વૈશ્વિક ઉષ્ણતાની અસરો

ગ્લોબલ વોર્મિંગની અસરો અને આબોહવામાં થતો ફેરફાર પર્યાવરણ અને મનુષ્ય જીવન બંને માટે ચિંતાનો વિષય છે.

તાપમાનમાં નોંધાયેલો વધારો, સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થયેલો વધારો અને ઉત્તર ગોળાર્ધમાં બરફ આચ્છાદિત વિસ્તારોમાં નોંધાયેલો ઘટાડો આબોહવામાં થયેલા ફેરફારોના દેખીતા પૂરાવાઓ છે. આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલ મુજબ, 20મી સદીના મધ્ય ભાગથી વૈશ્વિક તાપમાનમાં થયેલા વધારા પાછળનું અત્યંત સંભવિત કારણ ગ્રીનહાઉસ વાયુઓમાં થયેલો નોંધપાત્ર વધારો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે ભવિષ્યમાં આબોહવામાં ફેરફારો જેવાકે ગ્લોબલ વોર્મિંગમાં વધારો (જેમકે, વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારાનું વલણ), સમુદ્ર સપાટીની ઊંચાઇમાં વધારો અને કેટલીક વાતાવરણને લગતી વિકટ ઘટનાઓમાં સતત વધારો થશે. આબોહવામાં થતા ફેરફારો સામે જીવસૃષ્ટિ સલામત નથી. ભવિષ્યના પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સાધવાની મનુષ્ય જાતની ક્ષમતાને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા છે. ભવિષ્યમાં આબોહવામાં થનારા મોટાપાયાના ફેરફારોના જોખમો ઘટાડવા માટે ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન સંબંધિ નીતીઓ ઘડી કાઢી છે અને તેનું અમલીકરણ કરવામાં આવ્યુ છે.

સર્વસામાન્ય નિરીક્ષણ

ઢાંચો:Double image stack

લગભગ છેલ્લા સો વર્ષના સમયગાળા દરમિયાન નોંધાયેલા તાપમાનની વિગતો વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થઈ રહેલા વધારાનું વલણ સ્પષ્ટ કરે છે જે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ રજૂ કરે છે. દેખીતી રીતે જણાયેલા બીજા કેટલાક સ્પષ્ટ ફેરફારોમાં ઉત્તર ધ્રુવીય હિમ પ્રદેશોમાં થયેલો ઘટાડો, ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાં વધતું મિથેન વાયુનું પ્રમાણ, ધ્રુવીય પ્રદેશોમાંથી સતતપણે થઈ રહેલું જૈવિક કાર્બનનું ઉત્સર્જન અને [[ધ્રુવીય કાંઠાળ પ્રદેશોના કોહવાણવાળા કળણમાંથી સતતપણે છૂટો પડી રહેલો મિથેન વાયુ|ધ્રુવીય કાંઠાળ પ્રદેશોના કોહવાણવાળા કળણમાંથી સતતપણે છૂટો પડી રહેલો મિથેન વાયુ]] તથા સમુદ્ર સપાટીની વધતી ઊંચાઇ વગેરે ફેરફારો છે. આ સદીમાં વૈશ્વિક સામાન્ય તાપમાનમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે હવામાનને લગતી કેટલીક વિકટ ઘટનાઓમાં વૃદ્ધિ તથા વરસાદને લગતી બાબતોમાં ફેરફારનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. વૈશ્વિક સ્તરથી પ્રાદેશિક ક્ષેત્ર તરફ આગળ વધતા, આબોહવાના ફેરફારો સંબંધી અનિશ્ચતતાઓમાં વધારો થઈ રહ્યો છે. પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોના દર, તીવ્રતા અને સમયગાળાને લઈને આવનારા પરિણામો અગમ્ય છે અને તેમાં વધારો થઈ રહ્યો છે જે ગ્લોબલ વોર્મિંગની શક્યતાઓમાં વધારો કરે છે. આબોહવામાં ફેરફારની કેટલીક ભૌતિક અસરો ક્ષૈત્રીય અને વૈશ્વિક કક્ષાએ ટાળી ન શકાય તેવી છે. 21મી સદીના અંતભાગ સુધીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 18 થી 59 સેમી (7.1થી 23.2 ઇંચ)નો વધારો થવાની સંભાવના છે. વૈજ્ઞાનિક સમજણના અભાવે સમુદ્ર સપાટીની ઊંચાઈના સંભવિત વધારામાં હિમશિલાઓના પિગળવાથી થતા સંભવિત વધારાનો સમાવેશ શક્ય નથી. આ સદીમાં, દક્ષિણના પ્રાંતો (યુરોપિયન પ્રાંતો)માં મોટાપાયા પર થતી ઉથલપાથલમાં નોંધપાત્ર ઘટાડો થવાનું શક્ય બનશે પરંતુ ગ્લોબલ વોર્મિંગને લીધે એટલાન્ટિક અને યુરોપનું તાપમાન ઘણુ ઊંચુ જશે. 1થી 4 ડીગ્રી સેલ્સિયસ (1990થી 2000 સંબંધિત)ની ગ્લોબલ વોર્મિંગ માટે ધીમી ગતિથી ગ્રીનલેન્ડમાં આવેલી હિમશીલાઓના પિગળવાની પ્રક્રિયા અંશતઃ ચાલુ રહેશે. પશ્ચિમ એન્ટાર્કટિક હિમશીલાઓના અમુક પ્રમાણમાં પિગળવાની શક્યતાઓને ધ્યાનમાં રાખતા સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 4થી 6 મીટર કે તેનાથી પણ મોટો વધારો થશે.

આબોહવામાં થતા ફેરફારોની માનવસૃષ્ટિ પર થનારી અસરો અસમાન પ્રમાણમાં થવાની સંભાવનાઓ છે. કેટલાક પ્રદેશોને ફાયદાઓ અને કેટલાકને નુક્શાન પહોંચવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. વોર્મિંગના ઊંચા પ્રમાણને (2થી 3 ડીગ્રી સેલ્સીયસથી વધારે, 1990ના પ્રમાણ સંબંધિત) કારણે ભવિષ્યમાં થનારા ફાયદાઓમાં ઘટાડો અને નુક્શાનમાં વધારો થવાની સંભાવના છે. ભુમધ્ય રેખાંશથી ઓછુ અંતર ધરાવતા અને અલ્પવિકસિત પ્રદેશો સંભવતઃ આબોહવાના ફેરફારો સામે મોટુ જોખમ અનુભવી રહ્યા છે. પર્યાવરણના ફેરફારોને લીધે થતી અસરો સામે માનવની અનુકુલન સાધવાની ક્ષમતાઓ ઘણી છે પરંતુ થનારૂ નુક્શાન જાણી ન શકાય તેવું અને બહુ મોટુ છે. પર્યાવરણના ફેરફારોને પરિણામે જૈવિક સૃષ્ટિની વિવિધતામાં ઘટાડો અને ઘણા બધા સજીવોની જાતો નાશ પામશે. જૈવિક અને જૈવ ભૌતિક પ્રણાલીઓ મનુષ્યની સરખામણીમાં સંતુલન સાધવાની બાબતમાં ઘણી ઉતરતી કક્ષાની હોવાનો સંભવ છે.

ભૌતિક અસરો

હવામાન ઉપરની અસરો

તાપમાનમાં થતા વધારાથી મોટેભાગે વરસાદમાં વધારો થશે પરંતુ વાવાઝોડાઓ ઉપર થનારી અસરો સ્પષ્ટ થતી નથી. એકસ્ટ્રા ટ્રોપિકલ તોફાનો આંશિક રીતે તાપમાનના ફેરફારો ઉપર આધારિત હોવાથી ઉત્તર ગોળાર્ધમાં તેઓ નબળા પડવાની સંભાવનાઓ છે કારણ કે ધ્રુવીય પ્રદેશો ગોળાર્ધના બાકીના ભાગો કરતા વધારે ગરમી ગ્રહણ કરે છે.

ભારે હવામાન

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
ભારે હવામાન જેવી કુદરતી આપત્તિઓના વલણ માટે ગ્લોબલ વોર્મિંગ આંશિક રીતે જવાબદાર હોઇ શકે છે.

પર્યાવરણમાં થયેલા ફેરફારોને લીધે સ્પષ્ટ થતી ભવિષ્યની સ્થિતિના આધારે IPCC અહેવાલમાં ઘણીબધી આગાહીઓ કરવામાં આવી છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહત્તમ ભૂમિપ્રદેશોમાં ગરમ લહેરોની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. જે નીચે મુજબ છે

  • દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં વધારો થશે.
  • વિષુવવૃત્તીય ચક્રવાતોના પ્રમાણમાં વધારો થશે.
  • સમુદ્ર સપાટીને લગતી ઘટનાઓ (સુનામી સહિતની)માં વધારો થશે.

હવામાનને લગતી વિકટ સમસ્યાઓનું નિર્માણ કરનાર વાવાઝોડાની શક્તિમાં વધારો થઈ રહ્યો છે, જેમકે ચક્રવાત(હરિકેન)ની તીવ્રતા માટેનો પાવર ડિસીપેશન ઇન્ડેક્સ. કેરી એમેન્યુઅલે લખ્યુ છે કે ચક્રવાતના પાવર ડિસીપેશનને તાપમાન સાથે ઘણો નજીકનો સંબંધ છે જે ગ્લોબલ વોર્મિંગ સાથેનું જોડાણ દર્શાવે છે. જોકે એમેન્યુઅલ દ્વારા કરવામાં આવેલા આગળના સંશોધનોમાં ચક્રવાતોના નમુનાઓના પરિણામો પરથી તારવણી મળે છે કે પાછલા દાયકાઓમાં પવાર ડિસીપેશનમાં શયેલો વધારો સંપૂર્ણપણે ગ્લોબલ વોર્મિંગ ઉપર આધારિત નથી. ચક્રવાતના નમુનાઓ દ્વારા સમાન પ્રકારના પરિણામો મળ્યા છે અને જાણવામાં આવ્યુ છે કે ગરમી દરમિયાન ચક્રવાતો તીવ્ર બને છે અને CO2નું વધારે પ્રમાણ ધરાવતી પરિસ્થિતિ દરમિયાન વધારે તીવ્ર બને છે, પરંતુ ચક્રવાતની માત્રામાં ઘટાડો થશે. દુનિયાભરમાં 4 કે 5 કેટેગરી ધરાવતા ચક્રવાતો જેમાં પવનની ઝડપ 56 મીટર પ્રતિ સેકન્ડ હોય)નું પ્રમાણ 1970ના દશક દરમિયાન 20 ટકા હતું જે 1990ના દશક દરમિયાન વધીને 35 ટકા સુધી પહોચ્યુ છે. એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ચક્રવાતના કારણે થતા ભારે વરસાદનું પ્રમાણ 20મી સદી દરમિયાન 7 ટકા જેટલું વધ્યુ છે. કેટલેક અંશે આ બાબત માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. કારણ કે એટલાન્ટિક મલ્ટિડિકેડલ ઓસ્સીલેશનનો અવરોધ જણાતો નથી. કેટલાક અભ્યાસો થકી એવું જાણવામાં આવ્યુ છે કે સમુદ્ર સપાટીના તાપમાનમાં વધારો પવનના તણાવ માટે અનુકુળ સ્થિતિ પેદા કરે છે, જે થોડેઘણે અંશે ચક્રવાતની પ્રવૃતિમાં બદલાવ લાવી શકે છે. હોયોસ એટ અલ. (2006) 1970-2004ના સમયગાળા દરમિયાન 4 અને 5 નંબરની કક્ષા ધરાવતા ચક્રવાતોનું વધતું વલણ અને સમુદ્ર સપાટીના તાપમાનમાં વધારાના વલણ વચ્ચે સીધો સંબંધ હોવાનું પ્રસ્થાપિત કર્યુ છે.

ભારે હવામાનને કારણે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યુ છે જેની પાછળનું મહત્વનું કારણ વસ્તી વધારો છે અને ભવિષ્યમાં વધનારી આફતો વાતાવરણના ફેરફારો કરતા સામાજિક ફેરફારો પર વધારે પ્રમાણમાં આધારિત રહેશે. વર્લ્ડ મિટરોલોજીકલ ઓર્ગનાઇઝેશન દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે કે વિષુવૃત્તીય વાવાઝોડા બાબતના રેકોર્ડમાં માનવજાતિના અસ્તિત્વ અંગેની હાજરી વિરૂદ્ધ અને તરફેણમાં પૂરાવાઓ મળવા છતા આ મુદ્દા ઉપર ચોક્કસ તારણ કાઢવું શક્ય નથી. તેઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ વિષુવવૃત્તીય વાવાઝોડું વાતાવરણના ફેરફારોને કારણે થયુ હોવાનું ખાત્રીપૂર્વક કહેવું શક્ય નથી.

NOAAના થોમસ નુટસન અને રોબર્ટ ઇ. તુલેયાએ 2004માં કહ્યુ હતું કે ગ્રીનહાઉસ વાયુના કારણે પેદા થતી ગરમી 5 નંબરની ક્ષેણી ધરાવતા વાવાઝોડાની ઘટનામાં વધારો કરે છે. 2008માં નુટસન એટ અલે. શોધી કાઢ્યુ કે એટલાન્ટિક હરિકેન અને વિષુવવૃત્તીય તોફાનોની તીવ્રતા આવનારા ભવિષ્યમાં ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા પેદા થતી ગરમીને ઘટાડી શકે છે. વેચ્ચી અને સોડેને શોધી કાઢ્યુ છે કે પવનના આંતરિક દબાણમાં થતો વધારો ટ્રપિકલ સાયક્લોન સામે અવરોધકની ભૂમિકા ભજવે છે અને સાથે સાથે વૈશ્વિક ગરમીના વધારામાં પણ ફેરફાર લાવી શકે છે. વોલ્કર ચક્રવાતોના નબળા પડવાના કારણે વિષુવવૃત્તીય, એટલાન્ટિક અને પૂર્વિય પેસિફિક ભાગોમાં આવેલા પવનના દબાણમાં વધારો થવાનું માનવામાં આવે છે અને સાથેસાથે પશ્ચિમ અને મધ્ય પેસિફિક ભાગોમાં આવેલા પવનના દબાણમાં ઘટાડો થવાનું અનુમાનવામાં આવે છે. આ અભ્યાસ દ્વારા ગરમીના પ્રમાણ અને ભેજયુક્ત વાતાવરણને એટલાન્ટિક અને પૂર્વીય પેસિફિક વાવાઝોડાઓ ઉપરની ચોક્કસ અસરો અને એટલાન્ટિક પવનના દબાણમાં થનારા વધારા અંગેના અનુમાનો સાબિત થતા નથી.

સામાન્ય રીતે ભારે હવામાનને કારણે પ્રત્યક્ષ રીતે પેદા થતા મોટા જોખમોનો મતલબ સામાન્ય હવામાનથી સહેજ વધારે હવામાનને કારણે પેદા થતું મોટુ જોખમ નથી. તેમ છતા પૂરાવાઓ સ્પષ્ટ છે કે હવામાન પ્રતિકુળ થઈ રહ્યુ છે અને સામાન્ય વરસાદમાં વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે ભૂમિવિસ્તારોમાં ફેલાઇ રહેલી ગરમીની માત્રામાં અને ભયાનક વાવાઝોડાની તીવ્રતામાં વધારો થવાના અનુમાનો કરવામાં આવે છે.

બાષ્પીભવનમા વધારો

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
બાઉલ્ડર અને કોલોરાડોમાં વધતું પાણીનું બાષ્પીભવન

20મી સદીના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં બાષ્પીભવનના દરમાં ઘટાડો થયો છે અને વૈશ્વિક ડિમીંગ દ્વારા આ વાત સમજવાનો અનેક લોકો દ્વારા મુશ્કેલ પ્રયાસ થયો છે. વાતાવરણની ગરમીમાં થતા સતત વધારાને કારણે વૈશ્વિક ડિમીંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આ સમુદ્રો પર ગરમીના કરણે બાષ્પીભવનનું પ્રમાણ વધશે. પૃથ્વી એક બંધ પ્રણાલી હોવાના કારણે આ બાબત ભારે વરસાદ અને ભારે ભૂમિ ધોવાણનું કારણ બનશે. આ ધોવાણ ખાસ અભેદ્ય ન કહી શકાય તેવા વિષુવવૃત્તીય વિસ્તારો (ખાસ કરીને આફ્રિકા)માં રણ વિસ્તરણની સ્થિતિ પેદા કરી શકે છે. બીજી તરફ બીજા કેટલાક પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ વધવાના કારણે સુકા રણપ્રદેશોમાં જંગલોનું નિર્માણ શક્ય બનશે.

વૈજ્ઞાનિકોને કેટલાક તથ્યો સાંપડ્યા છે કે ગ્લોબલ વોર્મિંગના વધારા સાથે બાષ્પીભવનમાં થનાર વધારાના કારણે ભારે હવામાનની વિકટ સ્થિતિ પેદા થશે. આઇપીસીસી (IPCC)ના ત્રીજા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવે છે: "...21મી સદી દરમિયાન વૈશ્વિક ક્ષેત્રે સામાન્ય બાષ્પીભવન અને વરસાદની માત્રામાં વધારો થવાની સ્થિતિ સંભવ છે. 21મી સદીના બીજા અર્ધ ભાગ દરમિયાન નિશ્ચિતપણે ઉત્તરીય મધ્યસ્થ ભાગોથી ઉચ્ચ અક્ષાંશો અને એન્ટાર્કટિકા વિસ્તારોમાં શિયાળાના સમય દરમિયાન વરસાદની માત્રામાં વધારો થવાનું અનુમાન છે. નીચા રેખાંશ પર જમીની વિસ્તારમાં પ્રાન્તીય વધારો અને ઘટાડો બંને થાય છે. જે વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં વધારો થવાનું અનુમાન છે તેવા વિસ્તારોમાં દરેક વર્ષે વરસાદની સ્થિતિમાં ખુબ જ વિવિધતા અને ફેરફારો પેદા થવાની અટકળો છે."

ભારે હવામાનને કારણે થતું નુક્શાન

વર્લ્ડ મિટરોલોજીકલ ઓર્ગનાઇઝેશન દ્વારા સમજાવવામાં આવ્યુ છે કે નજીકના સમયમાં વિષુવવૃત્તીય ચક્રવાતોના કારણે સામાજિક અસરોમાં થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ દરિયાકાંઠા વિસ્તારોમાં વધી રહેલા માનવ વસ્તી અને બાંધકામ છે. પિએલ્કે એટ અલ. (2008) દ્વારા 1900-2005થી 2005 સુધીની અમેરિકન મેઇન લેન્ડ હરિકેનના કારણે થયેલી હાનિની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી અને શોધી કાઢવામા આવ્યુ કે ખુવારીનું પ્રમાણ વધવાનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. 1970 અને 1980ના દાયકાઓ દરમિયાન થયેલી હાનિ બીજા દાયકાઓ દરમિયાન થયેલી હાનિની સરખામણીમાં ખુબ ઓછી હોવાની બાબત નોંધનીય છે. 1996-2005 દરમિયાન થયેલી હાનિ પાછલા 11 દાયકાઓમાં થયેલી ખુવારીમાં બીજા ક્રમની સૌથી વધુ હાનિ છે અને ફક્ત 1926થી 1935ના દશક દરમિયાન થયેલ ખુવારીનો આંક તેની હદ વટાવી ચુક્યો છે. 1926માં ત્રાટકેલ મિયામી હરિકેન સૌથી વધુ નુક્શાનકારક વાવાઝોડુ છે જેના લીધે લગભગ 157 અબજ ડોલરની હાનિ થઈ હતી.

અમેરિકન ઇન્સ્યુરન્સ જર્નલ માં અનુમાનવામાં આવ્યુ છે કે આફતોના કારણે થતા નુક્શાનમાં અંદાજીત દર 10 વર્ષે સંભવિત હાનિનો આંક બેવડો થતો રહેશે કારણ કે બાંધકામોના ખર્ચાઓમાં વધારો થતો રહે છે અને બાંધકામોની સંખ્યાઓમાં વધારો તથા તેના પ્રકારોમાં બદલાવો આવી રહ્યા છે. એસોસિએશન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સે પણ કહ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આવે તો 2080 સુધીમાં વિશુવવૃત્તીય ચક્રવાતોના કારણે ભોગવવા પડતા વધારાના વાર્ષિક ખર્ચમાં 80 ટકા જેટલો કાપ આવી શકે છે. સમુદ્ર કિનારા અને પૂર સંભવિત વિસ્તારોમાં થઈ રહેલા બાંધકામોના કારણે પણ આ ખર્ચમાં આંશિક વધારો થઈ રહ્યો છે. એબીઆઇ (ABI) દ્વારા એવું જણાવવામાં આવ્યુ છે કે અસુરક્ષામાં ઘટાડો જેમ કે પાણી સામે રક્ષણ ધરાવતા બાંધકામો અને પૂરની સ્થિતિ સામે નિયંત્રણ માટેના પગલાઓમાં સુધારાઓ દ્વારા કેટલીક ટાળી ન શકાય તેવી અસરોના કારણે થતા ખર્ચમાંથી લાંબાગાળે નોંધપાત્ર બચત થઈ શકે તેમ છે.

સ્થાનિક આબોહવામાં ફેરફારો

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
પ્રથમ નોંધાયેલ દક્ષિણ એટલાન્ટિક ચક્રવાત કેટરિના માર્ચ 2004માં બ્રાઝીલ ઉપર ત્રાટક્યું.

ઉત્તર ગોળાર્ધમાં આર્કટિક પ્રદેશમાં દક્ષિણ ભાગ (40,00,000 લોકોના વસવાટનું સ્થળ)માં છેલ્લા 50 વર્ષ દરમિયાન તાપમાનમાં 1 અંશ સેલ્સિયસથી 3 અંશ સેલ્સિયસ (1.8 અંશ ફેરનહિટથી 5.4 અંશ ફેરનહિટ) સુધીનો વધારો અનુભવાયો છે. કેનેડા, અલાસ્કા અને રશિયા ના થીજી ગયેલા ભૂમિ વિસ્તારો પ્રાથમિક પીગળણ અનુભવી રહ્યા છે. આ બાબત જૈવ પ્રણાલીને ખોરવી અને જમીનમાં બેકટેરિયાનું પ્રમાણ વધતા આ વિસ્તારો કાર્બનના સમ શોષક હતા જે હવે કાર્બનના સ્ત્રોત બની રહ્યા છે. પૂર્વીય સાયબિરિયાના પિગળણને લીધે થતા બદલાવને લગતા વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે દક્ષિણના પ્રદેશોમાં તે એકંદરે અદ્રશ્ય થઈ રહ્યા છે અને 1971થી સાઇબિરીયના લગભગ 11 હજાર તળાવોના સ્વરૂપે લગભગ 11 ટકા જેટલું નુક્શાન થયુ છે. આ જ સમયે પશ્ચિમ સાઇબિરીયા તેના પ્રારંભિક તબક્કામાં છે. જ્યા પિગળણને કારણે નવા તળાવો બની રહ્યા છે જે સમયાંતરે પૂર્વની જેમ અદ્રશ્ય થવા માંડશે. હજુ આગળ જતા થીજી ગયેલા સ્તરનું પિગળણ થવાથી તેમા રહેલા જૈવિક કોહવાણને કારણે મિથેન વાયુ છૂટો પડશે.

માર્ચ 2004 સુધીમાં દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં કોઈપણ ટ્રોપિકલ સાયક્લોન જણાયો ન હતો. પ્રથમ એટલાન્ટિક સાયક્લોન ભુમધ્યરેખાની દક્ષિણ તરફે ઉદ્દભવ્યો અને 28 માર્ચ 2004 દરમિયાન બ્રાઝીલ ઉપર 40 મિટર પ્રતિ સેકન્ડ (144 કિલોમીટર પ્રતિ કલાક)ની ગતિ ધરાવતા પવન સાથે ત્રાટક્યો. જોકે બ્રાઝીલિયન મટિરિયોલોજીસ્ટો એ વાવાઝોડુ હતું એ વાતને નકારે છે. દક્ષિણ ભાગમાં 1600 કિમી (1000 માઇલ) વધારાના વિસ્તાર સુધી નિયમન પ્રણાલીઓનું વિસ્તરણ કરવું જરૂરી બનશે. આ વાવાઝોડું વાતાવરણના બદલાવોના પરિણામે ઉદ્દભવ્યુ કે્ નહી તે બાબતે હજુ સુધી કોઈ સર્વસંમતિ સ્થપાઇ નથી.[88][90] પણ 21મી સદીના અંત સુધીમાં ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે દક્ષિણ એટલાન્ટિકમાં વિષુવૃત્તીય વાવાઝોડાઓના ઉદ્દભવો માટેનું આબોહવાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે.[92]

હિમનદીઓનું સુકાવું અને અદ્રશ્ય થવું

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
1970થી પહાડી હિમનદીઓના કદમાં થયેલા ફેરફારનો નકશોપાતળાને કેસરી અને લાલમાં દર્શાવવામાં આવ્યુ છે અને વાદળીમાં જાડુ થાય છે.

ઐતિહાસિક સમય દરમિયાન 1550થી 1850નો શિત સમય લઘુ હિમયુગ તરીકે ઓળખાય છે અને આ સમયગાળા દરમિયાન અનેક હિમનદીઓ અસ્તિત્વમાં આવી હતી. લગભગ 1940 સુધીમાં સમગ્ર વિશ્વની હિમનદીઓ પર્યાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે સુકાવા લાગી હતી. 1950થી 1980ના સમયગાળા દરમિયાન અલ્પ માત્રામાં થયેલા ગ્લોબલ કુલીંગને કારણે ઘણી હિમનદીઓની સુકાવાની પ્રક્રિયામાં ઘટાડો નોંધાયો અને એનાથી ઉલ્ટી સ્થિતિ સર્જાઇ. 1980થી હિમનદીઓના સુકાવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી અને સર્વવ્યાપી બની તથા હિમનદીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. આ પ્રક્રિયા 1995થી અતિ ઝડપી બની.

ઉત્તરધ્રુવ અને એન્ટાર્કટિકામાં આવેલા હિમશિખરો અને હિમશિલાઓને બાદ કરતા 19મી સદીના અંતથી સમગ્ર વિશ્વમાં આવેલી હિમનદીઓના વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. હાલમાં હિમનદીઓનો સુકાવાનો દર અને હિમદ્રવ્ય ઘટાડાનો દર એન્ડેસ, આલ્પ્સ, પાયરેનિસ, હિમાલય, રોકી પર્વતમાળાઓ અને ઉત્તરના જળધોધોના વિસ્તારોમાં સતતપણે વધી રહ્યો છે.

હિમનદીઓના લુપ્ત થવાની સીધી અસરો તરીકે પહાડોનું ગબડવું, પૂરની સ્થિતિ પેદા થવી અને હિમતળાવોના ઓવરફ્લો જેવી ઘટનાઓ જ નહી પરંતુ નદીઓના પ્રવાહના વૈવિધ્યમાં પણ વધારો કરે છે. ઉનાળા દરમિયાન હિમનદીના કદમાં ઘટાડો થવાથી પ્રવાહમાં ઘટાડો થાય છે અને આ ઘટાડો કેટલાક પ્રાંતોમાં દેખીતી રીતે અનુભવાય છે. પર્વતમાળામાં હિમનદીઓ પાણી મેળવે છે અને હિમનદીઓ ઉપર બરફના વધતા સ્તરને કારણે બરફના પિગળવાની પ્રક્રિયા સામે રક્ષણ મળે છે. ગરમ અને સુકા વર્ષોમાં હિમનદીના પ્રવાહનો વરસાદી પાણીનો જથ્થો ઓછો અને બરફના પિગળવાના કારણે ઉત્પન્ન થતું પાણી વધારે માત્રામાં હોય છે.

હિંદુકુશ અને હિમાલયની હિમનદીઓ ખુબ જ અગત્ય ધરાવે છે કારણ કે તે મધ્ય, દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના મેઘની પ્રદેશોમાંથી પસાર થતી મોટાભાગની નદીઓ માટે સુકી ઋતુ દરમિયાન પાણીનો મુખ્ય સ્ત્રોત છે. હિમ પિગળવાની પ્રક્રિયામાં વધારો થવાના કારણે કેટલાક દાયકાઓ સુધી નદીઓમાં પાણીનો વિપુલ પ્રવાહ પેદા થશે અને પછી વિશ્વમાં સૌથી વધુ વસ્તીઆંક ધરાવતા એવા પૂર્વના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાશે કારણ કે હિમનદીઓ લુપ્ત થઈ જશે. તિબેટન ઉચ્ચ પ્રદેશમાં હિમનો વિશ્વનો ત્રીજો સૌથી વધુ જથ્થો રહેલો છે. ચીનના બાકીના વિસ્તારો કરતા ચાર ગણી માત્રામાં અહી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને હિમનદીઓના સુકાવાની ગતિ અહી વિશ્વના બીજા કોઈપણ ભાગની સરખામણીમાં સૌથી વધુ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવા અંગેના અહેવાલ મુજબ તાપમાન વધવાને કારણે હિમાલયની હિમનદીઓ કે જે એશિયાની સૌથી મોટી નદી જેવી કે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, યાગત્સે, મેકોંગ, સાલ્બીન અને યેલો વગેરે નદીઓના પાણીના સ્ત્રોત છે. તે 2035 સુધીમાં લુપ્ત થઈ શકે છે. હિમાલયમાંથી ઉદ્દભવતી નદીઓના મેદાની પ્રદેશોમાં લગભગ 2.4 અબજ લોકો વસવાટ કરે છે. આવનારા દાયકાઓમાં ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારમાં પ્રથમ પૂર અને પછી દુકાળની સ્થિતિઓ સર્જાઇ શકે છે. એકલા ભારતમાં જ 50 કરોડ કરતા વધુ લોકોને ગંગા નદી પીવાલાયક અને ખેતીવાડીનું પાણી પૂરૂ પાડે છે. જોકે એ વાત સ્વીકારવી રહી કે હિમાલયની હિમનદીઓના ઋતુગત પ્રવાહમાં વધારો થવાના કારણે સમગ્ર 20મી સદી દરમિયાન ઉત્તર ભારતમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે.

પહાડી હિમનદીઓમાં થઈ રહેલો ઘટાડો ખાસ કરીને પશ્ચિમ ઉત્તર અમેરિકા, ફ્રાન્સ-જોસેફ લેન્ડ, એશિયા-આલ્પ્સ, પાયરેનિસ, ઇન્ડોનેશિયા અને આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાના વિષુવવૃત્તીય અને ઉપ-વિષુવવૃત્તીય પ્રદેશોમાં થયો છે. અને 19મી સદીથી જ વૈશ્વિક તાપમાનમાં વધારાની પ્રક્રિયામાં ગુણાત્મક ભૂમિકા ભજવી છે. ઘણી હિમનદીઓ લુપ્ત થઈ રહી છે જેણે સ્થાનિક વિસ્તારના લોકોના ભવિષ્યના પાણીના સ્ત્રોતો અંગેની ચિંતામાં વધારો કર્યો છે. પશ્ચિમ-ઉત્તરિય અમેરિકામાં 47 ઉત્તરિય કાસ્કેડ હિમનદીઓમાંની બધી જ હિમનદીઓ સુકાઇ રહી હોવાનું માલુમ પડ્યુ છે.

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
ગ્રીનલેન્ડની હેલ્હેમ હિમનદીનું સુકાવું

માનવ વસ્તી માટે હિમનદીઓની ઉપસ્થિતિ અને મહત્વ ખુબ જ જરૂરી હોવા છતા ઉષ્ણ અક્ષાંશોની પર્વતમાળાઓ અને ખિણોમાં આવેલી હિમનદીઓ સમગ્ર પૃથ્વી પરના હીમનદી સંબંધી બરફનો બહુ જ અલ્પ હિસ્સો ધરાવે છે. એમાનો લગભગ 99 ટકા હિસ્સો ધ્રુવ પ્રદેશો, એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાં આવેલી મહાકાય હિમશીલાઓ સ્વરૂપે રહેલો છે. ખુબ જ જાડાઇ ધરાવતી આ ખંડો જેવડી મહાકાય હિમશીલાઓ ધ્રુવીય અને ઉપ-ધ્રુવીય ભૂમિને સતતપણે હિમશીખરો સ્વરૂપે ઢાંકતી રહે છે.3 kilometres (1.9 miles) જે રીતે વિપુલ પાણી ધરાવતા તળાવો માંથી નદીઓ વહેતી રહે છે તેજ રીતે અસંખ્ય હિમનદીઓ હિમશીલાઓમાંથી મહાસાગરો તરફ બરફનું વહન કરે છે.

આ પ્રકારની હિમનદીઓમાં સુકાઇ જવાની પ્રક્રિયા માલુમ પડી છે જેને પરિણામે બરફના વહનનો દર વધ્યો છે. ગ્રીનલેન્ડમાં અગાઉ ઘણા સમયથી સતત અને સ્થિત હતી એવી કેટલીક વિશાળ હિમનદીઓ 2000થી સુકાવા માંડી છે. કેટલાક સંશોધનો દ્વારા શોધી કાઢવામાં આવ્યુ છે કે હેલ્હેમ, જેકોબશોન ઇસ્બે અને કાંગરડલુગસુક નામની ત્રણ વિશાળ હિમનદીઓ સંયુક્તપણે 16 ટકાથી વધારે ગ્રીનલેન્ડની હિમશીલાઓના બરફનું વહન કરે છે. 1950 અને 1970ના દાયકાઓ દરમિયાન ખેંચવામાં આવેલી ઉપગ્રહીય તસ્વીરો અને હવાઇ ફોટાઓ દ્વારા જોઈ શકાય છે કે હિમનદીઓમાં આગળનો ભાગ દાયકાઓ સુધી બદલાયા વગરનો એક જ આકાર ધરાવતો હતો. પરંતુ 2001થી તેની સુકાઇ જવાની શરૂઆત ખુબ જ ઝડપી બની.7.2 km (4.5 mi) 2001થી 2005 વચ્ચે. તેની સુકાઇ જવાની પ્રક્રિયા 20 m (66 ft)રોજ32 m (105 ft)બરોજ વધતી રહી છે. જેકોબશોન ઇસ્બે નામની હિમનદી પશ્ચિમ ગ્રીનલેન્ડમાં સ્થાઈ માર્ગે લગભગ 1950થી આખો દિવસ વહી રહી હતી.24 m (79 ft) હિમનદીનું બરફનું બનેલું મુખ તુટવાની શરૂઆત વર્ષ 2000થી થઈ જેને પરિણામે વર્ષ 2003 સુધીમાં સંપૂર્ણપણે વિઘટન થયું. જ્યારે સુકાઇ જવાનો દર 30 m (98 ft)બમણાથી વધુ થઈ ગયો.

મહાસાગરો

ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે મહાસાગરની ભૂમિકા ખુબ જ જટીલ છે. મહાસાગરો કાર્બન ડાયોક્સાઇડ શોષક તરીકે કાર્ય કરે છે અને ઘણો ખરો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે જે નહીતો વાતાવરણમાં ભળી શકે પણ CO2ના વધારે પ્રમાણને કારણે મહાસાગરો એસિડીક બન્યા છે. વધુમા મહાસાગરનું તપમાન વધવાને કારણે તેઓ ખુબ વધારે માત્રામાં CO2નું શોષણ કરી શકતા નથી. ગ્લોબલ વોર્મિંગને કારણે મહાસાગરો ઉપર અનેક અસરો થવાની સંભાવનાઓ સ્પષ્ટ થતી જણાય છે. વર્તમાન અસરોમાં ગરમીમાં થઈ રહેલા વધારાને કારણે સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થઈ રહેલો વધારો અને હિમશીલાઓનું સતત પિગળવું તથા મહાસાગરોની સપાટીની ગરમીમાં થઈ રહેલો વધારો વગેરેનો સમાવેશ થાય છે. જે તાપમાનના સમીકરણના વધારા તરફ દોરી જાય છે.

સમુદ્ર સપાટીની ઊંચાઈમાં વધારો

ઢાંચો:Double image stack

વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે મહાસાગરોનું કદ વિસ્તરે છે અને અગાઉ જે પાણી હિમનદી સ્વરૂપે ભૂમિ વિસ્તારોમાં બંધાયેલું હતું જેમકે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાની હિમશીલાઓનું વધારાનું પાણી મહાસાગરોમાં ભળે છે. સમગ્ર વિશ્વની લગભગ બધી જ હિમનદીઓના જથ્થામાં 2050 સુધીમાં 60 ટકા જેટલો સરેરાશ ઘટાડો થવાની સંભાવના છે. સાથે સાથે ગ્રીનલેન્ડમાં અંદાજીત દર વર્ષે 239 ± 23 cubic kilometres (57.3 ± 5.5 cu mi)જેટલા દરથી બરફ પિગળી રહ્યો છે અને આમાનો મોટો ભાગ પૂર્વીય ગ્રીનલેન્ડ ધરાવે છે. જો કે 21મી સદી દરમિયાન એન્ટાર્કટિક હિમશીલાઓમાં વરસાદ વધવાને કારણે વધારો થવાનો અંદાજ છે. આઇપીસીસી (IPCC)ના સ્પેશિયલ અહેવાલ અને એમિશન સિનારિયો(SRES) A1B મુજબ સમગ્ર વિશ્વની 2090ના દશકાના મધ્યભાગ સુધીમાં0.22 to 0.44 m (8.7 to 17.3 in) 1990ની કક્ષાની સમુદ્ર સપાટીની ઊંચાઈ પ્રાપ્ત કરશે અને હાલમાં તે પ્રતિવર્ષના4 mm (0.16 in) દરથી વધી રહી છે. 1900થી સમુદ્ર સપાટીની ઊંચાઈ1.7 mm (0.067 in) દરવર્ષે વધી રહી છે. 1993થી TOPEX/Poseidon ઉપગ્રહીય સમુદ્ર સપાટી માપક યંત્રે3 mm (0.12 in) પ્રતિવર્ષનો ઊંચાઈનો દર દર્શાવ્યો છે.

છેલ્લા 20 હજાર વર્ષો દરમિયાન હિમ પિગળવાના કારણે સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થયેલા વધારા કરતા પણ વધુ સમુદ્ર સપાટીની ઊંચાઈ હાલના વર્ષોમાં વધી છે.120 metres (390 ft) 7000 વર્ષ પહેલા તેના જેટલી માત્રા વધી હતી. હોલોસિન ક્લામેટિક ઓપ્ટિમમ પછી વૈશ્વિક તાપમાનમાં ઘટાડો થયો હતો જેને પરિણામે આજથી લગભગ0.7 ± 0.1 m (27.6 ± 3.9 in) પૂર્વે 4000થી 2500 વર્ષ વચ્ચેના સમયગાળામાં સમુદ્ર સપાટીની ઊંચાઈમા સતત ઘટાડો થતો રહ્યો છે. 3000 વર્ષ પૂર્વેથી 19મી સદીની શરૂઆતના સમયગાળા દરમિયાન અમુક નજીવા ફેરફારોને બાદ કરતા સમુદ્ર સપાટીની ઊંચાઈ સ્થાઇ રહી હતી. જોકે મધ્યયુગના ગરમ સમયગાળાને કારણે સંમુદ્ર સપાટીની ઊંચાઈમાં થોડો ઘણો વધારો થયો હોઇ શકે અને પેસિફિક મહાસાગરમાંથી કેટલાક પૂરાવાઓ મળ્યા છે જે દર્શાવે છે કે કદાચ0.9 m (2 ft 11 in) હાલની સમુદ્ર સપાટીની ઊંચાઈ કરતા પણ 700 BP વધારે ઊંચાઈ એ સમયે હતી.

2007માં પ્રકાશિત થયેલા પેપરમાં આબોહવાના નિષ્ણાંત જેમ્સ હાન્સેન એટ અલ. દ્વારા એવો દાવો કરાયો હતો કે ધ્રુવીય પ્રદેશોમાં આવેલી હિમશીલાઓ ધીમેધીમે કે એકસરખા વલણથી પિગળતી નથી પરંતુ ભૂસ્તરશાસ્ત્રના નિયમો મુજબ જ્યારે ચોક્કસ વસ્તુમાં હદ બહારનો ઉમેરો થાય ત્યારે એકાએક જ હિમશીલાઓ અસંતુલિત બની શકે છે. આ પેપરમાં હાન્સેન એટ અલ. જણાવે છે કે

BAU GHGની કલ્પનાઓ આ સદીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં મોટાપાયે વધારો કરવાના તારણો IPCC (2001, 2007)ના નિષ્કર્ષ -એકવીસમી સદીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો ફાળો સમુદ્ર સપાટીની ઊંચાઈ વધારવામાં અલ્પ છે-સાથે સંમત નથી. જોકે આઇપીસીસી (IPCC)ના વિશ્લેષણો અને ધારણાઓ ભીની હિમશીલાઓના અસંતુલિત હિમપ્રવાહો અને સતત ધોવાણ પામતી હિમપાટોના અસમાન ભૌતિક સ્વભાવ સાથે સુસંગત નથી કે અમે રજૂ કરેલા પ્રાચીન આબોહવાના હિમશીલાઓ અને સમુદ્ર સપાટીની ઊંચાઈ વચ્ચેના કોઈ સ્પષ્ટ સંબંધ નો અભાવ દર્શાવતા પૂરવાઓ સાથે બંધબેસતા નથી.

હિમશીલાઓના ભંગાણને કારણે થતી સમુદ્રસપાટીની ઊંચાઈમાં થતો વધારો સમગ્ર પૃથ્વી પર અસમાન રીતે થાય છે. હિમશીલાઓ ધરાવતા પ્રદેશના દ્રવ્યમાં ઘટાડો થતો હોવાથી ત્યાં ગુરૂત્વાકર્ષણ બળ ઘટે છે. પરિણામે ત્યાનાં સ્થાનિક સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારામાં ઉણપ આવે છે અથવા તો સમુદ્ર સપાટી નીચી જાય છે. જે તે પ્રદેશના દ્રવ્યમાં ઘટાડો થવાના કારણે પૃથ્વીની જડત્વની ચાકમાત્રામાં પણ ફેરફાર થાય છે અને પૃથ્વીના આવરણ પરના દ્રવ્ય પ્રવાહને થયેલા દ્રવ્ય ઘટાડાને પૂરવા 10થી 15 હજાર વર્ષની જરૂર પડે છે. પૃથ્વીની જડત્વની ચાકમાત્રામાં થયેલા આવા ફેરફારને કારણે ધ્રુવોનું સ્થાન ફેરવાય છે. જેમાં સૂર્ય સંબંધી પૃથ્વીની ભ્રમણધરી બદલાતી નથી પણ પૃથ્વીનો નક્કર ગોળો તેને અનુરૂપ ફરે છે. આ ફેરફારો પૃથ્વીના દળના સ્થાનમાં ફેરફારો કરે છે અને વધુમાં પૃથ્વીના ખડકોના સ્તરો પર અસર કરે છે. અથવા તો વૈશ્વિક બળના ક્ષેત્રો પર અસર કરે છે. જેને કારણે વૈશ્વિક સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 5 મીટરનો વધારો થવાના બદલે પશ્ચિમ એન્ટાર્કટિકામાં સમુદ્ર સપાટીમાં લગભગ 25 સેમીની ઉણપ વર્તાય છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડાના કેટલાક ભાગો અને હિંદ મહાસાગરમાં 6.5 મીટર સુધીનો સમુદ્ર સપાટીમાં વધારો અનુભવાશે.

2008માં એન્ડર્સ કાર્લસનની આગેવાની હેઠળના સંશોધક ગ્રુપે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીનથી એક પેપર પ્રકાશિત કર્યુ હતું. 9000 વર્ષ પૂર્વે ઉત્તરીય અમેરિકામાં થયેલ ભારે વરસાદને દાખલા રૂપે લઇ અનુમાન રજૂ કર્યુ હતું કે આવતી સદીમાં સમુદ્ર સપાટીની ઊંચાઈમાં 1.3 મીટરનો વધારો થશે. એ પણ આઇપીસીસી (IPCC)ના અનુમાનો કરતા ખુબ જ વધારે છે. છતા હાલમાં નાની હિમશીલાઓ માથી નિકળતા હિમપ્રવાહોના નમુનાઓ દર્શાવે છે કે આવતી સદીમાં સંભવિત સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારાની મહત્તમ માત્રા 80 સેમી હોવી જોઇએ અને તે સંતુલન અક્ષાંશ રેખા નિચેથી સમુદ્ર સુધી કેટલી ઝડપે બરફનો પ્રવાહ પસાર થાય તે તેની મર્યાદાઓ ધ્યાનમાં રાખીને અનુમાન કરાયુ છે.

તાપમાનનો વધારો

1961થી 2003 દરમિયાન વૈશ્વિક સમુદ્રી તાપમાનમાં 0.10 અંશ સેલ્સિયસનો વધારો થયો છે. (આ તાપમાન સમુદ્રની સપાટીથી 700 મીટરના ઉંડાણ માટે લાગુ પડે છે.) વરસોવરસ અને લાંબા સમયગાળાને અનુલક્ષી થયેલ વધારામાં વૈવિધ્ય જોવા મળે છે, જેમ કે વૈશ્વિક સમુદ્રની ઉષ્માની માત્રાના નિરીક્ષણો 1991થી 2003 સુધીના સમયગાળા દરમિયાન ગરમીનો ઊંચો દર બતાવે છે. પરંતુ 2003થી 2007 દરમિયાન ઠંડા થયા છે. 1950 અને 1980 વચ્ચેના દાયકાઓ દરમિયાન એટલાન્ટિક મહાસાગરના દક્ષિણ ભાગનું તાપમાન 0.17 અંશ સેલ્શિયસ (0.31 અંશ ફેરનહિટ) વધ્યુ છે. જે સમગ્ર વિશ્વના મહાસાગરોના સંયુક્ત તાપમાનના વધારા કરતા બમણુ છે. ઉષ્ણતાની જૈવિક પ્રણાલીઓ (જેમકે સામુદ્રિક બરફ પિગળવાથી કાંઠા વિસ્તારમાં ઉડતી સેવાળ જેવી વનસ્પતિઓ અસર પામે છે.)ની સાથેસાથે ઉષ્ણતા મહાસાગરની CO2 શોષવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. [સંદર્ભ આપો]

એસિડીકરણ

મહાસાગરોનું એસિડીકરણ વાતાવરણમાં વધતા CO2ની અસર છે અને તે ગ્લોબલ વોર્મિંગનું સીધુ પરિણામ નથી. જીવસૃષ્ટિ દ્વારા છોડવામાં આવતી CO2ના વિપુલ જથ્થાને મહાસગરો સમાવી લે છે., જે ઓગાળેલા વાયુ સ્વરૂપે અથવા નાના દરિયાઇ જીવોના અસ્થિઓ સ્વરૂપે તળીએ બેસે છે અને ચોક કે ચુનાના પથ્થરમાં રૂપાંતરિત થાય છે. હાલના સમયમાં મહાસાગરો દ્વારા વ્યક્તિ દીઠ વાર્ષિક 1 ટન જેટલો CO2 શોષવામાં આવે છે. એવો અંદાજ છે કે 1800થી આજ સુધી માનવિય ગતિવિધીઓ દ્વારા ઉત્પન્ન થયેલા કુલ CO2નો લગભગ અડધો જથ્થો સમુદ્ર દ્વારા શોષણ થવા પામ્યો છે (1800થી 1994 દરમિયાન 118 ± 19 પેટાગ્રામ).

પાણીમાં CO2 ભળવાથી નબળો કાર્બોનિક એસિડ બને છે અને ઔધોગિક ક્રાન્તિ પછીથી ગ્રીન હાઉસ વાયુમાં થયેલા વધારાને કારણે સમુદ્રી પાણીની pH 0.1 યુનિટ ઘટીને 8.2 થવા પામી છે. આગાહી મુજબના ઉત્સર્જનો 2100 સુધી pHની માત્રામાં વધારે 0.5નો ઘટાડો પ્રેરી શકે છે જે સ્તર કદાચ અબજો વર્ષ દરમિયાન જોવામાં આવ્યુ નહી હોય અને દુર્ભાગ્યપણે ફેરફારોનો આ દર સંભવત કોઈપણ સમયગાળા દરમિયાન થયેલા ફેરફારના દર કરતા 100 ગણો વધારે હશે.

વધી રહેલા એસિડીકરણને કારણે પરવાળાના ખડકો ઉપર તેની હાનિકારક અસરો શક્ય છે. 1998ના વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વના 16 ટકા પરવાળાના ખડકો ગરમ પાણીના કારણે પેદા થતી ધોવાણની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાશ પામ્યા અને સંજોગોવશાત આ વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ નોંધાયુ છે અને કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતા છીપ તથા બીજી જીવ સૃષ્ટિને હાનિ પહોંચવાની ચિંતાઓ પ્રવર્તે છે.

ઉષ્ણતાવાહક પ્રવાહોનું બંધ થવું

કેટલાક અનુમાનો છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉષ્ણતાવાહક પ્રવાહોના બંધ થવાથી ઉત્તરીય એટલાન્ટિકમાં સ્થાનિક ઠંડક પ્રેરાઇ અને જેને કારણે આજુબાજુના પ્રદેશોમાં ઠંડક પ્રસરે અથવા તો ગરમીમાં ઘટાડો થઇ શકે છે.[સંદર્ભ આપો] તેની અસરો સ્કેન્ડનેવિયા અને બ્રિટન જેવા ચોક્કસ પ્રદેશો પર થઇ શકે છે કે જે ઉત્તરીય એટલાન્ટિક પ્રવાહોને કારણે ઉષ્ણ બન્યા છે.

નજીકના ભવિષ્યમાં આ પ્રકારના પ્રવાહો બંધ થવાની શક્યતાઓ સ્પષ્ટ નથી. ગલ્ફ પ્રવાહોના ટૂંકાગાળા માટે સ્થાઇ થવાના અને ઉત્તરીય એટલાન્ટિક પ્રવાહો સંભવત નબળા પડવા અંગેના કેટલાક સંકેતો હાથ લાગ્યા છે.[સંદર્ભ આપો] જોકે નબળા પડવાની માત્રા અને તે પ્રવાહોના બંધ થવા માટે પૂરતા છે કે નહી તે બાબત હાલમાં ચર્ચા વિચારણા ઉપર છે. હજુ સુધી ઉત્તરીય યુરોપ કે આસપાસના પ્રદેશોમાં ઠંડકનું પ્રમાણ વર્તાયુ નથી.[સંદર્ભ આપો] લેન્ટન એટ અલ. શોધી કાઢ્યુ છે કે ઢોંગીવેડા સ્પષ્ટપણે આ સદીમા THC ટીપીંગ પોઇન્ટ વટાવી જતા જણાય છે.

ઓક્સિજનની માત્રામાં ઘટાડો

સમુદ્રોમાં ઓગળેલા ઓક્સિજનના જથ્થામાં ઘટાડો થઇ શકે છે જે સામુદ્રિક સૃષ્ટિ માટે પ્રતિકૂળ પરિણામો આણી શકે છે.

હકારાત્મક પ્રતિભાવક અસરો

ગ્લોબલ વોર્મિંગની કેટલીક દેખીતી અને સંભવિત અસરો હકારાત્મક પ્રતિભાવક અસરો છે જે ગ્લોબલ વોર્મિંગના વધારામાં સીધુ જ જવાબદાર છે. આઇપીસીસી (IPCC)ના ચોથા આંકલન અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે કે માનવસૃષ્ટિ દ્વારા ફેલાતી ગરમી કેટલીક એકાએક અને ફેરવી ન શકાય તેવી અસરોને જન્મ આપે છે અને તે આબોહવાના ફેરફારના દર અને તીવ્રતા ઉપર આધાર રાખે છે. આમ થવાનું મુખ્ય કારણ હકારાત્મક પ્રતિભાવકનું અસ્તિત્વ છે.

પીગળતા પર્માફોસ્ટ કોહવાણમાંથી છૂટો પડતો મિથેન વાયુ

પશ્ચિમ સાઇબિરીયા વિશ્વનો સૌથી વિશાળ કોહવાણ ધરાવતો કળણ વિસ્તાર છે અને છેલ્લા હિમયુગના અંત ભાગમાં લગભગ 11 હજાર વર્ષ પૂર્વે 1 મિલીયન ચો.કિમી વિસ્તાર ધરાવતા કોહવાણ વાળા ઠરી ગયેલા સ્તરનું નિર્માણ થયુ હતું. આ ઠરી ગયેલા જમીની સ્તરનું પિગળણ થવાથી દાયકાઓ સુધી વિપુલ માત્રામાં મિથેન વાયુ છૂટો પડવાની શક્યતાઓ રહેલી છે. 70,000 મિલીયન ટન જેટલો મિથેન વાયુ અત્યંત હાનિકારક ગ્રીનહાઉસ વાયુ સંભવત આવનાર કેટલાક દાયકાઓ દરમિયાન છૂટા પડશે જે ગ્રીનહાઉસ વાયુઓ ઓકવાના વધારાનો સ્ત્રોત બનશે. પૂર્વીય સાયબિરીયામાં સમાન પ્રકારનું પિગળણ જાણવામાં આવ્યુ છે. લોરેન્સ એટ અલ. 2008માં સુચવ્યુ છે કે આર્કટિકના સામુદ્રિક હિમના ઝડપી પિગળણને કારણે પ્રતિભાવક લુપ શરૂ થવાની શક્યતા છે જેને પરિણામે આર્કટિક પર્માફોસ્ટનું પિગળણ ઝડપી બને છે જે વધારે પિગળણને પ્રેરે છે.

હાઇડ્રેટ્સમાંથી છૂટો પડતો મિથેન

મિથેન કેલેથ્રેટ (મિથેન હાઇડ્રેટ તરીકે પણ ઓળખાય છે.) પ્રવાહી બરફનું એક સ્વરૂપ છે જે તેના સ્ફટકિય બંધારણમાં વિપુલ માત્રામાં મિથેનનો જથ્થો ધરાવે છે. મિથેન કેલેથ્રેટનો વિપુલ જથ્થો પૃથ્વી પર સમુદ્રોની સમતલ સપાટીઓ ઉપર જામેલા કચરાના સ્તરોની નીચે જમાવ થયેલો શોધી કાઢવામાં આવ્યો છે. જમા થયેલા મિથેન ક્લેથ્રેટંમાંથી આ ગ્રિનહાઉસ અસરોની પૂરવેગે આગળ વધતી સ્થિતિમાં એકાએક વિશાળ માત્રામાં કુદરતી વાયુ છૂટો પડવાને લીધે ભૂતકાળ અને ભવિષ્યમાં સંભવિત પર્યાવરણના ફેરફારો થવાની વાત પૂર્વગ્રહિત પણે માનવામાં આવે છે. આ બંધાયેલા મિથેન વાયુના છૂટા પડવાને લીધે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે અને એવા ખ્યાલો પ્રવર્તે છે કે તેને લીધે વૈશ્વિક તાપમાન 5 અંશ સેલ્શિયસનો વધારો થશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ કરતા મિથેન વાયુ અનેકગણો શક્તિશાળી ગ્રિનહાઉસ વાયુ છે. સિદ્ધાંતો દ્વારા એવા પણ તથ્યો મળી રહ્યા છે કે તેને લીધે વાતાવરણમાં રહેલી ઓક્સિજનની માત્રાને ઘણી અસર પડશે. આ થિઅરી દ્વારા સંભવિત પર્મીયન ટ્રીઆસીક વિનાશ તરીકે ઓળખાતી વિશ્વની સૌથી ભયાનક અને વિનાશક ઘટના સમજવામાં આવી છે. વર્ષ 2008માં અમેરિકન જીઓઃફિઝીકલ યુનિયન દ્વારા હાથ ધરાયેલા સંશોધન દરમિયાન શોધી કાઢવામાં આવ્યુ છે કે સાઇબિરીયાના ઉત્તરધ્રુવીય પ્રદેશમાં મિથેન વાયુનું પ્રમાણ સામાન્ય કરતા 100 ગણુ ઊંચુ છે અને સમુદ્રીય પર્માફોસ્ટના થીઝી ગયેલા છીદ્રોમાંથી છુડા પડી રહેલા મિથેન ક્લેથ્રેટમાંથી હજુ વધુ પ્રમાણમાં મિથેન વાયુ છુડો પડતો રહેશે.એવા સ્પષ્ટ સંકેતો મળે છે અને આ પ્રક્રિયા લીના નદીના મુખ પ્રદેશ તથા પૂર્વી સાઇબિરીયન સમુદ્ર અને લેપ્ટેવ સમુદ્રની વચ્ચેના વિસ્તારમાં બની રહી છે.

કાર્બન સાયકલ પ્રતિભાવો

કેટલાક અનુમાનો અને પૂરાવાઓ છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે જમીન પરની જૈવ સૃષ્ટિમાં કાર્બનની માત્રામાં ઘટાડો થશે જે વાતાવરણમાં CO2.નું પ્રમાણ વધારવા કારણભૂત બનશે. વાતાવરણના કેટલાક નમુનાઓ દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગ સામેના ભૂમિગત કાર્બન ચક્રના પ્રત્યાઘાતોને કારણે 21મી સદી દરમિયાન ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે છે. C4MIPના બધાજ 11 નમુનાઓના અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ કે જો વાતાવરણના ફેરફારોને ધ્યાનમાં રાખવામાં આવે તો માનવીય CO2 વિશાળ ભાગ હવામાં સ્થાઇ થશે. , 21મી સદીના અંત સુધીમાં આ વધારાના CO2 છેલ્લા બે નમુનાઓમાં 20થી 200 પીપીએમ વચ્ચેનો જણાયો જ્યારે બીજા મોટાભાગના નમુનાઓમાં 30થી 100 પીપીએમની વચ્ચેનું CO2નું પ્રમાણ જણાયુ. ઊંચા CO2ના પ્રમાણને કારણે વાતાવરણમાં ઉમેરાતી વધારાની ગરમીનું પ્રમાણ 0.1 અંશથી 1.5 અંશ સેલ્શિયસ વચ્ચેનું જણાયું. જોકે આ નમુનાઓના પરિમાણોને લઈને મોટાપ્રમાણમાં અનિશ્ચિતતાઓ જણાઇ હતી. 8 નમુનાઓ જમીની ફેરફારો પર આધારિત પરિણામો દર્શાવતા હતા જ્યારે 3 નમુનાઓ સમુદ્ર આધારિત માલુમ પડ્યા. કિસ્સાઓમાં સૌથી પ્રબળ પ્રતિભાવો ઉપર ઉત્તર ગોળાર્ધના અક્ષાંશ પર આવેલા ઉત્તરીય ભૂમિગત જંગલોના શ્વાસોચ્વાસની પ્રક્રિયાને કારણે વધેલા કાર્બન પર આધારિત છે. HadCM3 નમુના દ્વારા દ્રિતિય કાર્બન સાયકલ પ્રતિભાવો દર્શાવવામાં આવ્યા છે જે દક્ષિણ અમેરિકાના વવિષુવવૃત્તીય પ્રદેશોમાં વરસાદના નોંધપાત્ર ઘટાડાના લીધે થયેલા એમેઝોનના વરસાદી જંગલોના ઘટાડાને કારણે ઉદ્દભવ્યુ છે. જ્યારે નમુનાઓ કોઈપણ ભૂમિગત કાર્બન સાયકલ પ્રતિભાવની પ્રબળતા સાથે સંમતિ સુચવતા નથી અને તેમાંના દરેક નમુનાઓ સુચવે છે કે આ પ્રકારના કોઈપણ પ્રકિભાવો ગ્લોબલ વોર્મિંગને પ્રવેગિત કરી શકે છે.

સપ્ટેમ્બર 2005માં બેલ્લામી એટ અલ.ના પ્રકૃતિ સંબંધી પેપર મુજબ અવલોકનો દર્શાવે છે કે ઇંગ્લેન્ડની ભૂમિ છેલ્લા 25 વર્ષથી લગભગ 4 મિલિયન ટન પ્રતિ વર્ષના દરથી કાર્બન ગુમાવી રહી છે અને નોંધવામાં આવ્યુ છે કે આ પરિણામો ભૂમિગત ઉપયોગોના બદલાવોને કારણે થયા હોવાનું સમજી શકાય છે. આ પ્રકારના પરિણામને વધુ માત્રામાં નેટવર્ક ધરાવતા નમુનાઓ ઉપર આધારિત હોઇ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ નથી. સમગ્ર ઇંગ્લેન્ડ ઉપરના તારણો પરથી એવા અનુમાનો કરવામાં આવ્યા છે કે વાર્ષિક 1.3 કરોડ ટન કાર્બન છૂટો પડી રહ્યો છે. ક્વોટો સમજુતી પ્રમાણે યુકે દ્વારા હાંસલ થયેલા કાર્બન ડાયોક્સાઇડના ઉસ્તર્જનના વાર્ષિક ઘટાડા જેટલો છે (12.7 મિલિયન ટન કાર્બન પ્રતિવર્ષ).

(કીસ હિમેન) દ્વારા સુચવવામાં આવ્યુ છે કે જલીય પ્રદેશોમાં રહેતા પીટ બોગ્સ કોહવાણમાંથી છૂટો પડતો ઓગળેલો ઓર્ગેનિક કાર્બન (DOC)(કેજે પછીથી વાતાવરણમાં પ્રવેશે છે) ગ્લોબલ વોર્મિંગ હકારાત્મક પ્રતિભાવ ઉત્પન્ન કરે છે માટે કોહવાયેલી કળણવાળી જમીનમાં સંગ્રહાયેલો કાર્બન (90થી 455 ગીગાટન જમીન પરના કુલ કાર્બનનો ત્રીજો ભાગ) વાતાવરણમાં રહેલા કાર્બનની અડધી માત્રા જેટલો છે. જલીય વિસ્તારોમાં DOCની માત્રા વધી રહી હોવાનું જાણવામાં આવ્યુ છે અને ફ્રિમેનનો સિદ્ધાંત એ છે કે વધતું તાપમાન નહીં પરંતુ વાતાવરણાં રહેલા CO2નું પ્રમાણ વધવાની બાબત કારણભૂત છે અને જેના દ્વારા પ્રાથમિક ઉત્પાદન કાર્યાન્વીત બને છે.

વાતાવરણના ફેરફારોને પરિણામે વૃક્ષોનો વિનાશ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે, જે હકારાત્મક પ્રતિભાવ અસર છે. અગાઉ બૃહદ રીતે સ્વિકૃતિ પામેલી વિચારધારા કે કુદરતી રીતે વનસ્પતિ સૃષ્ટિમાં થતો વધારો નકારાત્મક પ્રતિભાવવાળી અસર ઉભી કરશે. એ બાબત સાથે હાલના તથ્યો પ્રગટ કરે છે.[સંદર્ભ આપો]

જંગલોમાં આગ

આઇપીસીસી (IPCC)ના ચોથા આકલન અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યુ છે કે મધ્ય અક્ષાંશ ઉપર આવેલા ઘણા પ્રદેશો જેવા કે ભુમધ્ય સમુદ્રની આસપાસનો યુરોપનો ભાગ વરસાદનો ઘટાડો અને પાણીની તંગીના જોખમો અનુભવશે તે પછીથી જંગલોમાં ફેલાતી આગની ઘટનાઓ મોટાપાયે અને અવારનાવાર થવા માટે કારણભૂત બનશે. આ પ્રકારના ઉત્સર્જન દ્વારા વાતારવણમાં ભળતા કાર્બનનું પ્રમાણ કાર્બનચક્ર દ્વારા પુનઃશોષણની પ્રાકૃતિક ક્રિયા દ્વારા ભળતા કાર્બન કરતા પણ વધુ હોય છે અને પૃથ્વી પરના કુલ જંગલના વિસ્તારમાં ઘટાડો કરે છે, જે સકારાત્મક પ્રતિભાવોની જગ્યાનું નિર્માણ કરે છે. આ પ્રતિભાવોના ભાગ રૂપે વનીકરણમાં વધારો અને ઉત્તર તરફનું જંગલોનું સ્થળાંતર થઈ રહ્યુ છે, કારણ કે ઉત્તર અક્ષાંશો પર રહેલા પ્રદેશોમાં વનીકરણ માટે ઉત્તમ હવામાન બની રહ્યુ છે. એક એવો સવાલ પેદા થયો છે કે જંગલો જેવા ઊર્જાના ફેરવપરાશમાં લઇ શકાય તેવા સ્ત્રોતોમાં ઘટાડો થવાથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે કે નહી. તે કુક અને વીજી દ્વારા શોધી કાઢવામાં આવ્યુ છે. તેમના કહેવા પ્રમાણે એમેઝોનના જંગલોમાં લાગતી આગના કારણે ઉત્તરીય એમેઝોનના પ્રદેશોમાં કટિંગાની ખેતી થવા લાગી છે.[સંદર્ભ આપો]

સમુદ્રી હિમનું પિગળવું

ઢાંચો:Double image stack

સૂર્યની ગરમીનું સમુદ્ર દ્વારા શોષાય છે. બરફ સૂર્યકિરણોને પાછા અવકાશમાં પરાવર્તિત કરે છે. આને લીધે સમુદ્રી હિમના સુકાવાને લીધે ખુલ્લા પડતા સમુદ્રો સૂર્યપ્રકાશથી ગરમ બનશે. જે ઉષ્ણતાની વકીમાં વધારો કરશે. જે રીતે કાળા રંગની મોટરકાર સફેદ રંગની મોટરકાર કરતા વધારે ઝડપથી સૂર્યપ્રકાશ ગ્રહણ કરી ગરમ બને છે તેજ રીતની આ રચના છે. આ પ્રકારના અલ્બેડો ફેરફારને કારણે IPCC દ્વારા અનુમાન લગાવાયુ છે કે ઉત્તર ગોળાર્ધનું તાપમાન વિશ્વના અન્ય ગોળાર્ધના તાપમાન કરતા બેવડી માત્રામાં વધશે. સપ્ટેમ્બર 2007માં ઉત્તર ધ્રુવીય હિમપ્રદેશોનો વિસ્તાર 1979થી 2000 સુધીના સામાન્ય ઉનાળુ અને ઓછામાં ઓછા વિસ્તાર કરતા અડધો હતો. સપ્ટેમ્બર 2007માં ઇતિહાસમાં એ બાબત પણ પ્રથમ વખત બની કે ઉતરધ્રુવીય હિમપ્રદેશમાં એટલી માત્રામાં ઘટાડો થયો કે ઉત્તર-પૂર્વીય વિસ્તાર વહાણવટાની આવનજાવન માટે શક્ય બન્યુ. 2007 અને 2008માં જેમાં ઘટાડો થયો છે પણ સંભવત: તે થોડા સમય માટે હોઇ શકે. યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સ્નો એન્ડ આઇસ ડેટા સેન્ટરના માર્ક સેરેજે મંતવ્ય રજૂ કર્યુ કે 2030ના વર્ષ દરમિયાન આર્કટિક હિમશીખરો ઉનાળા દરમિયાન બરફ વગરના બન્યા હશે એવું કહેવું ખોટુ નથી. ગ્લોબલ વોર્મિંગના ધ્રુવીય વિવર્ધનની અસર દક્ષિણ ગોળાર્ધમાં થવાની સંભાવનાઓ નથી. 1979ના શરૂઆતના અવલોકન પછી હાલમાં એન્ટાર્કટિક મહાસાગરમાં હિમની માત્રા સૌથી વધુ નોંધાઇ છે, પરંતુ દક્ષિણ ભાગોમાં હિમમાં થયેલો વધારો ઉત્તર ભાગોના ઘટાડા કરતા પણ વધુ છે. વૈશ્વિક સમુદ્રી હિમનું વલણ તપાસતા સંયુક્તપણે ઉતર ગોળાર્ધ અને દક્ષિણ ગોળઆર્ધના બરફમાં ઘટાડો થઈ રહ્યો છે.

હવામાં રહેલા સલ્ફરકણો પર અસર

હવામાં રહેલા સલ્ફર કણો અને તેમાં પણ ખાસ કરીને સ્ટ્રોફેરીક સલ્ફર કણોની વાતાવરણ પર નોંધપાત્ર અસરો છે. આ પ્રકારના હવાઇ સલ્ફર કણોનો મુખ્ય સ્ત્રોત સલ્ફરચક્રો છે. જ્યાં પ્લેન્કટોન દ્વારા DMS જેવા ગેસો ઉત્સર્જીત થાય છે. જે મુખ્યત્વે વાતાવરણમાં ઓક્સિડાયઝેશનની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. સમુદ્રી એસિડીકરણ કે ગરમ પ્રવાહોના કારણે સર્જાતા ભંગાણોને કારણે સલ્ફર ચક્રોમાં સ્ટ્રેટોસ્ફેટિક સલ્ફર કણોનું નિર્માણ થાય છે, જે પૃથ્વીની કુલીંગ અસરોમાં ઘટાડો કરે છે.

નકારાત્મક પ્રતિભાવની અસરો

લા કટેલિયરના સિદ્ધાંત મુજબ પૃથ્વી પરના કાર્બનચક્રનું રાસાયણિક સંતુલન માનવ ઉત્સર્જિત CO2ના ઉત્સર્જનોને કારણે બદલાય છે. આ ઘટના માટે પ્રમુખ રીતે સમુદ્રો જવાબદાર છે, કારણ કે સમુદ્રો દ્વારા માનવસર્જિત CO2નું કહેવાતા દ્રાવક પંપ દ્વારા શોષણ થાય છે. હાલમાં કુલ ઉત્સર્જનના ત્રીજા ભાગ માટે આ ઘટના જવાબદાર છે, પરંતુ પાછલા સમયમાં લગભગ 75 ટકા જેટલો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જીત CO2 આવનાર સદીઓમાં સમુદ્રમાં ભળી જશે. જૈવિક ઇંધણમાંથી છૂટા પડતા CO2નું જીવન લોક વાર્તાલાપ માટે 300 વર્ષનું ગણવામાં આવે છે પણ 25 ટકા જેટલો CO2 કાયમી થઈ જાય છે. જો કે કેટલા દરથી સમુદ્ર દ્વારા CO2નું શોષણ થશે એ બાબત અસ્પષ્ટ છે અને ઊષ્ણતા દ્વારા બદલાતી સ્થિતિ ઉપર આધારિત છે અને સમુદ્રી ગરમ પ્રવાહો દ્વારા બદલાવો પેદા કરી શકે છે. પૃથ્વીના ઉષ્મા ઉત્સર્જનમાં થયેલો વધારો તાપમાનની માત્રાના ચોથા ભાગના સપ્રમાણમાં હોય છે, જેના કારણે ઉષ્ણતાના બાહ્ય ઉત્સર્જનની માત્રામાં વધારો થવાથી પૃથ્વી ગરમ બની રહી છે. IPCC દ્વારા પ્રસ્તુત થયેલા વૈશ્વિક વાતાવરણના નમુનાઓ નકારાત્મક પ્રતિક્રિયાની ગતિવિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય પરિણામો

આર્થિક અને સામાજિક

પર્યાવરણમાં થયેલા ફેરફારોની ઉલટી અસરો ઊંચો વસ્તી આંક ધરાવતા ઉચ્ચ અક્ષાંશ વિસ્તારોમાં હાલમાં અનુભવાઇ રહી છે. ભવિષ્યની વાતવરણના ફેરફારોની અસરો નવો પ્રભાવ સાર્વત્રીક રીતે મનુષ્ય જીવન પર પડશે. ભવિષ્યમાં થનારી વાતાવરણના ફેરાફારોની અસર સામે આફ્રિકા સંભવત સૌથી જોખમી વિસ્તાર છે. વિકસિત દેશો કરતા વિકાસશીલ દેશો પ્રમાણમાં વધારે જોખમ ધરાવે છે. 1990થી 2000ના પ્રમાણ કરતા 1થી 2 અંશ જેટલો તાપમાનનો વધારો કેટલાક ઉત્તર ગોળાર્ધના બર્ફીલા રાષ્ટ્રો અને નાના ટાપુઓ ઉપર નકારાત્મક અસરો પેદા થવાની સંભાવનાઓ છે. બીજા પ્રદેશોમાં જોવા જઇએ તો કેટલાક ઊંચા માનવ વસ્તીઆંક ધરાવતા સમુદાયો ઉષ્ણતાની માત્રાના કારણે જોખમમાં મુકાયા છે. ઉદાહરણ તરીકે ઊંચા અક્ષાંશો ઉપરના સમુદાયો અને દરિયાકાંઠા ઉપર વસવાટ કરતા સમુદાયો કે જ્યા નોંધપાત્ર માત્રામાં ગરીબી પ્રવર્તમાન છે. 2થી 3 અંશ સેલ્શિયસ ઉષ્ણતામાં થનારી સંભવિત અસર સમગ્ર પૃથ્વી પરના રાષ્ટ્રો પર સ્પષ્ટ નકારાત્મક અસરો થવાની સંભાવનાઓ હોય છે.

વાતાવરણમાં થનાર ફેરફારોને લીધે થતી કુલ આર્થિક નુક્શાનીનો આંક ખુબ અસ્પષ્ટ છે. વૈશ્વિક કુલ ઉત્પાદનની માત્રામાં વાતાવરણના ફેરફારને કારણે થતી અસરો (વત્તા કે ઓછા) અમુક ટકા જેટલી છે. વૈશ્વિક કુલ ઉત્પાદનમાં થનાર અલ્પ માત્રાનો ફેરફાર સંબંધિત રીતે જોતા કેટલાય રાષ્ટ્રોના અર્થતંત્રા પર મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે.

વીમો

તોળાઇ રહેલા જોખમોને કારણે સીધી રીતે પ્રભાવિત કોઈ ઉદ્યોગ હોય તો આ વીમા ઉદ્યોગ છે. 2005માં અસોસિએશન ઓફ બ્રિટીશ ઇન્સ્યોરર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ મુજબ કાર્બનના ઉત્સર્જનનો ઘટાડો શક્ય બને તો વર્ષ 2080 સુધીમાં વધારાના વાર્ષિક ખર્ચમાં 80 ટકા જેટલો ઘટાડો શક્ય બની શકે છે. જુન 2004મા અસોસિએસન ઓફ બ્રિટીશ ઇન્સ્યોરર્સ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ વાતાવરણમાં થનાર ફેરફારો બહુ દુરના ભવિષ્યમાં થનારી બાબત નથી, પરંતુ આવનારી પેઢી સાથે સીધો સંબંધ ધરાવે છે. અને આ બાબત જુદાજુદા સ્વરૂપે હાલમાં વીમા કંપનીઓના વ્યવસાય ઉપર અસરો છોડી રહી છે એવું નોંધવામાં આવ્યુ છે. ગૃહસંપત્તિ અને અસ્કયામતો ઉપર હવામાનના ફેરફારોને કારણે બેથી ચાર ટકા પ્રતિવર્ષના દરથી જોખમો ઉભા થઇ રહ્યા છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1998થી 2003ના સમયગાળા દરમિયાન એકલા યુકેમાં તોફાનો અને પૂરના કારણે થતી હાનિ પાછલા 5 વર્ષની સરખામણીમા બેવડી થઈ અને 6 અબજ પાઉન્ડથી પણ વધી ગઈ છે. આ પરિણામોને કારણે વીમાના હપ્તાઓની કિંમત વધી રહી છે અને એવુ જોખમ છે કે કેટલાક વિસ્તારોમાં પૂરસંબંધી વીમાઓ પોસાય નહી તેટલી હદે વધશે.

વિશ્વની નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વની સૌથી મોટી ગણાતી બે મોટી વીમા કંપનીઓ મ્યુનિક રે અને સ્વિચ રેનો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા 2002માં હાથ ધરાયેલસા અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ છે કે સામાજિક જીવનની દિશા સાથે અતિ વિકટ પર્યાવરણીય ઘટનાઓનું વધતુ પ્રમાણ ભળી ગયુ છે જે આવનારા દાયકાઓ 150 અબજ અમેરિકન ડોલર જેટલું પ્રતિવર્ષ નુક્શાન કરી શકે. આ નુક્શાનોમાં વધારો વીમા અને પ્રતિકુળ ઘટનાઓની રાહત બોજારૂપ ગ્રાહકો ટેક્સ ભરનારા અને જે તે ઉદ્યોગો સંબંધી છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ વીમા સંબંધી નુક્શાનોમાં મોટા પાયે વધારો થયો છે. 2003માં ચોઈ અને ફિશરના જણાવ્યા મુજબ વાર્ષિક 1 ટકાનો વધારો વિનાશક ઘટનાને લીધે થતા નુક્શાનમાં 2.8 ટકા જેટલો વધારો કરી શકે છે. કુલ વધારો સમુદ્ર કિનારાની વસ્તીમાં થયેલો વધારો અને અસ્કયામતોની કિંમતમાં થયેલા વધારા ઉપર આધારિત છે. જોકે 1950થી ભારે વરસાદ જેવી હવામાન સંબંધી ઘટનાઓના પ્રમાણમાં પણ વધારો થયો છે.

પરિવહન

રસ્તાઓ, એરપોર્ટ રનવે, રેલ્વેલાઇનો અને પાઇપ લાઇનો (જેમાં ઓઇલ પાઇપ લાઇન, સુએઝ, પાણીની લાઇનો વગેરે નો સમાવેશ થાય છે) તાપમાનના વૈવિધ્ય સાથે સંબંધ ધરાવતા હોઇ વધારાની સારસંભાળ અને સમયાંતરે નવિનીકરણની જરૂર પડતી રહે છે. કોહવાણ ધરાવતા કળણવાળા વિસ્તારો સહિતના ઘણા વિસ્તારો વિપરિત પરિણામોના શિકાર બની ચુક્યા છે. જેઓમાં વિનાશક અસરો થઈ શકે છે જેને પરિણામે ખરબચડા રસ્તાઓ, હચમચી ગયેલી ઇમારતોના પાયાઓ અને મોટા ખાડા પડી ગયેલા રનવે બની શકે છે.

ખોરાક

પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે કૃષિ ઉપર મિશ્ર અસરો થવાની સંભાવનાઓ રહે છે, જેમાં કેટલાક પ્રદેશોમાં તાપમાનમાં થનારા હળવા વધારાને કારણે ફાયદાઓ થશે, જ્યારે બાકીના પ્રદેશોમાં નકારાત્મક અસરો થશે. નીચલા અક્ષાંશો ઉપર આવેલા વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનમાં મોટાપાયે ઘટાડો થવાનું જોખમ રહેલું છે. મધ્યમ અને ઊંચા અક્ષાંશ ઉપર આવેલા વિસ્તારોમાં 1980થી 1999ના સમયગાળાની સરખામણીમાં 1થી 3 અંશ સેલ્શિયસ તાપમાનના વધારાને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. IPCC અહેવાલ મુજબ 3 અંશ સેલ્શિયસ ઉપરની ગરમીથી વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે, પણ આ વિધાનો નબળા આત્મવિશ્વાસ સાથે થયા છે. અહેવાલમાં રજૂ કરવામાં આવેલા મોટાભાગના અભ્યાસોમાં હવામાનની પ્રબળ ઘટનાઓમાં થતા ફેરફારો, કિટકો અને રોગોના ફેલાવાના ફેરફારો કે પર્યાવરણના ફેરફારો સામે સંતુલન પ્રાપ્ત કરવાના સંભવિત વિકાસ જેવી બાબતોનો સમાવેશ થયો નથી.

ન્યુ સાયન્ટિસ્ટ માં રજૂ થયેલા એક લેખમાં દર્શાવવામાં આવ્યુ છે કે તાપમાનમાં વધારાથી ચોખાના પાકમાં કેવી રીતની પ્રબળ પ્રતિકુળ અસર થશે. રોયલ સોસાયટી દ્વારા 2005માં યોજવામાં આવેલી કોન્ફરન્સમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં થતા વધારાને કારણે થતા ફાયદાઓ, વાતાવરણમા ફેરફારને કારણે થતી નકારાત્મક અસરો હેઠળ દબાઇ જશે એ વાત પ્રગટ થઇ.

અસરોની વહેંચણી

આઇસલેન્ડમાં વધારાના તાપમાનને કારણે જવનું વાવેતર વિપુલ પ્રમાણમાં શક્ય બન્યુ છે. જે 20 વર્ષ અગાઉ અશક્ય હતું. વોર્મિંગનું એક કારણ કેરિબિયન સમુદ્રના જોડાણ દ્વારા સ્થાનિક (સંભવત ટૂંકા સમય માટેની) અસરો છે અને જેના કારણે માછલીઓના જથ્થાને પણ અસર પહોંચી છે. 21મી સદીના મધ્યભાગ સુધીમાં સાઇબિરીયા અને રશિયાના બીજા પ્રાંતોમાં વાતાવરણના બીજા ફેરફારને કારણે ખેતીવાડી ઉપર વધુ અસરો પડી છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાઇ પ્રાંતોમાં કૃષિ ઉત્પાદનોમાં 20 ટકા જેટલો વધારો થઇ શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણ એશિયામાં કૃષિ ઉત્પાદનોમાં 30 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. લેટિન અમેરિકાના સુકા પ્રદેશોમાં મહત્વના પાકોનું ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ છે. જ્યારે ઊંચુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં સોયાબીનના પાકો વધવાનું અનુમાન છે. ઉત્તર યુરોપમાં વાતાવરણમાં થનારો ફેરફાર પ્રારંભિક પણે કૃષિ ઉત્પાદનમાં ફાયદાકારક રહેશે. નાના ટાપુઓ પર થતી જીવનનિર્વાહ અને ધંધાદારી અર્થેની કૃષિ ઉપર વાતાવરણના ફેરફારો દ્વારા પ્રતિકુળ અસરો થવાની સંભાવનાઓ છે. 2030 સુધીમાં જો કોઇ સુધારાઓ સ્વીકારવામાં ન આવે તો દક્ષિણ અને પૂર્વ ઓસ્ટ્રેલિયાના મોટા ભાગમાં અને પૂર્વીય ન્યૂ ઝીલેન્ડના ભાગોમાં કૃષિ દ્વારા થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાનું અનુંમાન છે. ન્યૂ ઝીલેન્ડના પશ્ચિમી અને પૂર્વ વિસ્તારોમાં પ્રારંભિક પણે ફાયદાઓ થવાની સંભાવનાઓ છે.

ઉત્તર અમેરિકામાં આ સદીના કેટલાક પ્રથમ દાયકાઓ દરમિયાન વાતાવરણમાં હળવા ફેરફારોને લીધે વરસાદ આધારિત કૃષિના કુલ ઉત્પાદનમાં 5થી 20 ટકાનો વધારો થવાની સંભાવનાઓ છે, પરંતુ પ્રાંતોમાં અગત્યનું વૈવિધ્ય જોવા મળશે. 2006માં ડેત્સેનેસ અને ગ્રીન્સ્ટોમ દ્વારા એક પ્રકાશિત કરાયેલા એક સંશોધન પત્ર મુજબ, તાપમાનમાં વધારો થવાનું અનુમાન છે, જ્યારે સંભવિત રીતે અગત્યના પાકો ઉપર વરસાદની અસર યુનાઇટેડ સ્ટેટ્સમાં નહી થાય.

આફ્રિકામાં વાતાવરણના ફેરફારોને કારણે કૃષિ ઉત્પાદનોમાં અને ખોરાકમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થશે. આફ્રિકાની ભૌગોલિક સ્થિતિ અત્યંત નાજુક છે અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકો પોતાના જીવનનિર્વાહ માટે ચોમાસુ ખેતી આધારિત છે. તાન્ઝાનિયાના વાતાવરણના ફેરફારો સંબંધી આધિકારીક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે જે વિસ્તારોમાં સામાન્ય રીતે બે વખત વરસાદ પડે છે તેવા વિસ્તારોમાં વરસાદની માત્રામાં વધારો અને જે વિસ્તારોમાં એક જ વરસાદી ઋતુ છે ત્યા વરસાદની માત્રામાં ઘટાડો નોંધાશે. મકાઈ જે રાષ્ટ્રનો મુળભૂત પાક છે તેના ઉત્પાદનમાં 33 ટકા ઘટાડો થવાના સ્પષ્ટ પરિણામો અંદાજવામાં આવ્યા છે. બીજા કેટલાક પરિબળોની સાથે સાથે વાતાવરણનો ફેરફાર જેમાં ખાસ કરીને વરસાદમાં ઘટાડાના દારફરમાં અથડામણોનું નિર્માણ થવાની ધારણાઓ છે. આ અથડામણો માટે દાયકાઓથી પડતો, દુષ્કાળ, રણવિસ્તરણ પ્રક્રિયા અને વધારે પડતી વસ્તી જવાબદાર છે, કારણ કે રખડતી આરબ જાતીના સમુદાયો પાણીની શોધમા ફર્યા કરે છે. જેથી જીવનનિર્વાહની સામગ્રી દક્ષિણના દુરના ભાગોમાં લઇ જવી પડે છે જે વિસ્તાર ખેતી કરતા લોકો દ્વારા રોકાયેલો છે.

સમુદ્ર કિનારાઓ અને નીચાણવાળા વિસ્તારો

વેપાર ધંધાઓનું ઐતિહાસિક વિચાર સાથેનો સંબંધ લઇને વિશ્વના ઘણા બધા મોટા અને સમૃદ્ધ નગરો દરિયાકિનારા ઉપર આવેલા છે. વિકસિત દેશોમાં દરિદ્ર લોકો સામાન્ય રીતે પૂર સંભવિત વિસ્તારોમાં રહે છે. કારણ કે એ એકમાત્ર ખાલી જમીન છે અથવા તો ફળદ્રુપ ખેતી લાયક જમીન છે. આ પ્રકારની વ્યવસ્થાઓમાં હંમેશા બંધો અને વોર્મિંગ સિસ્ટમોના બાંધકામનો અભાવ હોય છે. ગરીબ સમુદાયોમાં વીમાનો અભાવ, બચત કે જમા રાશી કે જે ઓચિંતા સંકટની અસરમાંથી બહાર આવવા જરૂરી છે તેનો હંમેશા અભાવ જોવા મળે છે. ભવિષ્યમાં થનારા વાતાવરણના ફેરફારોને ધ્યાનમાં લેતા એવું થવાની ગણતરી છે કે વધુ માત્રામાં વસ્તી ધરાવતા કિનારાના પ્રાંતો સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થનારો વધારો અને વાતાવરણની ભારે ઘટનાઓની માત્રામાં થતા વધારાને કારણે થતા નુક્શાનોના જોખમનો સામનો કરવો પડશે. અનુકૂલનની ક્ષમતાઓમાં રહેલા મોટાપાયાના તફાવતોને કારણે વિકાસશિલ દેશોના કાંઠાળ વિસ્તારોમાં અનુકુલન વિકસિત દેશોની સરખામણીમાં વધારે મુશ્કેલ હોવાનું જણાય છે. નિકોલસ અને ટોલ દ્વારા 2006માં કરાયેલા અભ્યાસ દ્વારા સમુદ્રની સપાટીની ઊંચાઈ વધવાને લીધે થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

[...] સમુદ્ર સપાટીની ઊંચાઈ સામે અભેદ ન કહી શકાય તેવા ભવિષ્યના વિશ્વના ભાગોમાં A2 અને B2 (IPCC) ભવિષ્યની સંભવિત ઘટનાઓ છે જે પ્રાથમિકપણે સામાજિક આર્થિક પરિસ્થિતિ (કાંઠાળ વસ્તી, કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી), અને માથાદીઠ જીડીપી)નાં તફાવતોને રજૂ કરે છે નહી કે સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારાના પરિણામો. અગાઉ થયેલા કેટલાક વિશ્લેષણો દર્શાવે છે કે નાના ટાપુઓ અને ડેલ્ટા પ્રદેશો વધુ પ્રમાણમાં જોખમ ધરાવનારા પ્રદેશો તરીકે સામે આવ્યા છે. આ પરિણામો સંયુક્ત રીતે સૂચવે છે કે માનવ સમાજ પાસે સમુદ્ર સપાટીની ઊંચાઈ સામે ધાર્યા કરતા પણ વધારે પ્રમાણમાં પસંદગીની તકો હશે. જોકે આ તારણોને સાચી રીતે જાણવા જરૂરી છે, કારણ કે હજુ સુધી આપણે આ પસંદગીની તકો વિશે જાણતા નથી અને નોંધપાત્ર અસરો સંભવ છે.

સ્થળાંતર

તુવેલું જેવા પેસિફિક મહાસાગરમાં આવેલા કેટલાક ટાપુ રાજ્યો પ્રાથમિક દ્રષ્ટિએ સંકટોને કારણે પ્રદેશ ખાલી કરવાની સ્થિતિને લઇને ચિંતિત છે, કારણ કે પૂર સામે રક્ષણ તેઓ માટે અતિ ખર્ચાળ હોવાથી શક્ય ન બની શકે. તુવેલુએ ન્યૂ ઝીલેન્ડ સાથે તબક્કાવારના પુન: સ્થાપનની સંમતિ માટે હંગામી કરાર કર્યો છે.

1990માં જુદાજુદા અંદાજો દ્વારા પર્યાવરણ સંબંધી વિસ્થાપિતોના આંક અંદાજીત 2.5 કરોડ છે એવું દર્શાવવામાં આવ્યુ હતું. (વિસ્થાપિતોની આધિકારીક વ્યાખ્યામાં પર્યાવરણ સંબંધી વિસ્થાપિતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમા ફક્ત જુલ્મો કે હેરાનગતિને કારણે સ્થળાંતર કરનાર વિસ્થાપિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.) ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ (IPCC) કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘની આગેવાની હેઠળ વિશ્વની સરકારોને સલાહસુચનો આપે છે તેના દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે મુખ્યત્વે કાંઠાળ પૂરની ઘટનાઓ, કિનારાના ધોવાણો અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડાને કારણે 2050 સુધીમાં 150 અબજ પર્યાવરણ સંબંધિ વિસ્થાપિતો અસ્તિત્વ ધરાવતા હશે. (2050ની સંભવિત 10 અબજની વિશ્વ વસ્તી માટે 15 કરોડ એટલે 1.5 ટકા)

ઉત્તર-પશ્ચિમી સંક્રમણ

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 
GFDLના R30 પ્રકારના વાતાવરણીય સમુદ્રી સામાન્ય પ્રવાહોના મોડેલના પ્રયોગથી 1950થી 2050 સુધીમાં આર્કટિક હિમની જાડાઇની માત્રામાં થતા ફેરફારો અંગે માહિતી મેળવી.

ઉત્તર ધ્રુવીય હીમના પિગળવાને કારણે ઉનાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમી માર્ગ ખુલ્લો થઈ શકે છે, જે યુરોપ અને એશિયા વચ્ચેના દરિયાઇ માર્ગની લંબાઇમાં 5 હજાર દરિયાઇ માઇલ (9 હજાર કિમી)નો ઘટાડો કરશે. આ બાબત ખાસ કરીને સુપર ટેન્કરો કે જે પનામાની નહેરમાં પસાર થવા માટે જરૂરી કદ કરતા મોટુ કદ ધરાવતી હોવાથી હાલમાં દક્ષિણ અમેરિકાની ટોચ ફરતે થઇને જવું પડે છે તેના માટે ફાયદાકારક સાબિત થશે. કેનેડિયન આઇસ સર્વિસના મત મુજબ કેનેડાના પૂર્વીય આર્કટિક દ્વિપ સમુહોમાં હિમની માત્રામાં 1969 અને 2004 વચ્ચેના સમયગાળા દરમિયાન 15 ટકાનો ઘટાડો થયો છે.

સપ્ટેમ્બર 2007 દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત આર્કટિક હિમશિખરો જરૂર કરતા વધારે માત્રામાં પિગળવાથી ઉત્તર પશ્ચિમી માર્ગનું નિર્માણ થતા વહાણવટા માટે યાતાયાત શક્ય બન્યો હતો.

ઓગસ્ટ 2008માં પિગળતા સમુદ્રી હિમથી ધીમેધીમે ઉત્તર-પશ્ચિમી માર્ગને તેને કારણે પશ્ચિમી સમુદ્રી રસ્તો ખુલ્લો થયો, જેને કારણે આર્કટિક હિમશિખરોની ફરતે દરિયાઇ સફર શક્ય બની. 2008ના ઓગસ્ટ મહિનામાં પૂર્વ પશ્ચિમી માર્ગ ખુલ્લો થયો અને ઉત્તરિય સમુદ્રી માર્ગને જામ કરતા વધારાનો હિમ થોડા દિવસો પછી પિગળી ગયો. આર્કટિક હિમમાં થયેલા ઘટાડાને કારણે જમીનના બેલુગા ગ્રુપ ઓફ બેમેન દ્વારા યોજનાઓ જાહેર કરવામાં આવી કે 2009માં પૂર્વીય સમુદ્રી માર્ગ મારફત તેઓ પ્રથમ જહાજ મોકલશે.

વિકાસ

ગ્લોબલ વોર્મિંગની સંયુક્ત અસરો ખાસ કરીને લોકો અને આ અસરો નાથી શકવા સક્ષમ ન હોય તેવા દેશો ઉપર ગંભીર પ્રભાવો પાડી શકે છે. આ બાબતે આર્થિક વિકાસ અને ગરીબી નિવારણની પ્રક્રિયાને ધીમી પાડી શકે છે, જેને લીધે આ મિલેનિયમના વિકાસના ધ્યેયો સિદ્ધ કરવાનું કઠીન બનાવી શકે છે.

ઓક્ટોબર 2004માં વર્કીંગ ગ્રુપ ઓન ક્લાયમેટ ચેન્જ એન્ડ ડેવલપમેન્ટ વિકાસ અને વાતાવરણ સંબંધી એનજીઓ દ્વારા એક અપ ઇન સ્મોક નામના વિકાસની પ્રક્રિયા ઉપર પર્યાવરણના ફેરફારની અસરો આધરિત અહેવાલ જારી કર્યો. આ અહેવાલ અને જુલાઇ 2005માં રજૂ કરવામાં આવેલ આફ્રિકા- અપ ઇન સ્મોક નામના અહેવાલમાં અનુમાનો કરવામાં આવ્યા છે કે ખાસ કરીને આફ્રિકામાં ભુખમરો અને રોગચાળાનો ફેલાવો, વરસાદના ઘટેલા પ્રમાણ અને હવામાનની વિકટ ઘટનાઓને કારણે હશે. આવે કારણે પ્રભાવિત વિસ્તારોના વિકાસની પ્રકિયાઓ ઉપર ભયાનક અસરો પડવાની સંભાવનાઓ છે.

જૈવિક પ્રણાલીઓ

તપાસી ન હોય તેવી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ મોટાભાગના ભૂમિગત જૈવિક પ્રદેશો ઉપર અસરો પાડી શકે છે. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે જૈવિક વ્યવસ્થાઓમાં ફેરફારો થશે. કેટલીક સજીવ જાતોને તેઓના નિવાસસ્થાનોથી દુર થવાની ફરજ પડી છે, જેનું કારણ બદલતી પરિસ્થિતિઓ છે જ્યારે બીજી કેટલીક જાતિઓ ફેલાવો પામે છે. દ્વિતિય કક્ષાની ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે બરફ આચ્છાદનોનું ઘટેલું પ્રમાણ સમુદ્ર સપાટીની ઊંચાઈમાં થતો વધારો અને હવામાનમાં ફેરફારો ફક્ત માનવીય પ્રવૃતિઓ ઉપર જ પ્રભાવો પાડતા નથી પરંતુ જૈવિક પ્રણાલીઓઉપર પણ પ્રભાવ પાડે છે. પાછલા 520 અબજ વર્ષો દરમિયાન થયેલા વિનાશો અને પૃથ્વીના વાતાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને લખ્યુ છે કે આવનાર સદીઓમાં થનારા સંભવિત વૈશ્વિક તાપમાનના વધારાને કારણે સામુહિક વિનાશની ઘટના શક્ય બને તેમાં પૃથ્વી પરની પ્રાણી અને છોડની 50 ટકા જાતો નષ્ટ થશે.

આર્કટિક અને એન્ટાર્કટિક પ્રાણીસૃષ્ટિની ઘણી જાતો જોખમ અનુભવી રહી છે, જેમાં ધ્રુવીય રીંછ અને એમ્પરર પેંગ્વીન ઉદાહરણો છે. ઉતરધ્રુવના હિમપ્રદેશોમાં હાલમાં હડસન ખાડીનું પાણી 30 વર્ષ અગાઉની સ્થિતિની સરખામણીમાં વધુ 3 અઠવાડિયા માટે બરફ વગરનું રહેશે જે ધ્રુવીય રીંછોને અસર પહોંચાડે છેટ કારણ કે તેઓ સમુદ્રી બરફ ઉપર શિકાર કરવાને પ્રાધાન્ય આપે છે. ગાયરોફાલ્કન અને સ્નોવી ઘુવડો જેવી ઠંડા હવામાનની પરિસ્થિતિઓ ઉપર આધારિત જાતીઓ કે જે સ્થળાંતર દરમિયાન મૃત્યુ પામે છે. તેઓ ઠંડા શિયાળામાં સમૃદ્ધ બને છે. તેના ફાયદા ઉપર ઘેરી અસરો પડવાની સંભાવનાઓ રહેલી છે. દરિયાઇ અપૃષ્ઠવંશી પ્રાણીવિકાસની પરાકાષ્ઠાઓએ તેઓએ અનુકુલન સાધેલ તાપમાનમાં અનુબવે છે જ્યા ઠંડીની ગમે તેટલી માત્રા હોઇ શકે અને ઠંડા લોહીવાળા પ્રાણીઓ ઊંચા રેખાંશ અને અક્ષાંશોવાળા વિસ્તારોમાં જોવા મળ્યા છે જ્યાં ટુંકી વિકાસઋતુમાં જલદી વિકાસ માટે સામાન્યરીતે સુવિધાઓ પ્રાપ્ત થાય છે. આદર્શ પરિસ્થિતિ કરતા વધારે ગરમીને પરિણામે ચયાપચયની ક્રિયામાં વધારો થાય છે અને ઘાસચારો વધવા છતાં શારિરિક કદમાં ઘટાડો થાય છે જે શિકાર થવાના જોખમોમાં વધારો કરે છે. આમ જોવા જઇએ તો વિકાસની પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં સહેજ પણ વધારો રેઇનબો માછલીઓમાં વિકાસની ક્ષમતા અને જીવતા રહેવાના દરને અસંતુલિત કરે છે.

વધતા તાપમાનોએ પક્ષીઓ ઉપર થતી સ્પષ્ટ અસરો માટે શરૂઆત છે અને પતંગિયાઓ ઉત્તર તરફ 200 કિમી સુધી યુરોપ અને અમેરિકાના પ્રાંતોમાં પુન: સ્થાપન પામ્યા છે. છોડવાઓ ધીમી ગતિથી પાછળ આવે છે એનો મોટા પશુઓનું પુન: સ્થાપન શહેરો અને રસ્તાઓને કારણે ધીમુ પડ્યુ છે. બ્રિટનમાં વસંતના પતંગિયાઓ બે દાયકા પહેલાની સ્થિતિની સરખામણીમાં સામાન્ય પણે 6 દિવસો પહેલ દેખા દે છે.

નેચર માં 2002માં લખાયેલા એક લેખમાં દર્શાવવામાં આવ્યુ છે કે પ્રાણીઓ અને છોડવાઓના સ્વભાવમાં તાજેતરના ફેરફારો અને ઋતુગત વર્તણુકોની શ્રેણીઓ જાણવા સંબંધી વૈજ્ઞાનિક સર્વેક્ષણે સાહિત્યિક રીતે રજૂ પામ્યા હતા. દરેક પાંચમાંથી ચાર જાતિઓએ તેઓનું પુન: સ્થાપન ધ્રુવો તરફ કે ઊંચા અક્ષાંશો તરફ કર્યુ છે જે તેમને વિસ્થાપિત જાતિઓ બનાવે છે. દેડકાઓ વિસ્તાર વધારી રહ્યા છે. પક્ષીઓ અને છોડવાઓ દરેક દાયકાઓમાં સામાન્યરીતે 2.5 દિવસ વહેલા પુન: સ્થાપનો કરી રહ્યા છે. પતંગિયા, પક્ષીઓ અને છોડવાઓ 6.1 કિમી પ્રતિ દાયકાના દરથી ધ્રુવો તરફ પુનસ્થાપન કરી રહ્યા છે. 2005માં છેલ્લા અભ્યાસના તારણો દર્શાવે છે કે તાપમાનમાં થયેલા વધારા પાછળનું કારણ માનવીય ગતિવિધીઓ છે અને તેને લીધે વિવિધ જાતિઓની વર્તણુકો બદલાઇ રહી છે. વાતાવરણના નમુનાઓ દ્વારા શક્ય બનેલા અનુમાનો સાથે સુસંગતતા સ્થપાઇ છે જે તેઓની સમયઅવધિની માહિતી પૂરી પાડે છે. વૈજ્ઞાનિકોને માલુમ પડ્યુ છે કે એન્ટાર્કટિક પાતળુ ઘાસ ધરાવતો વિસ્તાર એન્ટાર્કટિકાનો વસાહતી વિસ્તાર છે જ્યા પહેલા તેઓની અસ્તિત્વ ટકાવનાર જાતોની શ્રેણી મર્યાદિત હતી.

યાંત્રીક અભ્યાસો દ્વારા નજીકના વાતાવરણના ફેરફારને કારણે વિનાશો થયાનું દસ્તાવેજીકરણ થયુ છે. મેકલોગનીન એટ અલ. ઉપસાગરીય ચેકરસ્પોટ પતંગિયાના બે વસ્તી સમુદાયો વરસાદી ફેરફારોને કારણે જોખમમાં મુકાયા છે એવા દસ્તાવેજો એકઠા કર્યા છે. પરમેસન જણાવે છે કે "કેટલાક અભ્યાસો મોટા સ્તર પર હાથ ધરાયા છે જેમાં સમગ્ર જાતિઓને સમાવી લેવામાં આવી છે" અને મેકલોગની એટ અલ. સંમતિ દર્શાવી અને કહે છે કે તાજેતરના પર્યાવરણના ફેરફારો અને વિનાશો કેટલાક યાંત્રિક અભ્યાસો થકી થયા છે. ડેનિયલ બોટકિન અને બીજા લેખકો માને છે કે હાલમાં અનુમાનવામાં આવી રહેલા વિનાશના દરો અતિશય ઊંચા આંકી રહ્યા છે.

મીઠા પાણી અને ખારા પાણીના છોડ અને પ્રાણીઓની ઘણીબધી જાતિઓ હિમનદીઓ આધારિત પાણી ઉપર આધારિત છે. જે દર્શાવે છે કે તેઓએ ઠંડા પાણીની વસાહતો સાથે અનુકુલન સાધ્યુ છે. મીઠા પાણીની કેટલીક માછલીઓને જીવનમ ટકાવી રાખવા અને પ્રજનન ક્રિયા માટે ઠંડા પાણીની જરૂર હોય છે અને સાલ્મોન અને કટથ્રોટ નામની મીઠા પાણીની માછલીઓના કિસ્સામાં આ બાબત સાવ સાચી ઠરે છે. હિમનદીઓના ઘટેલા પ્રવાહો આ માછલીઓના જીવન ટકાવી રાખવાની ક્રિયા માટે જરૂરી એવા અપૂરતા પ્રવાહનું નિર્માણ કરે છે. સમુદ્રી ક્રિલ નામની જાતિ ઠંડા પાણીમા રહેવાનું પસંદ કરે છે અને બ્લુ વહેલ જેવા મહાકાય દરિયાઇ પ્રાણીઓ માટે ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે. હિમનદીઓના પીગળવાથી થતા મીઠા પાણીના જથ્થાના વધારાના કારણે થતા દરિયાઇ પ્રવાહોના ફેરફારો તથા ગરમ પ્રવાહોના સંભવિત ફેરફાર હાલની મત્સ્ય સૃષ્ટિ ઉપર અસરો પાડી શકે છે જેના ઉપર મનુષ્યો પણ અવલંબન ધરાવે છે.

સફેદ વાંદરાની પ્રજાતિનું કોથળી વાળુ એક પ્રાણી ઉત્તર ક્વિન્સલેન્ડના પર્વતીય જંગલોમાં જોવા મળતું હતું તે મહાકાય કદની જાત મનુષ્ય સર્જીત ગ્લોબલ વોર્મિંગ દ્વારા વિનાશ પામનાર પ્રથમ જાતિ છે. સફેદ કોથળી વાળુ આ પ્રાણી 3 વર્ષથી જોવા મળતું નથી. આ કોથળી વાળા પ્રાણીઓ ઊંચા તાપમાનમાં જીવી શકતા નથી30 °C (86 °F), જે વધારો 2005માં થયો હતો. કોઇપણ સફેદ કોથળીવાળા પ્રાણીના જીવતા હોવા અંગેની શોધખોળનું છેલ્લુ ખેડાણ વર્ષ 2009 દરમિયાન ગોઠવવામાં આવ્યુ છે.

જંગલો

વૈશ્વિક ઉષ્ણતાની અસરો 

બ્રિટીશ કોલંબિયા પ્રદેશોમાં આવેલા પાઇન જંગલો પાઇન ભમરીઓના ઉપદ્રવને કારણે ઉજ્જડ બન્યા છે અને આ ઉપદ્રવ કેટલાક ભાગમાં 1998થી વણથંભી રીતે આગળ વધ્યો હતો જેની પાછળનું કારણ છેલ્લા ઘણા સમયથી પ્રબળ શિયાળાનો અભાવ છે જેમાં કેટલાક દિવસની સખત ઠંડીથી પહાડી પાઇન ભમરીઓમાં મોટાભાગની ભમરીઓ મરી જાય છે અને તેના પ્રમાણને કારણે ભૂતકાળમાં રોગચાળો ફાટી નિકળ્યાના કિસ્સાઓ બન્યા છે. ઉપદ્રવને લીધે નવેમ્બર 2008 સુધીના પ્રાંતના લગભગ અડધા પાઇનના વૃક્ષો (33 મિલિયન એકર કે 1,35,000 કિમી 2) નાશ પામ્યા છે જેની માત્રા ભૂતકાળમાં નોંધાયેલા કોઈપણ ઉપદ્રવના પ્રમાણ કરતા વધારે છે અને 2007 દરમિયાન ખંડીય વિભાજન દરમિયાન આલ્બર્ટા તરફ પ્રબળ પવન દ્વારા પસાર થયો છે. 1999થી કોલોરાડો વ્યોમિંગ અને મોન્ટાનામાં આ પ્રકારની વ્યાપક ઉપાધીની શરૂઆત ધીમા દરથી થઇ છે. યુનાઇટેડ સ્ટેટ્સના જંગલ ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2011 અને 2013 વચ્ચેના સમયગાળા દરમિયાન કોલોરાડો 5 ઇંચ (127 મિમિ)થી વધુ ઊંચાઈ ધરાવતા બધા જ5 million acres (20,000 km2) પાઇન વૃક્ષો નષ્ટ થશે.

ઉત્તરિય જંગલો કાર્બન શોષક છે, જ્યારે મૃત જંગલો કાર્બનના ખુબ જ મોટા સ્ત્રોતો છે અને વિશાળ વિસ્તાર ધરાવતા જંગલોના વિનાશથી ગ્લોબલ વોર્મિંગ ઉપર હકારાત્મક અસર પડે છે. સૌથી ખરાબ વર્ષો દરમિયાન એખલા બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં થયેલા ભમરીઓના ઉપદ્રવને કારણે થયેલા કાર્બન ઉત્સર્જનની માત્રા સામાન્ય વર્ષ દરમિયાન કેનેડામાં લાગતી જંગલની આગો અથવા 5 વર્ષ સુધી આ દેશના યાતાયાતના સ્ત્રોતો દ્વારા થતા કાર્બનના ઉત્સર્જન જેટલો છે.

તાત્કાલિક જૈવિક અને આર્થિક તારાજીઓની સાથેસાથે વિશાળ મૃત જંગલો આગના જોખમને જન્માવે છે. ગરમ વાતાવરણના કારણે કેટલાક ઘટાટોપ જંગલો પણ જંગલોમાં લાગતી આગના જોખમોનો સામનો કરી રહ્યા છે. ઉત્તર અમેરિકામાં ઉત્તરીય પવનોને કારણે જંગલોમાં વિનાશનું પ્રમાણ પાછલા કેટલાક દાયકાઓ દરમિયાન થયેલા લગભગ 10,000 ચોરસ કિમી (2.5 અબજ એકરમાં) 1970થી એકધારી દિશામાં વધારો થઇ 28,000 ચોરસ કિમી (70 લાખ એકર)નો વાર્ષિક વધારો થયો છે. . જોકે કેટલાક ભાગોમાં જંગલ અધિનિયમ ગતિવિધીના ફેરફારોને કારણે હોઇ શકે છે અને 1986થી પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રમાણમાં વધારે ગરમ ઉનાળાઓ મોટાભાગની જંગલની આગોમાં 4 ગણો વધારો થયો છે અને જંગલ દહનની ક્રિયામાં 6 ગણો વધારો થયો છે, જે 1970થી 1986ના સમયગાળાની તુલનાત્મક સ્થિતિ સ્વરૂપે રજૂ થયો છે. કેનેડામાં 1920થી 1999 દરમિયાન સમાન પ્રકારની જંગલી આગની ગતિવિધીઓમાં વધારો થયાના અહેવાલો મળે છે.

1997થી ઇન્ડોનેશિયામાં પણ નાટ્યાત્મક રીતે જંગલોમાં લાગતી આગના પ્રમાણમાં વધારો નોંધયો છે. આ આગો સામાન્ય રીતે જંગલોના સફાયા થકી કૃષિ પ્રવૃત્તિ માટે શરૂઆત કરે છે. તેના લીધે આ પ્રદેશમાં આવેલા વિશાળ કોહવાણ ધરાવતા કળણોમાં આગ પ્રસરે છે અને તેના લીધે છૂટો પડતો CO2 સામાન્યપણે જૈવિક ઇંધણોના દહન થવાથી છૂટા પડતા CO2ના 15 ટકા જેટલા વાર્ષિક દર જેટલો અંદાજવામાં આવે છે.

પર્વતમાળાઓ

પૃથ્વીની સપાટીના 25 ટકા જેટલો ભાગ પહાડો દ્વારા રોકાયેલો છે અને વૈશ્વિક વસ્તીના 10માં ભાગના લોકો પહાડો ઉપર વસવાટ કરે છે. વૈશ્વિક વાતાવરણના ફેરફારને કારણે પહાડી વસવાટો ઉપર ગંભીર જોખમો ઉભા થયા છે. સંશોધકો દ્વારા અનુમાનો લગાવવામાં આવ્યા છે કે આગળ વધતા સમયની સાથે વાતાવરણના બદલાવોને લીધે પહાડો અને નિચાણવાળા પ્રદેશોની જૈવ સૃષ્ટિઓ ઉપર અસર પડશે. જંગલોમાં લાગતી આગોની ઘટનાઓ અને તીવ્રતામાં વધારો થશે. જંગલી જીવોનું સ્થળાંતર થશે અને પાણીની વ્યવસ્થાઓ ઉપર ઘેરી અસરો પડશે.

અભ્યાસ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગરમ વાતાવરણની અસરોના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા સજીવો ઊંચાણવાળા આલ્પાઇન પ્રાંતોમા વિસ્તરણ પામશે. આ પ્રકારના સ્થળાંતર આલ્પાઇનના ઘાસના મેદાનો અને બીજા ઊંચાઈ ધરાવતા રહેવાસીઓ વચ્ચે અતિક્રમણની સ્થિતિનું નિર્માણ કરી શકે. ઊંચાણવાળા વિસ્તારોમાં આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાસે નવા રહેવાસીઓ માટે અપૂરતી જગ્યા છે. જેઓ લાંબાગાળાના સંતુલનો સ્થાપવા પહાડોમાં ઊંચાઈઓ તરફ આગળ વધે છે.

વાતાવરણના ફેરફારોને કારણે પહાડી બરફની ખીણો અને હિમનદીઓની ઊંચાઈઓ પણ પ્રભાવિત થશે. તેઓના ઋતુગત પિગળણમાં થતા કોઈપણ ફેરફારોની ઘેરી અસરો તેઓના મીઠા પાણીના વહેણો ઉપર આધરિત પ્રદેશો ઉપર પડી શકે છે. તાપમાનમાં થતો વધારો પિગળણની પ્રક્રિયાને વહેલી અને ઝડપી બનાવે છે, જેથી ઋતુગત સમયમાં અને વહેણની માત્રામાં ફેરફારો થાય છે. આ પ્રકારના ફેરફારો નૈસર્ગિક સજીવ સૃષ્ટિ અને મનુષ્ય માટે જરૂરી મીઠા પાણીની ઉપલબ્ધતા ઉપર અસરો પાડી શકે છે.

જૈવિક ઉત્પાદકતાઓ

સ્મિથ અને હિત્સ દ્વારા 2003માં રજૂ કરાયેલા પેપર મુજબ એવું અનુમાન લગાવાયુ હતુ કે વૈશ્વિક સામાન્ય તાપમાનમાં થતો વધારો અને જૈવિક ઉત્પાદકતા વચ્ચેનું પરવલય સ્વરૂપ ખુબ નોંધપાત્ર છે. કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણની ઊંચી માત્રા વનસ્પતિઓના વિકાસ અને પાણીની જરૂરીયાતો ઉપર અનુકુળ અસરો પાડે છે. ઊંચી માત્રા વનસ્પતિઓના વિકાસ ઉપર અનુકુળ અસરો પાડે છે. જોકે વધારે પડતો વિકાસ ઊંચો જશે અને પછી નીચો જશે. આઇપીસીસી (IPCC)ના અહેવાલ મુજબ (1980થી 1999ના સમયગાળાની તુલનામાં) પાણી અને ખોરાકના પૂરવઠા જેવી જૈવિક વસ્તુઓ અને સેવાઓ ઉપર ઘેરી નકારાત્મક અસરો પેદા કરવાની સંભાવનાઓ છે. સ્વિસ કેનોપી ક્રેન પ્રોજેક્ટ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન અંતર્ગત થયેલા સંશોધનો સુચવે છે કે ધીમી ગતિએ વિકાસ પામતી વનસ્પતિઓ જ CO2ના ઊંચા પ્રમાણમાં ટૂંકા ગાળા માટે વેગ વધારી શકે, જ્યારે ઝડપી વિકાસ પ્રક્રિયા ધરાવતી વનસ્પતિઓ જેવી કે લિયાના લાંબા ગાળાના ફાયદાઓ મેળવે છે. સામાન્ય રીતે વરસાદી જંગલોમાં આ બાબત દર્શાવે છે કે લિયાના પ્રચલિત જાતિઓ બને છે અને તેઓ બીજા વૃક્ષોની સરખામણીમાં ઝડપથી વિઘટન પામતી હોવાથી કાર્બનની માત્રા વધારે ઝડપથી વાતાવરણમાં પાછી આપે. ધીમી ગતિએ વૃદ્ધિ પામતા વૃક્ષો વાતાવરણના કાર્બન સાથે દાયકાઓ સુધી સંતુલન બનાવી રાખે છે.

પાણીની તંગી

સમુદ્રી સપાટીની ઊંચાઈમાં થતું વધારો કેટલાક પ્રાંતોમાં ભૂગર્ભજળમાં ખારાશ વાળા પાણીમાં ભળવાની પ્રક્રિયામા વધારો થઇ શકે જે કાંઠા વિસ્તારમાં પીવાના પાણી અને ખેતતીવાડી ઉપર માઠી અસર પેદા કરે છે. બાષ્પીભવનની ક્રિયાનો વધતો દર જલાશયોની અસરકારકતામાં ઘટાડો કરશે. ભારે હવામાનનું વધતું પ્રમાણ એટલે કઠણ જમીની વિસ્તારો કે જ્યા શોષણ શક્ય નથી ત્યા વધારે માત્રામાં વરસાદનું પડવું અને તે જમીનના ભેજના પ્રમાણમાં વધારો કે ભૂમિગત પાણીના સ્તરમાં વધારો કરવાને બદલે પૂરની સ્થિતિઓનું નિર્માણ કરે છે. કેટલાક પ્રદેશોમાં હિમનદીઓમાં થઈ રહેલા ઘટાડાથી પાણીની વ્યવસ્થાના જોખમો ઉભા થયા છે. હિમનદીઓના સતતપણે સુકાઇ જવાની પ્રક્રિયા જુદી અસરો ઉભી કરશે. હિમનદીઓના ઉનાળા દરમિયાન થતા પિગળણને કારણે પેદા થતા પ્રવાહો થકી પાણી ઉપર આધારિત વિસ્તારોમાં હાલનો ઘટાડો ચાલુ રહે તો ધીમેધીમે હિમ ઓછો થસે અને પ્રવાહોના વહેણોમાં ઘટાડો થશે. ક્રિયા બંધ પણ થઈ શકે છે. પ્રવાહોમાં ઘટાડો સિંચાઇને અસર કરી શકે અને બંધો અને જળાશયો ફરીથી ભરાવના માટે જરૂરી ઉનાળુ પ્રવાહોમાં ઉણપ આવશે. આ સ્થિતિ ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં સિંચાઇ માટે વિકટ સાબિત થશે, કારણ કે ત્યાં બધા કૃત્રિમ તળાવોમાં હિમપિગળણના પાણી ભરાય છે.ઢાંચો:Ref harv મધ્ય એશિયાઇ દેશો પણ ઐતિહાસિક સમયથી પીવાલાયક પાણી અને સિંચાઇના પાણી માટે ઋતુગત હિમનદીઓના પાણી પર નિર્ભર રહે છે. નોર્વેના આલ્પ્સમાં ઉત્તર અમેરિકાના ઉત્તર-પશ્ચિમી પેસિફિક પ્રદેશોમાં હિમનદીઓના પ્રવાહો હાઇડ્રોપાવર માટે ખુબ જ અગત્યાના છે. ઊંચુ તાપમાન જલીકરણ અને કુલીંગના હેતુઓ માટેની પાણીની માગમાં વધારો કરશે.

સાહેલમાં 1950થી 1970 સુધી અસામાન્ય ભીનો સમયગાળો રહ્યો હતો અને પછીથી 1970થી 1990ના વર્ષો અત્યંત સુકા રહ્યા હતા. 1990થી 2004 દરમિયાન 1898થી 1993ના વર્ષો દરમિયાન થતા વરસાદની સરેરાશથી સહેજ ઓછો વરસાદ નોંધાયો હતો પણ દર વર્ષે તુલનાત્મક તફાવતનું પ્રમાણ બહુ જ ઊંચુ રહ્યુ હતું.

આરોગ્ય

હાલમા વાતવરણમાં ફેરફારો રોગચાળો અને અકાળે થતા મૃત્યુના પ્રમાણમાં વધારો કરે છે. પર્યાવરણના ફેરફારો સામે સંતુલન સ્થાપનની ક્રિયા આર્થિક વિકાસની પ્રક્રિયા ઉપર અસર પાડશે. આઇપીસીસી (IPCC)ના અહેવાલ મુજબ આમ થવાની સંભાવનાઓ છે.

  • વાતાવરણાં ફેરફારો ઠંડીને કારણે થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો વગેરે ફાયદાઓ મળશે.
  • હકારાત્મક અને નકારાત્મક આરોગ્ય સંબંધી અસરોનું સંતુલન પ્રાદેશીક વિવિધતા ધરાવતું હશે.
  • આરોગ્ય સંબંધી પ્રતિકુળ આસરો ઓછી આવક ધરાવતા રાષ્ટ્રોમાં ખુબ મોટી માત્રામાં પડશે.
  • વાતાવરણના ફેરફારોને લીધે થતી આરોગ્ય સંબંધી નકારાત્મક અસોર ખાસ કરીને વિ્કાસશીલ દેશના ફાયદાઓને નાબુદ કરશે. આરોગ્યની નકારાત્મક અસરોના ઉદાહરણમાંકુપોષણ, મૃત્યુ આંકમાં વધારો અને ગરમીને કારણે થતી શારિરિક ઇજાઓ, પૂર, તોફાનો,આગ અને દુષ્કાળ તથા દહ્ય અને શ્વસનક્રિયા સંબંધી બીમારીઓની માત્રામાં વધારો વગેરે છે.

2009માં UCL અકાદમી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજંબ 21મી સદીમાં માનવ આરોગ્ય માટે વાતાવરણના ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગ બહુ મોટો ખતરો પેદા કરે છે.

તાપમાનની વધારાની સીધી અસરો

માનવજાત ઉપર વાતાવરણના ફેરફારોની સીધી અસરોમાં ગરમી ખુબ જ પ્રતિકુળ અસર જન્માવે છે. અતિશય ઊંચુ તાપમાન મૃત્યુ આંકમાં વધારો કરે છે. ગરમી સામે માણસ સુરક્ષીત નથી, કારણ કે ગરમ હવામાનમાં મનુષ્યની કાર્ડિયોવેસ્ક્યુલર પ્રણાલીઓ શરીરને ઠંડુ રાખવા સખત મહેનત કરવી પડે છે. ગરમી કેટલીક શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો કરે છે. ડોક્ટર દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓમાં ઘણો વધારો થાય છે. હવાના ઊંચા તાપમાનથી જમીની સ્તર પર ઓઝોન વાયુની માત્રામાં વધારો થાય છે. વાતાવરણના નીચલા સ્તરોમાં ઓઝોન વાયુ હાનિકારક છે. તે ફેફસાની પેશીઓને હાનિ પહોંચાડે છે અને લોકોમાં અસ્થમાં અને અન્ય ફેફસા સંબંધી બિમારીઓ માટે જવાબદાર બને છે.

વધતા તાપમાનની મૃત્યુ સંબંધી બે પરસ્પર વિરોધી પ્રત્યક્ષ અસરો છે. શિયાળા ઠંડીથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો કરે છે અને ઉનાળા દરમિયાન ગરમી આધારિત મૃત્યુઆંકમાં વધારો કરે છે. આ બંને પ્રત્યક્ષ અસરોના સ્પષ્ટ સ્થાનિક પ્રભાવોનો આધાર જે તે વિસ્તારોમાં પ્રવર્તમાન આબોહવાની સ્થિતિ છે. 1996માં પાલિટીકોફ એટ અલ . ગણત્રી રજૂ કરી કે બ્રિટન અને વેલ્શમાં એક અંશ સેલ્શિયસ તાપમાનના વધારાને કારણે ઠંડીથી ઘટતા મૃત્યુ આંક અને ગરમીથી વધતા મૃત્યુઆંકને સંયુક્ત રીતે ગણતા વાર્ષિક સામાન્ય મૃત્યુઆંકમાં 7000નો ઘટાડો થાય છે, જ્યારે કિએટિંગ એટ અલ . 2000માં સુચવ્યુ હતુ કે વધતા તાપમાનના કારણે થતો મૃત્યુઆંક વિશાળ પ્રમાણમાં ટૂંકા ગાળામાં ઠંડીથી થતો મૃત્યુઆંક ઢંકાઇ જાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ તથા વિષુવવૃત સિવાયના બાકીના બધા જ પ્રદેશોમાં અતિશય ઠંડીને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ગરમીને કારણે થતા મૃત્યુના પ્રમાણ કરતા અનેકગણો વધારે છે. 1979થી 1999ના સમયગાળા દરમિયાન અમેરિકામાં તીવ્ર આબોહવાને કારણે ભારે ગરમીથી ૩,829ના મોત થાય હતા, જ્યારે આ જ સમયગાળામાં હાઇપોથર્મિયાને કારણે 13,970 મૃત્યુ થયા હતા. યુરોપમાં ગરમી આધારિત સામાન્ય વાર્ષિક મૃત્યદર જોઈએ તો ઉત્તર ફિનલેન્ડમાં 304 એથેન્સમાં 445 અને લંડનમાં 40 છે. જ્યારે ઠંડીને લીધે થતો મૃત્યુદર ક્રમશ: 2457, 2533 અને 3129 છે. 2000માં કિએટિંગ એટ અલ .ના જણાવ્યા મુજબ યુરોપમાં વસ્તીનું પ્રમાણ ઉનાળામાં સામાન્ય તાપમાનની 13.5 અંશ સેલ્શિયસથી 24.1 અંશ સેલ્શિયસને લીધે સપ્રમાણ બન્યુ છે અને આવનાર અડધી સદીમાં અનુમાનીત ગ્લોબલ વોર્મિંગ સાથે ગરમીને લીધે થતા મૃત્યુદરમાં અલ્પમાત્રામાં વધારો થવાથી વસ્તીનું પ્રમાણ વધશે.

સરકારી અહેવાલ દર્શાવે છે કે ઇંગ્લેન્ડમાં હાલમાં ઉષ્ણતામાનના પ્રમાણને લીધે મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં ઉષ્ણતામાનના વધારે ઉચા પ્રમાણને કારણે મૃત્યુના પ્રમાંણમાં વધારો થવાની સંભાવના છે. સામાન્ય મૃત્યુદરના સંદર્ભમાં 2003ના યુરોપિયન ગરમીના મોજાને કારણે 22થી 35 હજાર લોકો માર્યા ગયા હતા. હેડલી સેન્ટર ફોર ક્લાયમેટ પ્રેડિક્શન એન્ડ રિસર્ચના પિટર સ્ટોર દ્વારા 90 ટકા ખરાઇનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2003ના યુરોપિયન ગરમ મોજાઓની સરખામણીમાં અડધા માણસનું જોખમ ભૂતકાળના મનુષ્યોને પર્યાવરણ વચ્ચેના સંબંધોથી અનુભવાતું હતું.

રોગચાળોનો ફેલાવો

ગ્લોબલ વોર્મિંગના કારણે ડેંગ્યુ તાવ, વેસ્ટ નાઇલ વિષાણુઓ અને મેલેરિયા જેવા ચેપી રોગો ધરાવતા વાહકો માટે અનુકુળ વિસ્તારોમાં વધારો થવાની સંભાવના છે. ગરીબ રાષ્ટ્રોમાં આ બાબત મોટા પાયા પર રોગચાળો ફેલાવાની ઘટનાને વેગ આપી શકે છે. સમૃદ્ધ રાષ્ટ્રોમા આ પ્રકારની બિમારીઓને નાબુદ કરી દેવામાં આવી છે અથવા તો રસીકરણ, સુઘડ સુએઝ વ્યવસ્થા અને જંતુનાશકોના છંટકાવથી કાબુમાં રાકવામાં આવી છે. તેથી સ્વાસ્થય કરતા આર્થિક રીતે આ બાબત વધુ ખર્ચાળ અનુભવાશે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના કહેવા મુજબ ઉત્તરીય યુરોપમાં ગરમીનું પ્રમાણ વધવાથી બ્રિટન અને યુરોપના બીજા રાષ્ટ્રોમાં જંતુ આધારિત રોગચાળાનો ફેલાવો ગ્લોબલ વોર્મિંગના કારણે વ્યાપક માત્રામાં ફેલાઇ શકે છે, કારણ કે કેટલીક બગાઇઓ મગજ અને રૂધિરવાહિનીઓ સંબંધિત બિમારીઓના જીવાણુઓની વાહક છે. સેન્ડફ્લાઇ કે જે આંતરડાની બિમારીઓ સંબંધિત કિટાણુઓના વાહક છે તેના પ્રવેશની સંભાવના છે. જોકે યુરોપના ઇતિહાસમાં મેલેરિયાનું જોખમ હંમેશા જોવા મળ્યુ છે. છેલ્લે 1950ના દાયકા દરમિયાન નેધરલેન્ડમાં વ્યાપકપણે ફેલાવો થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1940ના દાયકા સુધી મેલેરિયા લગભગ 36 જેટલા રાજ્યો જેમાં વોશિંગ્ટન, નોર્થ ડાકોટા, મિશિગન અને ન્યુયોર્કનો પણ સમાવેશ થાય છે. સામાન્યરીતે જોવા મળતો રોગ હતો. 1949 સુધીમા 46,50,000 ઘરો ઉપર ડીડીટીના છંટકાવ દ્વારા લોકોના આરોગ્ય સંબંધી પ્રશ્નો તરફ નોંધનીય પગલા દ્વારા સમગ્ર રાષ્ટ્રને મેલેરિયાને મુક્ત જાહેર કરવામાં આવ્યુ હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અંદાજ રજૂ કરાયો છે કે વાતાવરણના ફેરફારને કારણે સમગ્ર વિશ્વમાં વાર્ષિક 1,50,000 લોકો મૃત્યુ પામે છે. જેમાનું અડધુ પ્રમાણ એકલા એશિયા પેસિફિક પ્રાંતોમાં છે. એપ્રિલ 2008માં નોંધવામાં આવ્યુ છે કે તાપમાનના વધારાથી મેલેરિયા સંબંધી અનેક ચેપી રોગો પાપુઆ ન્યુ ગિનિયાના પ્રદેશોમાં ફેલાવાના અનુમાનો છે.

બાળકો

2007માં અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રીક્સ દ્વારા વૈશ્વિક આબોહવાના ફેરફારો અને બાળકોના આરોગ્ય સંબંધી પોલિસી સ્ટેટમેન્ટ આ મુજબ પ્રકાશિત કરવામાં આવ્યુ:

    આબોહવાના તીવ્ર ફેરફારને લીધે સંભવત આરોગ્ય સંબંધિત સીધા પરિણામોમાં હવામાનની ઘટનાઓ અને કુદરતી આફતોને કારણે થતી ઇજાઓ અને મૃત્યુ, આબોહવા સંબંધિત ચેપી રોગોમાં વધારો, હવાના પ્રદુષણ સંબંધિ બિમારીઓમાં વધારો અને વધુ પ્રમાણમાં ગરમીને કારણે થતી જીવલેણ બિમારીઓનો સમાવેશ થાય છે. આ બધા જ પ્રકારોમાં બીજા જુથોની સરખામણીમાં બાળકોની સુરક્ષાના જોખમોમાં ઘણો વધારો થયો છે.

29 એપ્રિલ 2008માં યુનિસેફ, યુકેના અહેવાલમાં જણાવાયુ હતુ કે વિશ્વના મોટાભાગના બાળકોના જીવનની ગુણવત્તામાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઘટાડો થયો છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના મિલેનિયમ વિકાસના ધ્યેયોને હાંસલ કરવાનું વધારે મુશ્કેલ બનાવી રહ્યા છે. ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં ગ્લોબલ વોર્મિંગને કારણે પીવાલાયક પાણી અને ખોરાકના પૂરવઠામાં ઘટાડો થશે. આફતો, હિસંક ઘટનાઓ અને રોગચાળાનું પ્રમાણ અતિશય વધવાની સંભાવનાઓને લીધે વિશ્વના દરિદ્ર બાળકોનું ભવિશ્ય અંધકારમય જણાય છે.

સલામતી

અમેરિકન નિવૃત જનરલો અને એડમિરલોના બનેલા મિલિટરી એડવાઇઝરી બોર્ડ દ્વારા "નેશનલ સિક્યુરિટી એન્ડ થ્રેટ ઓફ ક્લાયમેટ ચેન્જ" નામનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ અહેવાલમાં અંદાજવામાં આવ્યુ છે કે વૈશ્વિક ઉષ્ણતાને કારણે સુરક્ષાને લગતી બાબતો પ્રભાવિત થઇ છે. ખાસ કરીને પ્રવર્તમાન અસ્થિર દેશોમાં જોખમોના વિવર્ધક તરીકે ભૂમિકા ભજવે છે. બ્રિટનના ફોરેન સેક્રેટરી માર્ગારેટ બેકેટ દલીલ કરે છે કે અસ્થિર પર્યાવરણ અથડામણોના કેટલાક મુળભૂત પરિબળોને ઉત્તેજીત કરશે, જેમકે, પુન: સ્થાપનના દબાણો મુળભૂત સ્ત્રોતો માટેની હરિફાઇઓ. કેટલાક અઠવાડિયા અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર ચુક હાગેલ (R-NB) અને રિચાર્ડ ડબ્લીન (D-IL) દ્વારા અમેરિકન સંસદમાં એક બીલ રજૂ કર્યુ હતું. જેમાં પર્યાવરણના ફેરફારોને કારણે ઉભા થતા સંરક્ષણ સંબંધી પડકારોનું આંકલન કરવા ફેડરલ ગુપ્ત માહિતીની એજન્સી સંસ્થાઓનું નેશનલ ઇન્ટેલિજન્ટ સાથે જોડાણની આવશ્કયકતા રજૂ કરવામાં આવી છે.

નવેમ્બર 2007માં વોશિંગ્ટન સ્થિત બે રાષ્ટ્રીય સુચના સંસ્થાઓ સેન્ટર ફોર સ્ટ્રટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ નામની જાણીતી સંસ્થા અને હાલમાં જ સ્થપાયેલી સેન્ટર ફોર અ ન્યુ અમેરિકન સિક્યુરિટી દ્વારા એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો. જેમાં ત્રણ જુદી જુદી વૈશ્વિક ઉષ્ણતાની કલ્પનાઓ આધારિત સલામતીને લગતી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ. આ અહેવાલમાં ત્રણ જુદી જુદી કાલ્પનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવી છે. જેમાં બે લગભગ 30 વર્ષ જેટલા સમય અને એક લગભગ 2100 સુધીના સમયગાળાને સાંકળે છે. તેમના સામાન્ય પરિણામો પરથી તારણો મળ્યા છે કે પૂરની સ્થિતિઓ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓળખાણો સામે મોટા પડકારો સમાન છે. નાઇલ અને તેની શાખાઓ બાબત રાષ્ટ્રો વચ્ચે સશસ્ત્ર અથડામણો થવાની સંભાવનાઓ છે અને કદાચ સૌથી વધુ ચિંચા પ્રેરે તેવા પ્રશ્વ તાપમાનના અને સમુદ્ર સપાટીની ઊંચાઈના વધારા સાથે સંબંધિત છે જે મોટા પ્રમાણમાં લોકોનું સ્થાળાંતરણ વિવિધ રાષ્ટ્રોનું અંતર અને રાષ્ટ્રીય સિમાડાઓ બહાર થતું રહે છે.

2009ના અભ્યાસમાં વધતા તાપમાન અને હિંસાઓ વચ્ચેના સંબંધો અને તેમના અંગેના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિચાર્ડ ટોલ અને સેબાસ્ટિયન વાગનરે 1000 અને 2000 વચ્ચેના સમયગાળા દરમિયાન યુરોપમાં થયેલી હિંસાઓ અને આબોહવા અંગેની માહિતીઓ એકત્ર કરી હતી. તેમનું તારણ છે કે 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં હિંસાના પ્રમાણ અને સામાન્ય તાપમન વચ્ચે પરસ્પરનો નોંધનીય નકારાત્મક સંબંધ જણાયો, પરંતુ પછીથી આંકડાકીય રીતે કોઈ સ્પષ્ટ સંબંધ જણાતો નથી. ટોલ અને વાગનર દલીલ કરે છે કે યુદ્ધો અને ઠંડા હવામાન વચ્ચેનો સંબંધ લગભગ ઔધોગિક વિકાસના સમયની આસપાસ નાબુદ થયો જ્યારે કૃષિ અને યાતાયાતનો વિકાસ નાટ્યાત્મ રીતે થયો. ધ ઇકોનોમિસ્ટ દ્વારા સુચન કરાયુ છે કે પર્યાવરણ આધરિત હિંસાઓ ખેતીવાડીની પ્રક્રિયામાં વધારકે સુધારાઓ દ્વારા ઘટાડી શકાય છે, એવુ તેના સંશોધનો થકી ફલીત થયુ છે.

નોંધ

બાહ્ય લિન્કસ

Tags:

વૈશ્વિક ઉષ્ણતાની અસરો સર્વસામાન્ય નિરીક્ષણવૈશ્વિક ઉષ્ણતાની અસરો ભૌતિક અસરોવૈશ્વિક ઉષ્ણતાની અસરો હકારાત્મક પ્રતિભાવક અસરોવૈશ્વિક ઉષ્ણતાની અસરો નકારાત્મક પ્રતિભાવની અસરોવૈશ્વિક ઉષ્ણતાની અસરો અન્ય પરિણામોવૈશ્વિક ઉષ્ણતાની અસરો નોંધવૈશ્વિક ઉષ્ણતાની અસરો બાહ્ય લિન્કસવૈશ્વિક ઉષ્ણતાની અસરોગ્રીનહાઉસ વાયુગ્લોબલ વોર્મિંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૂલઐશ્વર્યા રાયપોલિયો૧૮૫૭ની ભારતીય ક્રાંતિતકમરિયાંવિશ્વની અજાયબીઓઅમરેલીચોમાસુંબારીયા રજવાડુંગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમકર રાશિસોલંકી વંશનવરોઝપત્તાશ્રીમદ્ ભાગવતમ્ભારતીય ક્રિકેટ મેદાનોની યાદીશિક્ષણનું સમાજશાસ્ત્રગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કચ્છ ઘોરાડ અભયારણ્યકેનેડાકપાસજંડ હનુમાનવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ઓસમાણ મીરભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલજુનાગઢ જિલ્લોડાંગરઆરઝી હકૂમતલતા મંગેશકરદેવાયત પંડિતસોમનાથઅમિતાભ બચ્ચનજીવવિજ્ઞાનરાજ્ય સભાપ્રદૂષણમીરાંબાઈઈન્દિરા ગાંધીઅરુણ જેટલી સ્ટેડિયમગોગા મહારાજબાહુકવિરાટ કોહલીમનમોહન સિંહપંચમહાલ જિલ્લોઅયોધ્યાકુરુક્ષેત્ર યુદ્ધવાઘેલા વંશમરાઠા સામ્રાજ્યગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સરદાર સરોવર બંધજમ્મુ અને કાશ્મીરખીજડોસંત કબીરકાંકરિયા તળાવકંડલા બંદરનર્મદા નદીરતન તાતાગુરુ ગોવિંદસિંહધરતીકંપકોણાર્ક સૂર્ય મંદિરવાયુનું પ્રદૂષણરૂપિયોયુનિક આઇડેન્ટિફિકેશન નંબરસ્વામિનારાયણધ્રુવ ભટ્ટખેતીમટકું (જુગાર)જામનગરઍફીલ ટાવરશનિદેવગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)વલસાડતલઅર્જુનહોમરુલ આંદોલનક્ષેત્રફળમહારાણા પ્રતાપ🡆 More