નવરોઝ

નવરોઝ પારસીઓનું નવા વર્ષનો દિવસ અને તહેવાર છે.

જેની શરુઆત ૩૦૦૦ વર્ષ પહેલાં શાહ જમશેદજીએ કરી હતી. ૨૧ માર્ચે તેની ઉજવણી થાય છે. તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે.

નવરોઝમાં નવ નો મતલબ નવુ અને રોઝ નો મતલબ દિવસ થાય છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બંન્ને સરખા હોય છે. તે સમયે દિવસ અને રાત બંન્ને સરખા હોય છે. તે ચોક્કસ સમયને જમશેદ નવરોઝ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે.

નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઇ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.

આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઇ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે.

નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે. નવરોઝના દિવસે ઘર આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલુદા ખવડાવવામાં આવે છે. ફાલુદા સેવઇઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે.

જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.

નવરોઝએ પર્સિયન, કુર્દીસ્તાન, લ્યુરીસ્તાની, બાલોચી, આઈઝરી અને બલોચી લોકોનો પણ રાષ્ટ્રીય દિવસ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પર નવરોઝ

Tags:

પારસીશાહ જમશેદજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃશ્ચિક રાશીવેદલાભશંકર ઠાકરવિનોદ ભટ્ટભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગુજરાતી સાહિત્ય પરિષદરામનારાયણ પાઠકઆંધ્ર પ્રદેશબદનક્ષીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસ્વપ્નવાસવદત્તાઅશ્વગંધા (વનસ્પતિ)મોરબી જિલ્લોભારતનો રાષ્ટ્રધ્વજપંચમહાલ જિલ્લોરુદ્રમહાલય (સિદ્ધપુર)મંગળ (ગ્રહ)મુનમુન દત્તાપંચાયતી રાજરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરામદેવપીરભારતીય રેલહાજીપીરઅડાલજની વાવનેહા મેહતાકચ્છનું નાનું રણબાઇબલધોળકાસર્વોદયચંદ્રકાન્ત શેઠજાન્યુઆરીવિક્રમ ઠાકોરશહેરીકરણગોગા મહારાજપ્રાણીબજરંગદાસબાપાચાવડા વંશભારતની નદીઓની યાદીવિકિપીડિયાઉનાળોવલ્લભભાઈ પટેલબોટાદ જિલ્લોપ્રહલાદ બ્રહ્મભટ્ટયોગસૂત્રકેરીપાંડવત્રેતાયુગમનમોહન સિંહરાશીધીરુબેન પટેલવલસાડઑડિશાસંસ્કારખલીલ ધનતેજવીમહાત્મા ગાંધીહનુમાન મંદિર, સાળંગપુરકર્મ યોગટાઇફોઇડભરતનાટ્યમભારતીય બંધારણ સભાદક્ષિણ ગુજરાતવિશ્વ વેપાર સંગઠનકોળીશ્રીરામચરિતમાનસજેસલ જાડેજામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કનૈયાલાલ મુનશીઅથર્વવેદગિજુભાઈ બધેકાકમ્પ્યુટર હાર્ડવેરઅક્ષરધામ (ગાંધીનગર)આફ્રિકાના રાષ્ટ્રોની યાદીપત્તાપાંડુઅયોધ્યા🡆 More