શિવ મંદિર, બાવકા

બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે.

દાહોદ)">બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીકની એક નાની ટેકરી પર આવેલું છે.

બાવકા શિવ મંદિર
શિવ મંદિર, બાવકા
બાવકા શિવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનબાવકા, દાહોદ જિલ્લો, ગુજરાત
દેશભારત
શિવ મંદિર, બાવકા is located in ગુજરાત
શિવ મંદિર, બાવકા
ગુજરાતમાં બાવકા મંદિરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°45′08″N 74°12′05″E / 22.75221°N 74.20147°E / 22.75221; 74.20147
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમારુ ગુર્જર હિંદુ મંદિર સ્થાપત્ય
NHL તરીકે સમાવેશASI રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-77)

ઇતિહાસ

તેનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ (બીજા)ના શાસનકાળ (૧૧૭૮-૧૨૪૦) દરમિયાન કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદ્ મધુસૂદન ઢાંકી તેને મિયાણીના નીલકંઠ મંદિર (સંવત ૧૨૬૦, ઇ.સ. ૧૨૦૪) પછીના સમયનું ગણાવે છે. પરંતુ અહીંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ૧૨૯૦ (ઇ.સ. ૧૨૩૪)નો છે. સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. મહમદ ગઝનીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-77) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે ૨૦૦૯માં તેનું સમારકામ કરાયું હતું.

સ્થાપત્ય

પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે.

આ મંદિર તેના સમયગાળાનું શ્રેષ્ઠ મંદિર ગણાય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે. મંડપના નાના સ્થંભોની રચના સરળ છે. મંદિરની છત નાશ પામી છે. તૂટેલી છત અને મંડપના અવશેષો નજીકમાં વિખરાયેલા પડેલા છે.

મંદિરની બાહ્ય દિવાલો અને ગર્ભગૃહનું દ્વાર દેવી-દેવતાઓ અને અપ્સરાઓની કોતરણીઓ ધરાવે છે. તે મૂર્તિઓ મોટાભાગે ૬૪ x ૯૫ x ૩૬ સે.મી.નું માપ ધરાવે છે. તેમાં અનેક મૈથુન મૂર્તિઓ છે, જેથી તેને ગુજરાતનાં ખજૂરાહોનું ઉપનામ મળ્યું છે.

છબીઓ

સંદર્ભ

Tags:

શિવ મંદિર, બાવકા ઇતિહાસશિવ મંદિર, બાવકા સ્થાપત્યશિવ મંદિર, બાવકા છબીઓશિવ મંદિર, બાવકા સંદર્ભશિવ મંદિર, બાવકાચાંદાવાડા (તા. દાહોદ)દાહોદદાહોદ જિલ્લોબાવકા (તા. દાહોદ)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વર્ણવ્યવસ્થામીટરધીરુબેન પટેલવિરામચિહ્નોમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાભારતના વડાપ્રધાનસોનુંગોળમેજી પરિષદમાતાનો મઢ (તા. લખપત)ગલગોટાભારતીય અર્થતંત્રઆહીરતીર્થંકરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતની ભૂગોળજયંતિ દલાલચંદ્રકાંત બક્ષીભારતના ચારધામભારત છોડો આંદોલનપિત્તાશયધ્યાનનરેન્દ્ર મોદી સ્ટેડિયમપ્રભાશંકર પટ્ટણીકેદારનાથ જ્યોતિર્લિંગએકમચાભારતીય તત્વજ્ઞાનએલિઝાબેથ પ્રથમભારતીય જનતા પાર્ટીબારોટ (જ્ઞાતિ)ઈંટબારડોલી લોક સભા મતવિસ્તારભારતમાં આવક વેરોપાણીનું પ્રદૂષણજુલાઇ ૧૬અબ્દુલ કલામઅમદાવાદની ભૂગોળગુજરાતના શક્તિપીઠોઝંડા (તા. કપડવંજ)સૌરાષ્ટ્રભૂપેન્દ્ર પટેલપ્રમુખ સ્વામી મહારાજઅમદાવાદ બીઆરટીએસમાનવ શરીરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧નવલકથાભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીગામગુજરાતી સાહિત્યકારોની યાદીતાલુકા વિકાસ અધિકારીદેવાયત પંડિતઆંગણવાડીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારપુરાણમોરબીજય જય ગરવી ગુજરાતકરીના કપૂરભજનમહાભારતઆવર્ત કોષ્ટકભારતનાં વિશ્વ ધરોહર સ્થળોસમાનાર્થી શબ્દોકમ્પ્યુટર હાર્ડવેરઉંઝામુખ મૈથુનઓએસઆઈ મોડેલમાર્કેટિંગઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારબ્રહ્માંડભાવનગરપોરબંદરઉપગ્રહ પ્રક્ષેપણ યાનનિવસન તંત્રસાતપુડા પર્વતમાળાગીર સોમનાથ જિલ્લોવડ🡆 More