વિષે

વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત વિશ્વ જ્ઞાનકોશ છે.

વિકિપીડિયા
વિષે
વિકિપીડિયા
વિકિપીડિયાનું ચિહ્ન, વિવિધ લિપિઓના મૂળાક્ષરો દર્શાવતો વિશ્વનો ગોળો
Screenshot
અંગ્રેજી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ
અંગ્રેજી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ, જુલાઇ ૨૩ ૨૦૧૮
પ્રકાર
ઓનલાઇન જ્ઞાનકોશ
પ્રાપ્ત છે૩૦૧ ભાષાઓ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારજિમ્મી વેલ્સ, લેરી સેંગર
વેબસાઇટwikipedia.org
એલેક્સા ક્રમાંકSteady 5 (Global, August 2018)
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક
શરૂઆત૧૫ જાન્યુઆરી ૨૦૦૧
હાલની સ્થિતિસક્રિય
સામગ્રી પરવાનો
CC Attribution / Share-Alike 3.0
મોટાભાગનું લખાણ GFDL સાથે દ્વિ-લાયસન્સમાં છે; માધ્યમોના લાયસન્સ વિવિધ છે
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલલેમ્પ પ્લેટફોર્મ
OCLC ક્રમાંક52075003

જેની શરૂઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ (wiki)-કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક (સૉફ્ટવેર) પણ છે-જેનો ઉપયોગ વિકિપીડિયા કરે છે તેના પરથી વિકિ અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનકોશ માટેના શબ્દ એન્સાઇક્લોપીડિયા પરથી પીડિયા શબ્દ મળીને વિકિપીડિયા શબ્દ બનેલો છે. દુનિયાભરના સ્વયંસેવકો દ્વારા લેખો બનાવીને વિકિપીડિયાને સમૃદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયામાં યોગદાન આપી શકે છે તેમજ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતીનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે. જેની શરૂઆત ઈ.સ. ૨૦૦૧માં જિમી વેલ્સ અને લૈરી સંગેર દ્વારા કરવામા આવી હતી. આ વર્તમાનમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય સંદર્ભ છે. વિકિપીડિયાના આલોચકો દ્વારા વિકિપીડિયા પર કેટલાક દોષોનું આરોપણ કરવામાં આવે છે, તેઓ માને છે કે વિકિપીડિયામાં સંપાદન સત્યાપનીય વિવાદમાં સામાન્યપણે આમસહમતીનો પક્ષ લેવામાં આવે છે. વિકિપીડિયાની વિશ્વસનીયતા પણ એક ચર્ચાનો મુદ્દો છે. અન્ય આલોચકોના મત મુજબ નકલી અને અસત્ય જાણકારીનો સમાવેશ અને ભાંગફોડ તથા વિધ્વંસક પ્રવૃત્તિઓ પણ તેનો એક દોષ છે. જો કે વિકિપીડિયાથી સારા જાણકાર હોય તેવા વિદ્વાનોના મતે આવી ભાંગફોડ પ્રવૃત્તિ સામાન્ય રીતે અલ્પકાલીન હોય છે.ન્યૂયોર્ક ટાઇમ્સના જોન્સન ડીઅને એંડ્રયુ લીહે ઓનલાઈન પત્રકારિતા પર પાંચમી આંતરરાષ્ટ્રીય સંગોષ્ટિમાં વિકિપીડિયાના મહત્વને માત્ર વિશ્વકોશના સંદર્ભમાં આંકવાના બદલે વારંવાર અદ્યતન થનારા સમાચાર સ્ત્રોતના સંદર્ભમાં પણ વર્ણન કર્યું હતુ. કારણ કે તે વર્તમાન ઘટનાઓ પર ઘણી ઝડપી રીતે લેખો પ્રસ્તુત કરે છે. જ્યારે ટાઇમ પત્રિકાએ યૂ(You)ને વર્ષ 2006ના ટાઇમ પર્સન ઑફ ધી યરની માન્યતા આપી ત્યારે વેબ 2.0 સેવાઓના ઉદાહરણોમાં વિકિપીડિયાની યૂ ટ્યૂબ અને માયસ્પેસની હરોળમાં ગણતરી કરી હતી.

ઇતિહાસ

વિષે 
વિકિપીડિયાનો વિકાસ મૂળતઃ અન્ય એક વિશ્વકોશ પરિયોજના ન્યૂપીડિયા(Nupedia)માંથી થયો છે

વિકિપીડિયાની શરૂઆત ન્યૂપીડિયાની એક પૂરક પરિયોજનાના સ્વરૂપમાં થઈ હતી. ન્યૂપીડિયા અંગ્રેજી ભાષાની એક ઓનલાઇન મુક્ત જ્ઞાનકોશ પરિયોજના છે, જેના લેખો વિશેષજ્ઞો દ્વારા લખાયા હતા અને ઔપચારિક પ્રક્રિયા હેઠળ તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ, ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઈ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરૂઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુંં હતુંં અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું. લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.સાર્વજનિક રૂપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય વેલ્સને જાય છે. જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે. ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક ફિડર પરિયોજનાના રૂપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલિંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો. ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ www.wikipedia.com પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો. તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલિંગ લિસ્ટ પર કરવામાં આવી હતી. વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની પક્ષપાતહીન નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.

વિષે 
અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી, 2001થી 9 સપ્ટેમ્બર, 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)

વિકિપીડિયાને પ્રારંભિક યોગદાનકર્તાઓ ન્યૂપીડિયામાંથી મળ્યા. ૨૦૦૧ના અંત સુધીમાં વિકિપીડિયા(અંગ્રેજી) પર ૨૦૦૦૦ લેખો અને અન્ય ૧૮ ભાષાઓના સંસ્કરણો બની ગયા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં ૨૬ ભાષાઓના સંસ્કરણો થઈ ગયા. ૨૦૦૩ના અંત સુધીમાં ૪૬ અને ૨૦૦૪ના અંત સુધીમાં ૧૬૧ ભાષામાં સંસ્કરણો થઈ ગયા હતા. ૨૦૦૩માં ન્યૂપીડિયા હંમેશ માટે બંધ કરીને તેના લેખોનું વિકિપીડિયામાં વિલીનીકરણ કરી દેવાયું હતું. ત્યાં સુધી બન્ને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. ૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ અંગ્રેજી વિકિપીડિયાએ ૨ મિલિયન લેખોની સંખ્યા પાર કરી. આ તે સમયનો સૌથી મોટો વિશ્વકોશ બન્યો. એટલું જ નહીં આ આંકડાએ યોંગલ વિશ્વકોશના ૬૦૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

વિકિપીડિયાની પ્રકૃતિ

સંપાદન

વિશ્વસનીયતા

વિકિપીડિયા સમુદાય

ઑપરેશન

વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિમીડિયા ફાઉન્ડેશન એ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવેલી નફારહિત સંસ્થા છે, જે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિપુસ્તક વગેરે પરિયોજનાઓનું સંચાલન કરે છે.

સોફ્ટવેર અને હાર્ડવેર

લાયસન્સ અને ભાષા સંસ્કરણ

સાંસ્કૃતિક મહત્વ

આ પણ જુઓ

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિષે ઇતિહાસવિષે વિકિપીડિયાની પ્રકૃતિવિષે ઑપરેશનવિષે લાયસન્સ અને ભાષા સંસ્કરણવિષે સાંસ્કૃતિક મહત્વવિષે આ પણ જુઓવિષે નોંધવિષે સંદર્ભવિષે બાહ્ય કડીઓવિષેવિકિમીડિયા ફાઉન્ડેશન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નક્ષત્રઅમદાવાદ બીઆરટીએસગુજરાત સમાચારસાર્ક શિખર પરિષદની યાદીપીડીએફડાકોરઅમિત શાહસમાજફણસતાંબુંવનરાજ ચાવડાકાકાસાહેબ કાલેલકરગણેશરઘુવીર ચૌધરીદાહોદ જિલ્લોઅર્જુનભીમાશંકરકેદારનાથધારાસભ્યદેવભૂમિ દ્વારકા જિલ્લોદૂધગુજરાત મેટ્રોબોટાદ જિલ્લોખાવાનો સોડાગુજરાતના લોકમેળાઓમધ્યકાળની ગુજરાતીબાંગ્લાદેશજાંબુડા (તા. જામનગર)સંત કબીરભારતના વડાપ્રધાનરવિ પાકસિક્કિમગૌતમ બુદ્ધભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગૂગલખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)આર્યભટ્ટરસિકલાલ પરીખવિષ્ણુ સહસ્રનામઉત્તર પ્રદેશભારત રત્નકેરીગુજરાતી અંકનરસિંહ મહેતાભાસગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરવિન્દ્રનાથ ટાગોરતારક મેહતા કા ઉલ્ટા ચશ્માતમાકુજિજ્ઞેશ મેવાણીધૃતરાષ્ટ્રઠાકોરગિરનારલસિકા ગાંઠસિદ્ધરાજ જયસિંહભારતીય રેલશક સંવતભારતીય સંગીતગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ગુજરાતના રાજ્યપાલોવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનપૃથ્વીરાજ ચૌહાણમનુભાઈ પંચોળીરબારીકરચેલીયાહોકાયંત્રસ્વામિનારાયણ સંપ્રદાયસંજ્ઞાલાલ બહાદુર શાસ્ત્રીજ્યોતિર્લિંગભારતીય ધર્મોઅસહયોગ આંદોલનપાટીદાર અનામત આંદોલનકલાસરદાર સરોવર બંધગુજરાતીવાતાવરણ🡆 More