દિનકર જોષી: ગુજરાતી ભાષાના સાહિત્યકાર

દિનકર જોષી ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર છે.

તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે.

દિનકર જોષી
દિનકર જોષી
દિનકર જોષી: જીવન, મુખ્ય રચનાઓ, સન્માન
જન્મની વિગત (1937-06-30) 30 June 1937 (ઉંમર 86)
ભડી ભંડારિયા, ભાવનગર, ગુજરાત
શિક્ષણબી.એ. (ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર)
શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
વ્યવસાયલેખક (૧૯૫૪-), બૅંકર (૧૯૫૯-૧૯૯૫)
જીવનસાથીહંસાબેન
સંતાનોનિખિલ, અખિલ
માતા-પિતાલીલાવતી અને મગનલાલ જોષી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ Edit this at Wikidata
હસ્તાક્ષર
દિનકર જોષી: જીવન, મુખ્ય રચનાઓ, સન્માન

જીવન

તેમનો જન્મ ૩૦ જૂન ૧૯૩૭ના રોજ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયા ગામે થયો. તેમનું મૂળ વતન નાગધણીંબા છે. તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા. તેમને બે પુત્રો છે. તેમની નવલકથા 'પ્રકાશનો પડછાયો' પર આધારિત ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં નાટકો ગાંધી વિ. ગાંધી તથા અંગ્રેજી અને હિન્દી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બન્યાં. તેઓ મહાભારત, રામાયણ, વેદ, ઉપનિષદ, વગેરે પ્રાચીન ગ્રંથોના અભ્યાસી છે અને સંપૂર્ણ મહાભારતના ગુજરાતી અનુવાદના ૨૦ ગ્રંથોનું સંપાદન પણ એમણે કર્યું છે. તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે. આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના કુલ શ્લોકોની સંખ્યા વિશેના દાવાને તેઓએ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો.

મુખ્ય રચનાઓ

  • નવલકથા - શ્યામ એક વાર આવોને આંગણે, પ્રકાશનો પડછાયો, એક ટૂકડો આકાશનો (નર્મદના જીવન પર આધારિત), ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, ૩૫ અપ ૩૬ ડાઉન, પ્રતિનાયક, પ્રશ્નપ્રદેશની પેલે પાર, સમી સાંજના પડછાયા, અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર, ગઈકાલ વિનાની આવતી કાલ, ઈત્યાદિ.
  • વાર્તાસંગ્રહો - સરવાળાની બાદબાકી, વગડાઉં ફૂલ, એકવાર એવું બન્યું, વ.
  • સંપાદન - મહાભારતના ૨૦ ગ્રંથો, સ્વામી આનંદના પત્રો તથા નિબંધોના ૪ ગ્રંથો, ઈત્યાદિ
  • અભ્યાસ ગ્રંથો - મહાભારતમાં માતૃવંદના, મહાભારતમાં પિતૃવંદના, રામાયણમાં પાત્રવંદના, ચક્રથી ચરખા સુધી, કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ, ગાંધીજીની ગીતા : હિન્દ સ્વરાજ
  • અંગ્રેજી - Glimpses Of Indian Culture, Αn Etertnal Journey, Quaid Azam Mohmmad Ali Jinnah, Mahatma Vs Gandhi, Sardar, The Sovereign Saint તથા હિન્દી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, ઓરિયા, બંગાળી અને જર્મન ભાષાઓમાં કુલ ૫૯ ગ્રંથો (અનુવાદિત)

સન્માન

  • ૫ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
  • ગુજરાત સાહિત્ય પરિષદ - ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
  • મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી - જીવન ગૌરવ પુરસ્કાર
  • ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી - સાહિત્ય ગૌરવ પુરસ્કાર

સંદર્ભો

Tags:

દિનકર જોષી જીવનદિનકર જોષી મુખ્ય રચનાઓદિનકર જોષી સન્માનદિનકર જોષી સંદર્ભોદિનકર જોષીગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉંબરો (વૃક્ષ)ઇસુગુપ્તરોગવિધાન સભાવિશ્વ વેપાર સંગઠનઇ-મેઇલકાદુ મકરાણીઘોડોસંત રવિદાસપાણીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧વનસ્પતિપૃથ્વીહિતોપદેશસતાધારકબજિયાતદુર્યોધનતાપમાનકુદરતી આફતોપ્રમુખ સ્વામી મહારાજશાહરૂખ ખાનભારતીય રેલસુરત જિલ્લોએપ્રિલવેરાવળગુજરાતના લોકમેળાઓમહાત્મા ગાંધીકમળોસપ્તર્ષિગિજુભાઈ બધેકાજાપાનનો ઇતિહાસઅમદાવાદના દરવાજાગંગાસતીતાંબુંઆણંદ જિલ્લોગુજરાતી અંકભારતીય ચૂંટણી પંચઋગ્વેદજાપાનભારતના વડાપ્રધાનદેવભૂમિ દ્વારકા જિલ્લોહિંદી ભાષારક્તના પ્રકારવિશ્વ બેંકચાણક્યહનુમાન મંદિર, સાળંગપુરદુલા કાગઅશોકચામુંડાલોક સભાઓમકારેશ્વરતાજ મહેલકેન્દ્રશાસિત પ્રદેશપંજાબ, ભારતઓઝોનસામાજિક સમસ્યાઅજંતાની ગુફાઓમાઉન્ટ આબુપિત્તાશયદ્વારકાશક સંવતસ્વાદુપિંડવાંસમુકેશ અંબાણીનકશોફિરોઝ ગાંધીકરણ ઘેલોસૂર્યમંડળબાઇબલવીંછુડોમકર રાશિકેદારનાથઅર્જુનમહેસાણાચોટીલારેવા (ચલચિત્ર)ગાંઠિયો વા🡆 More