ઈટલી

ઇટલી યુરોપ મહાદ્વીપની દક્ષિણમાં સ્થિત એક દેશ છે.

જેની મુખ્યભૂમિ એક પ્રાયદ્વીપ છે. ઇટલી ની ઉત્તરમાં આલ્પ્સ પર્વતમાળા છે જેમાં ફ્રાંસ, સ્વિટ્ઝરલેંડ, ઑસ્ટ્રિયા તથા સ્લોવેનિયા ની સીમાઓ આવી મળે છે. સિસલી તથા સાર્ડિનિયા, જે ભૂમધ્ય સાગર ના બે સૌથી મોટા દ્વીપ છે. જે ઇટલીના જ અંગ છે. વેટિકન સિટી તથા સૈન મરીનો ઇટલી ની અંતર્ગત સમાહિત બે સ્વતંત્ર દેશ છે.

ઈટાલીયન ગણરાજ્ય

Repubblica Italiana  (Italian)
ઈટલીનો ધ્વજ
ધ્વજ
ઈટલી નું Emblem
Emblem
રાષ્ટ્રગીત: Il Canto degli Italiani  (Italian)
"ધ સોન્ગ ઓફ ધ ઈટાલીયન્સ"
ઈટલી
ઈટલી
 ઈટલી નું સ્થાન  (dark green)

– in Europe  (light green & dark grey)
– in યુરોપિયન યુનિયન  (light green)  –  [Legend]

Location of ઈટલી
રાજધાની
and largest city
રોમ
41°54′N 12°29′E / 41.900°N 12.483°E / 41.900; 12.483
અધિકૃત ભાષાઓઈટાલિયન ભાષા
વંશીય જૂથો
(૨૦૧૭)
  • ૯૧.૫% ઈટાલીયન
  • ૮.૫% અન્ય
ધર્મ
(૨૦૧૭)
  • ૭૪.૪% કેથોલિક ચર્ચ
  • ૨૨.૬% કોઇ ધર્મ નહી
  • ૩.૦% અન્ય
લોકોની ઓળખઈટાલિયન
સરકારસંસદીય ગણતાંત્રિક
• પ્રમુખ
સર્ગેઇઓ માત્તારેલ્લા
• વડા પ્રધાન
ગિયુસ્પે કોન્ટે
• સંસદીય પ્રમુખ
એલિઝાબેટ્ટા કાસેલ્લેટી
સંસદસંસદ
• ઉપલું ગૃહ
પ્રજાસત્તાક સંસદ
• નીચલું ગૃહ
ચેમ્બર ઓફ ડેપ્યુટી
સ્થાપના
• ઐક્યકરણ
૧૭ માર્ચ ૧૮૬૧
• ગણતંત્ર
૨ જૂન ૧૯૪૬
• હાલનું બંધારણ
૧ જાન્યુઆરી ૧૯૪૮
• યુરોપિય ઇકોનોમિક કોમ્યુનિટીની સ્થાપના (હવે યુરોપિયન યુનિયન)
૧ જાન્યુઆરી ૧૯૫૮
વિસ્તાર
• કુલ
301,340 km2 (116,350 sq mi) (૭૧)
• જળ (%)
2.4
વસ્તી
• 2017 અંદાજીત
60,483,973 Increase (૨૩મો)
• ગીચતા
201.3/km2 (521.4/sq mi) (૬૩મો)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$2.474 trillion (૧૨મો)
• Per capita
$40,737 (૩૨મો)
GDP (nominal)૨૦૧૯ અંદાજીત
• કુલ
$2.113 trillion (૮મો)
• Per capita
$34,784 (૨૫મો)
જીની (૨૦૧૬)33.1
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭)Decrease 0.880
very high · ૨૮
ચલણયુરો (€)b (EUR)
સમય વિસ્તારUTC+1 (મધ્ય યુરોયિન સમય (CET))
• ઉનાળુ (DST)
UTC+2 (મધ્ય યુરોપિયન ઉનાળુ સમય (CEST))
તારીખ બંધારણdd/mm/yyyy (AD)
વાહન દિશાright
ટેલિફોન કોડ+39c
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).itd
  1. જર્મન ભાષા દક્ષિણ ટયરોલમાં; ફ્રેંચ ભાષા ઓસ્તા વેલીમાં; સ્લોવેને ભાષા ટ્રિસ્ટે અને ગોરિઝિઆમાં; લેડિન ભાષા દક્ષિણ ટયરોલ,ટ્રેન્ટિનો અને અન્ય ઉત્તર વિસ્તારોમાં; સાર્ડિનિયન ભાષા સાર્ડિનિયામાં અધિકૃત છે.
  2. ૨૦૦૨ પહેલા ઇટાલીયન લિરા. Campione d'Italiaમાં યુરો સ્વિકાર્ય છે પણ અધિકૃત ચલણ સ્વિસ ફ્રાન્ક છે.
  3. Campione d'Italia પર કોલ કરવા માટે સ્વિસ કોડ +41 જરૂરી છે.
  4. .eu ડોમેઇન પણ વપરાય છે, જે યુરોપિયન યુનિયનના અન્ય દેશો સાથે સહભાગી છે.

ઇટલીની રાજધાની રોમ પ્રાચીન કાળ થી એક શક્તિ અને પ્રભાવ થી સંપન્ન રોમન સામ્રાજ્ય ની રાજધાની રહ્યો છે. ઈસાની આસપાસ અને તે પછી રોમન સામ્રાજ્ય એ ભૂમધ્ય સાગરના ક્ષેત્રમાં પોતાની પ્રભુતા સ્થાપિત કરી હતી જેના કારણે આ સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં આધુનિક યુરોપની આધારશિલા તરીકે મનાય છે. તથા મધ્યપૂર્વ (જેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં મધ્ય-પશ્ચ પણ કહી શકાય છે) ના ઇતિહાસમાં પણ રોમન સામ્રાજ્યએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો અને તેનાથી પ્રભાવિત પણ થયો હતો. આજના ઇટલીની સંસ્કૃતિ પર યવનોં (ગ્રીક) નો પણ પ્રભાવ પડ્યો છે.

ઇટલીની જનસંખ્યા ૨૦૦૮માં ૫ કરોડ઼ ૯૦ લાખ હતી. દેશનું ક્ષેત્રફળ ૩ લાખ ચો કિલોમીટરની આસપાસ છે. ૧૯૯૧માં અહીં ની સરકાર ના શીર્ષ પદસ્થ અધિકારિઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો જેના પછી અહીં ની રાજનૈતિક સત્તા અને પ્રશાસનમાં ઘણાં બદલાવ આવ્યાં છે. રોમ અહીંની રાજધાની છે અને અન્ય પ્રમુખ નગરોમાં વેનિસ, મિલાન ઇત્યાદિ નું નામ લઈ શકાય છે.

ભૂગોળ

ઇટલીની મુખ્ય ભૂમિ ત્રણ તરફ (દક્ષિણ અને સૂર્યપારગમન ની બંને દિશાઓ) થી ભૂમધ્ય સાગર દ્વારા જલાવૃત છે. આ પ્રયદ્વીપને ઇટલીના નામ પર જ ઇટાલિયન (કે ઇતાલવી) પ્રાયદ્વીપ કહે છે. આનું કુલ ક્ષેત્રફલ ૩,૦૧,૦૦૦ વર્ગ કિલોમીટર છે જે મધ્યપર્દેશ ના ક્ષેત્રફલથી થોડું ઓછું છે. દ્વીપોને સહિત આની તટરેખા લગભગ ૭,૬૦૦ કિલોમીટર લાંબી છે. ઉત્તરમાં આકી સીમા ફ્રાંસ (૪૮૮ કિ.મી.), ઑસ્ટ્રિયા (૪૩૦ કિ.મી.), સ્લોવેનિયા (૨૩૨ કિ.મી.) તથા સ્વિટ્જ઼રલેંડ સાથે લાગે છે. વેટિકન સિટી તથા સૈન મરીનો ચારે તરફથી ઇટલીથી ઘેરાયેલ છે.

ઇટલીની આબોહવા મુખ્યતઃ ભૂમધ્યસાગરીય છે પણ આમાં ઘણાં અધિક બદલાવ જોવા મળે છે. ઉદાહરણ માટે ટ્યૂરિન, મિલાન જેવા શહરોની આબોહવા ને મહાદ્વીપીય કે આર્દ્ર મહાદ્વીપીય આબોહવાની શ્રેણીમાં રાખી શકાય છે.

ઇતિહાસ

રોમની સ્થાપના સમાજસ્થાપન કાળ સમયની ગણાય છે. તે એટલું જુનૂં છે કે તેને શાસ્વત શહેર કહે છે. રોમનો માને છે કે તે શહેર ઈ.પૂ. ૭૫૩માં સ્થપાયું હતું. આધુનિક ઇતિહાસ કારો તેને ઈ.પૂ. ૬૨૫ ગણાવે છે.

શરૂઆતમાં રોમ પર રાજા રાજ્ય કરતાં. પણ સાત રાજા ના રાજ પછી રોમનોએ સત્તા હસ્તગત કરી લીધી અને રોમ પ્ર પોતે રાજ કર્યું. ત્યાર બાદ સંસદ સ્થપાઈ અને તે રોમ પર સત્તા ચલાવતી. 'રીપબ્લિક' આ શબ્દ પોતે પણ લેટિન (રોમનોની ભાષા) મૂળનો છે જે બે શબ્દ મળીને બન્યું છે 'રેસ પબ્લિકા' અર્થાત 'જન બાબતો' કે 'રાજ બાબતો'. રાજાની નીચેની સંસદ માત્ર સલાહકાર તરીકે કાર્ય કરતી. પણ પછી સેનેટ એક કાઉંસેલ ચુંટતી જે રાજા ની જેમ રોમ પર રાજ કરતો પણ માત્ર એક વર્ષ માટે. આ એક સારી પદ્ધતિ હતી. આને લીધે કાઉંસેલને ભય રહેતો કે જો તે બેલગામ વર્તશે તો એક વર્ષ પછી પદભ્રષ્ટ થશે. રોમમાં ચાર જાતિના લોકો હતાં. સૌથી નીચે ગુલામો. જેના અન્ય લોકો માલિક હતાં તેમને કોઈ હક્કો ન હતાં. બીજો વર્ગ પ્લેબીયંસનો હતો. તેઓ સ્વતંત્ર હતા પણ કાંઈ વગ ન હતી. ત્રીજો વર્ગ ઈક્વીસ્ટ્રીયંસ હતો. તેમન નામનો અર્થ સવાર એવો થતો. કેમકે તેમને જો રોમ માટે લડવા બોલાવાતા તો તેમને ઘોડા અપાતા. ક્વીસ્ટ્રીયંસ હોવું અર્થાત ધનવાન હોવું. સૌથી ઉપર ઉમરાવ હતાં તેમને પેટ્રીસિયંસ કહેવાતા. રોમની ખરેખરી સત્તા તેમની પાસે હતી. રોમન ગણતંત્ર સૌથી સફળ સરકાર હતી જે ઈ.પૂ. ૫૧૦ થી ઈ.સ. ૨૩ લગભગ ૫૦૦ વર્ષ ચાલી. તેની સરખામણીમાં યુ.એસ.એ.ની સરકાર ૧૭૭૬ થી અસ્તિત્વમાં છે ૨૫૦ વર્ષ લગભગ. તેમને સૌથી વધારે ભય કાર્થાજીનીયન્સ તરફથી હતો. કાર્થેજ ઉત્તર આફ્રીકાનું એક શક્તિશાળી શહેર હતું જે રોમની જેમ તે પોતાના રાજ્ય પર નિયંત્રણ રાખતું. આ બંને વચ્ચેની લડાઈ લાંબી ચાલી અને તે જમીન અને દરિયા બંનેમાં લડાઈ. સૌથી મહત્વની ઘટના એ હતી કે કાર્થાજીનીયન રાજા ગનરલ હન્નીબલએ પોતાની સમગ્ર સેના અને હાથીઓ આદિ સાથે આલ્પ્સ પર્વત ઓળંગીને ઉત્તર તરફથી ઈટલી પર હુમલો કર્યો. જોકે અંતમાં ઈ.પૂ. ૧૪૬માં રોમનો જીત્યા અને કાર્થાજીનીયન્સનો પૂરો ખાતમો બોલાવાયો. રોમનો સૌથી પ્રખ્યાત વતની જ્યુલિયસ સીઝર હતો. તે રોમન રાજનૈતિક અને સેનાપતિ હતો જેણે કોઈ હુકમ વિના ફ્રાંસના ગુલાન ક્ષેત્રનો ખૂબ મોટો ભાગ કબ્જે કર્યો. ઈ.પૂ. ૪૯માં સીઝરે તેના ક્ષેત્ર અને ઈટલી વચ્ચે રુબીકોન નામની એક નદી ઓળંગી અને રોમને જીતી લેધું અને તેનો સરમુખત્યાર બની બેઠો. તેની સેના કૂચમાં તે ઈજીપ્ત સુધી ગયો. જ્યાં તે ક્લિઓપેટ્રાને મળ્યો. તેનું સેનેટમાં ખૂન કરાવીને તેને મારી નખાયો. તે એટલો પ્રખ્યાત હતો કે તેના નામ પાછળ મહિનાનું નામ જુલાઈ પડ્યું અને તેના વંશજો પણ તેમ ઓળખાયા. મશહૂર અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરે તેની હત્યા પર એક નાટક પણ લખ્યું છે.

સંસ્કૃતિ

ઇટલી માં સર્વાધિક વિશ્વ ધરોહર સ્થળ છે.

ઇટલીના નગરોમાં ટોરીનો બર્ગમો વેનિસ રવેન્ના બારી રોમા સિયેના ફ્લોરેન્સ પીસા નાપોલિ પામ્પે સોરેન્ટો પલેર્મો મિલાનો ટ્રિએસ્ટ વેરોના જેનોઆ બ્રિંડિસિ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

ગુજરાતી વિશ્વકોશમાં ઈટલી.

Tags:

ઈટલી ભૂગોળઈટલી ઇતિહાસઈટલી સંસ્કૃતિઈટલી આ પણ જુઓઈટલી સંદર્ભઈટલી બાહ્ય કડીઓઈટલીઑસ્ટ્રિયાફ્રાંસયુરોપસ્લોવેનિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કિંજલ દવેઉપદંશખેડા જિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતના રાજ્ય વૃક્ષોની યાદીભુજસત્યના પ્રયોગો અથવા આત્મકથાતિથિજય જય ગરવી ગુજરાતએપ્રિલ ૧૯હાર્દિક પંડ્યાતાલુકોક્ષય રોગપાટણ જિલ્લોલક્ષ્મીતાલુકા વિકાસ અધિકારીકૃષ્ણકુમારસિંહ ગોહીલપૃથ્વીબુધ (ગ્રહ)ગુજરાતના તાલુકાઓદશાવતારભારતીય સંસદગોવાશિશુપાલહૃદયરોગનો હુમલોપરમારબજરંગદાસબાપાપાણીપતની ત્રીજી લડાઈજ્ઞાનપીઠ એવોર્ડકમ્પ્યુટર હાર્ડવેરઈન્દિરા ગાંધીવિદ્યુતભારશ્રીમદ્ રાજચંદ્રઅયોધ્યારક્તના પ્રકારસંયુક્ત રાષ્ટ્રસંઘઆંધ્ર પ્રદેશતેલંગાણાગ્રામ પંચાયતયાદવસોમનાથગર્ભાવસ્થાપોરબંદરસંજુ વાળારતન તાતાઇતિહાસજય વસાવડાચંદ્રકાંત બક્ષીક્રિયાવિશેષણદ્વારકાધીશ મંદિરગરબાતત્ત્વશંખપુષ્પીમેષ રાશીગોપનું મંદિરપરેશ ધાનાણીમહારાણા પ્રતાપSay it in Gujaratiકન્યા રાશીહરદ્વારઉમાશંકર જોશીયાયાવર પક્ષીઓકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનઅમિત શાહમહાગુજરાત આંદોલનમૌર્ય સામ્રાજ્યભીમરાજકોટ જિલ્લોબિન-વેધક મૈથુનજંડ હનુમાનગુજરાતના લોકસભા મતવિસ્તારોમહેશ કનોડિયાભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાચાવડા વંશહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોઅશોકનવદુર્ગા🡆 More