ચકલી

ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે.

આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.

ઘર ચકલી
ઘર ચકલી
નર ચકલી
ઘર ચકલી
માદા ચકલી
audio speaker iconબર્ડ સૉન્ગ 
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: કૉર્ડૈટા
Class: એવ્સ
Order: Passeriformes
Family: Passeridae
Genus: 'પૈસર'
Species: ''P. domesticus''
દ્વિનામી નામ
Passer domesticus
(લિન્નાએયસ, ૧૭૫૮)
ઘર ચકલી
મૂલ નિવાસ ગહરે હરે મેં, તથા રોપિત નિવાસ હલકે હરે રંગ મેં દર્શિત

વિવરણ

ઘર ચકલી 
ચકલીનાં ઈંડા

ચકલી એક નાનકડું પક્ષી છે. તે હલકા ભુખરા રંગ કે સફેદ રંગની હોય છે. ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની પાસે આવેલા કાળા ધબ્બા પરથી કરી શકાય છે. ૧૪ થી ૧૬ સે.મી. લંબાઇ ધરાવતી આ ચકલી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. આ પક્ષી લગભગ બધાં પંખીની જેમ તરહ કી જળવાયુ પસંદ કરતી હોવા છતાં પણ પહાડી સ્થાનોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શહેરો, કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ ચકલી મોટેભાગે જોવા મળે છે. નર ચકલીના માથાનો ઊપરી ભાગ, નીચેનો ભાગ અને ગાલો ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા હોય છે. માદા ચકલીના માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. નર ચકલીને ચકલો (હિંદી ભાષામાં ચિડ઼ા) અને માદા ચકલીને ચકલી (હિંદી ભાષામાં ચિડ઼ી અથવા ચિડ઼િયા) પણ કહેવાય છે.

ઓછી થતી સંખ્યા

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે. ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની શોધમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

નર ચકલી

માદા ચકલી

સંદર્ભ

Tags:

ઘર ચકલી વિવરણઘર ચકલી ઓછી થતી સંખ્યાઘર ચકલી સંદર્ભઘર ચકલી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મધ્ય ઝોન, અમદાવાદ શહેરસિકલસેલ એનીમિયા રોગખરીફ પાકજાવા (પ્રોગ્રામિંગ ભાષા)શહીદ દિવસગોહિલ વંશક્રિકેટદક્ષિણ ગુજરાતભારતમાં આરોગ્યસંભાળતત્વમસિકોળીભારતીય રેલસામાજિક નિયંત્રણરૂઢિપ્રયોગવડ૦ (શૂન્ય)કાશ્મીરટ્વિટરગોંડલદાંડી સત્યાગ્રહનેહા મેહતાઆશાપુરા માતાકર્મઆંતરરાષ્ટ્રીય યોગ દિવસસ્વાદુપિંડગુલાબદાદા હરિર વાવહિંદુપ્રમુખ સ્વામી મહારાજભારતનો રાષ્ટ્રધ્વજનરેશ કનોડિયાકુંભ રાશીસ્લમડોગ મિલિયોનેરગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યબનાસકાંઠા જિલ્લોભાષાઅબ્દુલ કલામઅલ્પેશ ઠાકોરમધુ રાયગુજરાતી સિનેમાકુમારપાળ દેસાઈલાભશંકર ઠાકરજાપાનનો ઇતિહાસઘોડોબારડોલી લોક સભા મતવિસ્તારટુવા (તા. ગોધરા)ભગવદ્ગોમંડલહનુમાન જયંતીહીજડાવૈશાખનિવસન તંત્રભગત સિંહવિશ્વની અજાયબીઓલસિકા ગાંઠગરબાડાકોરનારાયણ સ્વામી (ભજનીક)બિન્દુસારઅંગ્રેજી ભાષાનવસારીજમ્મુ અને કાશ્મીરપંચતંત્રઘર ચકલીઅવિભાજ્ય સંખ્યાઉત્તરાયણવિક્રમ ઠાકોરઅખેપાતરપાણીપતની ત્રીજી લડાઈકાળા મરીવશગોરખનાથક્ષય રોગગુજરાત વિધાનસભામિથુન રાશીસુંદરમ્ખેડા જિલ્લોતક્ષશિલાઅશ્વત્થામા🡆 More