પારસી

પારસીઓ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં ઇ.સ.

૭૧૧ માં ભારત આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.

આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ. તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.’ રાણાએ એમને વસવાટની છૂટ આપી. એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દુધના પ્યાલામાં સાકર ભેળવી, પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા.

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, ૧ નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

પારસી સમાજ ફાસ્લિસ, કાદિમ્સ અને સહેન્સાહિસ એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો. તેમાંથી ફાલ્સિસ લોકો વસંતઋતુના પ્રથમ દિવસે નવરોઝની ઉજવણી કરે છે, જે રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યા તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત રીવાજો સાથે ભળી ગયા છે, તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઈરાનદીવસંજાણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પૃથ્વીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસદિવાળીબેન ભીલજૂનાગઢ રજવાડુંબારીયા રજવાડુંવીમોપશ્ચિમ બંગાળબિન-વેધક મૈથુનધીરૂભાઈ અંબાણીડાંગ જિલ્લોરાષ્ટ્રીય મતદાતા દિવસક્રોમાસુંદરમ્મહાગુજરાત આંદોલનગુજરાતી સાહિત્ય પરિષદઓખાહરણઅભિમન્યુદાહોદસાળંગપુરઘોરાડઅતિસારગૌતમ બુદ્ધયજુર્વેદજીરુંહિંદુસ્વામી સચ્ચિદાનંદઈન્દિરા ગાંધીવલ્લભભાઈ પટેલદિપડોમલેરિયામેષ રાશીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)જંડ હનુમાનપીપળોભારતના ચારધામક્ષય રોગઅર્જુનકેન્દ્રશાસિત પ્રદેશયોગ (મનોશારીરીક જીવનશૈલી)તત્ત્વપટેલઆયુર્વેદમોટરગાડીશબ્દકોશમહંત સ્વામી મહારાજમુસલમાનજ્વાળામુખીપત્રકારત્વઆંજણાદિલ્હી સલ્તનતરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારભારતચંદ્રગુપ્ત મૌર્યસિંધુશ્રીમદ્ ભાગવતમ્ચિનુ મોદીપાલનપુરસૌરાષ્ટ્રનવરોઝવનનાબૂદીચિરંજીવીકેરીજ્ઞાનપીઠ એવોર્ડસુભાષચંદ્ર બોઝસૂર્યમંદિર, મોઢેરાવૃશ્ચિક રાશીગુજરાતી થાળીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસપ્તર્ષિરામાયણસત્યના પ્રયોગો અથવા આત્મકથાસામાજિક મનોવિજ્ઞાનઅક્ષાંશ-રેખાંશઅક્ષરધામ (ગાંધીનગર)અગિયાર મહાવ્રતજટાયુ (કવિતા સંગ્રહ)ચક્ર🡆 More