મુહમ્મદ ઝકરિયા કાંધલવી

મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી ઇસ્લામ ધર્મના સૂફી સંપ્રદાય (તસવ્વુફ)માંની ચિશ્તી સાબરી ઈમ્દાદી પરંપરાનાં ધર્મગુરુ હતા.

તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૯૮ (૧૧ રમઝાન, ૧૩૧૫ હિજરી સં.)નાં રોજ હાલના ઉત્તર પ્રદેશના કાંધલા ખાતે થયેલો. તેમનો જન્મ ઇસ્લામિક વિદ્વાનોનાં એવા કુટુંબમાં થયેલો જેનાં પૂર્વજોનાં મૂળ પયગંબર મુહમ્મદનાં સાથી અબુ બક્ર અસ-સિદ્દિક સાથે જોડાયેલા છે. તેઓ સુન્ની દેવબંદી હનફી પંથનાં અનુયાયી હતા. દેવબંદી ઉલેમાઓ તથા તબ્લીગ જમાતની સેવામાં તેઓનું ઘણું મોટું યોગદાન છે. તેઓ વિદ્વાન આલિમ (શિક્ષક) હતા અને હદીસ વિદ્યા (ઇસ્લામ ધર્મનાં ધર્મ પુસ્તકોનું જ્ઞાન)માં પારંગત હતા. તેમણે ભારત ઉપરાંત અરબસ્તાનના અનેક લોકોને ધાર્મિક શિક્ષણ આપ્યું હતું.

મુહમ્મદ ઝકરિયા કાંધલવી
જન્મની વિગતમુહમ્મદ ઝકરિયા
૨ ફેબ્રુઆરી ૧૮૯૮
કાંધલા, ઉત્તર-પશ્ચિમ પ્રાંત, બ્રિટિશ ભારત (હાલ ઉત્તર પ્રદેશ)
મૃત્યુની વિગત૨૪ મે ૧૯૮૨
મદીના, સાઉદી અરેબિયા
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
સાઉદી અરેબિયન
અભ્યાસમદરેસામાં ધાર્મિક શિક્ષણ
શિક્ષણ સંસ્થામઝાહિરુલ ઉલૂમ મદરેસા, સહારનપુર
વ્યવસાયવિદ્વાન આલિમ, સૂફી પરંપરાનાં ધર્મગુરુ
ખિતાબશેખ અલ-હદિસ
કુત્બ અલ-અક્તાબ
બરકત અલ-અસર
ધર્મસુન્ની, ઇસ્લામ
જીવનસાથી૨ પત્ની (પ્રથમ પત્નીના અવસાન બાદ બીજી પત્ની)
સંતાન૧૧ (પ્રથમ પત્નીથી ૩ પુત્ર, ૫ પુત્રી
બીજી પત્નીથી ૧ પુત્ર, ૨ પુત્રી)
માતા-પિતાપિતા- મૌલાના યહ્યા કાંધલવી

શિક્ષણ

તેઓએ ૮ વર્ષની ઉમર સુધી ગંગોહમાં તેમનાં પિતા મૌલાના યહ્યા કાંધલવી પાસે રહી શિક્ષણ મેળવ્યું પછી મઝાહિરુલ ઉલૂમ મદરેસામાં મૌલાના ખલીલ અહમદ સહારનપુરી પાસેથી શિક્ષણ મેળવ્યું. તે ઉપરાંત મૌલાના ઇલ્યાસ, મૌલાના ઝફર અહમદ ઉસ્માની અને મૌલાના અબ્દુલ લતીફ પાસેથી પણ ધાર્મિક શિક્ષણ મેળવ્યું. ત્યાર પછી ૧૯ વર્ષની ઉમરથી તેમણે તાલીમી સેવા (તદરીસ) આપવાની, શિક્ષણકાર્યની, શરૂઆત કરી અને ૨૬ વર્ષની ઉમરે બુખારી શરીફ ભણાવવાની શરૂ કરી.

લેખન

તેઓએ વિવિધ વિષયો પર લેખનકાર્ય પણ કરેલું છે, તેમણે ૧૦૩ પુસ્તકો લખ્યા. તેમનું પ્રથમ પુસ્તક અલ્ફિયા ઈબ્ન મલિક નામનું ત્રણ ભાગમાં લખાયેલું છે જે તેમણે ૧૩ વર્ષની ઉમરે લખેલું. એમનાં ફદાઇલ એ કૂરાન નામક પુસ્તકનો ૧૧ ભાષાઓમાં અનુવાદ થયેલો છે તેમ જ, ફદાઇલ એ રમઝાનનો ૧૨ અને ફદાઈલ એ સલાહનો ૧૫ ભાષાઓમાં અનુવાદ થયેલો છે.

અવસાન

૧૯૭૩માં તેઓ સાઉદી અરેબિયાનાં મદીનામાં સ્થાઈ થયેલા જ્યાં સાઉદી અરેબિયાના શાસક શાહ ફૈઝલે તેમનું વિશેષ સન્માન કર્યુ અને ત્યાંની નાગરીકતા આપી. ૨૪ મે ૧૯૮૨ નાં રોજ મદીના ખાતે જ, શ્વાસની ગંભીર તકલીફને કારણે તેમનું અવસાન થયું. તેમને મદીનાના કબ્રસ્તાન જન્નતુલ બકીમાં દફનાવવામાં આવેલા. મુહમ્મદ ઝકરીયાની ઈચ્છા હતી કે તેઓને પયગંબરનાં કુટુંબીઓની કબર (અહલ અલ-બયત) પાસે દફનાવવામાં આવે, તેમની ઈચ્છાપૂર્તિ માટે તેમની કબર ત્યાં નજીક ખોદવામાં આવેલી.

સંદર્ભો

Tags:

મુહમ્મદ ઝકરિયા કાંધલવી શિક્ષણમુહમ્મદ ઝકરિયા કાંધલવી લેખનમુહમ્મદ ઝકરિયા કાંધલવી અવસાનમુહમ્મદ ઝકરિયા કાંધલવી સંદર્ભોમુહમ્મદ ઝકરિયા કાંધલવીઇસ્લામઉત્તર પ્રદેશફેબ્રુઆરી ૨ભારતમુહમ્મદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રાચીન ઇજિપ્તકાંકરિયા તળાવઉશનસ્ચંદ્રપાણીપતનું પહેલું યુદ્ધગોળમેજી પરિષદઅર્જુનઘુડખર અભયારણ્યએશિયાઇ સિંહવનરાજ ચાવડાવડકવાંટનો મેળોરવિશંકર વ્યાસગુજરાતી વિશ્વકોશનર્મદા નદીજૈવ તકનીકઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઓઝોનહિંદી ભાષાભગવદ્ગોમંડલસીતાલંબચોરસપાલીતાણાના જૈન મંદિરોટાઇફોઇડચંદ્રગુપ્ત મૌર્યપ્રત્યાયનભારત છોડો આંદોલનખજુરાહોહોળીએન્ટાર્કટીકાલજ્જા ગોસ્વામીકુંભારિયા જૈન મંદિરોવર્ણવ્યવસ્થાચિરંજીવીનાઝીવાદગોગા મહારાજતાપી જિલ્લોબહુચર માતાઆર્યભટ્ટમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામનુભાઈ પંચોળીઇડરદયારામપર્યાવરણીય શિક્ષણજમ્મુ અને કાશ્મીરગરબાતાલુકા પંચાયતનરસિંહ મહેતા એવોર્ડમૌર્ય સામ્રાજ્યભૂસ્ખલન૧૮૫૭ની ભારતીય ક્રાંતિઅકબરપ્રથમ વિશ્વ યુદ્ધસ્વાદુપિંડરા' ખેંગાર દ્વિતીયગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨પંચમહાલ જિલ્લોઇતિહાસભારતીય રિઝર્વ બેંકજલારામ બાપાભૂપેન્દ્ર પટેલસંસ્કારભારતીય સિનેમાકેન્દ્રશાસિત પ્રદેશબૌદ્ધ ધર્મમેકણ દાદાનવલકથારતન તાતાશામળ ભટ્ટમહેસાણા જિલ્લોઆરઝી હકૂમતગોળ ગધેડાનો મેળોપાલનપુર તાલુકોગ્રીનહાઉસ વાયુક્રિયાવિશેષણહિંમતનગર🡆 More