ઓપરેશન બાર્બોરોસા

ઓપરેશન બાર્બારોસા એ બીજાં વિશ્વયુધ્ધ દરમિયાન જર્મની દ્વારા સોવિયેત રશિયા પર કરેલ હુમલાનું કોડ નેમ હતું.

૨૨ જૂન, ૧૯૪૧નાં રોજ ૪૫ લાખથી વધુ સૈનિકોએ 2,900 કિલોમીટરનાં ફ્રન્ટ પર હુમલો કર્યો, જે આ ઓપરેશનને માનવ ઇતિહાસનું સૌથી મોટું લશ્કરી આક્રમણ બનાવે છે. હુમલામાં 600,000 મોટર વાહનો અને 750,000 ઘોડાનો ઉપયોગ થયો હતો. ઓપરેશનની યોજનાની શરુઆત ડિસેમ્બર, ૧૯૪૦માં થઇ હતી.

હુમલાનો મુખ્ય ઉદ્દેશ સોવિયેત રશિયાની લશ્કરી શક્તિનો નાશ કરવાનો અને રશિયાની કુદરતી સંપત્તિ કબજે કરવાનો હતો.સોવિયેત રશિયા આ હુમલા માટે તૈયાર નહિ હતું પરંતુ તે છતાં જર્મનીનું આ ઓપરેશન નિષ્ફળ રહ્યું. જર્મનીએ યોજનાં મુજબ રશિયાનાં આર્થિક રીતે મહત્વનાં કેંદ્રો (જે મુખ્યત્વે યુક્રેનમાં હતાં) કબજે કર્યા હતાં. પણ 1941-42નો શિયાળો દરવખત કરતાં જલ્દી શરુ થયો અને જર્મન સૈનિકો રશિયાની ક્રૂર ઠંડી માટે તૈયાર નહિ હતાં. પ્રખર ઠંડીનાં કારણે જર્મનીની લશ્કરી સાધન-સામગ્રી ભાંગી પડી. જર્મન સૈનિકો પાસે ગરમ કપડાંનાં ન હોવાથી તેઓએ છાંપાને કપડાં વચ્ચે રાખી પોતાને ગરમ રાખવું પડ્યું અને ઘણાં જર્મન સૈનિકોનાં ઠંડીને લીધે મોત થયાં.

આ હુમલાને લીધે દ્વિતીય વિશ્વયુધ્ધમાં પૂર્વીય મોરચો ખુલ્યો. રશિયાએ વળતો હુમલો કરી જર્મનીને રશિયામાંથી ખદેડી મુક્યા અને જર્મની દ્વારા જીતેલાં પૂર્વીય યુરોપનાં અન્ય વિસ્તારો પણ કબજે કર્યા. તેમણે જર્મની પર હુમલો કર્યો અને "બર્લિનનું યુદ્ધ" શરૂ કર્યું, જે જર્મનીના શરણાગતિ પહેલાંનું અંતિમ યુદ્ધ સાબિત થયું. આ ઓપરેશનમાં જર્મન કરતાં લગભગ પાંચ ગણાં વધુ રશિયનો મૃત્યુ પામ્યા. હુમલામાં સામેલ અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા, ઓપરેશન બાર્બોરોસાને માનવીય ઇતિહાસમાં સૌથી મોટું લશ્કરી ઓપરેશન બનાવે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉંબરો (વૃક્ષ)બેંગલુરુપુરાણરામદેવપીરગુજરાત સમાચારખેતીજ્યોતિર્લિંગહિંદુસ્તાન એમ્બેસેડરહર્ષ સંઘવીગિરનારસંદેશ દૈનિકભારતીય રેલરાજકોટકુંભ રાશીઅંબાજીમટકું (જુગાર)ભારતના નાણાં પ્રધાનજુનાગઢમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાલિંગ ઉત્થાનખ્રિસ્તી ધર્મતત્ત્વજાહેરાતચંદ્રગુજરાતી અંકભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલરસાયણ શાસ્ત્રરતિલાલ 'અનિલ'શીખરાઈટ બંધુઓરાયણઇતિહાસશાસ્ત્રીય સંગીતરમેશ મ. શુક્લભગવદ્ગોમંડલગુજરાતધોળાવીરાલિવરપૂલ ફૂટબોલ ક્લબઉર્વશીહરે કૃષ્ણ મંત્રવિઘાતારક મેહતા કા ઉલ્ટા ચશ્માપ્રેમાનંદરસીકરણવલ્લભાચાર્યમાર્કેટિંગદેવાયત પંડિતઆખ્યાનભારતના રાષ્ટ્રપતિકુટુંબબેંક ઓફ બરોડાકેન્સરવિદુરનળાખ્યાન (પ્રેમાનંદ)વિશ્વ પર્યાવરણ દિવસરણમલ્લ છંદનર્મદા નદીભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)દેવભૂમિ દ્વારકા જિલ્લોએપ્રિલ ૨૭દુલા કાગદમણ અને દીવઋગ્વેદલોકનૃત્યરાજ્ય સભાઅમૂલબનાસકાંઠા જિલ્લોવૌઠાનો મેળોજુનાગઢ જિલ્લોક્રાંતિકાચબોલોકગીતગંગા નદીજિજ્ઞેશ મેવાણીમગફળીઔદ્યોગિક ક્રાંતિઝંડા (તા. કપડવંજ)બેંક🡆 More