હરિપ્રસાદ ચૌરસિયા

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (જન્મ ૧ જુલાઈ ૧૯૩૮) સંગીત દિગ્દર્શક અને પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય વાંસળી વાદક છે.

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
હરિપ્રસાદ ચૌરસિયા
હરિપ્રસાદ ચૌરસિયા (ભૂવનેશ્વર, ૨૦૧૫)
પાર્શ્વ માહિતી
જન્મ૧ જુલાઈ ૧૯૩૮
અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત, ફિલ્મી ગીત
વ્યવસાયોસંગીત દિગ્દર્શક, વાંસળી વાદક, સંગીતકાર
વાદ્યોવાંસળી
સક્રિય વર્ષો૧૯૫૭-વર્તમાન
સંબંધિત કાર્યોશિવકુમાર શર્મા, બ્રિજ ભૂષણ કાબરા, ઝાકીર હુસેન, જૉન મૅકલેગ્લીન

પ્રારંભિક જીવન

તેમનો જન્મ ૧ જુલાઈ ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા પહેલવાન હતા. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓ પિતાની ઈચ્છા અનુસાર પહેલવાન બનવા માટે અખાડામાં નિયમિત જતા હતા પરંતુ તેમનું સંગીત તરફ આકર્ષણ હતું. સંગીત તરફના લગાવને કારણે શરૂઆતમાં તેમણે પિતાથી છુપાઈને મિત્રના ઘરે તબલા વાદનનો અભ્યાસ શરૂ કર્યો.

હરિપ્રસાદ ચૌરસિયા 
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

કારકિર્દી

તેમણે ૧૫ વર્ષની ઉંમરે પડોશી રાજારામ પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. બાદમાં આઠ વર્ષો સુધી વારાણસીના ભોલારામ પ્રસન્નના માર્ગદર્શનમાં વાંસળી શીખવાની શરૂ કરી હતી. ૧૯૫૭માં તેઓ કટક (ઓરિસ્સા) ખાતેના ઓલ ઈન્ડિયા રેડિયો સાથે સંગીતકાર અને કલાકાર તરીકે જોડાયા. ઓલ ઈન્ડિયા રેડિયો સાથે કામ કરતાં તેઓ બાબા અલુદ્દીન ખાનની પુત્રી અને શિષ્યા અન્નપૂર્ણા દેવીના પરિચયમાં આવ્યા. અન્નપૂર્ણા દેવી સાર્વજનિક ગાયન-વાદન કરતાં નહોતા આથી અગાઉની તમામ સંગીત તાલીમ ભૂલીને નવેસરથી તાલીમ લેવાની શરતે ચૌરસિયાને અંગત માર્ગદર્શન આપવા તૈયાર થયા.

શાસ્ત્રીય સંગીત ઉપરાંત, તેઓએ શિવકુમાર શર્મા સાથે શિવ-હરિ નામનું એક સંગીતસમુહ બનાવ્યું. બન્નેની જોડીએ સિલસિલા, ડર, લમ્હેં અને ચાંદની જેવી કેટલીક લોકપ્રિય ફિલ્મોનું સંગીત તૈયાર કર્યું છે. આ જ પ્રમાણે તેમણે ઉડિયા સંગીતકાર ભુવનેશ્વર મિશ્રા સાથેના ભુવન-હરિ સંગીતસમુહ દ્વારા ઘણીબધી ઉડિયા ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ સંગીત આપ્યું છે. ઉપરાંત તેઓ નેધરલેન્ડ ખાતેના વિશ્વ સંગીત વિભાગમાં કલાત્મક સંગીત નિર્દેશક તરીકે કાર્યરત છે. તેઓએ મુંબઈ અને ભુવનેશ્વરમાં ક્રમશ: વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૦માં વૃંદાવન ગુરુકુલની સ્થાપના કરી હતી. તેમણે કેટલાંક પશ્ચિમી સંગીતકારો (ઉદા.જૉન મૅકલેગ્લીન) સાથે મળીને ભારતીય ફિલ્મોમાં સંગીત તૈયાર કર્યું છે.

અંગત જીવન

તેમના લગ્ન કમલા અને અનુરાધા સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો (વિનય, અજય અને રાજીવ) અને પાંચ પુત્રીઓ છે.

ફિલ્મોમાં સંગીત

શિવકુમાર શર્મા સાથે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

હિન્દી ફિલ્મો

  • ચાંદની
  • ડર
  • લમ્હેં
  • સિલસિલા
  • ફાસલે
  • વિજય
  • સાહેબાં

ઉડિયા ફિલ્મો

  • શ્રીવેન્નેલા (૧૯૮૬)

અંગ્રેજી ફિલ્મો

  • 16 Days in Afghanistan.

પુસ્તક

  • ઉમા દેવી કૃત 'હરિપ્રસાદ ચૌરાસિયા: રોમાન્સ ઓફ ધ બામ્બૂ રીડ' - ૨૦૦૫
  • સુરજીત સિંઘ કૃત અધિકૃત આત્મકથા "વુડવાઈન્સ ઓફ ચેન્જ" (૨૦૦૮)
  • હેનરી ટર્નિયર કૃત 'હરિપ્રસાદ ચૌરસિયા ઍન્ડ ધ આર્ટ ઓફ ઇમ્પ્રૂવાઈજેશન

આલ્બમ

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા દ્વારા બહાર પાડવામાં આવેલ મુખ્ય આલ્બમ આ પ્રમાણે છે.

હરિપ્રસાદ ચૌરસિયા 
ભુવનેશ્વર (ઓરિસ્સા) ખાતે એક સંગીત કાર્યક્રમમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (૨૦૧૫)
હરિપ્રસાદ ચૌરસિયા 
ઉસ્તાદ ઝાકીર હુસેન સાથે (૨૦૧૨)
    ૧૯૬૭
  • કોલ ઓફ ધ વેલી શિવકુમાર શર્મા અને બ્રિજમોહન કાબરા સાથે
    ૧૯૭૮
  • ક્રિષ્ણધ્વનિ ૬૦
    ૧૯૮૧
  • પંડિત હરિપ્રસાદ ચૌરસિયા - ફ્લ્યુટ
    ૧૯૮૪
  • પંડિત હરિપ્રસાદ ચૌરસિયા - ફ્લ્યુટ (આલ્બમનું નામ સમાન છે, રાગ અલગ અલગ છે)
    ૧૯૮૭
  • મોર્નિંગ ટુ મિડનાઈટ રાગાઝ - મોર્નિંગ રાગાઝ
    ૧૯૮૮
  • કોલ ઓફ ધ વેલી
    ૧૯૮૯
  • વેણું
  • લાઈવ ઇન અહમદાબાદ '૮૯
    ૧૯૯૦
  • ઇમોર્ટલ સીરીઝ
    ૧૯૯૧
  • મેઘ મલ્હાર
    ૧૯૯૨
  • નાઈટ રાગાઝ
  • લાઇવ ઇન આમ્સ્ટ્રેડમ'૯૨
  • મોર્નિંગ ટુ મિડનાઈટ રાગાઝ - આફ્ટરનૂન રાગાઝ
  • ઓલ ટાઈમ ફેવરિટ્સ
  • લાઇવ ફ્રોમ સવાઈ ગંધર્વ મ્યુઝીક ફેસ્ટીવલ
  • ઇમોર્ટલ સીરીઝ - ફ્લ્યુટ ફેન્ટાસીઆ
    ૧૯૯૩
  • ઇન્ડિયન ક્લાસિકલ માસ્ટર્સ
  • ડે લાઈટ રાગાઝ
  • ફ્લ્યુટ - હરિપ્રસાદ ચૌરસિયા
  • સાઉન્ડસ્કેપ્સ - મ્યુઝીક ઓફ ધ રિવર્સ -હરિપ્રસાદ ચૌરસિયા
    ૧૯૯૪
  • ઠુમરી - ધ મ્યુઝીક ઓફ લવ
  • ઇન અ મેલો મૂડ
  • પઝેશન
  • ઇમોર્ટલ સીરીઝ - ડિવાઇન દ્રુપદ
  • ક્લાસિકલ ગ્રેટ્સ -આઇડિયા ઓન ફ્લ્યુટ્સ

સન્માન

  • સંગીત નાટક અકાદમી ઍવોર્ડ
  • કોણાર્ક સન્માન (૧૯૯૨)
  • પદ્મ ભુષણ - ૧૯૯૨ 'હરિપ્રસાદ ચૌરસિયા'ને ભારત સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષમાં એમના સંગીતકલાના ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન બદલ પદ્મ ભૂષણ પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા
  • યશ ભારતી સન્માન - ૧૯૯૪
  • પદ્મ વિભુષણ - ૨૦૦૦ (ભારત સરકાર દ્વારા)
  • પંડિત ચતુરલાલ એક્સલન્સ ઍવોર્ડ - ૨૦૧૫
  • હાફિજ અલી ખાન ઍવોર્ડ - ૨૦૦૦
  • દિનાનાથ મંગેશકર ઍવોર્ડ - ૨૦૦૦
  • કલા અને સંગીત ફાઉન્ડેશન, પુના દ્વારા વર્ષ ૨૦૦૮નો પુને પંડિત એવોર્ડ
  • અક્ષયા સન્માન - ૨૦૦-
  • માનદ ડોક્ટરેટ પદવી , ઉત્તર ઓરિસ્સા યુનિવર્સિટી - ૨૦૦૮
  • માનદ ડોક્ટરેટ પદવી, ઉત્કલ વિશ્વવિદ્યાલાય - ૨૦૧૧
  • સુચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા ૨૦૧૩માં બાંસુરી ગુરુ નામની એક દસ્તાવેજી લઘુફિલ્મ બનાવવામાં આવી છે જે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના જીવન પર આધારિત છે અને તેમના સંગીત પ્રદાનને પ્રસ્તુત કરે છે. ફિલ્મનું નિર્દેશન તેમના સંગીતકાર પુત્ર રાજીવ ચૌરસિયા દ્વારા કરવામાં આવ્યું છે.

સંદર્ભો

Tags:

હરિપ્રસાદ ચૌરસિયા પ્રારંભિક જીવનહરિપ્રસાદ ચૌરસિયા કારકિર્દીહરિપ્રસાદ ચૌરસિયા અંગત જીવનહરિપ્રસાદ ચૌરસિયા ફિલ્મોમાં સંગીતહરિપ્રસાદ ચૌરસિયા પુસ્તકહરિપ્રસાદ ચૌરસિયા આલ્બમહરિપ્રસાદ ચૌરસિયા સન્માનહરિપ્રસાદ ચૌરસિયા સંદર્ભોહરિપ્રસાદ ચૌરસિયા બાહ્ય કડીઓહરિપ્રસાદ ચૌરસિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પોલિયોપ્રથમ વિશ્વ યુદ્ધયુટ્યુબગુજરાત વિધાનસભાદાદા હરિર વાવનરેન્દ્ર મોદીદેવાયત બોદરપ્રેમાનંદસૌરાષ્ટ્રવેબેક મશિનહિમાલયનિરંજન ભગતસુરતમરાઠી૦ (શૂન્ય)ઝાલાગંગા નદીમકરંદ દવેરવિન્દ્રનાથ ટાગોરવીર્ય સ્ખલનમરાઠા સામ્રાજ્યભેંસચોઘડિયાંનર્મદા જિલ્લોઆદિવાસીબાંગ્લાદેશચાંદીકર્મસંચળધ્રુવ ભટ્ટગોરખનાથકુદરતી આફતોગુજરાતી સાહિત્યસંયુક્ત રાષ્ટ્રસંઘહિંદી ભાષાકેરમરાજકોટઋગ્વેદસ્વામીનારાયણ મંદિર, ગઢડાસાગસલમાન ખાનકપાસકચ્છ જિલ્લોમનુભાઈ પંચોળીબીજું વિશ્વ યુદ્ધસિંગાપુરહસ્તમૈથુનદમણઅબ્દુલ કલામભારત સરકારઅર્જુનવિષ્ણુ સહસ્રનામજામનગરઆવળ (વનસ્પતિ)ગણિતહવામાનજેસલ જાડેજાઇઝરાયલઇન્ટરનેટક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કરમદાંલોકનૃત્યકાળકા માતા મંદિર, પાવાગઢઅથર્વવેદચીકુપૃથ્વીરાજ ચૌહાણહાથીડેન્ગ્યુસંગણકવિક્રમાદિત્યસીતાઈલેક્ટ્રોનગુજરાત ટાઇટન્સદ્રાક્ષતાપી જિલ્લોખજુરાહોવાતાવરણતલાટી-કમ-મંત્રીઉપેન્દ્ર ત્રિવેદી🡆 More