સચિન–જીગર

સચિન-જીગર બોલિવુડ સંગીતકાર બેલડી છે.

સચિન સંઘવી અને જીગર સરૈયા બંને મૂળ ગુજરાતી છે. તેમણે બોલિવુડની તાજેતરમાં આવેલી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે બોલિવુડમાં પદાર્પણ કરતા પહેલા તેઓ પ્રખ્તાત સંગીતકાર પ્રિતમ સાથે સહાયક તરીકે કામ કરતા હતા.

સચિન-જીગર
સચિન–જીગર
પાર્શ્વ માહિતી
મૂળગુજરાત, ભારત
શૈલીફિલ્મ સાઉન્ડટ્રેક, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક, પોપ મ્યુઝિક, રોક મ્યુઝિક, હિપ-હોપ મ્યુઝિક
વ્યવસાયોસંગીત દિગ્દર્શક, ગાયક, ગીત નિર્માતા, પ્રોગ્રામર, રેકોર્ડ પ્રોડ્યુસર, કંપોઝર
સક્રિય વર્ષો૨૦૦૯થી આજપર્યંત

કારકિર્દી

સચિન-જીગર બોલિવુડની ફિલ્મોમાં આવતા પહેલા થિએટર અને ટેલિવિઝન ધારાવાહિક શ્રેણી માટે સંગીત આપતા હતા. આ ઉપરાંત તેઓએ ઘણી વિજ્ઞાપન ફિલ્મો માટે પણ જીંગલ્સ બનાવી છે. તેઓએ લગભગ ૫૦૦ કરતા પણ વધુ નાટકો અને ધારાવાહિક શ્રેણીઓ માટે સંગીતના વિવિધ પાસાઓ ઉપર કામ કર્યુ છે. જીગર સરૈયા રાજેશ રોશનની સાથે સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હતા. આ સમયે તેમના મિત્ર અમિત ત્રિવેદીએ જીગરની મુલાકાત સચિન સંઘવી સાથે કરાવી હતી. ત્યારબાદ બંને ભેગા મળીને પ્રિતમ સાથે મ્યુઝિક એરેન્જ્મેન્ટ માટે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.

ઉપરાંત તેમણે બોલિવુડના વિશાલ-શેખર, એ. આર. રહેમાન, અનુ મલિક, નદીમ શ્રવણ જેવા ખ્યાતનામ સંગીતકારો સાથે પ્રોગ્રામર તેમજ એરેન્જર તરીકે કામ કર્યુ છે.

૨૦૦૯માં તેમણે ફિલ્મ પાર્ટનર માટે સૌપ્રથમવાર ગીત કંપોઝ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે એક સ્વતંત્ર સંગીતકાર તરીકે ૨૦૧૧માં આવેલી ફિલ્મ ફાલતુ માટે સંગીત દિગ્દર્શન કર્યુ હતુ. આ ફિલ્મના બે ગીતો "તેરે સંગ" તથા "ચાર બજ ગયે લેકીન પાર્ટી અભી બાકી હૈ" હીટ થયા હતા. વર્ષ ૨૦૧૧માં તેમણે "હમ તુમ ઔર શબાના" તેમજ "શોર ઇન ધ સિટી" માટે સંગીત નિર્માણ કર્યુ હતુ.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઘર ચકલીરાષ્ટ્રવાદકેદારનાથ જ્યોતિર્લિંગવિદુરઅમદાવાદ બીઆરટીએસમગફળીસૌરાષ્ટ્રઓખાહરણરોગમાઉન્ટ આબુક્ષત્રિયભારતનો રાષ્ટ્રધ્વજભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)કાદુ મકરાણીIP એડ્રેસભારતીય ધર્મોસ્વામી વિવેકાનંદસાર્કભજનહિંદુસ્તાન એમ્બેસેડરરાજેન્દ્ર શાહપરેશ ધાનાણીવડતાંબુંહવામાનસૂર્યજુનાગઢ જિલ્લોઅમદાવાદની ભૂગોળહિંમતનગરઆર્યભટ્ટગુજરાતી સાહિત્ય પરિષદજયંતિ દલાલઅકબરનળ સરોવરસ્વાદુપિંડતીર્થંકરરાજસ્થાનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલએપ્રિલ ૨૭તાલુકા મામલતદારગુજરાતી સાહિત્યગેની ઠાકોરદાસી જીવણઅંબાજીદુબઇઅમદાવાદના દરવાજામાધ્યમિક શાળાકલમ ૩૭૦વલ્લભી વિશ્વવિદ્યાલયઆત્મહત્યાકમ્પ્યુટર હાર્ડવેરજીરુંસુરેશ જોષીમુખપૃષ્ઠપિત્તાશયલોથલગુજરાતની નદીઓની યાદીકોળીચાંપાનેરક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રુદ્રમહાલય (સિદ્ધપુર)સમાજવાદ૧૮૫૭ની ભારતીય ક્રાંતિગાંધીનગર લોક સભા મતવિસ્તારહનુમાન મંદિર, સાળંગપુરરાણકી વાવવૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાતી થાળીમહંત સ્વામી મહારાજકોણાર્ક સૂર્ય મંદિરમાછલીઘરવિશ્વ બૌદ્ધિક સંપદા દિનમુહમ્મદભગવદ્ગોમંડલમુઘલ સામ્રાજ્યભારતીય સિનેમાનંદકુમાર પાઠક🡆 More