કાદમ્બિની ગાંગુલી: ભારતીય ચિકિત્સક

કાદમ્બિની ગાંગુલી (બંગાળી: কাদম্বিনী গাঙ্গুলি; ૧૮ જુલાઈ ૧૮૬૧ – ૩ ઓક્ટોબર ૧૯૨૩) ભારત સહિત સમગ્ર બ્રિટીશ સામ્રાજ્યના દ્વિતીય મહિલા ચિકિત્સક હતા.

કાદમ્બિની ગાંગુલી
કાદમ્બિની ગાંગુલી: પ્રારંભિક જીવન, તબીબી શિક્ષણ અને કારકિર્દી, સામાજિક પ્રવૃત્તિઓ
જન્મની વિગત
કાદમ્બિની બાસુ

૧૮ જુલાઈ ૧૮૬૧
ભાગલપુર, બ્રિટીશ ભારત
મૃત્યુ3 October 1923(1923-10-03) (ઉંમર 62)
કલકત્તા, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત
શિક્ષણ સંસ્થાબેથુન કોલેજીએટ સ્કૂલ
કલકત્તા વિશ્વવિદ્યાલય
વ્યવસાયડૉક્ટર, મહિલા મુક્તિ
જીવનસાથીદ્વારકાનાથ ગાંગુલી

પ્રારંભિક જીવન

કાદમ્બિની ગાંગુલીનો જન્મ ૧૮ જુલાઈ ૧૮૬૧ના રોજ બિહારના ભાગલપુર ખાતે બ્રહ્મ સમાજ સુધારક વ્રજકિશોર બાસુને ત્યાં થયો હતો. તેમનો પરિવાર મૂળ બરિસાલ જિલ્લાના ચાંદસીનો હતો, જે વર્તમાનમાં બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભાગલપુર શાળાના મુખ્યશિક્ષક હતા. તેમણે અભય ચરણ મલ્લિક સાથે મળીને ૧૮૬૩માં ભાગલપુર મહિલા સમિતિ નામના મહિલા સંગઠનની સ્થાપના કરી દેશમાં મહિલાઓની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું.

કાદમ્બિનીએ તેમના પ્રારંભિક શિક્ષણની શરૂઆત બંગ મહિલા વિદ્યાલયથી કરી. ૧૮૭૮માં બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી કલકત્તા વિશ્વવિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા પ્રથમ મહિલા બન્યાં. તેઓ ચંદ્રમુખી બાસુ સાથે બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી દેશના પ્રથમ મહિલા સ્નાતક બન્યા.

તબીબી શિક્ષણ અને કારકિર્દી

ગાંગુલીએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૮૬માં તેમને બંગાળ મેડિકલ કોલેજ તરફથી સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી. તેઓ આનંદી ગોપાલ જોષી સાથે પશ્ચિમી તબીબી શિક્ષણ લઇ સ્નાતક થનાર દ્વિતીય ભારતીય મહિલા બન્યા. કાદમ્બિનીને શિક્ષણ કર્મચારીઓ અને રુઢિવાદી વર્ગના વિરોધનો સામનો કરવો પડ્યો. ૧૮૯૨માં તેમણે યુનાઈટેડ કિંગડમનો પ્રવાસ કર્યો અને LRCP (એડિનબર્ગ), LRCS (ગ્લાસગો), અને GFPS (ડબલીન)ની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભારત પરત ફર્યા. લેડી ડફરીન હોસ્પિટલમાં સેવારત રહ્યા બાદ તેઓએ અંગત પ્રેક્ટીસની શરૂઆત કરી.

સામાજિક પ્રવૃત્તિઓ

૧૮૮૩માં તેમણે બ્રહ્મ સમાજ સુધારક દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા. દ્વારકાનાથ પૂર્વીય વિસ્તારની મહિલા ખાણમજૂરોની સ્થિતિમાં સુધાર લાવવાના સામાજિક આંદોલનોમાં સક્રિય હતા. કાદમ્બિની ૧૮૮૯માં આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાંચમા સંમેલનમાં સામેલ ૬ મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતાં. ૧૯૦૬માં તેમણે બંગાળ વિભાજન બાદ બંગાળમાં મહિલા સંમેલનનું આયોજન પણ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના રંગભેદના આંદોલનોને સહાય કરવા માટે તેમણે કલકત્તામાં ફાળો ઉઘરાવવાની કામગીરી પણ કરી હતી.

અવસાન

૩ ઓક્ટોબર ૧૯૨૩ના રોજ કલકતા ખાતે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભ

Tags:

કાદમ્બિની ગાંગુલી પ્રારંભિક જીવનકાદમ્બિની ગાંગુલી તબીબી શિક્ષણ અને કારકિર્દીકાદમ્બિની ગાંગુલી સામાજિક પ્રવૃત્તિઓકાદમ્બિની ગાંગુલી અવસાનકાદમ્બિની ગાંગુલી સંદર્ભકાદમ્બિની ગાંગુલીઓક્ટોબર ૩જુલાઇ ૧૮બંગાળી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જીરુંરાજપૂતઠાકોરલગ્નપશ્ચિમ ઘાટશિવનેપાળગોંડલજયપ્રકાશ નારાયણકાળકા માતા મંદિર, પાવાગઢસ્વાદુપિંડઆલ્બર્ટ આઇન્સ્ટાઇનખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)સંગણકઇસરોમિલાનકાદુ મકરાણીઅલ્પ વિરામકૃષ્ણબારડોલીહિંદુઆકરુ (તા. ધંધુકા)કપાસસ્નેહલતાધોળાવીરારણજિતરામ સુવર્ણચંદ્રકરાજકોટ જિલ્લોવ્યાયામહોકાયંત્રસામાજિક પરિવર્તનદાસી જીવણડાંગ જિલ્લોધરતીકંપમહંત સ્વામી મહારાજહડકવાદિલ્હીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ખંડકાવ્યઇન્સ્ટાગ્રામગુજરાતી સાહિત્યસૌરાષ્ટ્રવિધાન સભાસોનુંરવિશંકર વ્યાસરાજેન્દ્ર શાહમહેસાણા જિલ્લોમાધ્યમિક શાળાઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપાણીનું પ્રદૂષણભારતીય રિઝર્વ બેંકઈંડોનેશિયાહનુમાન ચાલીસાજામનગરલિપ વર્ષનિવસન તંત્રપટેલદુલા કાગઇસ્લામીક પંચાંગઅરિજીત સિંઘરઘુવીર ચૌધરીકલમ ૩૭૦શ્રીનાથજી મંદિરકસ્તુરબાસાંખ્ય યોગજોગીદાસ ખુમાણચોટીલાપોરબંદરસૂરદાસમારી હકીકતઘર ચકલીત્રેતાયુગરાધાચોઘડિયાંકાલ ભૈરવસૂર્યમંદિર, મોઢેરા🡆 More