જ્યોત્સના ભટ્ટ

જ્યોત્સના જ્યોતિ ભટ્ટ (૬ માર્ચ ૧૯૪૦ – ૧૧ જુલાઈ ૨૦૨૦) એ માટીકામ દ્વારા વિવિધ કલાત્મક નમૂનાઓ બનાવવા માટે જાણીતા છે.

જ્યોત્સના જ્યોતિ ભટ્ટ
જન્મની વિગત(1940-03-06)6 March 1940
માંડવી, કચ્છ રાજ્ય, બ્રિટીશ ભારત
મૃત્યુ11 July 2020(2020-07-11) (ઉંમર 80)
વડોદરા, ગુજરાત, ભારત
શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
પ્રખ્યાત કાર્યમાટીકામ
જીવનસાથીજ્યોતિ ભટ્ટ

જીવન પરિચય

જ્યોત્સના ભટ્ટનો જન્મ ૬ માર્ચ ૧૯૪૦ના રોજ કચ્છ રાજ્યના માંડવીમાં થયો હતો. તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો. બાદમાં તેઓ સંખો ચૌધરીના માર્ગદર્શન હેઠળ શિલ્પનો અભ્યાસ કરવા માટે ૧૯૫૮માં વદોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા હતા. તેમને ત્યાં સિરામિક્સ (ચિનાઈ માટીકામ) માં રસ પડ્યો. તેમણે ૧૯૬૦ના દશકના મધ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂ યૉર્ક (શહેર)માં બ્રુકલિનના બોરોમાં આવેલી બ્રુકલિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલમાં જોલિયન હોફસ્ટેડના માર્ગદર્શન હેઠળ સિરામિક્સનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેઓ ભારત પાછા ફર્યા અને વડોદરામાં સ્થાયી થયા. ૧૯૭૨માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા વિભાગ (ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ)માં મૂર્તિકલા વિભાગના સિરામિક સ્ટુડિયોમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમણે ત્યાં ૪૦ વર્ષ સુધી કામ કર્યું અને ૨૦૦૨માં સિરામિક્સ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા.[2]< name="ex1"/>

હૃદયરોગના હુમલાના બે દિવસ બાદ જ્યોત્સના ભટ્ટનું ૧૧ જુલાઈ ૨૦૨૦ના રોજ વડોદરા ખાતે મૃત્યુ થયું હતું. વડોદરાના વાડી વિસ્તારના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શૈલી

ભટ્ટની કૃતિઓ વિશ્વભરમાં એકત્રિત કરવામાં આવે છે. તેની લાંબી કારકિર્દી દરમિયાન તેણે સ્ટોનવેર અને ટેરાકોટા બંને સાથે પ્રયોગો કર્યા. તેમના સિરામિક કાર્યમાં, તેમણે મેટ અને સાટિન મેટ ગ્લેઝને ટીલ બ્લુથી માંડીને શેવાળના લીલા અને અન્ય માટી રંગો સાથે સંયોજનમાં પસંદ કર્યા હતા. તેઓ અવારનવાર આલ્કલાઇન માટી, શેવાળ અને વિવિધ ખનિજોનો ઉપયોગ કરતા હતા, જે તેમની કૃતિઓમાં આધુનિક અને પરંપરાગત શૈલીઓનો સમાવેશ કરતા હતા. તેમના કાર્યોથી તેમની પ્રકૃતિ પ્રત્યેની રુચિ પ્રતિબિંબિત થાય છે. તેની અસંખ્ય કૃતિઓમાં બિલાડીઓ, કૂતરા, પક્ષીઓ, કમળની કળીઓ, રમકડાં અને થાળીઓ દર્શાવવામાં આવી છે.

અંગત જીવન

કોલેજના વર્ષો દરમિયાન જ્યોત્સ્ના ભટ્ટની મુલાકાત ચિત્રકાર જ્યોતિ ભટ્ટ સાથે થઈ હતી અને તેમણે પાછળથી લગ્ન કર્યા હતા. તેઓ વડોદરામાં રહેતા હતા. તેમને એક પુત્રી જૈઇ હતી.

સંદર્ભ

Tags:

જ્યોત્સના ભટ્ટ જીવન પરિચયજ્યોત્સના ભટ્ટ શૈલીજ્યોત્સના ભટ્ટ અંગત જીવનજ્યોત્સના ભટ્ટ સંદર્ભજ્યોત્સના ભટ્ટ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિપડોગુજરાતી ફિલ્મોની યાદીબેંક ઓફ બરોડાબાળકજાંબુડા (તા. જામનગર)મગફળીચારણભારતીય અર્થતંત્રઇ-મેઇલલતા મંગેશકરગણેશમેરફેબ્રુઆરીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)હિંમતનગરરાજકોટકાળકા માતા મંદિર, પાવાગઢશિક્ષણનું સમાજશાસ્ત્રભારતીય બંધારણ સભાલોક સભાદ્વારકામુખપૃષ્ઠરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસાબરકાંઠા જિલ્લોકૃષ્ણશાહરૂખ ખાનદેવાયત બોદરપાકિસ્તાનચંદ્રગુપ્ત મૌર્યનાટ્યશાસ્ત્રદેવાયત પંડિતગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમનોવિજ્ઞાનઅકબરના નવરત્નોસાર્થ જોડણીકોશમરાઠા સામ્રાજ્યઅભિમન્યુપરશુરામછોટાઉદેપુર જિલ્લોઆવળ (વનસ્પતિ)ભારતનો રાષ્ટ્રધ્વજરાજસ્થાનીવિકિપીડિયાભરતનાટ્યમભારતીય રૂપિયોભારતનું બંધારણનવનિર્માણ આંદોલનડિજિટલ માર્કેટિંગકેરીવિક્રમ ઠાકોરગુજરાતહસ્તમૈથુનગાંધીનગરસંસ્કૃતિપ્રદૂષણરાઈટ બંધુઓહરદ્વારરમત-ગમતચંદ્રશેખર આઝાદકમ્પ્યુટર નેટવર્કકાંકરિયા તળાવસામાજિક વિજ્ઞાનવૌઠાનો મેળોજોગીદાસ ખુમાણમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાધીરુબેન પટેલભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓકલમ ૩૭૦રસિકલાલ પરીખઝૂલતા મિનારાતાલુકા મામલતદારગીધખરીફ પાકરામપવનચક્કીશ્રીનિવાસ રામાનુજન🡆 More