ફિરોઝ ગાંધી

ફિરોઝ ગાંધી (જન્મે ફિરોઝ જહાંગીર ગાંધી; ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨ – ૮ સપ્ટેમ્બર ૧૯૬૦) એ એક ભારતીય રાજકારણી અને પત્રકાર હતા.

તેઓ લખનૌથી પ્રસિદ્ધ થતા ધ નેશનલ હેરાલ્ડ અને નવજીવન નામના વર્તમાન પત્રના પ્રકાશક હતા. ૧૯૪૨માં તેમના લગ્ન જવાહરલાલ નહેરુની પુત્રી ઈંદિરા નેહરુ સાથે થયા. તેમને બે પુત્રો હતા, રાજીવ અને સંજય. તેમનો મોટો પુત્ર રાજીવ આગળ જઈ ભારતનો વડા પ્રધાન બન્યો.

ફિરોઝ ગાંધી
અનુગામીબૈજ નાથ કુરીલ
અંગત વિગતો
જન્મ(1912-09-12)12 September 1912
બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી (હવે, મુંબઈ), ભારત
મૃત્યુ8 September 1960(1960-09-08) (ઉંમર 47)
નવી દિલ્હી, ભારત
અંતિમ સ્થાનપારસી સ્મશાનગૃહ, અલાહાબાદ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી
સંબંધોનહેરુ-ગાંધી કુટુંબ
સંતાનો

તેઓ ઈ.સ. ૧૯૫૦-૫૨ની પ્રોવીન્શીયલ સંસદના સભ્ય હતા. ત્યાર બાદ તેઓ સંસદના નીચલા સદન - લોકસભાના પણ સભ્ય રહ્યા.

પ્રારંભિક જીવન

ફિરોઝ ગાંધીનો જન્મ એક પારસી કુટુંબમાં થયો હતો. જન્મે તેમનું નામ ફિરોઝ જહાંગીર ગાંધી હતું. તેમનો જન્મ મુંબઈની ફોર્ટ ખાએ આવેલી તેહમલજી નરીમન હોસ્પિટલમાં થયો હતો. તેમના માતા પિતા- ફરદૂન જહાંગીર ગાંધી અને માતા રતિમાઈ (લગ્ન પહેલા રતિમાઈ કોમિશરિયત), મુંબઈના ખેતવાડીએ મહોલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા. તેમના પિતા કિલ્ક નિસ્કન કંપની માં મરીન ઈજનેર હતા અને આગળ જતા તેઓ વૉરંટ ઈજનેર બન્યા હતા. તેમના માતા પિતાના પાંચ બાળકોમાં ફિરોઝ સૌથી નાના સંતાન હતા. તેમના બે ભાઈઓના નામ દોરાબ અબે ફરીદુન હતા, અને તેમની બે બહેનોના નામ તેહમીના કેરશાસ્પ અને અલુ અલુ દસ્તુર હતા. તેમનું મૂળવતન ભરૂચ હતું, ત્યાંથી હિજરત કરી તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમના દાદાનું ઘર હયાત છે.

૧૯૨૦ની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતા ફિરોઝ અને તેમની માતા અલ્હાબાદમાં તેમના અપરિણિત માસી, શિરિન કોમિશરિયત સાથે રહેવા આવ્યા. શિરિન કોમિશરિયત શહેરની લેડી દફરીન હોસ્પિટલમાં સર્જન હતા. (ચરિત્ર લેખક કેથેરીન ફ્રૅંકના મતે ફિરોઝ શિરિન કમિશિરિયતનો પુત્ર હતો.) તેમણે વિદ્યા મંદિર હાઈ સ્કુલમાં શાલેય અભ્યાસ કર્યો અને બ્રિટિશ સ્ટાફ ધરાવતી દેવિંગ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.

કુટુંબ અને કારકીર્દી

૧૯૩૦માં નાની ઉંમરના કોંગ્રેસના સ્વાતંત્ર્ય સેનાનીઓની એક ટુકડી વાનરસેના નામે બનાવાઈ હતી. તે સેના પિકેંટીંગ આદિ કાર્યો કરતી. કમલા નેહરુ અને ઈંદિરા જ્યારે ઈવિંગ કોલેજ બહાર પીકેટિંગ કરતાં હતા ત્યારે ફિરોઝની તેમની સાથે ઓળખ થઈ. ગરમીને કારણે કમલા દેવી બેશુદ્ધ બન્યા અને ફિરોઝ તેમને રાહત પહોંચાડવા દોડી ગયા. આ ઘટનાને બીજે દિવસે તેમણે અભ્યાસ છોડ્યો અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા બાદ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે પોતાની અટકની અંગ્રેજી જોડણી - "Ghandy" ને બદલીને "Gandhi" કરી. ઈ. સ. ૧૯૩૦માં અલ્હાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટિના પ્રમુખ લાલ બહાદુર શાસ્ત્રી (ભારતના બીજા વડા પ્રધાન) સાથે તેમણે ૧૯ મહિના સુધી ફૈઝાબાદમાં કારાવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટી તેઓ નેહરુ સાથે સંયુક્ત પ્રાંત (હાલનું ઉત્તર પ્રદેશ)ની ના-કરની ચળવળમાં જોડાયા જેમાં તેમને ૧૯૩૨ અને ૧૯૩૩માં એમ બે વખત જેલ જવું પડ્યું.

ફિરોઝે સૌ પ્રથમ વખત ૧૯૩૩માં ઈંદિરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ ઈંદિરા અને તેમની માતાએ ઈંદિરાની અલ્પ વયનું (૧૬ વર્ષ) કારણ બતાવી તે પ્રસ્તાવ નકાર્યો હતો. આગળના કાળમાં તેઓ નેહરુ પરિવારની ખાસ કરીને કમલા નેહરુની વધુ નજીક આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં ક્ષયના ઈલાજ માટે કમલા નેહરુ ભોવાલીની ટી. બી. સેનેટોરિયમમાં ગયા હતા, ત્યારે ફિરોઝ તેમની સાથે હતા. ત્યાર બાદ ૧૯૩૫માં કમલા નેહરુની તબિયત વધુ ખરાબ થતા ફિરોઝે તેમની યુરોપની યાત્રા માટેની તૈયારીઓ કરવામાં સહાય કરી હતી અને ત્યાર બાદ તેઓ બેડેનવીલર અને લૉસેનીની સેનિટોરિયમમાં તેમને મળવા પણ ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬માં લૉસેનીની સેનિટોરિયમમાં જ્યારે કમલા નેહરુનું અવસાન થયું ત્યારે તેઓ તેમની પાસે હતા. ત્યાર પછીના વર્ષોમાં ઈંદિરા અને ફિરોઝ ઈંગ્લેંડમાં સાથે હતી અને તેઓ એક બીજાની વધુ નજીક આવ્યા. ૧૯૪૨માં તેમને હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા.

ફિરોઝ ગાંધી 
ફિરોઝ અને ઈંદિરા ગાંધીની તસવીર

ઈંદિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા, યુગલને આ લગ્ન ન કરવાનું કહેવા તેમણે મહાત્મા ગાંધીની પણ મદદ માંગી, પણ પરિણામ બદલાયું નહિ. લગ્નના છ મહિનામાં જ ભારત છોડો ચળવળમાં ભાગ લેતા ઑગસ્ટ ૧૯૪૨માં આ યુગલને જેલ થઈ. તેમને એક વર્ષ સુધી અલ્હાબાદના નૈની મધ્યવર્તી કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદના ૫ વર્ષોમાં તેમનું જીવન શાંતિમય રહ્યું અને તેમને ૧૯૪૪ અને ૧૯૪૬માં એમ બે પુત્રો જન્મ્યા તેમના નામ અનુક્રમે રાજીવ અને સંજય રખાયા.

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી, જવાહરલાલ નેહરુ પ્રથમ વડા પ્રધાન બન્યા. ફિરોઝ અને ઈંદિરા તેમના બે બાળકો સાથે અલ્હાબાદમાં સ્થાયી થયા. ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબાર ધ નેશનલ હેરાલ્ડના મેનેજેંગ ડાયરેક્ટર બન્યા.

ઈ.સ. ૧૯૫૦-૫૨ દરમ્યન તેઓ પ્રોવીન્શીયલ પાર્લામેંટના સદસ્ય હતા. ત્યાર બાદ ૧૯૫૨માં તેઓ ભારતની પ્રથમ સંસદમાં ઉત્તરપ્રદેશના રાયબરેલીમાંથી ચુંટાઈ આવ્યા. આ ચુંટણી માટે ઈંદિરાજી દિલ્હીથી અલ્હાબાદ આવ્યા અને તેમના પ્રચાર આયોજનનું કાર્ય સંભાળ્યું. થોડા સમયમાં જ ફિરોઝ એક શક્તિશાળી વ્યક્તિ બન્યા. તેઓ પ્રાયઃ તેમના સસરા જવાહરલાલ નેહરુની સરકારની આલોચના કરતા અને તેમણે ભ્રષ્ટાચાર સામે લડત શરૂ કરી.

સ્વતંત્રતા પછીના કાળમં ઘણી વ્યાપારી કંપનીઓ રાજનેતાઓની નજીક આવી રહી હતી અને ઘણીઓએ નાણાકીય ઘોટાળા ચાલુ કર્યાં હતાં. ૧૯૫૫માં ફિરોઝ ગાંધીએ એક ગોટાળો ખુલ્લો પાડ્યો, તેમણે જણાવ્યું કે એક બેંક અને વીમા કંપનીના ચેરમેન રામકૃષ્ણ દાલમિયાએ તે કંપનીના નાણા પોતાના ફાયદા માટે વાપરી બેનેટ ઍન્ડ કોલેમન કંપની હસ્તક કરી હતી.

ઈ.સ. ૧૯૫૭માં ફરી તેઓ રાયબરેલીથી ચુંટાઈ આવ્યા હતા. ૧૯૫૮માં તેમણે હરિદાસ મુંધારા ગોટાળો ખુલ્લો પાડ્યો જેમાં સરકારી વીમા કંપની એલ.આઇ.સી. પણ સામેલ હતી. સાફ સુથરી છબી ધરાવતી નેહરુ સરકાર માટે આ ઘટના શરમજનક હતી. આને પરિણામે નાણાં મંત્રી ટી. ટી. કૃષ્ણમાચારીને રાજીનામું આપવું પડ્યું. તે સમય દરમ્યાન ઈંદિરા ગાંધી સાથે તેમના મતભેદો પણ જાહેર થવા માંડ્યા હતા અને તેથી મિડિયાને તેમાં ઘણો રસ જાગ્યો હતો.

ફિરોઝે રાષ્ટ્રીયકરણની ઝુંબેશ શરૂ કરી જેમાં સૌ પ્રથમ ભારતીય જીવન વીમા નિગમ નું નામ હતું. એક સમયે તેમણે ટાટાઅ એન્જિનિયરિંગ ઍન્ડ લોકોમોટીવ કંપની (ટેલ્કો)ના રાષ્ટ્રીય કરણનો પણ સુઝાવ આપ્યો કેમકે તેઓ જાપની કંપની કરતા બમણા ભાવે રેલ્વે એન્જિન વેચતા હતા. આને કારણે પારસી કોમમાં ભારે વિરોધ ઉપડ્યો કેમકે ટાટા પણ પારસી હતા. આ સિવાય અન્ય ઘણાં મુદ્દાઓ ઉપર પણ તેઓ સરકારને પડકાર કરતાં રહ્યા અને તેઓ બંને પક્ષોમાં સન્માન પામનાર સાંસદ બન્યા.

મૃત્યુ અને વારસો

૧૯૫૮માં ફિરોઝને હૃદયરોગનો હુમલો થયો. તે સમયે જવાહરલાલ સાથે તીનમૂર્તિ ભવનમાં રહેતા ઈંદિરા ગાંધી ભૂતાનના સત્તાવાર પ્રવાસે ગયા હતા. ત્યાંથી આવીને ફિરોઝની સંભાળ રાખવા તેઓ કાશ્મીર ગયા. ઈ.સ. ૧૯૬૦માં તેમને હૃદય રોગનો બીજો હુમલો આવ્યો અને તેઓ દીલ્હીને વિલિંગ્ડન હોસ્પીટલમાં અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમની અસ્થિ અલ્હાબાદની પારસી સ્મશાનમાં દફનાવાયા.

તેમના રાયબરેલી મતદાર ક્ષેત્રને તેમની પુત્રવધુ સોનિયા ગાંધીએ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં જાળવી રાખી હતી.

રાય બરેલીમાં તેમણે એક શાળાની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તે શાળાને ફિરોઝ ગાંધીનું નામ આપવામાં આવ્યું છે.

નોંધ

સંદર્ભો

Tags:

ફિરોઝ ગાંધી પ્રારંભિક જીવનફિરોઝ ગાંધી કુટુંબ અને કારકીર્દીફિરોઝ ગાંધી મૃત્યુ અને વારસોફિરોઝ ગાંધી નોંધફિરોઝ ગાંધી સંદર્ભોફિરોઝ ગાંધીજવાહરલાલ નહેરુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જન ગણ મનજલારામ બાપાઅક્ષરધામ (દિલ્હી)લોથલવીર્ય સ્ખલનઘર ચકલીગુજરાતી ફિલ્મોની યાદીઈન્દિરા ગાંધીદયારામપ્રત્યાયનભારતીય રૂપિયોનેપાળઆલ્બર્ટ આઇન્સ્ટાઇનભારતીય ચૂંટણી પંચઅલ્પેશ ઠાકોરફ્રાન્સની ક્રાંતિરણકળથીભારત છોડો આંદોલનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસૂરદાસરણજિતરામ સુવર્ણચંદ્રકહિમાલયશ્યામજી કૃષ્ણ વર્માગુજરાતીગુજરાતી અંકચાણક્યઆખ્યાનયુગવિષ્ણુ સહસ્રનામશનિદેવકનિષ્કનર્મદા બચાવો આંદોલનઅમૂલકબૂતરગુજરાત દિનમકર રાશિગુજરાતી સાહિત્યભારતીય-યુરોપીય ભાષાસમૂહબારોટ (જ્ઞાતિ)શિવકારડીયાશ્રીનાથજી મંદિરતાપમાનસવિતા આંબેડકરલિપ વર્ષગુજરાતના લોકસભા મતવિસ્તારોઆદિ શંકરાચાર્યભાવનગર રજવાડુંભારતીય જનસંઘઅખેપાતરઉપનિષદભારતીય અર્થતંત્રગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સિંધુ ખીણની સંસ્કૃતિસોનુંગુજરાતનું સ્થાપત્યભારતના વડાપ્રધાનઇસરોમીન રાશીગતિના નિયમોલગ્નબ્રાઝિલઉંબરો (વૃક્ષ)નિરોધદિપડોનવનિર્માણ આંદોલનવલ્લભભાઈ પટેલમિલાનહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીઆશાપુરા માતાબાવળનરેશ કનોડિયારામનારાયણ પાઠકભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઓખાહરણ🡆 More