ડિસેમ્બર ૧૪: તારીખ

૧૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૫૫૭ – કોન્સ્ટેન્ટીનોપલ શહેરને ધરતીકંપથી ભારે નુકસાન થયું.
  • ૧૭૫૧ – થેરેશિયન લશ્કરી અકાદમીની વિશ્વની પ્રથમ લશ્કરી અકાદમી તરીકે રચના થઈ.
  • ૧૭૮૨ – મોન્ટગોલ્ફિયર બંધુઓએ ફ્રાન્સમાં માનવરહિત ગરમ હવાના ફુગ્ગાને ઉડાડવા માટેનું પ્રથમ પરીક્ષણ કર્યું; તેમણે લગભગ ૨ કિમી (૧.૧ માઈલ) અંતર કાપ્યું.
  • ૧૮૧૯ – અલાબામા યુ.એસ.નું ૨૨મું રાજ્ય બન્યું.
  • ૧૯૦૨ – ધ કોમર્શિયલ પેસિફીક કેબલ કંપનીએ સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલુ વચ્ચે,પ્રથમ પ્રશાંત ટેલિગ્રાફ તાર કેબલ પાથર્યો.
  • ૧૯૦૩ – રાઈટ બંધુઓએ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હૉક ખાતે પોતાના વિમાન ‘રાઈટ ફ્લાયર’ના ઉડ્યનનો પ્રથમ પ્રયાસ કર્યો.
  • ૧૯૧૧ – રોઆલ્ડ આમુંડસન, પોતાના સહીત પાંચ લોકોની ટુકડી સાથે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી બન્યા.
  • ૧૯૩૯ – શીત યુદ્ધ: સોવિયેત યુનિયનને ફિનલેન્ડ પર આક્રમણ કરવા બદલ લીગ ઓફ નેશન્સમાંથી હાંકી કાઢવામાં આવ્યું.
  • ૧૯૪૦ – પ્લુટોનિયમ (ખાસ કરીને Pu-૨૩૮) સૌ પ્રથમ બર્કલે, કેલિફોર્નિયા ખાતે અલગ પાડવામાં આવ્યું.
  • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ પોતાનું વડુંમથક ન્યૂ યૉર્ક ખાતે સ્થાપવા વિશે મતદાન કર્યું.
  • ૧૯૪૮ – થોમસ ટી. ગોલ્ડસ્મિથ જુનિયર અને એસ્ટલ રે માનને તેમના કેથોડ-રે ટ્યુબ મનોરંજન સાધન (એમ્યુઝમેન્ટ ડિવાઇસ) માટે પેટન્ટ અધિકાર આપવામાં આવ્યા. તે સૌથી પહેલી જ્ઞાત સહભાગી યાંત્રિક રમત (ઇન્ટરેક્ટિવ ઇલેક્ટ્રોનિક ગેમ) છે.
  • ૧૯૫૫ – આલ્બેનિયા, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા, કમ્બોડીયા, સિલોન, ફીનલેંડ, હંગેરી, આયરલેંડ, ઈટલી, જોર્ડન, લાઓસ, લિબિયા, નેપાળ, પોર્ટુગલ, રોમાનિયા અને સ્પેન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ૧૦૯ મારફતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા.
  • ૧૯૫૮ – ત્રીજું સોવિયેત એન્ટાર્કટિક અભિયાન દુર્ગમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ અભિયાન બન્યું.
  • ૧૯૬૧ – ટાંગાનિકા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયું.
  • ૧૯૬૨ – નાસાનું મરીનર-૨ શુક્ર તરફ ઉડાન ભરનારૂં પ્રથમ અવકાશ યાન બન્યું.
  • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ : પૂર્વ પાકિસ્તાનના ૨૦૦થી વધુ બુદ્ધિજીવીઓને પાકિસ્તાન આર્મી અને તેમના સ્થાનિક સાથીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. (બાંગ્લાદેશમાં આ તારીખ ‘શહીદ બુદ્ધિજીવી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.)
  • ૧૯૯૪ – યાંગ્ત્ઝે નદી પર થ્રી ગોર્જીસ બંધનું બાંધકામ શરૂ કરાયું.
  • ૨૦૦૩ – પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ હત્યાના પ્રયાસથી સહેજમાં બચી ગયા.
  • ૨૦૦૪ – મિલ્લાઉ વાયડક્ટ, વિશ્વનો સૌથી ઊંચો પુલ ફ્રાન્સના મિલ્લાઉ નજીક ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો.
  • ૨૦૨૦ – દક્ષિણ પેસિફિક મહાસાગર, દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું.

જન્મ

  • ૧૯૧૮ – બી. કે. એસ. આયંગર, ભારતીય યોગ પ્રશિક્ષક અને લેખક, આયંગર યોગના સ્થાપક (અ. ૨૦૧૪)
  • ૧૯૨૪ – રાજ કપૂર, ભારતીય અભિનેતા (અ. ૧૯૮૮)
  • ૧૯૩૪ – શ્યામ બેનેગલ, ભારતીય દિગ્દર્શક અને પટકથા લેખક
  • ૧૯૫૩ – વિજય અમૃતરાજ, ભારતીય ટેનિસ ખેલાડી
  • ૧૯૭૯ – સમીરા રેડ્ડી, ભારતીય અભિનેત્રી
  • ૨૦૦૦ – દીક્ષા ડાગર, ભારતીય વ્યાવસાયિક ગોલ્ફ ખેલાડી

અવસાન

  • ૧૭૯૯ – જ્યોર્જ વોશિંગ્ટન, સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન ક્રાંતિ દરમિયાન સરસેનાપતિ (જ. ૧૭૩૨)
  • ૧૯૭૧ – મુફઝલ હૈદર ચૌધરી, બાંગ્લાદેશી ભાષાશાસ્ત્રી અને વિદ્વાન (જ. ૧૯૨૬)
  • ૧૯૭૧ – મુનીર ચૌધરી, બાંગ્લાદેશી લેખક, નાટ્યકાર અને વિવેચક (જ. ૧૯૨૫)
  • ૨૦૧૩ – સી. એન. કરુણાકરન, ભારતીય ચિત્રકાર (જ. ૧૯૪૦)

તહેવારો અને ઉજવણીઓ

  • રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ (ભારત)
  • શહિદ બુદ્ધિજીવી દિવસ – બાંગ્લાદેશ
  • વિશ્વ વાનર દિવસ

સંદર્ભો

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૧૪ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૧૪ જન્મડિસેમ્બર ૧૪ અવસાનડિસેમ્બર ૧૪ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૧૪ સંદર્ભોડિસેમ્બર ૧૪ બાહ્ય કડીઓડિસેમ્બર ૧૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સામાજિક મનોવિજ્ઞાનબેંકસામવેદમાહિતીનો અધિકારમંગલ પાંડેલજ્જા ગોસ્વામીભારતના રાષ્ટ્રપતિજીમેઇલઆયુર્વેદકૃષ્ણધોળાવીરારાશીવેબ ડિઝાઈનકાકાસાહેબ કાલેલકરઅમૃતલાલ વેગડરાણકદેવીગુજરાત સલ્તનતદલિતમિથુન રાશીવિકિમીડિયા ફાઉન્ડેશનગુજરાતી સિનેમારક્તના પ્રકારગોવાભારતીય રૂપિયોરામHIV/AIDS વિશે ગેરમાન્યતાઓભારતના રાષ્ટ્રપતિઓની યાદીરાષ્ટ્રવાદટ્વિટરપારસીવલ્લભી વિશ્વવિદ્યાલયબિંદુ ભટ્ટબહુચરાજીહળવદજ્યોતિર્લિંગગ્રીનહાઉસ વાયુકેદારનાથઅવિભાજ્ય સંખ્યાયુરોપક્ષેત્રફળસામાજિક વિજ્ઞાનભરૂચઅમરેલી જિલ્લોજાપાનનો ઇતિહાસપ્રેમાનંદસ્વામી વિવેકાનંદશામળાજીસંત તુકારામઇસરોનર્મદા નદીતત્ત્વગાંધીનગરહિંમતનગરકાન્હડદે પ્રબંધરુદ્રમહાલય (સિદ્ધપુર)ઔદ્યોગિક ક્રાંતિતાપી જિલ્લોકે. કા. શાસ્ત્રીસ્વામિનારાયણ સંપ્રદાયવ્યાસમકર રાશિપંચતંત્રપર્યાવરણીય શિક્ષણગુરુ (ગ્રહ)વીર્યઝાલાસાબરકાંઠા જિલ્લોવિશ્વ વન દિવસપ્રાણીચોટીલાઉમરગામ તાલુકોપાલનપુરહસ્તમૈથુનલોકમાન્ય ટિળકમુઘલ સામ્રાજ્યઉત્તર ગુજરાતમહેસાણા🡆 More