સિટીગ્રુપ

સિટીગ્રુપ ઈન્ક.

સિટીગ્રુપના વિલીનીકરણને ઇતિહાસના સૌથી મોટા વિલીનીકરણોમાંથી એક ગણવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રની મહાકાય કંપની સિટીકોર્પ અને નાણાંકિય જૂથ ટ્રાવેલર્સ ગ્રુપનું 7 એપ્રિલ, 1998ના રોજ વિલીનીકરણ થયા બાદ સિટીગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું.

Citigroup Inc.
Public
ઢાંચો:NYSE
ઢાંચો:Tyo
ઉદ્યોગBanking
Financial services
સ્થાપનાNew York City, New York (1812)
મુખ્ય કાર્યાલયNew York City, New York, U.S.
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકો Richard D. Parsons (Chairman)
Vikram Pandit (CEO)
John Gerspach (CFO)
ઉત્પાદનોConsumer banking
Corporate banking
Investment banking
Global wealth management
Financial analysis
Private equity
આવકDecrease $80.285 billion (2009)
સંચાલન આવકIncrease $32.463 billion (2009)
નફોDecrease -$1.606 billion (2009)
કુલ સંપતિDecrease $1.983 trillion (3Q 2010)
કુલ ઇક્વિટીIncrease $119.087 billion (3Q 2010)
કર્મચારીઓ258,000 (3Q 2010)
વેબસાઇટCitigroup.com
સિટીગ્રુપ
સિટીગ્રુપના વૈશ્વિક વડામથકની ઇમારત, 399 પાર્ક એવન્યુ, ન્યૂયોર્ક શહેર.
સિટીગ્રુપ
સિટીગ્રુપ સેન્ટર, ન્યૂયોર્ક શહેર.

સિટીગ્રુપ ઈન્ક. (Inc.) નાણાંકિય સેવાઓનું વિશ્વનું સૌથી વિશાળ માળખું ધરાવે છે, જે 16,000 જેટલી ઓફિસો સાથે 140 દેશોમાં ફેલાયેલું છે. આ કંપની વિશ્વભરમાં આશરે 2,60,000 કર્મચારીઓ તેમજ 140 થી વધુ દેશોમાં 200 મિલિયન ગ્રાહક ખાતા ધરાવે છે. યુએસ (US) ટ્રેઝરી સિક્યોરિટીઝના વેપારમાં તે પ્રાથમિક વિક્રેતા છે.

2008ની વૈશ્વિક નાણાંકિય કટોકટીમાં સિટીગ્રુપને ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું અને યુ.એસ. (U.S.) સરકારે નવેમ્બર 2008માં મોટી જામીનગીરી આપીને તેને બચાવ્યું હતું. તેના સૌથી મોટા હિસ્સેદારોમાં મધ્યપૂર્વ અને સિંગાપોરમાંથી આવતાં ફંડોનો સમાવેશ થાય છે. 27 ફેબ્રુઆરી, 2009ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર $25 બિલિયન સંકટકાલીન મદદને સામાન્ય શેરોમાં પરિવર્તિત કરીને તેમની કંપનીનો 36 % ઇક્વિટીહિસ્સો લેશે; જોકે સિટીગ્રુપે $21 બિલિયનના સામાન્ય શેરો અને ઇક્વિટીને યુએસ (US) ઇતિહાસના એકમાત્ર વિશાળ શેર વેચાણના ભાગરૂપે વેચતા આ હિસ્સો 27 % રહી ગયો હતો. આટલું મોટું વેચાણ કરીને સિટીગ્રુપે એક મહિના પહેલા જ બેંક ઓફ અમેરિકાના $19 બિલિયન શેરોના વેચાણને પાછળ છોડી દીધું હતું.

બેંક ઓફ અમેરિકા, જેપી (JP) મોર્ગન ચેઝ અને વેલ્સ ફેર્ગો સાથે સિટીગ્રુપ યુનાઇટેડ સ્ટેટ્સની ચાર વિશાળ બેંકો માંથી એક છે.

ઇતિહાસ

સિટીકોર્પ અને ટ્રાવેલર્સ ગ્રુપ વચ્ચે થયેલા $140 બિલિયનના જોડાણને પગલે 8 ઓક્ટોબર, 1998ના રોજ સિટીગ્રુપની રચના કરવામાં આવી હતી, જેનાથી તે વિશ્વની સૌથી મોટી નાણાંકિય સેવાઓ પૂરી પાડતી સંસ્થા બની હતી. આમ કંપનીનો ઇતિહાસ કેટલીક પેઢીઓની કામગીરી વચ્ચે વહેંચાયેલો હતો જેનું બાદમાં સિટીકોર્પમાં એકીકરણ થયું. જેમ કે સિટીકોર્પ 100થી વધુ દેશોમાં સંચાલન કરતી બેંકની સેવાઓ આપતી સંસ્થા હતી; અથવા ટ્રાવેલર્સ ગ્રુપ, જે ક્રેડિટ સેવાઓ, ગ્રાહક ધીરાણ, દલાલી અને વીમા જેવા ધંધા સાથે સંકળાયેલું હતું. એ રીતે, કંપનીનો ઇતિહાસ 1812માં સિટી બેંક ઓફ ન્યૂયોર્ક (બાદમાં સિટીબેંક); 1870માં બેંક હેન્ડલોવી; 1873માં સ્મિથ બાર્ને, 1884માં બેનામેક્સ; 1910માં સાલોમોન બ્રધર્સ સુધી વિસ્તરેલો છે.

સિટીકોર્પ

સિટી બેંક ઓફ ન્યૂયોર્કથી ઇતિહાસની શરૂઆત થાય છે. આ બેંકને 16 જૂન, 1812ના રોજ ન્યૂયોર્ક રાજ્યએ $2 મિલિયન મૂડીથી સનદ આપીને રક્ષિત કરી હતી. ન્યૂયોર્કના વેપારીઓના એક જૂથને સેવાઓ આપીને શરૂઆત કરનારી આ બેંક તે જ વર્ષે 14 સપ્ટેમ્બરે ધંધા માટે ખુલ્લી મૂકવામાં આવી અને સેમ્યુઅલ ઓસ્ગુડને કંપનીના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા. 1865માં યુ.એસ. (U.S.)ની નવી બેંકિંગ વ્યવસ્થામાં જોડાયા પછી કંપનીનું નામ બદલીને ધ નેશનલ સિટી બેંક ઓફ ન્યૂયોર્ક રાખવામાં આવ્યું અને 1895 સુધીમાં તો તે અમેરિકાની સૌથી મોટી બેંક બની ગઇ. 1913માં ફેડરલ રીઝર્વ બેંક ઓફ ન્યૂયોર્કમાં ફાળો આપનાર તે પ્રથમ બેંક બની. તેના પછીના જ વર્ષે આ બેંકે બ્યુનોસ એરિસમાં યુ.એસ.(U.S.)ની પ્રથમ વિદેશી બ્રાન્ચનું ઉદ્દઘાટન કર્યું. જોકે 19મી સદીના મધ્યથી આ બેંક ક્યુબાના ખાંડ ઉદ્યોગ જેવા બાગાયતી અર્થતંત્રોમાં સક્રિય હતી. 1918માં યુ.એસ. (U.S.)ની વિદેશી બેંક ઇન્ટરનેશનલ બેંકિંગ કોર્પોરેશનની ખરીદીએ તેને $1 બિલિયનની મિલકતોને પસાર કરનારી પ્રથમ અમેરિકન બેંક બનાવી દીધી, જેના પગલે તે 1929માં વિશ્વની સૌથી મોટી વ્યવસાયિક બેંક બની. આ બેંક તેના વિકાસ સાથે નાણાંકિય સેવાઓમાં નાવીન્ય લાવનારી અગ્રણી બેંક બની. બચતપર ચક્રવૃદ્ધિ વ્યાજ (1921); જામીનગીરી વગર ખાનગી ધીરાણ(1928); ગ્રાહક ચકાસણી ખાતાં (1926) અને વિનિમયક્ષમ ધીરાણનું પ્રમાણપત્ર (1961) વગેરે આપનારી યુ.એસ.(U.S.)ની પ્રથમ મોટી બેંક તરીકે તે બહાર આવી હતી.

1955માં બેંકે તેનું નામ બદલીને ધ ફર્સ્ટ નેશનલ સિટી બેંક ઓફ ન્યૂયોર્ક રાખ્યું, જેને 1962માં કંપનીના પાયાની 150મી જયંતિ નિમિત્તે ટૂંકાવીને ફર્સ્ટ નેશનલ સિટી બેંક કરવામાં આવ્યું. ત્યારબાદ કંપની વ્યવસ્થિત રીતે ભાડાપટ્ટા અને ક્રેડિટ કાર્ડ ક્ષેત્રે પ્રવેશી. તેના દ્વારા લંડનમાં દાખલ કરાયેલા યુએસડી(USD)ધીરાણના પ્રમાણપત્રો બજારમાં 1888 પછીના પ્રથમ નવા વિનિમયક્ષમ ખત બન્યા. બાદમાં માસ્ટરકાર્ડ બનવા માટે, 1967માં બેંકે તેનું ફર્સ્ટ નેશનલ સિટી ચાર્જ સર્વિસ ક્રેડિટ કાર્ડ દાખલ કર્યું - જે લોકોમાં "એવરીથિંગ કાર્ડ" તરીકે જાણીતું હતું.

1976માં, સીઇઓ(CEO) વોલ્ટર બી. વ્રિસ્ટનની આગેવાની હેઠળ, ફર્સ્ટ નેશનલ સિટી બેંક (અને તેની હોલ્ડિંગ કંપની ફર્સ્ટ નેશનલ સિટી કોર્પોરેશન)નું નામ બદલીને સિટીબેંક, એન.એ. (N.A.) (અને સિટીકોર્પ, અનુક્રમે) રાખવામાં આવ્યું. ત્યાર પછી ટૂંક જ સમયમાં કંપનીએ સિટીકાર્ડ બહાર પાડ્યું, જેને 24-કલાક એટીએમ(ATM)નો નવો ચીલો પાડ્યો. બેંકના વિસ્તરણની સાથેસાથે, 1981માં નેરે વોરેન-કેરોલાઇન સ્પ્રિન્ગ ક્રેડિટ કાર્ડ કંપનીને ખરીદી લેવામાં આવી. 1984માં જોહ્ન એસ. રીડને સીઇઓ (CEO) તરીકે ચૂંટી લેવામાં આવ્યાં, સાથે જ સિટી, લંડનમાં ચેપ્સ (CHAPS) ક્લીયરિંગ હાઉસનું મૂળ સભ્ય બન્યું. તેમના નેતૃત્વ પછી 14 વર્ષ સિટીબેંક યુનાઇડેટ સ્ટેટ્સની સૌથી મોટી બેંક તેમજ વિશ્વની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ અને ચાર્જ કાર્ડ આપનારી બેંક બની. સાથે તેણે તેની વૈશ્વિક પહોંચ 90થી વધુ દેશ સુધી વિસ્તારી દીધી હતી.

ટ્રાવેલર્સ ગ્રુપ

જોડાણ વખતે ટ્રાવેલર્સ ગ્રુપ નાણાંકિય હિતો ધરાવતું થોડું અલગ જૂથ હતું જેને સીઇઓ(CEO) સેન્ડી વેઇલ્લ હેઠળ સાથે લાવવામાં આવ્યું હતું. તેના મૂળિયા કોમર્શિયલ ક્રેડિટમાં છે, જે કન્ટ્રોલ ડેટા કોર્પોરેશનની સહાયક કંપની છે. આ કંપનીને વેઇલ્લે 1986માં ચાર્જ લીધા બાદ તે જ વર્ષે નવેમ્બરમાં ખાનગીમાં લઇ લીધી હતી. બે વર્ષ બાદ, વેઇલ્લે પ્રાઇમેરિકાની ખરીદીનો સોદો પાર પાડ્યો. આ જૂથે પહેલેથી જ જીવન વીમાકર્તા એ એલ વિલિયમ્સ તેમજ શેર દલાલ સ્મિથ બાર્નેને ખરીદી લીધા હતા. નવી કંપનીએ પ્રાઇમેરિકા નામ ધારણ કર્યું અને "ક્રોસ-સેલિંગ"નો વ્યૂહ અપનાવ્યો જે અંતર્ગત પિતૃ કંપની હેઠળના દરેક એકમને એકબીજાની સેવાઓનું વેચાણ કરવાનું હતું. તેના બિન-નાણાંકિય ધંધાઓ આડપેદાશ તરીકે ફૂટી નીકળ્યા હતાં.

ચિત્ર:Travelers logo.png
સિટીકોર્પ સાથે જોડાણ પહેલાનો ટ્રાવેલર્સ ઈન્ક. (Inc.) નો કોર્પોરેટ લોગો (1993-1998)

રીયલ એસ્ટેટ ક્ષેત્રે નબળાં રોકાણો અને હરિકેન એન્ડ્રૂ બાદના સમયમાં નોંધપાત્ર નુકસાન સહન કરનારાં ટ્રાવેલર્સ ઇન્સ્યુરન્સે, સપ્ટેમ્બર 1992માં પ્રાઇમેરિકા સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું, જે ડીસેમ્બર 1993માં તેમના એકત્રીકરણ અને એક જ કંપની તરફ દોરી ગયું. પ્રભુત્વ બાદ ગ્રુપ ટ્રાવેલર્સ ઈન્ક. (Inc.) બન્યું. મિલકતો અને હાનિઓ તેમજ જીવન અને એન્યુઇટી બાહેંધરીક્ષમતાઓને ધંધામાં ઉમેરવામાં આવી. દરમિયાન, સોદામાં જ મેળવાયેલા ટ્રાવેલર્સના વિશિષ્ટ લાલ છત્રીના લોગોને નવા નામ સાથેની સંસ્થાના તમામ વેપારમાં વાપરવાનું શરૂ કરવામાં આવ્યું. આ સમય દરમિયાન, ટ્રાવેલર્સે શીઅર્સન લેહમેનને સંપાદિત કરીને સ્મિથ બાર્ને સાથે તેને ભેળવી દીધી. છૂટક દલાલી અને મિલકત સંચાલન પેઢી એવી શીઅર્સન લેહમેનના 1985 સુધીના વડા વેઇલ્લ હતા.

સાલોમોન બ્રધર્સ

અંતે, નવેમ્બર 1997માં, ટ્રાવેલર્સ ગ્રુપે (જેનું એઇટ્ના પ્રોપર્ટી એન્ડ કેઝ્યુલ્ટી, ઈન્ક. (Inc.) માં ભેળવાયા બાદ ફરીથી એપ્રિલ 1995માં નામ બદલવામાં આવ્યું) મોટા બોન્ડ ડીલર અને બલ્જ બ્રેકેટ (સૌથી વધુ બાહેંધરી આપનારી કંપની કે તેમનો સમૂહ) ઇન્વેસ્ટમેન્ટ બેંક સાલોમોન બ્રધર્સને ખરીદવા માટે $9 બિલિયનનો સોદો કર્યો.. આ સોદો ટ્રાવેલર્સ/સ્મિથ બાર્ને માટે પૂરક બની રહ્યો કારણ કે સાલોમોન માત્ર નિશ્ચિત-આવક અને સંસ્થાકિય ગ્રાહકો પર આધાર રાખતી હતી જ્યારે સ્મિથ બાર્ને ઇક્વિટી અને રીટેઇલ ક્ષેત્રે મજબૂત હતું. સાલોમોન બ્રધર્સે સ્મિથ બાર્નેને, સાલોમોન સ્મિથ બાર્ને નામના નવા જામીનગીરીઓના એકમમાં જોડ્યું. એક વર્ષ પછી તો આ વિભાગે સિટીકોર્પના જામીનગીરીઓના જૂના સંચાલનને પણ હાથમાં લઇ લીધું. શ્રેણીબદ્ધ નાણાંકિય કૌભાંડોને પગલે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતાં ધ સાલોમોન સ્મિથ બાર્ને નામને અંતે ઓક્ટોબર 2003માં ત્યજી દેવામાં આવ્યું.

સિટીકોર્પ અને ટ્રાવેલર્સ વિલય

6 એપ્રિલ 1998ના રોજ સિટીકોર્પ અને ટ્રાવેલર્સ ગ્રુપ વચ્ચેના જોડાણની વિશ્વ સમક્ષ જાહેરાત થઇ, જેનાથી $140 બિલિયન મૂલ્ય ધરાવતી અને લગભગ $ 700 બિલિયનની મિલકતો ધરાવતી પેઢીનું સર્જન થયું. આ સોદાથી ટ્રાવેલર્સ માટે સિટીકોર્પના રીટેઇલ ગ્રાહકોને મ્યુચ્યઅલ ફંડો અને વીમો આપવાનું સરળ બન્યું, જ્યારે બેંકિંગ વિભાગોને તેના રોકાણકારો અને વીમા ખરીદનારાઓનો નવો વર્ગ મળ્યો.

જોડાણની જેમ આ સોદો ભલે રજૂ કરાયો હોય, પરંતુ તે જોડાણ કરતાં શેરની ફેરબદલી નો સોદો વધુ હતો. ટ્રાવેલર્સ ગ્રુપે સિટીકોર્પના તમામ શેરો $70 બિલિયનમાં ખરીદીને સિટીકોર્પના દરેક શેર માટે 2.5 નવા સિટીગ્રુપના શેર આપ્યા હતાં. આ માળખાથી દરેક કંપનીના વર્તમાન શેરહોલ્ડરો લગભગ અડધી કંપનીના માલિક થયા. નવી કંપનીએ સિટીકોર્પની "સિટી" બ્રાન્ડને તેના નામમાં જાળવી રાખ્યું, અને ટ્રાવેલર્સના વિશિષ્ટ "લાલ છત્રી"ના લોગોને નવા કોર્પોરેટ લોગોમાં અપનાવ્યો, જે 2007 સુધી ઉપયોગમાં લેવાતો હતો.

બંને મૂળ કંપનીના ચેરમેન જોહ્ન રીડ અને સેન્ડી વેઇલ્લને નવી કંપની સિટીગ્રુપ ઈન્ક. (Inc.) ના અનુક્રમે કો-ચેરમેન અને કો-સીઇઓ(CEO) તરીકે જાહેર કરવામાં આવ્યા. જોકે બંને કંપનીની સંચાલન પ્રક્રિયામાં વિશાળ તફાવતે તરત જ આ પ્રકારના માળખાના ડહાપણ સામે ઘણા પ્રશ્નાર્થ ઊભા કર્યા.

વૈશ્વિક મહામંદી પછી લાગુ કરાયેલા ગ્લાસ-સ્ટીગલ્લ એક્ટની બાકીની જોગવાઇઓએ બેંકોને વીમા બાહેંધરી આપનારા સાથે જોડાણ પર પ્રતિબંધ ફરમાવ્યો અને સિટીગ્રુપ માટે પ્રતિબંધિત મિલકતોનું બેથી પાંચ વર્ષમાં વિનિવેશ કરવાનું પણ ઠેરવ્યું. જોકે, વેઇલ્લે જોડાણ વખતે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે "આટલા સમય દરમિયાન કાયદા બદલાઇ જશે.. આ સમસ્યા નહીં રહે તે માનવા માટે આપણે પૂરતી ચર્ચાવિચારણા હાથ ધરી શકીશું." ખરેખર, નવેમ્બર 1999માં પસાર થયેલા ગ્રામ-લીચ-બ્લાઇલી એક્ટથી રીડ અને વેઇલ્લના મતને સમર્થન મળ્યું હતું, આ એક્ટથી આર્થિક બેંકિંગ, મૂડીરોકાણ બેંકિંગ, વીમા બાહેંધરી અને દલાલીના મિશ્રણસમી સુવિધાઓ આપતાં નાણાંકિય સમૂહો માટેના દરવાજા ખુલી ગયા હતા.

ટ્રાવેલર્સ ગ્રુપ અને સિટીકોર્પના વિલય પછી જો પ્લુમેરી બંનેના ગ્રાહક વેપારોના એકીકરણનાં વડા પદે રહ્યા તેમજ વેઇલ્લ અને રીડ દ્વારા તેમને સિટી બેંક ઓફ નોર્થ અમેરિકાના સીઇઓ (CEO) પદે પણ નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે 450 રીટેઇલશાખાઓના નેટવર્કનું સંચાલન કર્યું હતું. સીઆઇબીસી (CIBC) ઓપનહેઇમરના વિશ્લેષક જે. પોલ ન્યૂસમે જણાવ્યું હતું: "મોટાભાગના લોકો આશા રાખે છે તેમ તેઓ ચીઠ્ઠીના ચાકર જેવા એક્ઝિક્યુટિવ નથી. તેઓ નમ્ર પણ નથી. પણ સિટીબેંક એક સંસ્થા તરીકે આ બેંક મુશ્કેલીમાં હતી તે વાત જાણતું હતું અને પરોક્ષ વેચાણ વડે હવે તે નહતી ચાલવાની-અને પ્લૂમેરી પણ બેંક પર ઠંડુ પાણી રેડવાના જુસ્સામાં હતા." વેઇલ્લ અને રીડે જ્યારે પદનો ત્યાગ કર્યો ત્યારે અટકળો થતી હતી કે જો તેમને સિટીબેંકના વિશાળ અને નોંધનીય વિજય પર અસર કરવી હશે તો તેઓ સમગ્ર સિટીગ્રુપ ચલાવવા માટેના આગળ પડતાં દાવેદાર હશે. આવી અટકળો વચ્ચે, પ્લુમેરીએ એકમની આવક એક જ વર્ષમાં $108 મિલિયનથી વધારીને $415 મિલિયન પર પહોંચાડી દીધી, આવકનો આ વધારો આશરે 400%નો હતો. જોકે તેઓ જાન્યુઆરી, 2000માં અચાનક જ સિટીબેંકમાંથી નિવૃત થઇ ગયા.

2000ની સાલમાં સિટીગ્રુપે એસોસિએટ્સ ફર્સ્ટ કેપિટલ કોર્પોરેશન હસ્તગત કરી જે 1989 સુધી ગલ્ફ+વેસ્ટર્નની માલિકીનું હતું (હવે નેશનલ એમ્યુઝમેન્ટ્સનો હિસ્સો છે). એસોસિએટ્સની લૂંટણિયા ધીરાણ પ્રવૃતિઓ માટે તેની મોટાપાયે ટીકાઓ થતી હતી અને સિટીએ ગ્રાહકો સાથે થયેલી વિવિધ પ્રકારની લૂંટણિયા પ્રવૃતિઓને પગલે અંતે ફેડરલ ટ્રેડ કમિશન સાથે સમાધાન કરવું પડ્યું, જેમાં સિટીએ $240 મિલિયન ચૂકવવા પડ્યા હતા. ગ્રાહકો સાથે થયેલી ખોટી પ્રવૃતિઓમાં "ફ્લિપિંગ" મોર્ટગેજ, વૈકલ્પિક ક્રેડિટ ઇન્સ્યુરન્સ સાથે "પેકિંગ" મોર્ટગેજ અને છેતરામણી માર્કેટિંગ પ્રવૃતિઓનો સમાવેશ થતો હતો.

ટ્રાવેલર્સ સ્પિન ઓફ

ચિત્ર:The Travelers Companies.svg
ટ્રાવેલર્સ કંપનીઓનો વર્તમાન લોગો.

કંપનીએ તેમની ટ્રાવેલર્સ મિલકતો અને દુર્ઘટના વીમા બાહેંધરીના ધંધાને 2002માં અન્યત્ર વાળ્યો. આ પગલું વીમા એકમ દ્વારા સિટીગ્રુપના સ્ટોક પ્રાઇઝ પર ગાળિયો મજબૂત કરાતાં ભરવામાં આવ્યું હતું કારણ કે ટ્રાવેલર્સની કમાણી વધુ સીઝનલ અને મોટી આપત્તિઓથી અસર પામે તેવી હતી. 11 સપ્ટેમ્બર, 2001નો ન્યૂયોર્ક સિટીના મધ્યમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો તેમાં ખાસ હતો. મોટાભાગના ઔદ્યોગિક ગ્રાહકો વીમો દલાલો પાસેથી ખરીદવા માટે ટેવાયેલા હોવાથી આ પ્રકારના વીમા સીધા જ ગ્રાહકોને વેચવા મુશ્કેલ હતા.

ધ ટ્રાવેલર્સ પ્રોપર્ટી કેઝ્યુલ્ટી કોર્પોરેશનનું સેન્ટ પોલ કંપનીઝ ઈન્ક. (Inc.) સાથે 2004માં જોડાણ થયું અને સેન્ટ પોલ ટ્રાવેલર્સ કંપનીઝ અસ્તિત્વમાં આવી. સિટીગ્રુપે જીવન વીમો અને એન્યુઇટી બાહેંધરીનો ધંધો જાળવી રાખ્યો; જોકે, તેમણે આ ધંધાઓ 2005માં મેટલાઇફને વેચી દીધા. સિટીગ્રુપ હજુ પણ મોટાપાયે તમામ પ્રકારના વીમા વેચે છે, પરંતુ બાહેંધરી વીમામાં હવે તે નથી રહ્યું. ટ્રાવેલર્સ ઇન્સ્યુરન્સથી છૂટકારો મેળવ્યા છતાં, ફેબ્રુઆરી 2007 સુધી સિટીગ્રુપે ટ્રાવેલર્સનો ઓળખસમો લાલ છત્રીનો લોગો જાળવી રાખ્યો. ફેબ્રુઆરી 2007માં સિટીગ્રુપ સેન્ટ પોલ ટ્રાવેલર્સને આ લોગો વેચવા માટે સંમત થયું, જેણે પોતાનું નામ બદલીને ટ્રાવેલર્સ કંપનીઝ કરી નાખ્યું. સિટીગ્રુપે પણ કોર્પોરેટ બ્રાન્ડ "સિટી"ને પોતાના માટે અને તેમની તમામ ગૌણ કંપની માટે સ્વીકારવાનું નક્કી કર્યું, જેમાંથી પ્રાઇમેરિકા અને બેનામેક્સને બાકાત રાખ્યા.

સબપ્રાઇમ ગીરો કટોકટી

2008માં સબપ્રાઇમ ગીરો કટોકટી વધુ ઘેરી બનતાં, કબૂલાત ઉપરાંતની જામીનગીરી આધારિત દેવાનાં બંધન(સીડીઓ(CDO))ના સ્વરૂપમાં મોટાપાયે જોખમી ગીરોને કારણે અને ઓછું હોય તેમ તેમાં નબળું જોખમ સંચાલન ભળતાં સિટીગ્રુપ ગંભીર મુશ્કેલીમાં સપડાયું. કંપનીએ વિસ્તૃત ગાણિતિક રીસ્ક મોડેલ્સનો ઉપોયગ કર્યો જેમાં ખાસ કરીને ભૌગોલિક વિસ્તારોમાં ગીરો પર ધ્યાન અપાયું, પરંતુ તેમાં ક્યારેય નેશનલ હાઉસિંગ ડાઉનટર્નની શક્યતાનો સમાવેશ ન કરાયો, અથવા તો લાખો ગીરો ધારકો તેમના ગીરો પર દેવાળું ફૂંકશે તે શક્યતાનો સમાવેશ પણ ન થયો. ખરેખર, ટ્રેડિંગના વડા થોમસ મહેરાસ સિનિયર રિસ્ક ઓફિસર ડેવિડ બુશનેલના નજીકના મિત્ર હતા, જેનાથી જોખમની દૂરંદેશીને નજરઅંદાજ કરવામાં આવી હતી.. ટ્રેઝરી સેક્રેટરી, રોબર્ટ રુબિન નિયંત્રણોહટાવવામાં અસરકારક નીવડતાં ટ્રાવેલર્સ અને સિટીકોર્પનું 1998માં જોડાણ શક્ય થયું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સિટીગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રુબિન અને ચાર્લ્સ પ્રિન્સ કંપનીને સબપ્રાઇમ ગીરો કટોકટીમાં એબીએસ(MBS) અને સીડીઓ(CDO) તરફ ધકેલવામાં અસરકારક નીવડ્યા હોવાનું મનાય છે.

કટોકટી ઊઘાડી પડતાં, સિટીગ્રુપે 11 એપ્રિલ, 2007ના રોજ 17,000 નોકરીઓ અથવા કુલ કર્મચારીઓમાંથી 5 ટકા પર કાપ મૂકાશે તેવી જાહેરાત કરી. આ જાહેરાત ખર્ચાઓ પર કાપ મૂકવા અને લાંબા સમયથી નબળો દેખાવ કરતાં સ્ટોક્સને ટેકો આપવા માટે ડીઝાઇન કરાયેલા વ્યાપક પુનઃસંગઠનના ભાગરૂપે થઇ હતી. જામીનગીરીઅને દલાલીપેઢી બીયર સ્ટીર્ન્સ 2007ના ઉનાળામાં ગંભીર સમસ્યામાં સપડાઇ છતાં સિટીગ્રુપે સીડીઓ(CDO) સાથે સમસ્યામાં હોવાની શક્યતાને ખૂબ જ સુક્ષ્મ ગણી (1%ની 1/100 કરતાં પણ ઓછી) અને પોતાના જોખમ અવલોકનમાંથી તેમને બાકાત રાખવામાં આવી. કટોકટી ઘેરી બનવાની સાથે સિટીગ્રુપે 7 જાન્યુઆરી, 2008ના રોજ જાહેર કર્યું કે તે પોતાના માનવબળમાં વધુ 5થી 10 ટકા કર્મચારીઓને કાપવાનું વિચારી રહ્યું છે, જેનાથી સંખ્યા 3,27,000 પર પહોંચશે.

ફેડરલ સહાય

છેલ્લા કેટલાક દશકાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે એક સંસ્થાને જુદીજુદી ચાર વખત બચાવી છે જે હાલમાં સિટીગ્રુપ તરીકે ઓળખાય છે. નવેમ્બર 2008 સુધીની તાજેતરની જ કરદાતાઓના ફંડ આધારિત રાહત દરમિયાન, ફેડરલ ટીએઆરપી (TARP) જામીનગીરી પેકેજના $25 બિલિયન મળવા છતાં સિટીગ્રુપ સદ્ધર નહતું. ત્યાં 17 નવેમ્બર, 2008ના રોજ સિટીગ્રુપે વધુ 52,000 નવી નોકરીઓ કાપવાની યોજના જાહેર કરી. 2008 દરમિયાન સતત ચાર ક્વાર્ટરમાં નુકસાન અને 2010 પહેલા કંપની નફામાં નહીં આવે તેવા રીપોર્ટ્સ વચ્ચે કપાયેલી 23,000 નોકરીઓ ઉપરાંતનો આ કાપ હતો. ઘણા સિનિયર એક્ઝિક્યુટિવ્સને કાઢી મૂકવામાં આવ્યા પરંતુ તેને પગલે વોલ સ્ટ્રીટમાં તેનું શેરબજાર મૂલ્ય $6 બિલિયન થઇ ગયું, જે બે વર્ષ પહેલાં $300 બિલિયન હતું. પરિણામે સિટીગ્રુપ અને ફેડરલ નિયમનકારોએ કંપનીને સ્થિર કરવાની યોજનાની ચર્ચા કરી અને કંપનીની કિંમતમાં વધુ ઘટાડા બાબતે અગાઉથી વિચાર્યું. જે વ્યવસ્થા થઇ તે પ્રમાણે સરકારે $306 બિલિયન લોનથી ટેકો આપાવાનો હતો અને $20 બિલિયન કંપનીમાં સીધું જ રોકાણ કરવાનું હતું. મિલકતો સિટીગ્રુપના સરવૈયા પર રહેશે તેમ પણ નક્કી થયું; ટેક્નિકલ ભાષામાં આ સમગ્ર વ્યવસ્થાને રીંગ ફેન્સિંગ કહેવામાં આવે છે. ન્યૂયોર્ક ટાઇમ્સ ના ઓપ-એડમાં માઇકલ લુઇસ અને ડેવિડ એઇનહોર્ન દ્વારા $306 બિલિયનની બાહેંધરીને ખરેખર કોઇ કટોકટી વગર "ખુલ્લેખુલ્લી ભેટ" તરીકે વર્ણવવામાં આવી હતી. 23 નવેમ્બર, 2008ના રોજ સમગ્ર યોજના પર સંમતિની મહોર મારવામાં આવી. ટ્રેઝરી વિભાગ, ફેડરલ રીઝર્વ અને ફેડરલ ડીપોઝિટ ઇન્સ્યુરન્સ કોર્પ દ્વારા એક સંયુક્ત નિવેદન કરવામાં આવ્યું: "આ વ્યવહારોની સાથે યુ.એસ.(U.S.) સરકારે, આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા તેમજ યુ.એસ.(U.S.) કરદાતાઓ અને યુ.એસ.(U.S.) અર્થવ્યવસ્થાનું રક્ષણ કરવાના પગલા લીધા છે."

2008ના અંતમાં સિટીગ્રુપ પાસે $20 બિલિયનની ગીરો-સંલગ્ન જામીનગીરીઓ હતી, જેમાંથી મોટાભાગની ડોલરદીઠ માત્ર 21 સેન્ટથી 41 સેન્ટ જ રહી ગઇ હતી. આ ઉપરાંત, કંપની પાસે કરોડો ડોલરના ખરીદેલા ધંધા અને કોર્પોરેટ લોન્સ પણ હતી. અર્થવ્યવસ્થા વધુ ડામાડોળ થાય તો કંપની પર ઓટો, ગીરો અને ક્રેડિટ કાર્ડ ધીરાણો પર મોટાપાયે નુકસાનનો સંભવિત ખતરો તોળાતો હતો. [આ ફકરા માટે સંદર્ભની જરૂર છે, ખાસ કરીને ઉપર લખેલી $20 બિલિયનની રકમ માટે. શક્ય છે કે આ આકંડો એ ઓફ-બેલેન્સ શીટ એસઆઇવી (SIV)માં રાખેલી સીડીઓ (CDO) હોલ્ડિંગ્સની કિંમતનો હકીકત કરતાં ઓછોઅંદાજ માત્ર હોય.]

16 જાન્યુઆરી, 2009માં સિટીગ્રુપે પોતાને બે સંચાલકિય ભાગોમાં પુનઃસંગઠિત કરવાનો હેતુ જાહેર કર્યો: સિટીકોર્પ, રીટેઇલ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ધંધા માટે તેમજ સિટી હોલ્ડિંગ્સ, દલાલી અને મિલકત સંચાલન માટે. સિટીગ્રુપે વ્યક્તિગત કંપની તરીકે સંચાલન કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ સિટી હોલ્ડિંગ્સના સંચાલકોને કામ સોંપવામાં આવ્યું કે "મૂલ્ય-વધારાના વલણ અને એકત્રીકરણની તકોનો તે ઊભી થાય તેમ લાભ લેતા જાવ", અને અંતે કોઇ પણ સંચાલકિય એકમમાં વધુ બદલાવ કે જોડાણની શક્યતાને નકારવામાં પણ ન આવી. 27 ફેબ્રુઆરી, 2009ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર $25 બિલિયન આપાતકાલીન સહાયને સામાન્ય શેરોમાં પરિવર્તીત કરીને કંપનીનો 36% ઇક્વિટી હિસ્સો ખરીદવા જઇ રહી છે. આ સમાચારને પગલે સિટીગ્રુપના શેરોમાં 40%નું ગાબડું પડ્યું.

1 જૂન, 2009ના રોજ જાહેર કરવામાં આવ્યું કે સરકારી માલિકીના નોંધપાત્ર હિસ્સાને કારણે સિટીગ્રુપ ઈન્ક. (Inc.) ને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયઅલ એવરેજ પરથી 8 જૂન, 2009ની અસરથી દૂર કરવામાં આવશે. સિટીગ્રુપ ઈન્ક. (Inc.) ની જગ્યા તેની ભગિની સંસ્થા, ઇન્સ્યુરન્સ કંપની ટ્રાવેલર્સ કું.એ લીધી.

વિભાગો

સિટીગ્રુપ ચાર મુખ્ય ધંધાકિય જૂથમાં વહેંચાયેલું છે: ગ્રાહક બેંકિંગ, વૈશ્વિક સંપત્તિ સંચાલન, વૈશ્વિક કાર્ડસ અને સંસ્થાગત ગ્રાહક જૂથ.

વૈશ્વિક ગ્રાહક જૂથ (ગ્લોબલ કન્ઝ્યુમર ગ્રુપ)

સિટીગ્રુપના આ વિભાગે 2006માં $30.6 બિલિયન આવક અને $4 બિલિયનથી વધુનો ચોખ્ખો નફો કર્યો છે, વૈશ્વિક ગ્રાહક જૂથ (ગ્લોબલ કન્ઝ્યુમર ગ્રુપ) ચાર પેટા-વિભાગ ધરાવે છે: કાર્ડસ (ક્રેડિટ કાર્ડસ), ગ્રાહક ધીરધાર જૂથ (રીયલ-એસ્ટેટ ધીરધાર, વાહન લોન, વિદ્યાર્થી લોન), ગ્રાહક રોકાણ અને રીટેઇલ બેંકિંગ. વ્યક્તિગત ગ્રાહકો તેમજ નાનાથી મધ્યમ કદના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ગ્રાહક જૂથ તેના વિશ્વભરમાં ફેલાયેલા બ્રાન્ચ નેટવર્ક માટેની નાણાંકિય સેવાઓ ઓફર કરે છે. જેમાં બેંકિંગ, લોન, વીમો અને મૂડીરોકાણની સેવાઓનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2008ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું હતું કે તે તેના વર્તમાન વૈશ્વિક ગ્રાહક જૂથમાંથી 2 નવી વૈશ્વિક સેવાઓનું સર્જન કરશે - ગ્રાહક બેંકિંગ અને વૈશ્વિક કાર્ડસ. જોકે ત્યારબાદ તેમાં ફેરફાર થયો છે. ગ્રાહક બેંકિંગ "ધ અમેરિકાસ"નું સંચાલન મેન્યુઅલ મેદિના મોરા દ્વારા થાય છે. તેઓ સિટીગ્રુપ સાથેના બેનામેક્સના વિલય પહેલાં તેના સીઇઓ (CEO) હતાં. ગ્રાહક અને કોર્પોરેટ/મૂડીરોકાણ બિઝનેસ એમ બંને માટે જવાબદાર બિઝનેસ મેનેજરોને પશ્ચિમ યુરોપ, મધ્ય યુરોપ અને એશિયાની જવાબદારી આપવામાં આવી છે. 2008 પછી, સિટીગ્રુપે બ્લોક પરના બિઝનેસનું સંચાલન કરવા માટે સિટીહોલ્ડિંગ્સ નામનું અલગ એકમ રચ્યું. સિટીગ્રુપ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા 4 સ્વતંત્ર ડીરેક્ટર્સની નિયુક્તિ કરે છે. (16 માર્ચ, 2009)

સિટી કાર્ડસ

સિટી કાર્ડસ ગ્લોબલ કન્ઝ્યુમર ગ્રુપ (GCG)ના 40% નફા માટે જવાબદાર છે અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાનું તેમજ 45 દેશોમાં 3,800-પોઇન્ટ એટીએમ (ATM)ના નેટવર્કનું બહુમાન ધરાવે છે.

ગ્રાહક રોકાણ વિભાગ ("સિટીફાઇનાન્સિયલ" તરીકે જાણીતું) ગ્લોબલ કન્ઝ્યુમર ગ્રુપ (GCG)નો 20% નફો નોંધાવે છે. તે 20 દેશોમાં ગ્રાહકોને વ્યક્તિગત લોન અને ઘર પર લોન આપે છે.[26] યુ.એસ.(U.S.) અને કેનેડામાં તેની 2,100થી વધુ બ્રાન્ચો છે.[27] સપ્ટેમ્બર 2000માં એસોસિએટ્સ ફર્સ્ટ કેપિટલને કબજે કર્યા બાદ સિટીફાઇનાન્સિયલની યુનાઇટેડ સ્ટેટ્સ બહારની પહોંચમાં વધારો થયો, ખાસ કરીને એસોસિએટ્સના જાપાન અને યુરોપના 7,00,000 ગ્રાહકો પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.[28] સિટીએ તેનું સિટીફાઇનાન્સિયલનું યુકે (UK)માં થતું સંચાલન 2008માં બંધ કર્યું [3].[29] સિટીફાઇનાન્સિયલનું સંચાલન મેરી મેક્ડોવેલના વડપણ હેઠળ બાલ્ટીમોર, મેરીલેન્ડમાંથી થાય છે.

સિટીબેંક

છેલ્લે, રીટેઇલ બેંકિંગમાં સિટીના વૈશ્વિક બ્રાન્ચ નેટવર્કનો સમાવેશ થાય છે, જે સિટીબેંકતરીકે જાણીતું છે. થાપણોને ધ્યાનમાં લેતાં સિટીબેંક યુનાઇટેડ સ્ટેટ્સની ત્રીજી સૌથી મોટી બેંક છે, અને સિટીબેંક બ્રાન્ડ ધરાવતી તેની શાખાઓ મેક્સિકોને બાદ કરતાં વિશ્વભરના દેશોમાં આવેલી છે. મેક્સિકોમાં સિટીગ્રુપનું બેંકિંગ સંચાલન બેનામેક્સબ્રાન્ડ હેઠળ જાણીતું છે. બેનામેક્સ મેક્સિકોની સૌથી મોટી બીજી બેંક છે અને સિટીગ્રુપની ગૌણ કંપની છે.

ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટ

વૈશ્વિક સંપત્તિ સંચાલન (ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટ)ના ત્રણ વિભાગોમાં સિટી પ્રાઇવેટ બેંક, સિટી સ્મિથ બાર્ને અને સિટી ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચનો સમાવેશ થાય છે અને તેમને 2006માં સિટીગ્રુપની કુલ આવકનો 7% હિસ્સો રળી આપ્યો હતો. આવક મોટેભાગે મૂડીરોકાણોમાંથી થતી આવકમાંથી મેળવાતી હોવાથી વૈશ્વિક સંપત્તિ સંચાલન કંપનીના અન્ય વિભાગો કરતાં, ઇક્વિટી અને નિશ્ચિત-આવક બજારોની દિશા અને કક્ષા પ્રત્યે ઘણું સંવેદનશીલ હોય છે.

સિટી પ્રાઇવેટ બેંક

સિટી પ્રાઇવેટ બેંક, મૂડીનું ઊંચું ચોખ્ખું મૂલ્ય ધરાવતાં વ્યક્તિઓ, ખાનગી સંસ્થાઓ અને કાયદાકિય પેઢીઓને મૂ઼ડીરોકાણ અને બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. સિટીગ્રુપની તમામ સેવાઓના પ્રવેશદ્વાર તરીકેનો ભાગ ભજવતી સિટી પ્રાઇવેટ બેંક, પરંપરાગત મૂડીરોકાણની સેવાઓ અને વૈકલ્પિક પસંદગીઓ ઓફર કરે છે. આ ઓફર ગ્રાહકો માટે નીમયેલા ખાનગી બેંકરથી લઇને વ્યક્તિગત રીતે તેમના પોર્ટફોલિયોના સંચાલક તરીકે આપવામાં આવતી હોય છે. સિટી પ્રાઇવેટ બેંક બેંકિંગ અને નાણાંકિય ઉકેલો માટે પોલારિસ સોફ્ટવેર લેબ લિ. સાથે ભાગીદારી ધરાવે છે.

સિટી સ્મિથ બાર્ને

સિટી સ્મિથ બાર્ને એ સિટીનું ગ્લોબલ પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટ એકમ હતું. જે વિશ્વભરમાં નિગમો, સરકારો અને વ્યક્તિગત પક્ષકારોને દલાલી, મૂડીરોકાણ બેંકિંગ અને મિલકત સંચાલન સેવાઓ પૂરી પાડતું હતું. વિશ્વભરમાં ૮૦૦ ઓફિસો સાથે સ્મિથ બાર્નેના 9.6 મિલિયન ઘરેલુ ગ્રાહક ખાતાં હતાં, જે $1.562 ટ્રિલિયન ગ્રાહક અસ્કયામતોનું પ્રતિનિધત્વ કરતું હતું.

13 જાન્યુઆરી, 2009ના રોજ સિટીએ જાહેર કર્યું હતું કે તેઓ તેમની દલાલી પેઢીઓને જોડવાના હેતુસર ઇન્વેસ્ટમેન્ટ બેંક સ્મિથ બાર્ને પાસેથી લઇને મોર્ગન સ્ટેનલીને આપી દેશે, આ માટે તેમણે $2.7 બિલિયન અને જોઇન્ટ વેન્ચરનું 49% વ્યાજ આપવાનું કહ્યું હતું. સિટીને તાકીદે રોકડની જરૂરિયાત હોવાથી તેને આ સોદો કર્યો હોવાનું મનાય છે. આ સોદા બાદ ઘણા લોકોએ અનુમાનો કર્યા હતા કે સિટીના "ફાઇનાન્સિયલ સુપરમાર્કેટ" અભિગમના અંતની આ શરૂઆત હોઇ શકે છે.

સિટી ઇન્વેસ્ટેમેન્ટ રીસર્ચ

સિટી ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ એ સિટીનું 22 દેશોમાં 390 સંશોધન વિશ્લેષકો ધરાવતું ઇક્વિટી સંશોધન એકમ છે. સિટી ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ મહત્વના તમામ વૈશ્વિક સૂચકાંકોના બજાર મૂડીકરણનું પ્રતિનિધિત્વ કરે છે અને 3,100 કંપનીઓને આવરી લે છે. તે વૈશ્વિક બજારોના સુક્ષ્મ અને પરિમાણાત્મક વિશ્લેષણો તેમજ વિવિધ ક્ષેત્રોના વલણો પૂરા પાડે છે.

સિટી ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ્સ ગ્રુપ (સિટી સંસ્થાગત ગ્રાહક જૂથ)

11 ઓક્ટોબર, 2007ના રોજ સિટીએ 50 વર્ષના વિક્રમ પંડિતના ચેરમેન અને સીઇઓ(CEO) પદ હેઠળ નવા સંસ્થાગત ગ્રાહક જૂથની રચના કરી. જેમાં સિટી માર્કેટ્સ એન્ડ બેંકિંગ (સીએમબી (CMB)) અને સિટી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ (સીએઆઇ (CAI))નો સમાવેશ થતો હતો. વિક્રમ પંડિતને બે મહિના પછી જ સમગ્ર કંપનીના સીઇઓ (CEO) તરીકે બઢતી આપવામાં આવી.

સિટી માર્કેટ્સ એન્ડ બેંકિંગ

બજારની દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાતાં સિટીના મોટાભાગના વિભાગો ધરાવતાં, "સીએમબી(CMB)"ને બે પ્રાથમિક ધંધામાં વહેંચવામાં આવ્યો છે: "ગ્લોબલ માર્કેટ્સ એન્ડ બેંકિંગ" અને "ગ્લોબલ ટ્રાન્ઝેક્શન સર્વિસીસ" (જીટીએસ (GTS)). ગ્લોબલ કેપિટલ માર્કેટ્સ એન્ડ બેંકિંગ એ સંસ્થાગત દલાલી, સલાહકારી સેવાઓ, વિદેશી હૂંડિયામણ, માળખાગત પ્રોડક્ટસ, ડેરિવેટિવ્સ, લોન, ભાડાપટ્ટા અને સાધનો આધારિત ધીરાણોને આવરી લેતી રોકાણ તેમજ વ્યવસાયિક-બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. જ્યારે, જીટીએસ (GTS) વિશ્વભરની નાણાંકિય સંસ્થાઓ તેમજ નિગમોને રોકડ-વહીવટ, વેપાર ધીરાણ અને જામીનગીરી સેવાઓ પૂરી પાડે છે. સીએમબી (CMB) સિટીગ્રુપની 32% આસપાસ વાર્ષિક આવક માટે જવાબદાર છે, નાણાંકિય વર્ષ 2006માં વિભાગે લગભગ યુએસ (US ) $30 બિલિયન આવકનું સર્જન કર્યું હતું.

2010માં મોનિટ્રોનિક્સના સંભવિત વેચાણ બાબતે એબીઆરવાય (ABRY) પાર્ટનર્સને સિટીએ સલાહ આપી હોવાનું કહેવાય છે.

સિટી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ

સિટી અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ (સીએઆઇ (CAI)) એ વૈકલ્પિક રોકાણો માટેનું પ્લેટફોર્મ છે જે ખાનગી શેરો, હેજ ફન્ડ્સ, માળખાગત પ્રોડક્ટ્સ, સંચાલિત ભવિષ્ય અને રીયલ એસ્ટેટ જેવા પાંચ વર્ગોમાં મિલકતોનું સંચાલન કરે છે. હાલમાં લેગ્ગ મેસનને વેચાયેલા મુખ્યપ્રવાહ મ્યુચ્યલ ફંડ્સથી વિપરીત તે 16 "બુટિક ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર્સ" પર વૈકલ્પિક રોકાણોના વ્યૂહનો ઉપયોગ કરતાં વિવિધ ફંડ્સ અને અલગ ખાતાઓ પૂરા પાડે છે. સીએઆઇ (CAI) સિટીગ્રુપની માલિકીની મૂડી તેમજ ત્રાહિત-પક્ષો અને હાઇ-નેટ-વર્થ રોકાણકારોના સંસ્થાગત રોકાણોનું સંચાલન કરે છે. 30 જૂન, 2007ની સ્થિતિએ, સીએઆઇ (CAI) મૂડી સંચાલન હેઠળ યુએસ (US)$59.2 બિલિયન ધરાવે છે, અને તે 2006માં થયેલી સિટીગ્રુપની કુલ આવકમાં 7% હિસ્સો ધરાવતું હતું. રોઇટર્સના રીપોર્ટમાં પીઇ (PE) હબના મત મુજબ 2010માં, સિટીગ્રુપે પોતાનું ખાનગી ઇક્વિટી એકમ આશરે $900 મિલિયનમાં લેક્સિન્ગ્ટન પાર્ટનર્સને વેચવાનું નક્કી કર્યું. સ્ટેપસ્ટોન ગ્રુપ આ એકમને સંચાલકિય સેવાઓ પુરી પાડશે. આ વેચાણ બિનજરૂરી મિલકતોનો ભાર ઓછો કરવાની દિશામાં સિટીગ્રુપે આદરેલા પ્રયત્નોમાં વધુ એક મહત્વનું પગલું પુરવાર થશે.

બ્રાન્ડ્સ

  • સિટીબેંક, ગ્રાહક બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે.
  • બેનામેક્સ, બીજી સૌથી મોટી મેક્સિકન બેંક.
  • બેંકો કુસ્કાટલન, એલ સાલ્વાડોરની સૌથી મોટી બેંક.
  • બેંકો યુનો, મધ્ય અમેરિકાની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ બેંક.
  • બેંક હેન્ડલોવી ડબલ્યુ વોર્સ્ઝાવી, પોલેન્ડની સૌથી જૂની વેપારી બેંક.
  • સિટીમોર્ટગેજ,ગીરો આપનાર
  • સિટીઇન્સ્યુરન્સ, વીમો પૂરો પાડનાર.
  • સિટીકેપિટલ, સંસ્થાગત નાણાંકિય સેવાઓ.
  • સિટીફાઇનાન્સિયલ, ગ્રાહક ધીરાણ એટલે કે સબપ્રાઇમ ધીરાણ
  • સિટી અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ
  • સ્મિથ બાર્ને, રોકાણ સેવાઓ, છૂટક સંપૂર્ણ દલાલી સેવાઓ, ખાનગી ગ્રાહક સેવાઓ બંને.
  • સિટીકાર્ડ , ક્રેડિટ કાર્ડ્સ
  • ક્રેડિટકાર્ડ સિટી , બ્રાઝિલમાં ક્રેડિટ કાર્ડનો ધંધો.

સિટીગ્રુપે હાલમાં જ વિશ્વની સૌથી મોટી ઇન્ટરનેટ બેંક એગ બેંકિંગ પીએલસી (plc)ને પ્રુડેન્શિયલ પાસેથી ખરીદીને તેની એગ બ્રાન્ડ હસ્તગત કરી છે. આમ કર્યા બાદ પ્રથમ ભગીરથ કાર્ય અનિચ્છિત માનવામાં આવતાં 7% કાર્ડ હોલ્ડર્સને ધીરાણ બંધ કરવાનું હતું. આ હોલ્ડર્સમાં એવા પણ હતાં કે જેઓ પોતાનું બાકી બિલ સંપૂર્ણ અને નિયમિતપણે ચૂકવતા હતા. "ખરાબ થતાં ક્રેડિટ પ્રોફાઇલ્સ"ના દાવા હેઠળ આ હોલ્ડર્સના ધીરાણ બંધ કરી દેવાના હતા, પરંતુ ખરું કારણ જવાબદાર દેવાદારો પાસેથી મળતાં નફાનો ગાળો ખૂબ જ ઓછો હોવાનું માનવામાં આવે છે.

રિયલ એસ્ટેટ

સિટીગ્રુપ 
સિટીગ્રુપ સેન્ટર, શિકાગો.
સિટીગ્રુપ 
સિટીગ્રુપ ઇએમઇએ (EMEA) વડુંમથક, કેનરી વ્હાર્ફ, લંડન
સિટીગ્રુપ 
સીડનીનું સિટીગ્રુપ સેન્ટર

સિટીગ્રુપની સૌથી પ્રખ્યાત ઓફિસ ઇમારત એ સિટીગ્રુપ સેન્ટર છે. વિકિર્ણ-પતરાં ધરાવતી આ ગગનચુંબી ઇમારત ન્યૂયોર્ક સિટીના ઇસ્ટ મિડટાઉન, મેનહટ્ટન વિસ્તારમાં આવેલી છે, જેને લોકો કંપનીનું વડુંમથક માને છે પરંતુ તે છે નહીં. સિટીગ્રુપે તેનું વડુંમથક 399 પાર્ક એવન્યુ ખાતે આવેલી એક અજાણી દેખાતી ઇમારતમાં રાખ્યું છે (સિટી નેશનલ બેંકના મૂળ સ્થળની જગ્યા). વડુંમથક નવ વૈભવી ડાઇનિંગ રૂમોથી સજ્જ છે અને તેમાં ખાનગી રસોઇયાઓની ટીમ દરરોજ અલગ વ્યંજનો બનાવે છે. સંચાલન ટીમ એ સિટીબેંક શાખાની ઉપર ત્રીજા અને ચોથા માળે બેસે છે. સિટીગ્રુપે મેનહટ્ટનના પડોશી વિસ્તાર ટ્રાઇબીકામાં 388 ગ્રીનવિચ સ્ટ્રીટ ખાતેની ઇમારત પણ ભાડેપટ્ટે લીધી છે,જે ટ્રાવેલર્સ ગ્રુપનું પૂર્વ વડુંમથક હતું અને હાલમાં ત્યાં કંપનીના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કોર્પોરેટ બેંકિંગ સંચાલનો થાય છે.

વ્યૂહાત્મક રીતે, સિટીગ્રુપની સ્મિથ બાર્ને વિભાગ અને વોલ સ્ટ્રીટ ટ્રેડિંગ વિભાગ સિવાયની ન્યૂયોર્ક સિટીની તમામ ઇમારતો, ન્યૂયોર્ક સિટી સબવેની આઇએનડી (IND) ક્વીન્સ બુલેવર્ડ લાઇન પાસે પડે છે, જ્યાં ટ્રેનોની સેવાઢાંચો:NYCS Queens 53rd છે. સાથે જ કંપનીની 787 સેવન્થ એવન્યુ, 666 ફિફ્થ એવન્યુ, 399 પાર્ક એવન્યુ, 485 લેક્સિન્ગ્ટન, 153 ઇસ્ટ 53મી સ્ટ્રીટ (સિટીગ્રુપ સેન્ટર) અને લોન્ગ આઇલેન્ડ સિટી, ક્વીન્સમાં આવેલી સિટીકોર્પ બીલ્ડિંગ સહીતની મિડટાઉન ઇમારતો એકબીજાથી બે સ્ટોપથી વધુ દૂર નથી. ખરેખર, દરેક કંપની ઇમારત ગલીમાં કે તેની ઉપર ટ્રેનોની સેવા ધરાવતાંઢાંચો:NYCS Queens 53rd સબવે સ્ટેશનથી જોડાયેલી છે.

સિટીગ્રુપ દ્વારા સંચાલિત સુંદર સ્થાપત્યો ધરાવતી ઇમારતોનું શિકાગો પણ ઘર રહ્યું છે. સિટીકોર્પ સેન્ટરની ટોચ પર સંખ્યાબંધ વક્ર કમાનાકાર પ્રવેશદ્વારો છે અને તે તેના મોટા સ્પર્ધક એબીએન એમરોના એબીએન એમરો પ્લાઝાની શેરી પાસે જ આવેલું છે. તે ઓગિલ્વિ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર થઇને આવતાં મેટ્રાના હજારો ગ્રાહકોને દરરોજ રીટેઇલ અને જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે. મેજર લીગ બેઝબોલ ટીમ ન્યૂયોર્ક મેટ્સના ઘરેલુ બોલપાર્કને સિટી ફીલ્ડ નામ આપવાના હકો સિટીગ્રુપે લઇ લીધા છે. તેમણે ત્યાં 2009માં તેમની ઘરેલુ રમતો રમવાની શરૂઆત કરી છે.

ટીકા

રાઉલ સેલિનાસ અને મની લોન્ડરિંગનો આક્ષેપ

રાઉલ સેલિનાસ દ ગોર્તારી પાસેથી મેળવાતાં ફંડનું સિટીબેંક જે રીતે સંચાલન કરતી હતી તેની ટીકા કરતો રીપોર્ટ જનરલ એકાઉન્ટ ઓફિસે 1998માં બહાર પાડ્યો. રાઉલ મેક્સિકોના પૂર્વ પ્રમુખ કાર્લોસ સેલિનાસના ભાઈ હતાં. "રાઉલ સેલિનાસ, સિટીબેંક અને એલેજ્ડ મની લોન્ડરિંગ" નામ ધરાવતાં રીપોર્ટમાં સિટીબેંકે કાગળ પરથી પગેરું ન મળે તે રીતે લાખો ડોલરની હેરફેરની અટપટા નાણાંકિય વ્યવહારો દ્વારા સવલત આપી તેની સામે ઇશારો કરવામાં આવ્યો હતો. રીપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે સિટીબેંકે રાઉલ સેલિનાસે પોતાનું ભવિષ્ય કેવી રીતે બનાવ્યું તેની સઘન તપાસ કર્યા વગર જ તેને પોતાનો ગ્રાહક બનાવી દીધો હતો.

મૂડીરોકાણ સંશોધન પર વ્યાજ મુદ્દે સંઘર્ષ

ડીસેમ્બર 2002માં, સિટીગ્રુપે રાજ્યો અને ફેડરલ સરકાર વચ્ચે $400 મિલિયનનો દંડ ભર્યો હતો. આ દંડ સિટીગ્રુપ સહીત દસ બેંકોએ ગ્રાહકોને પૂર્વગ્રહયુક્ત સંશોધનથી છેતર્યા હતા તેના સમાધાનના ભાગરૂપે થયો હતો. દસેય બેંકો સાથે થયેલા સમાધાનની કુલ રકમ $1.4 બિલિયન હતી. સમાધાન પ્રમાણે બેંકોને સંશોધનથી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગને અલગ કરવાનું કહેવાયું હતું અને આઇપીઓ (IPO) શેર્સની કોઇ પણ ફાળવણી પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત હતી.

એનરોન, વર્લ્ડકોમ અને ગ્લોબલ ક્રોસિંગ નાદારીઓ

2001માં આર્થિક કૌભાંડના પગલે પડી ભાંગેલા એનરોનકોર્પોરેશનને ધીરાણ આપવામાં ભૂમિકા બદલ સિટીગ્રુપે $3 મિલિયનથી વધારે દંડ અને કાયદાકિય સમાધાનોમાં ચૂકવવા પડ્યા હતા. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને મેનહટ્ટન જિલ્લા એટર્ની ઓફિસ દ્વારા કરાયેલા દાવાના અનુસંધાને 2003માં સિટીગ્રુપે દંડ અને નિયંમભંગ બદલ $145 મિલિયન ચૂકવ્યા હતા. એનરોનના રોકાણકારોએ ફાઇલ કરેલા કોર્ટકેસના સમાધાનરૂપે 2005ની સાલમાં સિટીગ્રુપે $2 બિલિયન આપવા પડ્યા હતા.2008માં સિટીગ્રુપે ઊઠી ગયેલી કંપનીના લેણદારોનું પ્રતિનિધિત્વ કરતાં એનરોન બેંકરપ્ટસી એસ્ટેટને $1.66 બિલિયન ચૂકવ્યા હતા.સિટીગ્રુપે 2002માં હિસાબી કૌભાંડમાં ભાંગી પડેલી વર્લ્ડકોમના સ્ટોક્સ અને બોન્ડ્સને વેચવામાં ભૂમિકા અદા કરી હતી, જેના પગલે થયેલા કોર્ટકેસના સમાધાનરૂપે તેણે 2004માં $2.65 બિલિયનની ચૂકવણી કરી હતી.2002માં દેવાળું ફૂંકી ચૂકેલી ગ્લોબલ ક્રોસિંગના રોકાણકારોએ કરેલી કાયદાકીય કાર્યવાહીના પગલે 2005માં સિટીગ્રુપે $75 મિલિયન ચુકવીને સમાધાન ક્યું હતું. સિટીગ્રુપ પર અતિશયોક્તિભર્યા સંશોધન અહેવાલો બહાર પાડવાના અને વ્યાજના વિવાદોને જાહેર ન કરવાના આક્ષેપો થયા હતા.

સિટીગ્રુપ પ્રોપ્રાઇટરી ગવર્મેન્ટ બોન્ડ ટ્રેડિંગ કૌભાંડ

યુરોપીયન બોન્ડ માર્કેટમાં ઝડપથી €11 બિલિયન કિંમતના બોન્ડ વેચી દઇને તેને છિન્નભિન્ન કરવા બદલ સિટીગ્રુપની ટીકાઓ થઇ હતી. 2 ઓગસ્ટ, 2004ના રોજ એમટીએસ (MTS) જૂથના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર થયેલા આ વેચાણથી બોન્ડના ભાવો નીચે બેસી ગયા હતા, અને બાદમાં સિટીગ્રુપે તેને સસ્તા ભાવે પાછા ખરીદી લીધા હતા.

નિયમનકારી પગલાં

2004માં જાપાનીઝ નિયમનકારોએ શેર ગોટાળાઓમાં સંડોવાયેલા ગ્રાહકોને લોન આપવા બદલ સિટીબેંક જાપાન સામે પગલા લીધા હતા. આ પગલાંમાં એક શાખા અને ત્રણ ઓફિસોની સંપૂર્ણ બેંક પ્રવૃત્તિ પર પ્રતિબંધ તેમજ તેમના ગ્રાહક બેંકિંગ વિભાગ પર નિયંત્રણોનો સમાવેશ થતો હતો. 2009માં, જાપાનીઝ નિયમનકારોએ ફરીથી સિટીબેંક જાપાન સામે પગલા લીધા, જોકે આ વખતે પગલાં કાળા નાણાંને કાયદેસર થતાં રોકવા માટે યોગ્ય વ્યવસ્થા દાખલ ન કરવા માટે લેવાયા હતા. નિયમનકારી એજન્સીએ તેના રીટેઇલ બેંકિંગ સંચાલનોના વેચાણ સંચાલનો પર એક મહિનાનો પ્રતિબંધ લાદી લીધો હતો.

23 માર્ચ, 2005ના રોજ એનએએસડી (NASD)એ સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, ઈન્ક. (Inc.) , અમેરિકન એક્સપ્રેસ ફાઇનાન્સિયલ એડ્વાઇઝર્સ અને ચેઝ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ પર $21.25 મિલિયનનો દંડ જાહેર કર્યો. આ દંડ જાન્યુઆરી 2002 અને જુલાઇ 2003 વચ્ચે થયેલી મ્યુચ્યુઅલ ફંડ વેચાણ પ્રવૃત્તિઓ સંદર્ભે, ઔચિત્ય અને નિરિક્ષણ ભંગ બદલ જાહેર કરવામાં આવ્યો હતો. સિટીગ્રુપ સામે થયેલા કેસમાં વર્ગ બી (B) અને વર્ગ સી(C)ના મ્યુચ્યુઅલ ફંડના શેર્સ લેવાની ભલામણો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, ઈન્ક. (Inc.) , સામે 6 જૂન, 2007ના રોજ એસએએસડી (NASD)એ દંડરૂપે વધુ $15 મિલિયન અને નિયંત્રણો લાદ્યા. નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિનામાં બેલસાઉથ કોર્પ.ના કર્મચારીઓ માટેના નિવૃત્તિ પરિસંવાદો અને સભાઓમાં કંપનીએ ગેરમાર્ગે દોરનારા દસ્તાવેજો તેમજ અપૂરતી માહિતી આપ્યા બાદ થયેલા સમાધાનમાં આ નિયંત્રણો લદાયા હતા. એનએએસડી (NASD)એ શોધી કાઢ્યું હતું કે શાર્લોટ્ટ, એન.સી.(N.C.), સ્થિત દલાલોનું એક જૂથ બેલસાઉથના હજારો કર્મચારીઓ માટેના કેટલાય પરિસંવાદો અને સભાઓમાં ગેરમાર્ગે દોરનાનું સાહિત્ય વાપરતું હોવા છતાં સિટીગ્રુપ તેના પર યોગ્ય રીતે ધ્યાન રાખતું નહતું.

ટેરા સિક્યોરિટીઝ કૌભાંડ

નવેમ્બર 2007માં એ જાહેર થઇ ગયું હતું કે સિટીગ્રુપ ટેરા સિક્યોરિટીઝ કૌભાંડમાં મોટાપાયે સંડોવાયેલું છે, જેમાં નોર્વેની આઠ નગરપાલિકોએએ યુનાઇટેડ સ્ટેટ્સ બોન્ડ માર્કેટના વિવિધ હેજ ફંડોમાં રોકાણ કર્યું હતું. ફંડ ટેરા સિક્યોરિટીઝ એએસએ (ASA) દ્વારા નગરપાલિકોઓને વેચવામાં આવ્યા હતા, જ્યારે પ્રોડક્ટો સિટીગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવી હતી. ટેરા સિક્યોરિટીઝ એએસએ (ASA) દ્વારા 28 નવેમ્બર, 2007ના રોજ નાદારી નોંધવવામાં આવી. ધ ફાઇનાન્સિયલ સુપરવાઇઝરી ઓથોરિટી ઓફ નોર્વે પાસેથી સંચાલન માટેની મંજૂરી રદ કરતો પત્ર મળ્યાના બીજા જ દિવસે આ નાદારી નોંધાવવામાં આવી હતી. આ જ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, "ધ સુપરવાઇઝરી ઓથોરિટી નિશ્ચયપૂર્વક માને છે કે સિટીગ્રુપ અને ટેરા સિક્યોરિટીઝ એએસએ (ASA) બંને દ્વારા કરાયેલા પ્રેઝન્ટેશન અપૂરતાં અને ગેરમાર્ગે દોરનારા હતાં, અને તેમાં સંભવિત વધારાની ચૂકવણીઓ અને તેનું કદ જેવા તત્વોની બાદબાકી કરી દેવામાં આવી હતી. "


ગ્રાહકના ખાતાઓમાંથી ચોરી

ક્રેડિટ કાર્ડ ગ્રાહકોના ખાતામાંથી ખોટી રીતે ફંડ્સ ઉપાડી લેવાના કેલિફોર્નિયા એટર્ની જનરલ જેરી બ્રાઉનના આક્ષેપોના સમાધાનરૂપે 26 ઓગસ્ટ, 2008ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે તે $18 મિલિયન વળતર અને દંડરૂપે ચૂકવવા માટે સહમત થયું છે. સિટીગ્રુપ દેશભરના આશરે 53,000 ગ્રાહકોને વળતરરૂપે $14 મિલિયન ચૂકવવાનું હતું. ત્રણ-વર્ષના સંશોધનમાં બહાર આવ્યું હતું કે સિટીગ્રુપે 1992થી 2003 વચ્ચે કોમ્પ્યુટરાઇઝ્ડ "સ્વીપ" ફીચરનો અયોગ્ય રીતે ઉપયોગ કરીને ગ્રાહકોને કહ્યા વગર તેમના કાર્ડ ખાતાઓમાંથી પોઝિટિવ બેલેન્સને બેંકના સામાન્ય ફંડમાં મોકલી દીધું હતું.

બ્રાઉને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિટીગ્રુપે "સ્વીપની ડીઝાઇન અને અમલ દ્વારા જાણીબૂઝીને ગ્રાહકો પાસેથી ચોરી કરી, ખાસ કરીને અત્યંત ગરીબ અને હાલમાં જ મૃત્યુ પામેલા ગ્રાહકો પાસેથી...જ્યારે એક જાગૃત વ્યક્તિએ આ કૌભાંડ પરથી પડદો ઉચક્યો અને તે બાબતે ઊચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું, ત્યારે તેમણે સમગ્ર માહિતીને દફન કરી દીધી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રાખી હતી."

ફેડરલ જામીનગીરી 2008

24 નવેમ્બર, 2008ના રોજ યુ.એસ.(U.S.) સરકારે સિટીગ્રુપ માટે વિરાટ જામીનગીરી પેકેજ જાહેર કર્યું. આ પેકેજ કંપનીને નાદારીમાંથી બચાવવા અને સરકારને તેના સંચાલનમાં દખલગીરીના હકો મળે તે રીતે ઘડવામાં આવ્યું હતું. ટ્રેઝરીએ ઓક્ટોબરમાં આપેલા $25 બિલિયનમાં વધારો કરીને ટ્રબલ્ડ એસેટ રીલીફ પ્રોગ્રામ (ટીએઆરપી (TARP)) રૂપે બીજા $25 બિલિયન આપવાનું નક્કી કર્યું. સિટીગ્રુપ દ્વારા પ્રથમ $29 બિલિયન નુકસાન સ્વરૂપે સમાવી લીધા પછી ટ્રેઝરી વિભાગ, ફેડરલ રીઝર્વઅને ફેડરલ ડીપોઝિટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ((એફડીઆઇસી)FDIC) તેના $335 બિલિયનના પોર્ટફોલિયો પરના 90% નુકસાનને આવરી લેશે. બદલામાં બેંકે વોશિંગ્ટનને સ્ટોક હસ્તગત કરવા માટે $27 બિલિયનના પસંદગીના શેર્સ અને વોરન્ટ્સ આપશે તેવું નક્કી થયું. સરકાર બેંકિંગ સંચાલનમાં વિશાળ પ્રમાણમાં સત્તા મેળવશે તેમ ઠરાવાયું. ઇન્ડીમેક બેંક પડી ભાંગ્યા બાદ એફડીઆઇસી (FDIC) દ્વારા નક્કી કરાયેલા ધોરણો પ્રમાણે સિટીગ્રુપે ગીરોમાં સુધારા લાવવા માટે સંમતિ આપી, જેથી મોટાભાગના મકાન માલિકો તેમના ઘરમાં જ રહે. એક્ઝિક્યુટિવ પગારોને પણ રક્ષિત કરવાનું ઠરાવાયું.

જામીનગીરીની શરત પ્રમાણે, સિટીગ્રુપના ડિવિડન્ડની ચૂકવણી ઘટાડીને શેરદીઠ 1 સેન્ટ કરી દેવામાં આવી.

સબપ્રાઇમ ગીરો કટોકટી શરૂ થતાં જ, કબૂલાત ઉપરાંતની જામીનગીરી આધારિત દેવાનાં બંધન(સીડીઓ(CDO))ના સ્વરૂપમાં જોખમી ગીરો બહાર આવ્યા અને ઓછું હોય તેમ તેમાં નબળું જોખમ સંચાલન ભળ્યું, જેના પરિણામે કંપની ગંભીર મુશ્કેલીમાં સપડાઇ. ખર્ચાઓ પર કાપ મૂકવા અને લાંબા સમયથી ક્ષમતા કરતાં ઓછો દેખાવ કરતાં સ્ટોક્સને ટેકો આપવાના હેતુસર રચાયેલી બહોળી પુનઃસંગઠન વ્યવસ્થાના ભાગરૂપે 2007ની શરૂઆતમાં, સિટીગ્રુપે પોતાના કર્મચારીઓમાંથી આશરે 5 ટકાને કાપવાનું શરૂ કર્યું.

નવેમ્બર 2008 સુધીમાં તો ચાલી રહેલી કટોકટીથી સિટીગ્રુપે વધુ માર સહન કરવો પડ્યો, પરિણામે ફેડરલ ટીએઆરપી (TARP ) જામીનગીરી પેકેજના નાણાં હોવા છતાં કંપનીએ વધુ કાપ જાહેર કર્યો.


જેના પગલે કંપનીના સ્ટોકની બજાર કિંમત ગગડીને $6 બિલિયન થઇ ગઇ, જે બે વર્ષ પહેલાં $244 બિલિયન હતી. પરિણામે, સિટીગ્રુપ અને ફેડરલ નિયમનકારોએ કંપનીને સ્થિરતા બક્ષવા માટે એક યોજના વિચારી. કંપનીના એકમાત્ર સૌથી મોટા શેરહોલ્ડર સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ-વાલીદ બિન તલાલ હતાં, જેમની પાસે 4.9% સ્ટોક હતો. વિક્રમ પંડિત સિટીગ્રુપના વર્તમાન સીઇઓ (CEO) છે, જ્યારે રીચાર્ડ પાર્સન્સવર્તમાન ચેરમેન છે.

ન્યૂયોર્ક એટર્ની જનરલ એન્ડ્રૂ કુઓમોના કહેવા અને વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયા પ્રમાણે, 2008ના અંતમાં મળેલા $45 બિલિયનના જામીનગીરી પેકેજ પછી સિટીગ્રુપે તેના 1,038થી વધુ કર્મચારીઓને લાખો ડોલર્સ બોનસરૂપે ચૂકવ્યા. જેમાં 738 કર્મચારીઓમાંથી દરેકને $1 મિલિયન, 176 કર્મચારીઓમાંથી દરેક $2 મિલિયન, 124 કર્મચારીઓમાંથી દરેકને $3 મિલિયન અને 143 કર્મચારીઓને $4 મિલિયથી $10 મિલિયન કરતાં વધુનું બોનસ મળ્યું હતું.


ટેરા ફર્મા ઇન્વેસ્ટેમેન્ટ મુકદ્દમો

ડીસેમ્બર 2009માં, બ્રિટિશ ઇક્વિટી પેઢી ટેરા ફર્મા ઇન્વેસ્ટેમેન્ટ્સ સિટીગ્રુપને, મ્યુઝિક કોર્પોરેશન ઇએમઆઇ (EMI)ના લેબલ અને મ્યુઝિક પ્રકાશનના હિતો ખરીદવા સંદર્ભે છેતરપીંડી બદલ કોર્ટમાં ઢસડી ગઇ.

જાહેર અને સરકારી સબંધો

રાજકીય દાન

સેન્ટર ફોર રીસ્પોન્સિવ પોલિટિક્સ પ્રમાણે તમામ પ્રકારની સંસ્થાઓમાંથી સિટીગ્રુપ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજકીય પ્રચારમાં ફાળો આપનારી 16મી સૌથી મોટી સંસ્થા છે. રૂઢિચુસ્ત એવા કેપિટલ રીસર્ચ સેન્ટરના સિનિયર એડિટર મેથ્યુ વાદુમના મત મુજબ સિટીગ્રુપ લેફ્ટ-ઓફ-સેન્ટર (એક પ્રકારની રાજકીય વિચારધારા) રાજકીય ઉદ્દેશો ધરાવતાને પણ મોટાપાયે ફાળો આપે છે. જોકે, પેઢીના સભ્યોએ $2,30,33,490થી વધુનું દાન 1989-2006 વચ્ચે કર્યું છે, જેમાંથી 49% ડેમોક્રેટ્સને અને 51% રીપબ્લિકનોને ગયું હતું.

લૉબી-પ્રચાર અને રાજકીય સલાહ

2009માં, રીટાર્ડ પાર્સન્સે લાંબા સમયથી વોશિંગ્ટન, ડી.સી. (D.C.)ના લોબીસ્ટ રહેલા રીચાર્ડ એફ. હોહ્લ્ટની સેવાઓ લીધી. જોકે, પાર્સન્સ દ્વારા રીચાર્ડની સેવાઓ કંપનીના લોબી-પ્રચાર માટે નહીં, પરંતુ યુ.એસ.(U.S.) સરકાર સાથેના સબંધોમાં પોતાને અને કંપનીને સલાહ આપવા માટે લેવામાં આવી હતી. અંદરખાને કેટલાકે એવું અનુમાન કર્યું કે હોહ્લ્ટને માત્ર એફડીઆઇસી (FDIC) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બોલવાયા હતા, જોકે હોહ્લ્ટે તે વાતને નકારતાં કહ્યું કે તેમને સરકારી ઇન્સ્યુરન્સ કોર્પોરેશન સાથે કોઇ સંપર્ક નથી. કેટલાક પૂર્વ નિયમનકારોને સમાચાર અહેવાલોમાં હોહ્લ્ટના સિટીગ્રુપ સાથે જોડાવાની બાબતે ટીકા કરવાની જગ્યા મળી ગઇ, કારણ કે તે 1980ના દાયકાની બચત અને લોન કટોકટી દરમિયાન નાણાંકિય સેવાઓ ક્ષેત્રે કામ કરી ચૂક્યા હતા. હોહ્લ્ટે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, પહેલાની ઘટનામાં ભૂલો થઇ હતી, જેમાં તેમને ગમતાં અને થોડા સમય પહેલાંના જ ક્લાયન્ટો ફેની માએ અને વોશિંગ્ટન મ્યુચ્યુઅલનો ઉલ્લેખ નથી. તેની ક્યારેય કોઇ પણ સરકારી એજન્સી દ્વારા તપાસ થઇ નથી અને પક્ષકારો સૌથી તાજી કટોકટીને સંબોધતા હોવાથી તેના અનુભવે તેને "ઓપરેટિંગ રૂમ"માં પરત આવવા માટેનું કારણ આપ્યું છે.

જાહેર અને સરકારી સંપર્કો

2010માં, કંપનીએ ન્યૂયોર્ક સિટી સરકારમાં અને બ્લૂમબર્ગ એલપી (LP)માં સેવા આપી ચૂકેલા એડવર્ડ સ્કાયલરને સિનિયર જાહેર અને સરકારી સંપર્ક અધિકારીની જગ્યા પર નિયુક્ત કર્યા.સ્કાયલરનું નામ જાહેર થાય તે પહેલા અને તેઓ તેમના કામનું સંશોધન શરૂ કરે તે પહેલાં, કંપનીએ આ જગ્યા ભરવા માટે ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે ચર્ચાઓ કરી હોવાનું કહેવાય છે: જેમાં એનવાય (NY) ડેપ્યુટી મેયર કેવિન શીકે, મેયર માઇકલ બ્લુમબર્ગના "રાજકીય ગુરુ.[જેમણે] આગેવાની લીધી હતી.પ્રમુખ દોડ માટે તેમની ટૂંકાગાળાની પ્રણયચેસ્ટા પણ રહી હતી., જેઓ જલદી જ મેયરની કંપની, બ્લુમબર્ગ એલ.પી.(L.P.)માં તેમના આ પદ માટે સિટી હોલ છોડશે. 2001ની મેયરની રેસમાં બ્લુમબર્ગની અણધારી જીત પછી, સ્કાયર અને શીકે બંને તેમને અનુસરીને તેમની કંપનીમાંથી સિટી હોલ પહોંચ્યા. ત્યારથી, તે લોકો એક અત્યંત પ્રભાવી સલાહકારોના જૂથનો હિસ્સો બન્યાં જેમાં હોવર્ડ વોલ્ફસન હિલેરી રોધમ ક્લિન્ટનના પ્રમુખ બનવાના ઝુંબેશ તથા બ્લુમબર્ગની સંભવિત પુનઃચૂંટણીના પૂર્વ કોમ્યુનિકેશન્સ ડાયરેક્ટર બન્યા તથા ગેરી ગિન્સબર્ગ ટાઇમ વોર્નરમાં જોડાયા જે પહેલા તેઓ ન્યૂઝ કોર્પોરેશનમાં હતાં.

નોંધ

સંદર્ભો

સી (C): સ્ટાર એનાલીસ્ટ્સ ઓફ સિટીગ્રુપ - યાહૂ! ફાઇનાન્સ ]

જુઓ એસઇસી (SEC) - કંપની માહિતી: સિટિગ્રુપ આઇએનસી (INC)

આ પણ જુઓ સિટીગ્રુપ સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૨ ના રોજ વેબેક મશિન, અને યાહૂ!

બાહ્ય લિંક્સ

Tags:

સિટીગ્રુપ ઇતિહાસસિટીગ્રુપ વિભાગોસિટીગ્રુપ બ્રાન્ડ્સસિટીગ્રુપ રિયલ એસ્ટેટસિટીગ્રુપ ટીકાસિટીગ્રુપ જાહેર અને સરકારી સબંધોસિટીગ્રુપ નોંધસિટીગ્રુપ સંદર્ભોસિટીગ્રુપ બાહ્ય લિંક્સસિટીગ્રુપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંગળિયાતહરદ્વારગ્રામ પંચાયતભીષ્મગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીલગ્નઇન્સ્ટાગ્રામછંદઅવકાશ સંશોધનપ્રત્યાયનભારતીય દંડ સંહિતાલાભશંકર ઠાકરનક્ષત્રફેફસાંદ્વારકાધીશ મંદિરજીસ્વાનકલકલિયોઘઉંગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગિજુભાઈ બધેકાકેદારનાથ જ્યોતિર્લિંગહોમી ભાભાસત્યાગ્રહનરેન્દ્ર મોદી સ્ટેડિયમવિરાટ કોહલીભારતીય રિઝર્વ બેંકસિદ્ધપુરસ્વાદુપિંડકે. કા. શાસ્ત્રીદિપડોમુંબઈસિંધુ ખીણની સંસ્કૃતિબરવાળા તાલુકોઔદ્યોગિક ક્રાંતિવિક્રમાદિત્યભગવતીકુમાર શર્માસ્વચ્છતાસંત તુકારામહર્ષ સંઘવીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧હસ્તમૈથુનHIV/AIDS વિશે ગેરમાન્યતાઓસુનામીસુભાષચંદ્ર બોઝદુબઇફિરોઝ ગાંધીગુજરાતની નદીઓની યાદીબિન-વેધક મૈથુનકલમ ૩૭૦આંખરાજકોટનળાખ્યાન (પ્રેમાનંદ)દાદુદાન ગઢવીરાણકી વાવપક્ષીધીરૂભાઈ અંબાણીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનિરોધએ (A)ગુજરાત વડી અદાલતરાષ્ટ્રવાદખાખરોવડાપ્રધાનદાંતનો વિકાસરમત-ગમતગુજરાતના શક્તિપીઠોસપ્તર્ષિહરિયાણાભાષાચિત્તોડગઢઝરખકમળોબારી બહારધીરુબેન પટેલવિનિમય દરચંદ્રકાંત બક્ષીન્હાનાલાલ🡆 More