એડિડાસ

એડિડાસ એજી (AG) FWB: ADS, એડીઆર (ADR):ઢાંચો:Pinksheets) રમતગમતના તૈયાર પોશાકની જર્મન ઉત્પાદક કંપની છે અને એડિડાસ જૂથની મુખ્ય કંપની છે, જેમાં રીબોક સ્પોર્ટ્સવેર કંપની, ગોલ્ફ કંપની (એશવર્થ સહિતની) અને રોકપોર્ટનો સમાવેશ થાય છે.

આ કંપની સ્પોર્ટ્સ ફૂટવેર ઉપરાંત બેગ્સ, શર્ટ્સ, ઘડિયાળ, ચશ્મા તથા રમતગમત અને કપડાં સંબંધિત અન્ય ચીજો પણ બનાવે છે. એડિડાસ યુરોપની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપની છે અને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપનીઓમાં અમેરિકન હરીફ નાઇકી બાદ બીજા ક્રમે છે.

Adidas AG
Aktiengesellschaft (FWB: ADS, ADR:ઢાંચો:Pinksheets)
ઉદ્યોગClothing and consumer goods manufacture
સ્થાપના1924 as Gebrüder Dassler Schuhfabrik
(registered in 1949)
સ્થાપકોAdolf Dassler
મુખ્ય કાર્યાલયHerzogenaurach, Germany
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોHerbert Hainer (CEO)
Robin Stalker (CFO)
Erich Stamminger (CEO, Adidas Brand)
Igor Landau (Chairman of the supervisory board)
ઉત્પાદનોFootwear, sportswear, sports equipment, toiletries
આવક€10.38 billion (2009)
સંચાલન આવક€508 million (2009)
નફો€245 million (2009)
કર્મચારીઓ39,600 (2009)
વેબસાઇટwww.adidas-group.com

1948માં એડોલ્ફ “એડિ” ડેસલરે તેની અને તેના મોટા ભાઈ રુડોલ્ફ વચ્ચે ગેબ્રુડેર ડેસલર શુહફેબ્રિક નું વિભાજન થયા બાદ એડિડાસની સ્થાપના કરી હતી. રુડોલ્ફે પછીથી પુમાની સ્થાપના કરી હતી, જે એડિડાસની પ્રારંભિક હરીફ હતી. 1949માં નોંધણી થયેલી એડિડાસ હાલમાં જર્મનીના હર્ઝોગેનાઉરાક ખાતે આવેલી છે, જ્યાં પુમા પણ છે.

કંપનીના વસ્ત્રો અને જૂતાની ડિઝાઇનમાં ત્રણ સમાંતર પટ્ટા દર્શાવવામાં આવે છે, જેને એડિડાસના હાલના સત્તાવાર લોગોમાં પણ ભેળવી દેવામાં આવ્યા છે. આ ‘ત્રણ પટ્ટા’ ફિનલેન્ડની સ્પોર્ટ્સ કંપની કારહુ સ્પોર્ટસ પાસેથી 1951માં ખરીદવામાં આવ્યા હતા. કંપનીની આવક 2009માં €10.38 બિલિયન નોધાઈ હતી અને 2008માં આ આંકડો €10.80 બિલિયન હતો.

ઇતિહાસ

ગેબ્રુડેર ડેસલર શુહફેબ્રિક

એડિડાસ 
એડિડાસ સામ્બા ફૂટબોલ ટ્રેનરની જોડી

પ્રથમ વિશ્વયુદ્ધ માંથી પાછા ફર્યા પછી એડોલ્ફ “એડિ” ડેસલરે જૂતાના ઉત્પાદન માટે બવરિયાના હર્ઝોગેનાઉરાક ખાતે તેમની માતાના વોશકિચનમાં જ પોતાની ફેક્ટરી શરુ કરી હતી. 1924માં તેમના ભાઈ રુડોલ્ફ “રુડી” ડેસલર પણ આ વ્યવસાયમાં જોડાતા ડેસલર બ્રધર્સ શૂ ફેક્ટરી બનીGebrüder Dassler Schuhfabrik અને તેઓ સમૃદ્ધ થયા હતા. આ જોડીએ તેમનું સાહસ તેમની માતાની કપડા ધોવા માટેની લોન્ડ્રીમાં શરુ કર્યું હતું, :5પરંતુ તે સમયે નગરમાં વીજપૂરવઠો અનિશ્ચિત હતો અને બંને ભાઈઓએ તેમનું ઉપકરણ ચલાવવા માટે ક્યારેક સ્થાયી સાઇકલ દ્વારા પેડલ ઊર્જાનો ઉપયોગ કરવો પડતો હતો.

1936ના સમર ઓલિમ્પિક્સ સુધીમાં એડિ ડેસલર વિશ્વના પ્રથમ મોટરવેઝ પૈકીના એક એવા બવરિયાથી સ્પાઇક્સ (અણિયાળા ખીલાવાળા શૂઝ)થી ભરેલી સુટકેસ લઇને ઓલિમ્પિક વિલેજ ખાતે પહોંચી ગયા અને તેમણે યુ.એસ. (U.S.)ના દોડવીર જેસી ઓવેન્સને તે સ્પાઇક્સ વાપરવા મનાવી લીધા, જે કોઇ આફ્રિકન અમેરિકન માટે પ્રથમ સ્પોન્સરશિપ હતી. ઓવેન્સે ચાર સુવર્ણચંદ્રક જીત્યા બાદ તેમની સફળતાએ વિશ્વના સૌથી પ્રખ્યાત રમતવીરોમાં ડેસલર શૂઝની સારી ખ્યાતિને વધુ મજબૂત બનાવી હતી. દુનિયાભરમાંથી ડેસલર ભાઈઓની ઓફિસ પર પત્રો આવવા લાગ્યા અને અન્ય રાષ્ટ્રીય ટીમોના ટ્રેનર્સને તેમના જૂતામાં રસ પડવા લાગ્યો હતો. તેમનો વ્યવસાય ફુલ્યોફાલ્યો અને ડેસલર ભાઈઓ બીજા વિશ્વયુદ્ધ પહેલા પ્રતિ વર્ષ જૂતાની 2,00,000 જોડી વેચતા થઇ ગયા.

બીજા વિશ્વયુદ્ધના ઉત્તરાર્ધમાં પાન્ઝેરશ્રેક એન્ટિ-ટેન્ક હથિયારોના ઉત્પાદન માટે તેમની જૂતાની ફેક્ટરીનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

કંપનીનું વિભાજન

બંને ભાઈઓ નાઝી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ રુડોલ્ફ પાર્ટીથી થોડો વધુ નજીક હતો. યુદ્ધ દરમિયાન 1943માં ગઠબંધન સૈન્યના એક બોમ્બ હુમલા બાદ બંને ભાઈઓના સંબંધોમાં તિરાડ તેમના અલગ થવા સુધી પહોંચી. તે વખતે બોમ્બ હુમલાથી બચવા એડિ અને તેની પત્ની એક સલામત આશ્રયસ્થાનમાં પહોંચ્યા, જ્યાં રુડોલ્ફ અને તેનો પરિવાર અગાઉથી જ હાજર હતા. તે સમયે એડિ દેખીતી રીતે ગઠબંધન દળોના યુદ્ધવિમાનોના સંદર્ભમાં બોલ્યો હતો કે, “ગંદા લાવારિસો ફરી પાછા આવી ગયા.” પરંતુ રુડોલ્ફ એમ સમજી બેઠો કે તેના ભાઈએ તેને અને તેના પરિવારને ઉદ્દેશીને આમ કહ્યું છે. પછીથી રુડોલ્ફ અમેરિકન સૈનિકોના હાથે પકડાઇ ગયો અને તેના પર વોફેન એસએસ (SS)ના સભ્ય હોવાનો આરોપ મુકાયો ત્યારે તેને એમ જ લાગવા માંડ્યું કે તેના ભાઈએ તેને પકડાવ્યો છે.

1947માં બંને ભાઈઓ છુટા પડ્યા, તે સાથે

  • રુડીએ નવી કંપની સ્થાપી જેને તેમણે રુ ડોલ્ફ ડે સલર નામના આધારે રુડા નામ આપ્યું, પછી બ્રાન્ડ નામ બદલાઇને પુમા બન્યું હતું.
  • એડિએ 18 ઓગસ્ટ, 1949ના રોજ જે કંપની સ્થાપી તે વિધિવત રીતે એડિડાસ એજી (AG) (adidas AG) (નાના અક્ષરોમાં લખેલુ) તરીકે નોંધાયેલી હતી. એક્રોનિમ ઓલ ડે આઇ ડ્રીમ અબાઉટ સ્પોર્ટ ભલે ક્યારેક એડિડાસના નામનું મૂળ ગણવામાં આવતું હોય પરંતુ આ નામ પાછલી અસરથી લાગુ કરવામાં આવ્યું હતું, જેથી તે બેક્રોનિમ બને છે. આ ખરેખર તો “એડિ” (એડોલ્ફનું હુલામણું નામ) અને “ડાસ” (“ડેસલર”માંથી)ને જોડીને બનાવેલુ નામ છે.

ટેપી સંબંધિત બાબતો

ચિત્ર:Bernard-Tapie.jpg
બર્નાર્ડ ટેપી, ભૂતપૂર્વ ફ્રેન્ચ ઉદ્યોગપતિ કે જેઓ એડિડાસની માલિકી ધરાવતા હતા પરંતુ દેવાના કારણે તેમણે કંપની પરથી પોતાનો અંકુશ છોડી દીધો.

એડોલ્ફ ડેસલરના પુત્ર હોર્સ્ટ ડેસલરનું 1987માં મૃત્યુ થયા બાદ મુશ્કેલીના સમયગાળા પછી ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ ટેપીએ 1989માં ₣1.6 બિલિયન (હવે €243.918 મિલિયન)માં કંપની ખરીદી હતી અને તે નાણાં ટેપીએ ઉછીના લીધેલા નાણાં હતાં. ટેપી તે સમયે નાદાર કંપનીઓને ઉગારી લેવા માટે જાણીતા તજજ્ઞ હતા, જે તજજ્ઞતા વડે જ તેમણે પોતાની સંપત્તિનું સર્જન કર્યું હતું.

ટેપીએ ઉત્પાદન કામગીરી દરિયાપાર એશિયામાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પ્રચાર માટે મેડોનાને પણ રોકી હતી. તેમણે જૂતા વેચવા માટેના એક પ્રતિનિધિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચથી જર્મની મોકલ્યો હતો અને એડોલ્ફ ડેસલરના વંશજોને (એમેલિયા રેન્ડાલ ડેસલર અને બેલ્લા બેક ડેસલર) મળ્યા હતા અને ત્યાં કંપનીનો પ્રચાર કરવા થોડીક વસ્તુઓ સાથે પ્રતિનિધિને પાછો મોકલ્યો હતો.

1992માં ટેપી લોનનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેમણે એડિડાસને વેચવાનો ક્રેડિટ લ્યોન્નાઇસ બેંકને અધિકાર આપ્યો હતો અને ત્યારપછી બેંકે કંપનીનું બાકી દેવું ઈક્વિટી (શેર) માં રુપાંતરિત કર્યું હતું, જે તે વખતની ફ્રેન્ચ બેંકિંગ પદ્ધતિ મુજબ અસામાન્ય બાબત હતી. તે વખતની ફ્રેન્ચ સરકારમાં ટેપી શહેરી બાબતોના પ્રધાન હોવાના કારણે રાજ્યની માલિકીની બેંકે તેમની વ્યક્તિગત તરફેણ કરી તેમને સખત નાણાકીય તંગીમાંથી ઉગારવાનો પ્રયત્ન કર્યો હતો.

ફેબ્રુઆરી, 1993માં ક્રેડિટ લ્યોન્નાઇસે એડિડાસને બર્નાર્ડ ટેપીના જ એક મિત્ર રોબર્ટ લુઇસ-ડ્રેયફસને ટેપીના 2.85 બિલિયન ફ્રાન્ક (€434.479 મિલિયન)ના દેવાંથી ઘણી ઊંચી રકમ 4.485 બિલિયન ફ્રાન્ક (€683.514 મિલિયન)માં વેચી દીધી હતી. તે પછી ટેપી બેંકને અદાલતમાં ઢસડી ગયો હતો, કેમ કે તે માનતો હતો કે કંપનીના પરોક્ષ વેચાણમાં તે “લૂંટાયો” છે.[સંદર્ભ આપો]

રોબર્ટ લુઇસ-ડ્રેયફસ કંપનીના નવા સીઈઓ (CEO) બન્યા. તેઓ 1993 સુધી ટેપીની માલિકીની રહેલી ટીમ ઓલિમ્પિક દ માર્સેલીના અધ્યક્ષ પણ હતા.[સંદર્ભ આપો]

ટેપીએ 1994માં વ્યક્તિગત નાદારી માટે અરજી કરી હતી. ફૂટબોલ ક્લબમાં મેચ ફિક્સિંગના સંબંધમાં તેમની સામે કેટલાય મુકદ્દમા થયા હતા. 1997માં તેમણે 18 મહિનાના જેલવાસના 6 મહિના પેરિસની લા સાન્ટે જેલમાં ગાળ્યા હતા. 2005માં ફ્રેન્ચ અદાલતોએ ટેપીને €135 મિલિયન (અંદાજે 886 મિલિયન ફ્રાન્ક)નું વળતર ચૂકવવામાં આવે તેવો આદેશ કર્યો હતો.[સંદર્ભ આપો]

ટેપી પછીનો યુગ

એડિડાસ 
કંપનીના ત્રણ લાક્ષણિક પટ્ટા સાથેના એડિડાસના પ્રાસંગિક જૂતા

1994માં ફિફા યુથ ગ્રુપ સાથે મળીને એસઓએસ (SOS) ચિલ્ડ્રન્સ વિલેજિસ મુખ્ય લાભાર્થી બન્યા હતા.

1997માં એડિડાસ એજી (AG)એ સાલોમોન જૂથ હસ્તગત કર્યું, જે સ્કી વેર માટે જાણીતું હતું. તેનું સત્તાવાર કોર્પોરેટ નામ બદલીને એડિડાસ-સોલોમોન એજી (AG) કરવામાં આવ્યું, કેમ કે આ સંપાદન સાથે એડિડાસે ટેલરમેડ ગોલ્ફ કંપની અને મેક્સફીને પણ હસ્તગત કરી હતી, જેથી તેઓ નાઇકી ગોલ્ફ સાથે સ્પર્ધા કરી શકે તેમ હતા.

1998માં એડિડાસે ટીમ ગણવેશ અને તૈયાર વસ્ત્રો પરના વ્યાપારિક લોગોના કદ અને સંખ્યા નિયંત્રિત કરવાના નિયમો મામલે એનસીએએ (NCAA) સામે દાવો માંડ્યો હતો. એડિડાસે મુકદ્દમો પાછો ખેંચી લીધો હતો અને બંને જૂથોએ એડિડાસના ટ્રેડમાર્ક માટે ત્રણ ઊભા સમાંતર પટ્ટાનો ઉપયોગ કરવા બાબતે માર્ગદર્શિકાઓ નક્કી કરી હતી.

2003માં એડિડાસે બ્રિટિશ અદાલતમાં મુકદ્દમો કરીને એડિડાસના ત્રણ ઊભા પટ્ટા સાથે સામ્ય ધરાવતા બે ઊભા સમાંતર પટ્ટાના લોગોનો ફિટનેસ વર્લ્ડ ટ્રેડિંગ દ્વારા થતા ઉપયોગને પડકાર્યો હતો. અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે ફિટનેસ વર્લ્ડ ટ્રેડિંગનો લોગો સાદો હોવા છતાં તે કાયદાનો ભંગ કરે છે, કેમકે જાહેરજનતા તો બંનેના લોગો વચ્ચે કોઇ તફાવત જોવાની નથી.

સપ્ટેમ્બર, 2004માં ટોચની અંગ્રેજ ફેશન ડિઝાઇનર સ્ટેલા મેક્કાર્ટનીએ એડિડાસ સાથે સંયુક્ત સાહસ શ્રેણી શરુ કરી હતી, જેનાથી કંપની સાથે લાંબા ગાળાની ભાગીદારીની શરૂઆત થઈ હતી. આ શ્રેણી સ્ત્રીઓ માટેના સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ કલેક્શનની છે, જે ‘એડિડાસ બાય સ્ટેલા મેક્કાર્ટની’ તરીકે ઓળખાય છે અને વિવેચકોએ તેના વખાણ પણ કર્યા છે.

3 મે, 2005ના રોજ એડિડાસે જાહેર કર્યું હતું કે તેમણે તેમની ભાગીદાર કંપની સોલોમોન જૂથ ફિનલેન્ડની આમેર સ્પોર્ટ્સને €48.5 મિલિયનમાં વેચી દીધી છે.

ઓગસ્ટ, 2005માં એડિડાસે બ્રિટિશ હરીફ રીબોકને $3.8 બિલિયન (યુએસ (US))માં ખરીદવાના તેના ઇરાદાની ઘોષણા કરી હતી. આ ખરીદી જાન્યુઆરી, 2006માં ભાગીદારીથી પૂર્ણ થઈ હતી અને તેનો હેતુ ઉત્તર અમેરિકામાં તેમના વેચાણને નાઇકીના વેચાણથી નજીક લઇ જવાનો હતો. રીબોકનું હસ્તાંતરણ એડિડાસને વિશ્વની બીજા ક્રમની એથ્લેટિક શૂમેકર તરીકે વિશ્વભરમાં નાઇકી સાથે સ્પર્ધા પણ કરાવી શકે તેમ હતું.

એડિડાસ જર્મનીમાં વૈશ્વિક કોર્પોરેટ વડુંમથક ધરાવે છે અને દુનિયાભરમાં પોર્ટલેન્ડ ઓઆર (OR), હોંગકોંગ, ટોરેન્ટો, તાઇવાન, ઇંગ્લેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય ઘણા વ્યાપાર કેન્દ્રો ધરાવે છે. મુખ્યત્વે યુ.એસ. (U.S.)માં વેચાણ ધરાવતી એડિડાસે આ દેશોમાંથી પુષ્કળ અસ્કયામતો ઊભી કરી છે અને કંપની દરિયાપારના વધુ દેશોમાં વિસ્તરી રહી છે.

2005માં એડિડાસે એડિડાસ 1 બજારમાં મૂક્યું હતું, જે માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરતું સર્વપ્રથમ પ્રોડક્શન શૂ (ઉત્પાદિત જૂતુ) હતું. કંપની દ્વારા ‘વિશ્વનું સર્વપ્રથમ બુદ્ધિમાન જૂતુ’ ગણાવવામાં આવેલું એડિડાસ 1 સેકન્ડદીઠ 5 મિલિયન ગણતરીઓ કરવા સક્ષમ માઇક્રોપ્રોસેસર યુક્ત છે જે જૂતાના વાતાવરણને અનુકૂળ રહે તે રીતે તેમાં દબાણનું સ્તર તે આપોઆપ યોગ્ય કરે છે. આ જૂતામાં એક નાની, યુઝર-રિપ્લેસેબલ બેટરીની જરૂર પડે છે, જે અંદાજે 100 કલાકની દોડ સુધી ચાલે છે. 25 નવેમ્બર, 2005ના રોજ એડિડાસે એડિડાસ 1ની નવી આવૃત્તિ રજૂ કરી હતી, જેમાં દબાણની રેન્જ વધારે હોવાથી આ જૂતુ વધુ મુલાયમ અને મજબૂત બન્યું હતું. તેમાં 153 ટકા વધુ ટોર્કવાળી નવી મોટર પણ હતી.[સંદર્ભ આપો]

11 એપ્રિલ, 2006ના રોજ એડિડાસે એનબીએ (NBA)ના સત્તાવાર વસ્ત્ર પ્રદાતા બનવા માટેના 11 વર્ષના કરારની ઘોષણા કરી હતી. તેઓ એનબીએ (NBA), એનબીડીએલ (NBDL), અને ડબલ્યુએનબીએ (WNBA)ની જર્સીઓ અને ઉત્પાદો તેમ જ “સુપરસ્ટાર” બાસ્કેટબોલ જૂતાનું જે-તે ટીમના રંગનું વર્ઝન બનાવશે. આ સોદાએ ($400 મિલિયનથી વધુના) અગાઉ 10 વર્ષ માટે થયેલા રીબોકના સોદાનું સ્થાન લીધું, જે સોદો 2001માં થયો હતો.

પેદાશો

દોડ માટેની

એડિડાસ 
એડિડાસ રિસ્પોન્સ કુશિન 18 રનિંગ ટ્રેનરની જોડી

એડિડાસ હાલમાં કેટલાય દોડ માટેના જૂતા બનાવે છે, જેમાં એડિડાસ કંટ્રોલ 5, એડિસ્ટાર રાઇડ (એડિસ્ટાર કુશન 6ના સ્થાને આવેલા), સુપરનોવા સિક્વન્સ (સુપરનોવા કંટ્રોલ 10ના સ્થાને આવેલા) અને સુપરનોવા કુશનિ 7 (જેના સ્થાને ટૂંક સમયમાં સુપરનોવા ગ્લાઈડ આવશે) સહિતના જૂતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમના પર્ફોર્મન્સ (રમતગમત માટેના) પોશાકોનો દોડવીરો દ્વારા વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. એડિડાસ વધુ મોંઘા જૂતા બનાવવા કાંગારુના ચામડાનો પણ ઉપયોગ કરે છે.

ફૂટબોલ (સોકર)

ફૂટબોલ કિટ અને સંલગ્ન સાધનો એડિડાસના મુખ્ય ધ્યાનના ઉત્પાદનો પૈકી એક છે. એડિડાસ મેજર લીગ સોકરમાં તમામ ટીમો માટે પણ તૈયાર પોશાક અને સાધનો પૂરા પાડે છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમો માટે ટીમ કિટ્સ પૂરી પાડવામાં એડિડાસ એક મુખ્ય કંપની રહી છે.

એડિડાસ રેફરી કિટ્સ પણ બનાવે છે, જેનો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અને વિશ્વના ઘણા દેશો તથા લીગ્સ દ્વારા ઉપયોગ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં એમએલએસ (MLS) મેચોમાં અધિકૃત સ્પોર્ટ્સ રેફરી માટેના પ્રાથમિક પૂરવઠાકારો હોવા છતાં રેફરીઓ એડિડાસની કિટ્સનો જ ઉપયોગ કરે છે. રમતગમત માટેના ફૂટવેરના ક્ષેત્રમાં કંપની નવો ચીલો પાડનાર રહી છે, જેના જાણીતા ઉદાહરણોમાં મજબૂત શુષ્ક પિચો પરની મેચો માટે વપરાતા કોપા મુંડિયાલ મોલ્ડેડ જૂતાનો સમાવેશ થાય છે, જે જૂતા કંપની 40 વર્ષથી બનાવે છે. 1978માં કંપની જે દેશોમાં માલ પહોંચાડતી હતી તે પૈકીના આર્જેન્ટિનાએ જીતેલી ટુર્નામેન્ટના પગલે ખીલા જડેલા આ જૂતાને વિશ્વ કપ નામ આપવામાં આવ્યું હતું. હાલમાં કેટલીક સૌથી જાણીતી ફૂટબોલ ટીમો એડિડાસ દ્વારા સ્પોન્સર થયેલી છે.

લિવરપૂલના ખેલાડી રહી ચૂકેલા ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્રેગ જોન્સ્ટન દ્વારા વિકસાવવામાં આવેલી પ્રિડેટર બૂટ ડિઝાઇન લાવવા માટે એડિડાસ જાણીતી બની હતી. આ ડિઝાઇનમાં જૂતાના ઉપરના ચામડા માટે સાંકડી ધારવાળું રબરનું માળખુ રાખવામાં આવ્યું છે, જેનો ઉપયોગ બોલને મારતી વખતે તેના પર આવતું જોર વધારવા માટે કરવામાં આવે છે. અત્યંત કુશળ ખેલાડીઓએ દાવો કર્યો હતો કે તેમણે પ્રિડેટર શૂઝ પહેર્યા હોય ત્યારે તેઓ હવામાં બોલને વધુ સહેલાઇથી વળાંક આપી શકતા હતા.[સંદર્ભ આપો]પ્રિડેટર ક્રેગ જોન્સ્ટને શોધેલા ટ્રેક્સન સોલમાં પણ ઉપલબ્ધ છે.

ફૂટબોલની વૈશ્વિક નિયમનકારી સંસ્થા ફિફાએ તેની પોતાની વિશ્વ કપ ટુર્નામેન્ટ્સમાં વધુ આક્રમક રમતની તરફેણ માટે ખાસ રીતે તૈયાર કરાયેલા ફૂટબોલના ઉપયોગના આદેશ કર્યા હતા. 2006ના વિશ્વ કપ માટે પૂરા પાડવામાં આવેલા ટીમગેઇસ્ટ દડા ખાસ કરીને અગાઉના દડાની સરખામણીએ કિક વાગે ત્યારે વધુ દૂર જવાની ક્ષમતાને કારણે નોંધપાત્ર બન્યા હતા, જેથી લાંબા અંતરની ગોલ સ્ટ્રાઇક્સમાં વધારો થયો હતો, જેનો હેતુ ગોલ્સની સંખ્યા વધારવાનો હતો. ગોલકીપરો આ ડિઝાઇન ઓછી અનુકૂળ હોવાનું મનાતા હતા. તેમનો દાવો હતો કે આ દડો હવામાં સૂચક અને અંદાજ ન લગાવી શકાય તે રીતે ગતિ કરે છે.

એડિડાસે 2010ના વિશ્વ કપ માટે બીજો નવો દડો રજૂ કર્યો હતો. આ જાબુલાની દડો લોઉઘબોરુઘ યુનિવર્સિટીએ ચેલ્સી એફસી (FC) સાથે મળીને ડિઝાઇન કર્યો હતો અને વિકસાવ્યો હતો. આ દડો અંકુશમાં રાખવો ખૂબ મુશ્કેલ હોવાના કારણે તેણે ખેલાડીઓ, પ્રબંધકો અને ફૂટબોલના પંડિતો દ્વારા ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ હળવા અને વધુ ગતિશીલ દડાથી ઘણા શોટ્સ અને પાસ ઓવરહિટ થયા હતા. ટુર્નામેન્ટના શરુઆતના તબક્કામાં લાંબા અંતરના ગોલ્સની ઓછી સંખ્યા માટે કે પછી ગોલ માટેના ગણ્યાગાંઠ્યા ચોકસાઇપૂર્ણ પ્રયાસો માટે જાબુલાનીને વ્યાપકપણે જવાબદાર ગણવામાં આવ્યો હતો.

એડિડાસ અહીં ઉલ્લેખ કરેલા પ્રિડેટર જૂતા ઉપરાંત એફ50 (F50) અને એડિપ્યોર રેન્જના ફૂટબોલ જૂતાઓ પણ બનાવે છે.

ટેનિસ

એડિડાસ 
વ્યવસાયિક ટેનિસ ખેલાડી એન્ડી મૂર્રે

એડિડાસે ટેનિસ ખેલાડીઓને સ્પોન્સર કર્યા છે અને તાજેતરમાં ટેનિસ રેકેટ્સની એક નવી શ્રેણી રજૂ કરી છે. ફેધર “નિયમિત ખેલાડી” માટે બનાવાય છે જ્યારે રિસ્પોન્સ “ક્લબ ખેલાડી” માટે છે. “ટુર્નામેન્ટ ખેલાડી” માટે એડિડાસનું 12.2 ઔંશ (oz)નું બેરિકેડ ટુર મોડેલ ઉપલબ્ધ છે. મુખ્યત્વે પોશાક અને ફૂટવેર માટે એડિડાસ નીચે મુજબના વ્યવસાયિક ખેલાડીઓને સ્પોન્સર કરે છેઃ એના ઇવાનોવિક, એન્ડી મુર્રે, મારિયા કિરિલેન્કો, કેરોલિન વોઝનિઆસ્કી, જસ્ટિન હેનિન, જો-વિલ્ફ્રેડ સોંગા, દિનારા સાફિના, ડેનિયેલા હન્તુચોવા, એલિસિયા મોલિક, ફર્નાન્ડો વર્ડાસ્કો, ગિલેસ સિમોન, ફર્નાન્ડો ગોન્ઝાલેઝ, ફ્લાવિયા પેન્નેટ્ટા, લૌરા રોબસન, મેલાની ઓઉડિન અને સોરાના કર્સ્ટીઆ. એડિડાસના ટેનિસ પોશાકો ક્લિમાકૂલ ટેક્નોલોજી યુક્ત છે જે અન્ય એથ્લેટિક જર્સીઓ અને જૂતામાં જોવા મળે છે.

નવેમ્બર, 2009માં વિશ્વનો નંબર 4 ખેલાડી એન્ડી મુર્રે 5 વર્ષના $24.5 મિલિયનના કરાર સાથે એડિડાસનો સૌથી વધુ રકમ મેળવનાર સ્ટાર બન્યો હતો.

એડિડાસ દ્વારા સ્પોન્સર્ડ ખેલાડીઓ એડિડાસ ખેલાડી સુધારણા કાર્યક્રમનો લાભ લઇ શકે છે, જેમાં કંપની આ ખેલાડીઓને તેમની કારકિર્દી આગળ ધપાવવા માટે કોચીસ, ફિટનેસ ટ્રેનર્સ અને રમત મનોવિજ્ઞાનીઓ પૂરા પાડે છે. આ કાર્યક્રમમાં ડેરેન કાહિલ અને સ્વેન ગ્રોએનવેલ્ડ જેવા જીવંત દંતકથારુપ કોચ પણ જોડાયા છે.

સિનસિનાટીના મેસનમાં એટીપી (ATP) ટેનિસ ટુર્નામેન્ટમાં તેમણે બોલ-બોય અને બોલ-ગર્લના ગણવેશ પણ સ્પોન્સર્ડ કર્યા હતા.

ગોલ્ફ

એડિડાસગોલ્ફ જર્મની સ્થિત રમતગમતના તૈયાર પોશાકના ઉત્પાદક એડિડાસ અને એડિડાસ જૂથનો એક ભાગ છે, જેમાં રીબોક સ્પોર્ટસવેર કંપની, ટેલરમેઇડ-એડિડાસ ગોલ્ફ કંપની અને રોકપોર્ટનો સમાવેશ થાય છે. એડિડાસ જૂથનો વિશ્વની રમતગમત માલસામાન ઉદ્યોગની અગ્રણી કંપનીઓ સમાવેશ છે અને તે એડિડાસ, રીબોક અને ટેલરમેઇડ-એડિડાસ ગોલ્ફના ત્રણ મુખ્ય ક્ષેત્રો હેઠળ ઉત્પાદોની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ કરાવે છે. એડિડાસગોલ્ફ હાલમાં એડિડાસ-બ્રાન્ડના ગોલ્ફ એપેરલ (તૈયાર પોશાક), ફૂટવેર અને સહાયક વસ્તુઓનું વેચાણ અને ઉત્પાદન કરે છે.

કંપનીની સમયરેખાઃ

1997માં એડિડાસ એજી (AG)એ આલ્પાઇન સ્કી વેરમાં વિશેષતા ધરાવતા સોલોમન જૂથને હસ્તગત કર્યું હતું અને તેનું સત્તાવાર કોર્પોરેટ નામ બદલીને એડિડાસ-સોલોમન એજી (AG) કરવામાં આવ્યું હતું, કારણ કે આ ખરીદીની સાથે એડિડાસે ટેલરમેઇડ ગોલ્ફ કંપની અને મેક્સફ્લીને પણ ખરીદી હતી, જેનાથી એડિડાસને નાઇકી ગોલ્ફ સાથે સ્પર્ધામાં ઉતરવાની છૂટ મળી હતી. સોલોમને ટેલરમેઇન અને સ્પોર્ટસ સાધનોનું ઉત્પાદન કરતી બીજી કંપનીઓમાંથી તેનો અંકુશાત્મક હિસ્સો વૈશ્વિક અગ્રણી કંપની એડિડાસ એજી (AG)ને વેચ્યો હતો.

1998માં, એડિડાસ ગોલ્ફ યુએસએ (USA) તેની વ્યાપારિક કામગીરીને ટુલેટિન, ઓરેગનથી કેલિફોર્નિયામાં કાર્લ્સબેડ ખાતેના ટેલરમેઇડ ગોલ્ફના મુખ્યાલયમાં ખસેડી હતી જે કંપની એડિડાસ-સોલોમન દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. એડિડાસેગોલ્ફ યુએસએ (USA)એ 30 કર્મચારીઓનું સ્થળાંતર કર્યું હતું. કાર્લ્સબેડ તેની પ્રાથમિક હરીફ કંપની કોલવે ગોલ્ફ કંપનીનું પણ મુખ્યાલય હતું.

1999માં ટેલરમેઇડ અને એડિડાસગોલ્ફ યુએસએ (USA)નું વિલિનીકરણ કરીને ટેલરમેઇડ-એડિડાસ ગોલ્ફ નામની નવી કંપની બનાવવામાં આવી હતી અને તેનું વૈશ્વિક મુખ્યાલય કાર્લ્સબેડ ખાતે રાખવામાં આવ્યું હતું. માર્ક કિંગને આ કંપનીના વડા બનાવવામાં આવ્યા હતા, જેમણે 1981માં વેચાણ પ્રતિનિધિ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1998માં કોલવે ગોલ્ફબોલ કંપનીમાં વેચાણ અને માર્કેટિંગના નાયબ વડા તરીકે ટૂંકા સમયગાળા માટે કામગીરી કરી હતી.

નવેમ્બર 2008માં એશવર્થ (પોશાક) ટેલરમેઇડ-એડિડાસની સંપૂર્ણમાલિકીની પેટાકંપની બની હતી, જે એડિડાસ ગોલ્ફના સિન્થેટિક પર્ફોર્મન્સ ફેબ્રિક્સ વ્યવસાય માટે પુરક હતી.

પેદાશ

એડિડાસ ગોલ્ફ પુરુષો, સ્ત્રીઓ અને યુવાનો માટે તૈયાર પોશાક, ફૂટવેર અને ઍક્સેસરિઝ (સહાયક સામગ્રી)નું વેચાણ કરે છે. પુરુષો માટેની ચીજવસ્તુઓમાં ફૂટવેર, શર્ટ્સ, શોર્ટ્સ, પેન્ટ્સ, આઉટરવેર, બેઝ લેયર અને ચશ્માનો સમાવેશ થાય છે. મહિલાઓ માટેની ચીજવસ્તુઓમાં ફૂટવેર, શર્ટ્સ, શોર્ટ્સ, સ્કર્ટ્સ, પેન્ટ્સ, આઉટરવેર, બેઝ લેયર્સ અને ચશ્માનો સમાવેશ થાય છે. યુવાનો માટેની ચીજોમાં છોકરા અને છોકરી બંનેના ફૂટવેર, તૈયાર પોશાક અને ચશ્માનો સમાવેશ થાય છે.

ક્રિકેટ

એડિડાસ 
ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર તેના એડિડાસ બેટથી ફટકો મારી રહ્યો છે

1990ના દાયકામાં એડિડાસે ભારતના ખ્યાતનામ બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરાર કર્યો હતો અને તેમના માટે જૂતા બનાવ્યા હતા. તેંડુલકરે મેચ રમતી વખતે એડિડાસના જૂતા પહેરવાનું ચાલુ રાખ્યું છે. એડિડાસે સચિન તેંડુલકર પછી અન્ય જાણીતા ખેલાડીઓ સાથે પણ કરાર કર્યા છે.

2008માં એડિડાસે ઇંગ્લેન્ડના બેટિંગ સ્ટાર કેવિન પીટર્સનને સ્પોન્સર કરીને ઇંગ્લેન્ડના ક્રિકેટ બજારમાં પ્રવેશ કર્યો હતો. નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી કંપની વૂડવોર્મ સાથેના આજીવન કરાર રદ થયા બાદ એડિડાસે કેવિન પીટર્સન સાથે આ સોદો કર્યો હતો. પછીના વર્ષે તેમણે ઇંગ્લેન્ડના બીજા ખેલાડી ઇયાન બેલ, પાકિસ્તાનના ખેલાડી સલમાન બટ અને ભારતના ખેલાડી રવિન્દ્ર જાડેજા સાથે કરાર કર્યા હતા. ઘણા વર્ષો સુધી ક્રિકેટ માટેના ફૂટવેરનું ઉત્પાદન કર્યા પછી કંપનીએ આખરે 2008માં ક્રિકેટ બેટના ઉત્પાદનમાં પ્રવેશ કર્યો હતો અને તેના ઉત્પાદનો ઇનકુર્ઝા, પેલ્લારા અને લિબ્રો રેન્જમાં ઉપલબ્ધ છે.

એડિડાસ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ એમ બંને માટે ગણવેશનું પણ ઉત્પાદન કરે છે. એડિડાસે 2011માં કિક્રેટ દક્ષિણ આફ્રિકાસાથે પણ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે અને 2011ના ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન અને તે પછીની ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ એડિડાસ દ્વારા તૈયાર કરાયેલ ગણવેશ પહેરશે. તેમણે દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને પણ સ્પોન્સર કરી છે.

કંપનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ (IPL))ની 2008 અને 2009 એમ બંને સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ ટીમની સ્પોન્સરશિપ લીધી હતી.

2009થી એડિડાસ સચિન તેંડુલકરના બેટને પણ સ્પોન્સર કરે છે. કંપનીએ તેંડુલકરના વ્યક્તિત્વને અનુરુપ ‘એડિડાસ માસ્ટર બ્લાસ્ટર’ બેટ તૈયાર કર્યું છે.

બાસ્કેટબોલ

એડિડાસ લાંબા સમયથી બાસ્કેટબોલના જૂતાનું ઉત્પાદન કરે છે અને તે વિશ્વની અગ્રણી બાસ્કેટબોલ બ્રાન્ડ્સ પૈકીની એક છે. કંપની તેના આઇકોનિક સુપરસ્ટાર અને પ્રો મોડલ જૂતા માટે સૌથી વધુ જાણીતી છે, જે તેની અનોખી સ્ટાઇલના સખત રબર ટો બોક્સ માટે ‘શેલટોઝ’ તરીકે પણ ઓળખાય છે. આ ઉત્પાદનો 1980ના દાયકામાં હીપ હોપ સ્ટ્રીટવેર દ્રશ્ય (કપડાની એક સ્ટાઇલ) અને એડિડાસના સ્ટ્રાઇપ-સાઇડેડ પોલિએસ્ટર સ્યુટ્સ સાથે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.

એડિડાસ હાલમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનની તમામ 30 ફ્રેન્ચાઇઝીને આવશ્યક સામગ્રી પૂરી પાડે છે (વિલિનીકરણ પછી રીબોક બ્રાન્ડની જગ્યાએ) તેમજ કરીમ અબ્દુલ-જબ્બાર અને ટ્રેસી મેકગ્રેડી તથા ડીવેઇટ હોવાર્ડ, ચૌની બિલ્લુપ્સ, ડેરિક રોઝ, એરિક ગોર્ડન, માઇકલ બીસલે, જોશ સ્મિથ અને ટીમ ડંકન જેવા હાલના અને ભૂતપૂર્વ સહિતના સંખ્યાબંધ ખેલાડીઓની સ્પોન્સર છે. એડિડાસે કોબે બ્રાયન્ટ સાથે એડિડાસ ઈક્વિપમેન્ટ કેબી8 (KB8)ના કરારનો સૌપ્રથમ સિગ્નેચર જૂતા માટે ઉપયોગ કર્યો હતો, પરંતુ 2003માં આ કરાર રદ કરવામાં આવ્યો હતો. 2010માં કેવિન ગાર્નેટે કરારમાંથી નીકળી જવાનું પસંદ કર્યું ત્યાં સુધી કંપની આ ખેલાડીને પણ સમર્થન કરતી હતી; હાલમાં તે એન્ટાનું સમર્થન કરે છે. લેબ્રોન જેમ્સ પણ હાઇસ્કૂલમાં એડિડાસ પહેરતા હતા. હવે તે નાઇકીને સમર્થન આપે છે. ગિલ્બર્ટ એરેનાસ પણ ગઈ સીઝનની હાલ-કુખ્યાત ગોળીબાર ઘટના સુધી એડિડાસને સમર્થન કરતા હતા; હાલ તેઓ કોઈને સમર્થન નથી આપતા.

લેક્રોસ

2007માં, એડિડાસે જાહેરાત કરી હતી કે તે લેક્રોસના સાધનનું ભવિષ્યમાં ઉત્પાદન કરશે અને યુનાઈટેડ સ્ટેટ્સની ટોચની 600 હાઇસ્કૂલના અંડરક્લાસમેન લેક્રોસ ખેલાડીઓ માટે જુલાઈ 2008માં એડિડાસ નેશનલ લેક્રોસ ક્લાસિકને સ્પોન્સર કરશે.

રગ્બી

એડિડાસ 
તમામ કાળી રગ્બી જર્સી

એડિડાસ રગ્બી બોલ અને રગ્બીના અન્ય સાધનોનું ઉત્પાદન કરે છે. તે હાલમાં ન્યૂઝીલેન્ડ ઓલ બ્લેક્સ, આઇરિશ મુન્સ્ટર રગ્બી, આર્જેટિનિયમ પુમાસ અને દક્ષિણ આફ્રિકન સ્ટોર્મર્સ તેમજ પશ્ચિમ પ્રાંતની રગ્બી યુનિયન સહિતની ટીમો માટે કિટ અને દડાનો પૂરવઠો પુરો પાડે છે. એડિડાસ હાલમાં હાઇનીકિન કપ માટેની સત્તાવર મેચ બોલ પૂરવઠાકાર છે.

જિમ્નેસ્ટિક્સ

એડિડાસ 2000ના વર્ષથી યુએસએ (USA) જિમ્નેસ્ટિક્સ મારફત ટીમ યુએસએ (USA) માટે પુરુષ અને મહિલા જિમ્નેસ્ટિક્સના તૈયાર કપડા પૂરા પાડે છે. 2006માં એડિડાસ જિમ્નેસ્ટિક્સ લીટાર્ડ ફોર વુમેન, એડિડાસ મેન્સ કોમ્પ શર્ટ, જિમ્નેસ્ટિક્સ પેન્ટસ અને જિમ્નેસ્ટિ્સ શોર્ટ્સ યુએસએ (USA)માં ઉપલબ્ધ બન્યા છે, સિઝનલ લીટાર્ડ વસંત, ઉનાળો, ચોમાસુ અને રજાઓના સમયમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. 2009માં શરૂઆત પછીથી એડિડાસ જિમ્નેસ્ટિક્સ વેર જીકે (GK) એલાઇટ સ્પોર્ટસવેર મારફત વિશ્વભરમાં ઉપલબ્ધ છે.

સ્કેટબોર્ડિંગ

એડિડાસ એસબી (SB) (સ્કેટબોર્ડિંગ) વિશેષ કરીને સ્કેટબોર્ડિંગ માટે તૈયાર કરવામાં આવેલા જૂતાં છે. એડિડાસે અગાઉ બનાવેલા ઘણા જૂતાંને સ્કેટબોર્ડિંગ માટે ફરીથી ડિઝાઇન કર્યા હતા.

એડિડાસ સ્કેટબોર્ડિંગ પાસે તેની એક સ્કેટબોર્ડિંગ ટીમ પણ છે. આ ટીમમાં માર્ક ગોન્ઝાલિસ, ડેનિસ બુશેનિત્ઝ, ટીમ ઓ’કોનોર, સિલાસ બેક્સટર- નીલ, પીટ એલ્ડ્રીન, બેની ફેરફેક્સ, નેસ્ટર જુડકિન્સ, લેમ વિલેમિન, વિન્સ ડેલ વેલી અને જેક બ્રાઉનનો સમાવેશ થાય છે.

ઍક્સેસરિઝ (સહાયક સામગ્રી)

એડિડાસ સેન્ડલ, ઘડિયાળ, ચશ્મા, બેગ, બેઝબોલ ટોપી અને મોજાની ડિઝાઇન તૈયાર કરે અને તેનું ઉત્પાદન પણ કરે છે.

એડિડાસ 
એડિડાસ ફ્રેશ ઈમ્પેક્ટ - મર્યાદિત આવૃત્તિ

આ ઉપરાંત, એડિડાસ પુરુષ અને મહિલા માટે ડિઓડરન્ટ, પર્ફ્યુમ, આફ્કટરશેવ અને લોશનની બ્રાન્ડેડ શ્રેણી પણ ધરાવે છે.

માર્કેટિંગ

બીજી ઘણી સ્પોર્ટસ બ્રાન્ડની જેમ એડિડાસે પણ તેની બ્રાન્ડ માટે ગ્રાહકોમાં વફાદારીના ઊંચા પ્રમાણનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. એડિડાસ, નાઇકી ઇન્ક., પુમા એજી (AG) અને બીજી કેટલીક સ્પોર્ટસવેર બ્રાન્ડ્સ પ્રત્યેની બ્રાન્ડ વફાદારીની તાજેતરના એક અભ્યાસમાં ચકાસણી કરવામાં આવી હતી. આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ગ્રાહકો આવી બ્રાન્ડ્સ પ્રત્યે બિનજરૂરી ઊંચી વફાદારી દર્શાવતા નથી.

1990ના દાયકાની મધ્યમાં અને અંત ભાગ દરમિયાન એડિડાસે ત્રણ મુખ્ય જૂથમાં બ્રાન્ડનું વિભાજન કર્યું હતું. દરેક જૂથ માટે અલગ કેન્દ્રબિંદુ હતું: એડિડાસ પર્ફોર્મન્સ ને એથ્લેટ માટેની તેની એક નિષ્ઠા જાળવી રાખવા ડિઝાઈન કરાયું છે, એડિડાસ ઓરિજનલ્સ ને ફેશન અને લાઇફ-સ્ટાઇલ પર ધ્યાન કેન્દ્રીત કરવા ડિઝાઇન કરાયું છે અને સ્ટાઇલ એસેન્શિયલ્સ ના મુખ્ય જૂથમાં વાય-3 (Y-3) નો સમાવેશ થાય છે.

“અસંભવ કંઈ નથી” (“ઇમ્પોસિબલ ઇઝ નથિંગ”) હાલમાં એડિડાસનું મુખ્ય પ્રવાહનું માર્કેટિંગ સૂત્ર છે. આ પ્રચાર ઝુંબેશ એમ્સ્ટ્રર્ડેમમાં 180/ટીબીડબલ્યુએ (180/TBWA) દ્વારા વિકસિત કરાઈ હતી - ખાસ કરીને બાસ્કેટબોલ ઝુંબેશ ‘બિલિવ ઇન ફાઇવ’ માટે સાન ફ્રાન્સિસ્કોની ટીબીડબલ્યુએ/ચીટ/ડે (TBWA\Chiat\Day) દ્વારા પણ નોંધપાત્ર કામ કરવામાં આવ્યું હતું.ટીબીડબલ્યુએ/ચીટ/ડે TBWA\Chiat\Day)એ 2007ની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાપન ઝુંબેશ માટેની છાપ ઉભી કરવા ઝેન પીચ કાર્યરત કરી હતી.

રમતગમત જાહેરખબર

આ બ્રાન્ડ કેટલીક રમતોમાં પણ દેખાઈ છે. એમિગા/કોમોડોર એમિગાઃ ડેલી થોમ્સનની ઓલિમ્પિક ચેલેન્જ સોની પ્લેસ્ટેશનઃ એડિડાસ પાવર સોકર કોમોડોર 64, ઝેડએક્સ (ZX) સ્પેક્ટ્રમ, એમ્સસ્ટ્રેડ સીપીસી(CPC): એડિડાસ ચેમ્પિયનશિપ ફૂટબોલ.

સ્પોન્સરશિપ

એડિડાસ ઘરેલુ (જર્મનીની અંદર) અને આંતરરાષ્ટ્રીય રમતો અને ટુર્નામેન્ટની અગ્રણી સ્પોન્સર છે. છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન આ જૂથે તેના માર્કેટિંગ અને સ્પોન્સરશિપ માટેના બજેટમાં વધારો કર્યો છે. એડિડાસ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (NBA)ની મુખ્ય સ્પોન્સર અને પૂરવઠાકાર છે. કંપનીએ તાજેતરમાં એનબીએ (NBA) રમત માટે નવી જર્સી રજૂ કરી હતી, જેને 2010-2011ની સિઝનમાં ચાલુ થતી રમતોમાં તમામ એનબીએ (NBA) ખેલાડીઓ પહેરશે.

એડિડાસ ન્યૂઝીલેન્ડની ખૂબ જ સફળ નેશનલ રગ્બી ટીમ ઓલ બ્લેકની મુખ્ય સ્પોન્સર અને કિટ પૂરવઠાકાર છે. એડિડાસ હાલમાં લોસ પુમાસ, આઇરિશ વ્યવસાયિક રગ્બી યુનિયન ટીમ ધ ઇગલ્સ, મુન્સ્ટર રગ્બી અને ફ્રેન્ચ વ્યવસાયિક રગ્બી યુનિયન ક્લબ સ્ટેડ ફ્રેન્સકેઇસની પણ કિટ પૂરવઠાકાર છે.

એડિડાસ ઓસ્ટ્રેલિયન નેશનલ રગ્બી લીગ (NRL) સ્પર્ધામાં રગ્બી લીગ ક્લબ ગોલ્ડ કોસ્ટ ટાઇટન્સની સ્પોન્સર્સ છે અને તેના માટે તૈયાર પોશાકનું ઉત્પાદન કરે છે.

ક્રિકેટ ક્ષેત્રે આ કંપની સફળ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર્સ અને કિટ પૂરવઠાકાર છે. આ કંપની ભારતના ક્રિકેટ ખેલાડીઓ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ તેમજ અંગ્રેજ ક્રિકેટરો કેવિન પીટર્સન અને ઇયાન બેલની મુખ્ય સ્પોન્સર્સ છે. કંપની ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમો દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની પણ સ્પોન્સર્સ છે.

એડિડાસ જર્મનીની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની લાંબા સમયથી કિટ પૂરવઠાકાર છે, આ સ્પોન્સરશિપની શરૂઆત 1954માં થઈ હતી અને કરાર મુજબ તે ઓછામાં ઓછા 2018 સુધી ચાલુ રહેશે. એડિડાસ આર્જેન્ટિના, જાપાન, મેક્સિકો, સ્કોટલેન્ડ અને સ્પેન સહિતના દેશોની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમોની પણ સ્પોન્સર્સ છે.

એડિડાસ વિવિધ ફૂટબોલ ક્લબને સ્પોન્સર કરવામાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં આર.એસ.સી (R.S.C.) એન્ડરલેક્ટ, રેપિડ વિયાના, રિયલ મેડ્રીડ, એસી (AC) મિલાન, ડાયનેમો ક્વીવ, મેટાલિસ્ટ, પાર્ટિઝન બેલગ્રેડ, ચેલ્સિયા, લિવરપુલ, પાલ્મીરાસ, ફ્લુમિનેન્સ, બેયર્ન મ્યુનિચ, સ્ટોક સિટી એફસી (FC), લીયોન, માર્સેલી, એએફસી (AFC) એજેક્સ, શાલ્ક 04, ગેલટસેરે, બેનફિકા, રિવર પ્લેટ, બેસિક્ટાસ, ફેનેરેહસી, યુએએનએલ (UANL) ટાઇગર્સ, પેનાથિનાઇકોસ, સાઉથ મેલબાર્ન એફસી (FC), આઇએફકે (IFK) ગોટેબર્ગ, અલ-અહલી, અલ-હિલાલ, અહલી જેદ્દાહ, કેરાકસ, યુનિવર્સિડાડ ડી ચિલી, લોસ મિલોનેરિયોસ, સેલાન્ગોર, બેઇટર જેરુસલેમ એફ.સી. (F.C.), એલ્બીરેક્સ નિગાટા અને અલ્ટેટિકો નેસિનલનો સમાવેશ થાય છે.

એડિડાસ ઓસ્ટ્રેલિયાની ફૂટબોલ લીગની કોલિંગવૂડ ફૂટબોલ ક્લબ અને એસેન્ડોન ફૂટબોલ ક્લબની પોશાકો માટેની ભાગીદાર કંપની છે.

એડિડાસ અને મેજર લીગ સોકર (MLS)એ ઓગસ્ટ 2010માં 8 વર્ષની સ્પોન્સરશિપની સમજૂતીની જાહેરાત કરી હતી, જેનાથી એડિડાસ આ લીગની સત્તાવાર એથ્લેટ સ્પોન્સર અને લાઇસન્સ પ્રોડક્ટ પૂરવઠાકાર તરીકે ચાલુ રહેશે, અને 2018 સુધી એમએલએસ (MLS) માટે લીગના વિકાસ માટે કામગીરી કરશે.

એડિડાસ લંડન મેરેથોન જેવા કાર્યક્રમો પણ સ્પોન્સર કરે છે.

1980ના દાયકામાં એડિડાસે રેપ ગ્રૂપ દોડ -ડી.એમ.સી.(DMC)સ્પોન્સર કરી હતી જે એક નવીન વિચાર હતો

ચીનના બેઈજિંગમાં યોજાયેલ 2008 સમર ઓલિમ્પિક્સ માટે એડિડાસે અનેક ટીકા-ટીપ્પણીઓ વચ્ચે પણ આ કાર્યક્રમને સ્પોન્સર કરવા માટે €70 મિલિયન ખર્ચ્યા હતા.

એડિડાસ એનએએસસીએઆર (NASCAR)માં માર્કેટિંગમાં પણ છે, અને ડેલ અર્નહાર્ડટ,જુનિયર અને ટોની સ્ટીવર્ટ જેવા મોટા ડ્રાઈવરોને પણ સ્પોન્સર કરે છે.

કંપની અંગેની માહિતી

હાલનું કારભારી બોર્ડ

  • સીઈઓ (CEO) એડિડાસ-જૂથ: હેર્બર્ટ હેઈનર
  • નાણાં એડિડાસ-જૂથ: રોબિન જે. સ્ટેલકર
  • સીઈઓ (CEO) એડિડાસ બ્રાન્ડ: એરિચ સ્ટેમિંગર
  • વૈશ્વિક કામગીરીઓ એડિડાસ-જૂથ: ગ્લેન એસ. બેન્નેટ્ટ

ભૂતપૂર્વ પ્રબંધન

  • સીઈઓ (CEO) (1993–2002): રોબર્ટ લુઈસ-ડ્રેયફસ.

નાણાકીય માહિતી

નાણાકીય માહિતી મિલિયન યૂરો
વર્ષ 2005 2006 2007 2008 2009
વેચાણ 10.084 10.266 12.478 14.636 16.084
ઇબીઆઇટીડીએ (EBITDA) 532 627 725 818 1 098
ચોખ્ખા પરિણામો 483 499 520 560 600
ચોખ્ખુ દેવુ 1498 946 594 551 2231

ટીકા

વિપુલ પ્રમાણમાં બ્રાન્ડ-આધારિત બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે, એડિડાસની વ્યાપારિક કાર્યવાહીઓ/નીતિઓ અને કામદારોના કલ્યાણ માટે કટિબદ્ધતાઓની તપાસ થઈ છે અને અનેક વખત ટીકાઓ થઈ છે.

આ પણ જુઓ

નોંધ

ઢાંચો:DAX companies

Tags:

એડિડાસ ઇતિહાસએડિડાસ પેદાશોએડિડાસ માર્કેટિંગએડિડાસ કંપની અંગેની માહિતીએડિડાસ ટીકાએડિડાસ આ પણ જુઓએડિડાસ નોંધએડિડાસ સંદર્ભોએડિડાસ બાહ્ય લિંક્સએડિડાસયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભૂગોળજયંતિ દલાલઓઝોન સ્તરમિથુન રાશીઇ-કોમર્સજગન્નાથપુરીવર્ણવ્યવસ્થાશ્વેત ક્રાંતિઓખા (તા. દ્વારકા)ચંદ્રતેલંગાણારાજા રામમોહનરાયવિક્રમ સંવતચીનબેંગલુરુગાંધીનગર જિલ્લોદ્રાક્ષદમણસાબરમતી નદીઓસમાણ મીરબ્રહ્માલાભશંકર ઠાકરપક્ષીજલારામ બાપાકમ્પ્યુટર હાર્ડવેરપોલિયોપોપટમંત્રનળ સરોવરઘૃષ્ણેશ્વરગાંઠિયો વાઅરુણ જેટલી સ્ટેડિયમબોટાદ જિલ્લોવિનોબા ભાવેઅમદાવાદ સીટી તાલુકોબોલીગુંદા (વનસ્પતિ)જશોદાબેનકળિયુગકેરીવેણીભાઈ પુરોહિતમોરબી જિલ્લોઅમીર ખુશરોમોગલ મારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાભારતનો રાષ્ટ્રધ્વજગેની ઠાકોરઇસ્લામમાનવીની ભવાઇઆંગણવાડીઅમદાવાદપાણીપતનું પહેલું યુદ્ધચક્રશીતળાગુજરાતમાં વાવનો ઇતિહાસહર્ષ સંઘવીરાજસ્થાનગુપ્ત સામ્રાજ્યપત્નીઉપનિષદગુજરાતના મુખ્યમંત્રીઓમોરારજી દેસાઈમગજસુરેશ જોષીવ્યક્તિત્વઠાકોરઝરખઅશ્વમેધમતદાનમુખપૃષ્ઠસલામત મૈથુનગરુડ પુરાણકાલિદાસબીજોરાસૌરાષ્ટ્રઉમાશંકર જોશીકસૂંબોમાહિતીનો અધિકાર🡆 More